જૈન દર્શનમાં કાલમાનનું મહત્વ ઘણું છે

જૈન દર્શનમાં કાલમાનનું ઘણું મહત્વ છે.

જૈન દર્શન - ચીમનલાલ કલાધર


કાલમાન એટલે કાલનું માપ. આપણા શાસ્ત્રકારોએ કાલમાનના બે પ્રકાર બતાવ્યા છે. એ છે : (૧) સમય અને (૨) આવલિકા. કાલના સૂક્ષ્માતિસૂક્ષ્મ વિભાગને સમય કહે છે. આવા અસંખ્યાત સમય ભેગા થાય એને આવલિકા કહે છે. પાંચ વર્ષ જેટલા કાળને યુગ, એકસો વર્ષ જેટલા કાળને શતાબ્દી અને એક હજાર વર્ષ જેટલા કાળને સહસ્ત્રાબ્દી કહેવામાં આવે છે. આવી ૮૪૦ સહસ્ત્રાબ્દી (૮૪,૦૦,૦૦૦ ચોરાસી લાખ વર્ષ) ભેગી થાય એને એક-પૂર્વાંગ કહે છે. આવા ૮૪ લાખ પૂર્વાંગ ભેગા થાય તેને એક પૂર્વ કહે છે. ïએક પૂર્વ ૭૦૫૬૦, ૦૦,૦૦,૦૦૦,૦૦ સિત્તેરે હજાર પાંચસો ને સાઠ અબજ વર્ષે થાય છે. આ ચોરાસી લાખ પૂર્વને ભેગા કરીએ તો એક ત્રુટીતાંગ થાય છે. અને આવા ૮૪ લાખ ત્રુટીતાંગને ભેગા કરીએ તો એક ત્રુટીત થાય. આ રીતે ૮૪ લાખથી ગુણતા જઈએ તો અનુક્રમે અટટાંગ, અટટ, અવવાંગ, અવવ, હુહુકાંગ, હુહૂક, ઉત્પતાંગ, ઉત્પલ, પદ્માંગ, પદ્મ, નલિનાંગ, નલિન, અર્થ નિપુરાંગ, અર્થ નિપુર, અયુતાંગ, અયુત, નયુતાંગ, નયુત, પ્રયુતાંગ, પ્રયુત, ચુલિકાંગ, ચુલિક, શર્ષિ પ્રહેલિકાંગ અને શર્ષિ પ્રહેલિકા નામના માપો આવે છે.

સંખ્યાત આવલિકા ભેગી થાય એને શ્વાસ કહે છે અને બે શ્વાસનો એક પ્રાણ બને છે. સાત પ્રાણનું એક સ્તોક બને છે અને સાત સ્તોક ભેગા થાય ત્યારે એક લવ બને છે. સિત્તોતેર લવ ભેગા થવાથી એક મુહૂર્ત બને છે. ત્રીસ મુહૂર્ત થાય ત્યારે એક અહોરાત (દિવસ-રાત્રિ) બને છે. એક મુહૂર્ત પોણો કલાક ને ત્રણ મિનિટ એટલે કે ૪૮ મિનિટે આવે છે. પંદર અહોરાત બને ત્યારે એને પક્ષ કહે છે. પક્ષ બે પ્રકારના છે - (૧) શુક્લ પક્ષ અને (૨) કૃષ્ણ પક્ષ. જેમાં ચંદ્રની કલા ક્રમશ: ચડતી જાય એને શુક્લ પક્ષ કહે છે અને ચંદ્રની કલા ક્રમશ: ઊતરતી જાય એને કૃષ્ણ પક્ષ કહે છે. બે પક્ષ પૂરા થાય એને એકમાસ કહે છે. માસના પ્રકાર બાર આપણા શાસ્ત્રકારોએ બતાવ્યા છે. એ છે : કારતક, માગશર, પોષ, મહા, ફાગણ, ચૈત્ર, વૈશાખ, જેઠ, અષાઢ, શ્રાવણ, ભાદરવો અને આસો. બાર માસ જેટલા કાળને સંવત્સર કહે છે.

અસંખ્યનું માપ ઉપમાથી બતાવી શકાય. પલ્યોપમ અને સાગરોપમના માપો એ પ્રકારના છે. એક યોજન લાંબા, એક યોજન પહોળા અને એક યોજન ઊંડા ખાડાને ઝીણામાં ઝીણા વાળના ટુકડાથી ભરવામાં આવે અને એના પરથી ચક્રવર્તીની સેના ચાલી જાય તો પણ દબાય નહીં એ રીતે ઠાંસી-ઠાંસીને ભરવામાં આવે. પછી એમાંથી સો-સો વર્ષે વાળનો એકેક ટુકડો કાઢતા જેટલાં વર્ષે એ ખાડો ખાલી થાય એટલાં વર્ષોને પલ્યોપમ વર્ષ કહેવામાં આવે છે.

જૈન દર્શનમાં દર્શાવેલા અવસર્પિણી અને ઉત્સર્પિણી કાળના ભાગ હોય છે, જેને આરો કહેવામાં આવે છે. એમાં સવસર્પિણી કાળનો પહેલો આરો (આર) કોટાકોટી સાગરોપમનો હોય છે. બીજો આરો ત્રણ કોટાકોટી સાગરોપમનો હોય છે. ત્રીજો આરો બે કોટાકોટી સાગરોપમનો હોય છે. ચોથો આરો બેતાલીસ હજાર વર્ષ ઓછા એવા એક કોટાકોટી સાગરોપમનો હોય છે. પાંચમો આરો એકવીસ હજાર વર્ષનો હોય છે. છઠ્ઠો આરો પણ એટલો જ એટલે કે એકવીસ હજાર વર્ષનો હોય છે. આજ માત્ર ઉત્સર્પિણી કાળમાં ઊલટું સમજવાનું છે. અર્થાત એનો પહેલો આરો એકવીસ હજાર વર્ષનો, બીજો આરો પણ એકવીસ હજાર વર્ષનો એટલે છઠ્ઠો આરો ચાર કોટાકોટી સાગરોપમનો હોય છે. આ રીતે એક અવસર્પિણી અને એક ઉત્સર્પિણીકાળમાં બધા મળીને વીસ કોટાકોટી સાગરોપમ વર્ષ પસાર થાય છે, જેને કાલચ્ાક્રનો એક આંટો પૂરો થયો કહેવાય છે.

જ્યાં આગળ મનુષ્યનો જન્મ-મરણ, જીવન વ્યવહાર ચાલે છે એને સમય ક્ષેત્ર કહેવાય છે અને સમયક્ષેત્રમાં જ મુહૂર્ત, દિવસ, રાત્રિ, માસ, વર્ષ વગેરે કાળનો-સમયનો વ્યવહાર થાય છે. સમયક્ષેત્રમાં અઢી દ્વિપ અને બે સમુદ્ર આવે છે. (૧) એક લાખ યોજનનો જંબુદ્વિપ, (૨) ચાર લાખ યોજનનો લવણસમુદ્ર, (૩) આઠ લાખ યોજનનો ઘાતકીખંડ, (૪) સોળ લાખ યોજનાનો કાલોદધિ સમુદ્ર અને (૫) સોળ લાખ યોજનનો અર્ધા પુસ્કરવર દ્વિપ. સમયક્ષેત્રનો કુઠ વિસ્તાર ૪૫ લાખ યોજન છે અને એની પરિઘિ ૧,૪૨,૩૦,૨૪૯ એટલે કે એક કરોડ બેતાલીસ લાખ ત્રીસ હજાર બસો ને ઓગણ પચાસ યોજન છે. સમયક્ષેત્રમાં ૧૩૨ સૂર્ય અને ૧૩૨ ચંદ્ર પરિભ્રમણ કરતા રહેલા છે, જેમાં જંબુદ્વિપમાં બે-બે સૂર્ય-ચંદ્ર, લવણ સમુદ્રમાં ૪-૪, ઘાતકી ખંડમાં ૧૨-૧૨, કાલોદધિસમુદ્રમાં ૪૨-૪૨ અને અર્થપુષ્કરવર દ્વિપમાં ૭૨-૭૨ ચંદ્ર-સૂર્ય છે. સમયક્ષેત્રમાં ૧૧,૬૧૬ એટલે કે અગિયાર હજાર સોળ ગ્રહો ફરે છે. ૩૬૯૬ એટલે કે ત્રણ હજાર છસો છન્નું નક્ષત્રો ચંદ્રાદિની સાથે યોગ કરે છે અને ૮૮,૪૦,૭૦૦ એટલે કે અઠ્યાસી લાખ ચાલીસ હજાર સાતસો કોટાકોટી તારાઓ સમયક્ષેત્રમાં શોભાયમાન રહે છે. એક ચંદ્ર-સૂર્યના ૮૮ ગ્રહો, ૮૮ નક્ષત્રો અને ૬૬,૯૭૫ એટલે કે છાસઠ હજાર નવસો પંચોતેર કોટાકોટી તારાઓ હોય છે. અર્થાત આ એક ચંદ્ર-સૂર્યને પરિવાર કહેવાય છે. મનુષ્ય ક્ષેત્રમાં રહેલા ચંદ્ર-સૂર્ય-ગ્રહાદિ મેરુપર્વતની ચારે બાજુ પરિભ્રમણ કરતા રહે છે, જ્યારે મનુષ્ય ક્ષેત્રની બહારના દ્વિપ અને સમુદ્રોમાં ચંદ્ર-સૂર્ય સ્થિર રહે છે. સમયક્ષેત્રની બહાર દિવસ-રાત્રિ આદિ સમયની વ્યવસ્થા, બાદર અગ્નિકાય, વાદળ, વીજળી, ગર્જારવ, નદી, ખાણ, અરિહંતો, ચક્રવર્તી વગેરે, વિધિઓ, ચંદ્રની ક્ષયવૃદ્ધિ, સૂર્યગ્રહણ, ચંદ્ર-સૂર્ય, ગ્રહ વગેરેનું પરિભ્રમણ, ઉત્તરાયણ કે દક્ષિણાયન ઇત્યાદિ કશું જ હોતું નથી.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK