કોઈને ખરાબ ન ચીતરાય કલર તો આપણો જ વપરાય

બા અદબ બા મુલાહિઝા હોશિયાર.

મનોરંજનથી મનોમંથન - સુભાષ ઠાકર

સબ સે બડા, મશહૂર, લોકપ્રિય, સબકા ચહીતા ઔર પ્રામાણિક ખિસ્સાકાતરુ મિસ્ટર કૌરવ મોદી ઠાકર કી અદાલત કે કઠેડે મેં હાજર હોઓઓઓ...

‘વેલકમ વેલકમ મિસ્ટર કૌરવ મોદીજી, આપકા હાર્દિક સ્વાગત. હાં તો ભઈ કૌરવજી, તમને ડૉક્ટર, વકીલ, વેપારી, નેતા કે કલાકાર, લેખક આમાંથી કંઈ બનવાને બદલે ખિસ્સાકાતરુ બનવાનો વિચાર ક્યાંથી આવ્યો?’

‘મગજમાંથી. મિલૉર્ડ, પાંચ સેકન્ડની શ્વાસની આવનજાવન ને અઢીસો ગ્રામ પેટ માટે ભલે જીવીએ, પણ વિચારવાનું કામ છાતી કે પેટ ન કરે, એ તો મગજ જ કરે કારણ કે એમાં મૂકેલા મનને બધું જોઈએ છે એટલે વિચાર મગજમાંથી...’

‘ગુડ આન્સર, પણ ખિસ્સાકાતરુ જ બનું એવો વિચાર કેવી રીતે?’

‘ગુડ કવેન. ઍક્ચ્યુઅલી અમારા પૂવર્જોર, વડદાદાઓ, બાપદાદાનો ધંધો જ ખિસ્સાં કાપવાનો એટલે ડાયાબિટીઝ જેમ વારસામાં મળે એમ ખિસ્સાકાતરુ મારા જીન્સમાં જ ઊતર્યું ને આજે નામના મેળવી એમ એ જમાનામાં પણ ખિસ્સાકાતરુમાં અમારી પેઢીનું નામ ખૂબ મોટું ને ઊજળું. કોઈ પૂછે કે મોદી કયા? તો તરત જ મોઢામાંથી સરી પડે, પેલા ખિસ્સાકાતરુવાળા? અને મિલૉર્ડ, ઍક્ચ્યુઅલી તો એ પહેલાં હું મફતની ને મહેનત વગરની કમાણી કરતો. બીજાની મહેનત પર મારી મફતની કમાણી થતી...’

‘અરે વાહ! મહેનત વગરની? એ વળી કયું કામ? મને પણ...’

‘જોયું, તમે પણ કેવા લલચાઈ ગયા? તમારી પણ વૃત્તિ અને પ્રવૃત્તિમાં ફરક છે. તમે શીખીને શું કરશો? એક જમાનામાં હું સ્ટેશન પર શૌચાલયની બહાર પૈસા ઉઘરાવતો. એ માટે જાહેરાત પણ કરતો. પધારો પધારો પધારો... બે રૂપિયામાં સુસુ ને પાંચ રૂપિયા પેટ સાફ કરવાના. મોદીના (નૉટ નરેન્દ્ર મોદી, બટ કૌરવ મોદી) સ્વચ્છતા અભિયાનમાં આપ આપનો ફાળો નોધાવો. પહેલા પાંચ બોણી કરાવનારને વીસ ટકા ડિસ્કાઉન્ટ. ગંગા સાફ થાય એ પહેલાં બૅન્કો સાફ થવાની એ કબૂલ, પણ રોજ પેટ સાફ રાખવું એ તમારો જન્મસિદ્ધ અધિકાર છે. આવો, સ્વચ્છતાના માર્ગે ચાલવા શૌચાલયનો પૂરો લાભ લો. માત્ર પાંચ રૂપિયા પાંચ...’

‘વાહ ક્યા બાત હૈ!’

‘અરે બાત તો અબ આતી હૈ મિલૉડ,ર્‍ આ શુભ કાર્ય માટે કેટલાયને કાકલૂદી કરતો તો કેટલાયને પરાણે ખેંચી લાવતો. કેટલાયને સમજાવતો તો દલીલ કરતા, અહીં પાંચ રૂપિયાના શિંગદાણા ખાઈ માંડ થોડું પેટ ભરીએ ને તું ખાલી કરવા સમજાવે છે? તને જો પાંચ આપશું તો અમે ખાશું શું? હું સમજાવતો કે ડિયર, મન હોય, મોબાઇલ હોય કે પેટ; પણ જૂનું ડિલીટ નઈ કરો તો નવું ઇન્સ્ટૉલ કેવી રીતે કરશો? તો ભડકીને બોલતા, બે દિવસથી પેટમાં કંઈ ગયું જ નથી તો પાંચ રૂપિયા ખર્ચી અમારે શૌચાલયની અંદર રમી રમવાની? મેં કીધું, મારા તરફથી એક ટંકના રોટલાની વ્યવસ્થા કરી આપું. તો દલીલ કરી, શાક, ભાત કે દાળ માટે અમારે ભીખ માગવાની? એકલો રોટલો અબકી ન જાય? અમે કંઈ પેલા મહુડીના ભગવાન નથી કે જિંદગીભર માત્ર સુખડી ખાઈને ખેંચી કાઢીએ. સમજ્યો? આ રીતે કમાવવા પણ હાજાં ગગડી જાય એવી તનતોડ મહેનત કરવી પડે છે. પોતાનું પેટ ભરવા અહીં કેટલાયનાં પેટ ખાલી કરાવવાં પડે છે. પણ આપણને આપણા જ નડે એમ મોદીએ વળી ઘેર-ઘેર શૌચાલયની જાહેરાત કરી. ભૈ નમો, અહીં ૧૦ બાય ૧૦ની ખોલીમાં રહેવાનાં ઠેકાણાં નથી ત્યાં શૌચાલય ક્યાંથી બનાવવાના? મિલૉર્ડ, આ જાહેરાતથી મોદીએ મારા પેટ પર પાટુ મારી મારા ધંધાની પથારી ફેરવી. આ મોદીને ઈશ્વર પણ માફ નઈ કરે

જો-જો. છેવટે મારો ધંધો મંદો પડ્યો. ત્રણ હજારની ઇન્કમ ને ચાર હજારનું ભાડું કેમ પોસાય? છેવટે ઘરવાળા ભડક્યા ને બાપુજીએ કીધું, બેટા, ગીતામાં કીધું છે કે મફતનું ખાઈશ નઈ ને તું આ રીતે બીજાની મહેનત પર કમાણી કરતો? મેં મન વાળ્યું ને બાપુજી સાથે ખિસ્સાકાતરુની થોડી તાલીમ લીધી. નખમાં બ્લેડ ભરાવી ખિસ્સાં કેમ કપાય એ શીખ્યો ને હું વંઠેલ છોકરો બન્યો ને એ જમાનામાં સૌથી વધુ વંઠેલ છોકરાની હરીફાઈમાં મને બાપુજીના હસ્તે જ અવૉર્ડ મળેલો...

નવો-નવો ખિસ્સાકાતરુ બન્યો ત્યારે સૌથી પ્રથમ ખિસ્સાં કાપવાની વાત એકદમ સસ્પેન્સ છે. મિલૉર્ડ, યુ નો કે ટ્રેનની ચિક્કાર ભીડમાં આપણને ખંજવાળ આવે ત્યારે બાજુવાળો બોલે કે તમારા નખ થોડા મોટા લાગે છે. ત્યારે તો ભાન થાય કે સાલું આટલું ખંજવાળ્યા પછી પણ આપણી ખંજવાળ મટતી કેમ નથી? ટ્રેનની આવી ગિરદીમાં ધંધો સારો થાય એટલે એક શખ્સના ખિસ્સામાં જ્યાં મેં હાથ સરકાવવાનો પ્રયત્ન જ કર્યો ત્યાં તેણે મારો હાથ પકડ્યો. સટાક કરતી એક ખેંચી. ‘શરમ નથી આવતી આ રીતે ખિસ્સામાં હાથ નાખતાં?’

‘શરમ તો મને આવવી જોઈએ કે તમને?’ મારી છટકી. ‘ખિસ્સામાં એક પૈસો રાખતા નથી ને ખિસ્સાં લઈને ફરો છો.’ એટલું બોલી સટાક-સટાક કરતી બે ઠોકી દીધી...

‘અરે બાપ રે પૈસા વગરનાં ખિસ્સાં... બની શકે કે તે ભગવાન શંકરની જેમ આપી- આપીને કડકો બની ગયો હોય, પણ કૌરવજી, આમાં સસ્પેન્સ શું?’

‘અરે મિલૉર્ડ, એમાં ખિસ્સાકાતરુ હું હતો, પણ જેના ખિસ્સામાં હાથ નાખેલો એ આપ હતા. તમે મને ન ઓળખી શક્યા, પણ હું ઓળખી ગયો... સર, તમે મને એ વખતે સમજાવેલો કે પૈસા તો હાથનો મેલ છે. જન્મ્યા ત્યારે બાળોતિયામાં ખિસ્સું નથી હોતું ને મરશું ત્યારે કફન પર પણ ખિસ્સું હોતું નથી. છતાં માણસ ખિસ્સા માટે જ આખી જિંદગી ખર્ચી કાઢે છે. પણ મિલૉર્ડ, એ બાળોતિયા કે કફન પણ કોઈ મફતમાં આપતં  નથી. એ માટે પણ પૈસા જોઈએ ને પૈસા માટે ખિસ્સું જોઈએ. હવે ખિસ્સાકાતરુમાં એક-એકનાં ખિસ્સાં કાપીશું તો ક્યારે પાર આવશે? જિંદગી પૂરી થઈ જાય ને પૈસા નઈ બને એટલે એક-એકને બદલે આખા દેશને એકસામટો લૂંટવો એવું નક્કી કર્યું ને લૂંટારાના ધંધામાં ઝંપલાવ્યું. બૅન્કો સાથે, નેતા સાથે ટેબલ નીચે હાથ મિલાવ્યા. બાપુજી સાથે આખી ગૅન્ગ ગઈ બૅન્કમાં. કૅશિયર પાસે જઈ કીધું, ભઈ કૅશિયર, અમે લૂંટારુ છીએ અને બૅન્ક લૂંટવા આવ્યા છીએ..

કૅશિયર ચમક્યો, ‘કમાલ છે, પણ તમે બુકાની નથી પહેરી કે નથી બંદૂક...’

‘જો ભઈલા, બુકાની પહેરતા નથી ને બંદૂક ઘરે ભૂલી ગયા છીએ. મોદીની ઇચ્છા મુજબ બૅન્કને કૅશલેસ બનાવવાની. તું કૅશનો થેલો ભર.’

‘ઓકે. નો પ્રૉબ્લેમ, કાલે ઈમાનદારીથી લૂંટારાની સાબિતીરૂપે બંદૂક બતાવી જજો. અમારે આગળ જવાબ આપવો પડે.’

‘હવે તું અમારી સાથે ચાલ.’

‘પણ બધી કૅશ તો થેલામાં ભરી, હવે મારું શું કામ?’

‘કૅશિયર બકા, આટલી બધી કૅશ ગણશે કોણ, અમારા બાપુજી?’

‘ઓકે. હું તમારી સાથે આવું છું. મારો હિસ્સો મળવો જોઈએ. હું તમને હવે દેશની બહાર કેમ નીકળી જવું એપણ શીખવાડીશ.’ 

‘આજે હું, બાપુજી, અમારી લૂંટારુ ગૅન્ગ, બૅન્કવાળા, નેતા બધા જ ખુશખુશાલ છીએ.’

તો હવે સાંભળીએ આજના જજ વિજય માલ્યાનો ફંેસલો.

દેશને કેમ લૂંટવો એ આવડત માટે કૌરવ મોદીને સો-સો સલામ. એક ખિસ્સાકાતરુથી લંૂટારા બનવું એ ખાવાના ખેલ નથી. બજેટમાં અડ્યા વગર ખિસ્સાં કપાય જ છેને? તક મળે તો બધા જ લૂંટવા બેઠા છે. કોણ પકડાયું એ માટે જ અખબાર લે છે. મનમાં બોલે છે, ચાલો આપણે બચી ગયા...

એક સોનેરી વાક્ય કહું? કોઈને ખરાબ ન ચીતરાય, કલર તો આપણો જ વપરાય.

એટલે કૌરવ મોદીની વાત સાંભળી હું તેમને બાઇજ્જત નિર્દોષ જાહેર કરું છું. તમે?

શું કહો છો?

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK