જપાનનાં ટૉઇલેટ્સની તો વાત જ નિરાળી

જપાન જઈ આવેલા એક ફ્રેન્ડ પાસેથી જૅપનીઝ ટૉઇલેટ્સ વિશે ઇન્ટરેgસ્ટગ વાતો સાંભïïળેલી. તેની ૧૦ વાતોમાંથી ૮ ટૉઇલેટ્સ વિશેની હતી એટલે જપાન પહોંચીને સૌથી પહેલાં હું ફર્સ્ટ-હૅન્ડ અનુભવ મેળવવા આતુર હતી.

toilet

ઑફબીટ ટ્રાવેલર - કવિતા વખારિયા-થાવાણી

જપાનનાં ટૉઇલેટ્સમાં શું ખાસ છે? વેલ, જપાનમાં જેમ બીજું બધું ખાસ છે એમ ટૉïઇલેટ્સ પણ ખાસ છે. જૅપનીઝ ટૉઇલેટ્સ દુનિયામાં સૌથી હાઇ-ટેક  છે. બે બાય બે  ફુટની જગ્યામાં એક સિરૅમિક પૉટ પર કરવાની ક્રિયા માટે જપાનમાં કેવાં-કેવાં ઇનૉવેશન થયાં છે એનો એક વાર તો અનુભવ લેવો જ રહ્યો.

સૌથી સરપ્રાઇઝિંગ એ છે કે જપાનમાં બમ સાફ કરવા માટે પાણી હોય છે. આપણે ભારતીયો જ્યાં સુધી પૉટી કર્યા પછી ક્લીનિંગ માટે પાણીનો ઉપયોગ ન કરીએ ત્યાં સુધી આપણને ચોખ્ખા થયા હોવાની ફીલ નથી આવતી. જૅપનીઝ પણ એવા જ છે.

બીજી ધ્યાનાકર્ષક વાત એ છે કે જપાનનાં પબ્લિક ટૉઇલેટ્સ પણ જબરદસ્ત ચોખ્ખાં હોય છે. તમારી પહેલાનાં યુઝરે છોડેલી વાસ ઑટોમૅટિક્લી ડીઓડરાઇઝ દ્વારા દૂર કરી દેવામાં આïવે છે. તમે એન્ટર થાઓ ત્યારે હવા રીફ્રેશ્ડ હોય છે અને પૉટ પણ સ્ટરિલાઇઝ કરેલો, ગરમ હોય છે. કેટલાંક ટૉઇલેટ્સમાં તો કામ પતાવ્યા પછી પૉટને  ઢાંકવા કવરને નીચે કરવા માટે તમારે એને હાથ લગાડવાની પણ જરૂર નથી પડતી, બટન દબાવો એટલે એ આપોઆપ નીચે આવી જાય છે. તમે પૉટી કરવા બેસો ત્યારે પૉટને સાફ કરવા આપોઆપ પાણી છૂટે છે... ક્યારેક તો તમને થાય કે મારું કામ હજી પૂÊરું નથી થયું ત્યાં ફ્લશ કેમ થવા માંડ્યું?

શિયાળો હોય ત્યારે વિચારો એક ગરમાગરમ ટૉઇલેટ સીટ પર બેસવાની કેવી મજા આવે. પૉટી કરતી વખતે થતા અવાજોને દાબી દેવા મ્યુઝિકની પણ વ્યવસ્થા હોય. અચ્છા, તમને પાણી કેવું જોઈએ - ગરમ, હૂંફાળું કે ઠંડું? અને પાણીનું પ્રેશર પણ જોઈએ એવું મળશે.

અને પૉટી-સીટ પર તમારે ક્લીનિંગ માટે આગળ-પાછળ થવાનીયે જરૂર નથી. દરેક ટાગેર્ટ-એરિયાને સાફ કરવા તમારી ચૉઇસના ટેમ્પરેચર અને પ્રેશરવાળું પાણી છોડવા માટે બટન ઉપલબ્ધ છે.

અને તમે લકી હો તો તમને મસાજ જેવી ફીલ આપતું ક્લીનિંગ કરી આપે એવું ટૉઇલેટ પણ મળી આવશે.

toilet1

વેઇટ, પિક્ચર અભી બાકી હૈ દોસ્ત. ટૉઇલેટ્સમાં તમારે હાથનો ઉપયોગ ન કરવો પડે એનું જો ધ્યાન રાખવામાં આïવ્યું હોય તો ડ્રાય થવા માટે ટિશ્યુઝનો પણ ઉપયોગ ન કરવો પડે એનીયે વ્યવસ્થા છે. આપણે બધાએ હેર-ડ્રાયર જોયું છે, પણ જપાનમાં તમને બમ-ડ્રાયર જોવા મïળશે. એક બટન દબાવો અને ગરમ હવા તમારું કામ કરી આપશે, ગરમીના દિવસો હોય તો ઠંડી હવા ઉપલબ્ધ થશે. પૉટી-સીટ પરથી ઊભા થશો તો કવર આપોઆપ બંધ થશે અને ફ્લશિંગ ચાલુ થઈ જશે.

રાજા જેવી ફીલ આવે છેને? ટૉઇલેટમાં તમારા પર ગુલાબી પાંખડીઓનો વરસાદ કરવા સિવાયની બાકી એવી ફૅસિલિટીઝ મળશે જે તમને કિંગ હોવાની અનુભૂતિ કરાવશે.

ટૉઇલેટ્સનાં બધાં બટન સાઇડ-હૅન્ડલ પર અથવા તો દીવાલ પર જડેલી મોટી પૅનલમાં હોય છે. એના પર લખેલું જૅપનીઝમાં હોય છે, પણ એની સાથે આપેલા ગ્રાફિક આઇકન્સ તમને બધું સમજાવી દે છે.

જપાનમાં ટૉઇલેટ્સ પર અપાતાં ધ્યાનનું એક ક્લાસિક ઉદાહરણ જુઓ. ટોયામા નામના એક ટાઉનમાં અમે ડૉર્મી ઇન નામની હોટેલમાં રહેલા. આ હોટેલની લિફટમાં એક કૉર્નરમાં સ્ટૂલ જોવા મળ્યું. ઉપર જતી વખતે તમે આ સ્ટૂલનો બેસવા માટે ઉપયોગ કરી શકો. જોકે આ કોઈ સામાન્ય સ્ટૂલ નહોતું. જો લિફ્ટમાં તમને અર્જન્ટ્લી પૉટી લાગે તો સ્ટૂલનો ઉપરનો ભાગ ઊંચો કરીને ખોલી નાખવાનો, હાજર મળશે પૉટી-સીટ.

આ હદે જઈ શકે છે જૅપનીઝ. વધુ પડતું લાગે - પણ એવા જ તો છે તેઓ; બેહદ, અનહદ.

 (ક્રમશ:)

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK