માનવી જેની પાછળ દોડે છે એ સુખ મળતું નથી, સુખ તો અચાનક આવી પડે છે

સુખ શબ્દ માત્ર બે અક્ષરોનો છે, પણ એ માનવીની પાસે અનેક ઉધામા કરાવે છે.પ્રેરણાની પળે - કાન્તિ ભટ્ટ

વેદપુરાણમાં લખ્યું છે કે અંત:કરણની વૃત્તિ જ્યારે બહિર્મુખ નથી હોતી પણ આંતમુર્ખી હોય છે ત્યારે એ વૃત્તિ પોતાને અનુકૂળ દેખાય ત્યારે માનવી એને સુખ કહે છે. ટૂંકમાં સુખ કોઈ બહારની ચીજ નથી, માનવી પોતે જ પોતાની જાતે સુખ મેળવી શકે છે. જૂના વડીલો કહેતા કે ‘પહેલું સુખ તે જાતે નર્યા.’ તંદુરસ્તી જેવું સુખ નથી. જૂની કહેવત છે : સુખમાં સોની સાંભરે રે દુ:ખમાં સાંભરે રામ. સુખમાં ઈશ્વરની ઐસી તૈસી કરાય છે. પણ માત્ર કેમ જુદી-જુદી જાતનાં સુખ એકવીસમી સદીના ભોગવાદી કળિયુગમાં મળે એ જ યાદ આવે છે. ઈશ્વર તો ફક્ત આપત્તિ વખતે જ સાંભરે છે. જૂના સમયમાં બાળક જન્મે તો સાચા જ્યોતિષી જન્મપત્રિકામાં સુખનું સ્થાન જોતા. એને ‘સુખભુવન’ કહેવાતું. જ્યોતિષીને બહુ ઓછી જન્મકુંડળીમાં ‘સુખભુવન’ જોવા મળતું. સુખભુવન માટે જન્મપત્રિકામાં ચોથું ભવન હોય છે. એ ભવનમાં એટલે કે સુખના સ્થાનમાં માતા, પિતા, મિત્ર, વાહન, ખેતર, ભોજન, હ્રદય, આસન અને શયન વગેરે બાબતોનું સુખ જોવામાં આવે છે. આવું સંપૂર્ણ સુખ આજે દોહ્યલું બન્યું છે. લાખોમાં એક જણને મિત્ર, ખેતર ખેરડા, પત્ની અને Xદય ખોલી શકે તેવું પાત્ર મïળે છે. એ સુખમાં શયન ઉર્ફે ઊંઘનું સુખ પણ લખ્યું છે. આજે અમેરિકનો પાસે ધન છે. ભારતમાં ધનિકો વધી પડ્યા છે. શું તેમને સુખની નિદ્રા આવે છે? ઊંઘ એ કુદરતે આપેલું મોટું સુખ છે, પણ પથારીમાં સૂતાભેગી ઘસઘસાટ નસકોરાં બોલાવતી નિદ્રા દુર્લભ બની છે. અમેરિકામાં કુદરતી ઊંઘ દુર્લભ છે. દવાની ટીકડી જ ઊંઘ લાવે છે. એ ઊંઘ પણ તાજગી આપતી નથી.

આજે નરેન્દ્ર મોદીનું રાજ હોય કે કૉન્ગ્રેસમાં અપેક્ષિત રાહુલ ગાંધીના રાજમાં આવનાર રાજ હોય, એ મોદી કે રાહુલ આપણને ‘સુખ’ આપવાના નથી. સુખ તો આ ઘડીએ, આ પળે તમારા ખિસ્સામાં છે. એની પાછળ દોડો તો સુખ મળવાનું નથી, કારણ કે સુખ તો તમારા ગુંજામાં (ગજવામાં) પડેલું છે. આગામી ચૂંટણીમાં પણ નરેન્દ્ર મોદી ચૂંટાય અને ચૂંટણી જીતવા માટે વચનો આપે એ વચનોમાંથી સુખ નીપજવાનું નથી, કારણ કે એ સુખનું વચન નરેન્દ્ર મોદીએ સત્તાનું સુખ ભોગવવાની લાલચરૂપે તમને આપ્યું છે. મોદી કે રાહુલ એ બન્નેનાં આપેલાં વચનોના સુખ પર ભરોસો રાખવાની જરૂર નથી. આજે જગતભરમાં હિન્દુસ્તાન જેવો ખરા અર્થમાં સુખી દેશ એક પણ નથી. મોદી કે નો મોદી રાહુલ કે નો રાહુલ, ભારતવાસી સ્વયં સુખનો પેદા કરનારો બન્યો છે. ડૉ. માર્કસ ગેડલ્ડ નામના સાઇકોલૉજિસ્ટે ૩૫ વર્ષના અનુભવ પછી તારણ કાઢ્યું છે કે માનવે જે-જે ઉપલબ્ધિમાંથી સુખની અપેક્ષા રાખી છે એ ઉપલબ્ધિ ઊલટાની દુ:ખનું કારણ બની છે. રૂપાળી પત્નીની અબળખા પછી એ પત્ની ૨૧મી સદીમાં બીજાને પ્રેમ કરતી થઈ જાય એ દુ:ખનું કારણ બને છે. ડૉ. માર્કસ ગેડલ્ડે કહ્યું છે કે ‘પઝેશન્સ કૅન મેક યુ હૅપી ફૉર શૉર્ટ ટાઇમ.’ અર્થાત્ કોઈ ચીજની માલિકી-રૂપાળી પત્ની કે મિલકત કે મોભો કે પદવી તમને બહુ ટૂંકા સમય માટે સુખ આપે છે ગાંજો ફૂંકવામાં કે હેરોઇનની ટીકડી ખાવામાં ટૂંક સમય માટે મળતું સુખ છે. તમને સુખની પાછળ દોડવાથી સુખ મળતું નથી. સુખ પાછળ ન દોડો તો સારા ભૂતકાળનાં કર્મોનું સુખનું પોટલું લઈને તમને વરવા બેઠું છે.

બે વર્ષ પહેલાં અમેરિકાના રાજધાનીના શહેર વૉશિંગ્ટનમાંથી પ્રગટ થતા દૈનિક ‘વૉશિંગ્ટન પોસ્ટ’એ સર્વે કર્યો હતો. એમાં મનોવિજ્ઞાની ડૉ. આઇરિશ મૉસે લખેલું કે માનવ તેના નસીબમાં જે સુખ લખ્યું હોય એનાથી વધુ સુખ ઝૂંટવવા પ્રયાસ કરશે તે આખરે નિરાશ થશે, સુખ કે સંપત્તિ મેળવવાના તેના ઉધામા થકી તે દુ:ખના ડુંગર ખડકશે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK