ભાંગ સમજીને વાપરો તો જ દવા, બાકી દારૂ કરતાંય ખરાબ

કદાચ ધાર્મિક માન્યતાઓને બાજુએ રાખીને વિચારીએ તો આ કેફી પીણું છે અને એ જો યોગ્ય રીતે અને યોગ્ય માત્રામાં ઉપયોગમાં ન લેવાય તો એ કેફી પીણું બની જાય છે જે મગજને નુકસાન કરી શકે છે

 bhang

આયુર્વેદનું A ૨ Z - ડૉ. રવિ કોઠારી

શિવજીના પર્વ મહાશિવરાત્રિમાં ઉપવાસ કરવાનો મહિમા છે. શક્કરિયાં અને કંદમૂળ ખાવાનાં હોય છે. શિવમંદિરોમાં ભાંગ પ્રસાદ તરીકે અપાય છે. મંદિરો તો ઠીક, આ દિવસે લોકો ભગવાનના નામે છડેચોક ભાંગ પીએ છે. આપણે એ ન ભૂલવું જોઈએ કે ભાંગ એ કેફ ચડાવનારું દ્રવ્ય છે. એનાથી મગજમાં ભ્રાંતિ પેદા થાય છે. મૉડર્ન મેડિસિનના નિષ્ણાતો ભાંગ એટલે કે મૅરિજુઆનાના ઘણા હેલ્થ બેનિફિટ્સ મળે છે એવું કહે છે. પશ્ચિમી નિષ્ણાતો માને છે કે મલેરિયા, ડિસેન્ટ્રી, રૂમૅટૉઇડ આર્થ્રાઈટિસની પીડા અને ફીવર જેવી તકલીફમાં ભાંગ દવાનું કામ કરી શકે છે. ઍન્ગ્ઝાયટી અને ઘટતી જતી કામેચ્છામાં પણ સૂક્ષ્મ માત્રામાં એનો વપરાશ કરવાનું વિદેશોમાં ચલણ છે. આ બધું સાંભળીને ભાંગને ઉત્તમ દવા માની લેવાની ભૂલ પણ ન કરી શકાય અને જરૂર પડ્યે એના ફાયદાઓથી વંચિત પણ ન રહેવું જોઈએ. આ બેધારી તલવાર જેવું દ્રવ્ય છે. જો એને વાપરવાની રીત, માધ્યમ અને અનુપાનમાં સહેજ પણ ગરબડ થઈ તો દવા ક્યારે ઝેર બની જાય એની ખબર પણ ન પડે. ભાંગ એટલે કેફી દ્રવ્ય છે એવી કોઈ માનસિક ગાંઠ વિના એના વિશેની કેટલીક ખૂબ જ ઓછી જાણીતી પરંતુ મહત્વની વાતો આજે જાણીએ.

સંસ્કૃતમાં એને વિવિધ નામોથી ઓળખવામાં આવે છે. તીક્ષ્ણ અને કફ કપાતો હોવાથી ભંગા કહે છે, ક્યારેક બેભાન કરે છે માટે માદિની કહે છે અને શરીરમાં વધારાનો કફ દૂર કરે છે માટે જયા કે વિજયા કહે છે. મોટા ભાગે ભારતમાં ભાંગનાં લીલાશ પડતાં પાન અને બીનો ઉપયોગ કરવામાં આવે છે. આ બન્ને ઉષ્ણ હોવાથી વાતહર અને કફહર છે. જોકે એનાથી પિત્ત વધે છે. વેદના ઘટાડવામાં, સોજો અને ઇરિટેશન ઘટાડવામાં તેમ જ પરસેવો લાવવા માટે ભાંગનો ઉપયોગ કરવામાં આવે છે. પાનનો રસ બાહ્ય કૃમિનો નાશ કરે છે. ભાંગના છોડ ત્રણ હાથ જેટલા વધે છે. એનાં લીલાશ પડતાં પાન ઔષધ અને ઠંડાઈમાં વપરાય છે. મહાશિવરાત્રિ હિન્દુ કૅલેન્ડર મુજબ મહા વદ તેરસ એટલે કે ઠંડીની સીઝન જવાના ટાણે આવે છે. આ સમયગાળા દરમ્યાન કફના દોષો વધે છે. સુકાયેલા કફને કારણે સૂકી-ભીની ખાંસી અને ઉધરસની સમસ્યા વધી શકે છે. ભાંગ કફ કાપવાનું કરે છે એટલે આ સમયગાળા દરમ્યાન એનું સેવન ઉપયોગી થઈ શકે છે.

પૌરાણિક માન્યતા મુજબ ભાંગનું સેવન કદાચ ઉપયોગી કહેવાયું હશે, પરંતુ આજે આપણે કઈ રીતે એ લઈએ છીએ? મોટા ભાગે આપણે ભાંગ ખૂબ લસોટીએ છીએ અને દૂધમાં એ લઈએ છીએ. દૂધનું અનુપાન અને લસોટવાની ક્રિયાને કારણે આવી ભાંગ માત્ર કેફ જ ચડાવે છે. એનાથી ભાંગના ઉપયોગી કહી શકાય એવા કોઈ ગુણધમોર્ નથી રહેતા. લસોટવાથી જરાક અમથી માત્રામાં વપરાયેલી ભાંગ પણ જબરો નશો અને ભ્રાંતિ પેદા કરે છે. જો કોઈ દવા તરીકે એનું સેવન થતું હોય તો સૌથી પહેલાં ભાંગનું શુદ્ધીકરણ થાય એ જરૂરી છે. મોટા ભાગે તૈયાર મળતી ભાંગમાં એ શુદ્ધીકરણ થયું હશે એ ધારી લેવું વધુપડતું ગણાશે.

ભાંગનું શુદ્ધીકરણ કરવા માટે એના પાનને ગાયના દૂધમાં ઉકાળીને ચોખ્ખા પાણીથી ધોઈને સૂકવી નાખવાં જોઈએ. સૂકવેલાં પાનને ગાયના ઘીમાં શેકી લેવાં જોઈએ. આવી ભાંગનો ઉપયોગ ઔષધમાં થઈ શકે.

નશાની અસર

ધારો કે તમે દૂધમાં લસોટેલી ભાંગ પી લીધી તો એની અસર અડધો કલાકમાં જ મગજ પર થવા લાગે છે. એ અસર બે તબક્કામાં જોવા મળે છે. પહેલા તબક્કામાં ભ્રમણા થાય છે, થોડાક સમય માટે સ્મૃતિ ખોરવાય છે, ત્વચામાં શૂન્યતા આવે છે. બીજા તબક્કામાં માંસપેશીઓમાં દુર્બળતા આવે છે, વ્યક્તિ શરીરનું સંતુલન જાળવી શકતી નથી અને અતિશય ઊંઘ આવે છે. નશાને કારણે વ્યક્તિનું મૃત્યુ થવાની સંભાવના ઘણી જ ઓછી હોય છે, પરંતુ આ નશો મગજના અત્યંત મહત્વના ચેતાતંતુઓને ડૅમેજ કરવાની ક્ષમતા ધરાવે છે. 

ખાસ નોંધ


ભાંગમાંથી બનેલી કેટલીક ઔષધીઓ બજારમાં પણ તૈયાર મળે છે, પરંતુ આ દવાઓ પણ જાતે જ લેવાની શરૂ કરવાનું ઠીક નથી. ભાંગ અને અન્ય ઔષધીઓનું મિશ્રણ અને એની માત્રા નક્કી કરવાનું કામ અનુભવી વૈદ્ય પર છોડી દેવું જોઈએ. વધુ માત્રામાં ભાંગ લેવામાં આવે તો એ દારૂ કરતાંય વધુ આંતરિક હાનિ પહોંચાડી શકે છે.

ઔષધીય ઉપયોગો

ઍસિડિટીનો કૅન્સર સાથે જે આ સીધો સંબંધ છે એ વિશે કયા પ્રકારના બચાવના પ્રયતïનો કરી શકાય એ સમજીએ ડૉ. રૉય પાટણકર પાસેથી

૧. હડકાયું કૂતરું કરડ્યું હોય અને એનું ઝેર ચડે ત્યારે દરદીને પાણીનો ડર લાગવા લાગે છે. આ સમયે દરદીને મોટી માત્રામાં ભાંગ આપવાથી વેદના અને નાડીઓનું ખેંચાણ ઘટે છે.

૨. સ્ત્રીઓમાં ગર્ભાશયના સંકોચ માટે અને પુરુષોમાં પ્રોસ્ટેટાઇટિસ કે ઇરેક્ટાઇલ ડિસ્ફન્ક્શનની તકલીફમાં તેમ જ પ્રીમૅચ્યોર ઇજેક્યુલેશનની તકલીફ હોય તો પણ ભાંગનો ઉપયોગ થઈ શકે છે.

૩. ભાંગનાં પાનને વાટીને એનો લેપ લગાવવાથી પરસેવો વળે છે અને પીડા શમે છે.

૪. ગ્રાહી હોવાથી જુલાબ, પાણી જેવા પાતળા ઝાડા અને ગ્રહણીમાં પણ અપાય છે.

૫. પીડાશામક ગુણ હોવાથી માથાનો દુખાવો કે આધાશીશી જેવા વિકારો કે અનિદ્રામાં આપવામાં આવે છે. 

૬. ઍન્ટિ-સ્પાઝમોડિક હોવાથી સ્નાયુઓમાં શિથિલતા આવી જાય ત્યારે પણ વપરાય છે.

૭. અતિશય રક્તસ્ત્રાવ થાય ત્યારે પણ ભાંગનો ઉપયોગ કરાય છે.

૮. પિત્તવર્ધક હોવાથી ખોરાકનું પાચન કરે છે અને ભૂખ લગાડે છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK