આજના સુખવાદી સમાજને ડહાપણ વધારવા કિંગ સોલોમનની શિખામણ

જગતના તમામ માનવીઓ ૨૧મી સદીમાં નવી-નવી ભૌતિક સમૃદ્ધિનાં સપનાં જોઈ રહ્યા છે.



પ્રેરણાની પળે - કાન્તિ ભટ્ટ

તેઓ વધુ ને વધુ સુખવાદી બન્યા છે. યુરોપમાં ‘સોલોમન્સ વિઝડમ’ નામનું પુસ્તક પ્રગટ થયેલું. આજથી ૨૧૧૭ વર્ષ પહેલાં લખાયેલા યહૂદી રાજા સોલોમનના આ પુસ્તકને અમે ટીનેજર હતા ત્યારે ૮૦ વર્ષ પહેલાં પાઠuપુસ્તકમાં વાંચતા.

આ કિંગ સોલોમન પાસે બે સ્ત્રીઓ ન્યાય માટે આવી હતી. બન્ને સ્ત્રીઓ એક રૂડારૂપાળા બાળક પર પોતાનો દાવો કરે છે. તેઓ ન્યાય માગે છે કે તમે કહો તે આ બાળકની માતા ગણાશે. ત્યારે રાજા સોલોમને પોતાનું ડહાપણ વાપરીને કહ્યું, ‘ચાલો, આ બાïળકના બે ટુકડા કરીને વહેંચી લો.’

રાજા સોલોમનને ખાતરી હતી કે બાળકની અસલી માતા બાળકના ટુકડા કરવાની ના પાડશે. જે સ્ત્રી બાળકના ટુકડા કરવાની ના પાડશે એના પરથી બાળકની અસલી માતા નક્કી થઈ જશે!

આવા ડહાપણવાળા કિંગ સોલોમનને ઈશુ ખ્રિસ્તના નવા વર્ષે કે કોઈ પવિત્ર દિવસે આજે પણ લોકો યાદ કરે છે, પરંતુ તેમનો અને ઈશુ ખ્રિસ્તનો ઉપદેશ કોઈ પાળે છે? તમે પૂછશો કે આ કિંગ સોલોમન કોણ હતા?

રાજા સોલોમન ખૂબ પરાક્રમી હતો. તેણે છેલ્લા યુદ્ધમાં જીત મેળવ્યા પછી એક સિદ્ધાંત રાખેલો : મિલિટરી, સિક્યૉરિટી અને દેશના સીમાડા એકદમ મજબૂત રાખવા; એમા કોઈ જ ઢીલાશ છોડવી નહીં. આજે નરેન્દ્ર મોદી આ સિદ્ધાંતને પાળે છે. આપણી મિલિટરી મજબૂત છે. આપણને પાકિસ્તાનનો ડર નથી, પણ બીજા કેટલાક પાડોશી દેશોનો ડર છે. શાસકે પેટે પાટા બાંધીને પણ દેશના સીમાડા અને સિક્યૉરિટી મજબૂત રાખવાં જોઈએ. દેશના એકેએક નાગરિકનો સલામતીનો પ્રશ્ન અગ્રેસર રાખવો જોઈએ. આ રાજા સોલોમનને આજે તમે જાણો. રાજા સોલોમન પરાક્રમી હોવાની સાથે ખૂબ ધનિક હતો. ઉપરાંત તેને જગતભરમાંથી માન મળતું. તેણે તેના શાસનમાં દુશ્મનો ઓછા કરવા માટે અમુક પરાક્રમી રાજાની રૂપાળી કન્યાને પરણીને પોતે જમાઈ બન્યો હતો.

એક કથા સોલોમન વિશે પ્રચલિત હતી. એક રાત્રે ઈશ્વરે રાજાને કહ્યું, ‘તારા પર હું પ્રસન્ન થયો છું. તું કંઈ પણ માગે એ આ શુભ રાત્રિએ આપીશ.’

કિંગ સોલોમને શું માગ્યું હશે? આજે આપણે મથુરા, શ્રીનાથજી, દ્વારકા કે તિરુપતિ જઈને ભગવાન પાસે શું માગીએ છીએ? રાજા સોલોમને ઈશ્વર પાસે કંઈ ન માગ્યું, પણ કહ્યું કે મને ડહાપણ આપો જેથી હું ચુસ્ત ડહાપણથી રાજ્ય કરી શકું. આપણે મંદિરો કે મસ્જિદો કે ગુરદ્વારામાં જઈને કિરતાર પાસે શું માગીએ છીએ? આજકાલ લોકો ભૌતિક સુખસગવડની ચીજો અને મિલકત માગે છે.

આજે આવા શાસકોની ભારતને જરૂર છે. હા, કોઈ વધુપડતા પાકા અને ઇન્ટેલિજન્ટ હશે. ઇન્દિરા ગાંધી ખૂબ પાકાં હતાં અને આજે સૌથી ઇન્ટેલિજન્ટ એવા નરેન્દ્ર મોદી છે. તેઓ ખૂબ ચતુર ભાષણ કરી શકે છે, પણ ડહાપણ વાપરીને રાજ કરે છે! વળી ફિલોસૉફર કે લેખકોમાં બટ્રાર્ન્ડ રસેલ કે ભારતના બીજા લેખકો વિઝડમવાળા છે. ગુજરાતીમાં તો ભાગ્યે જ બચ્યા છે. બધા શાસકની સીધી કે આડકતરી રીતે ખુશામત કરીને તિજોરી સલામત રાખે છે. તેમનું મન અને ડહાપણ અભરાઈએ ચડાવી દે છે.

માણસે ડાહ્યા થવા માટે ગુણિયલ બનવું પડે. ગુણિયલ હોય તો જ ઈશ્વર સાથે અનુસંધાન થઈ શકે અને ઈશ્વર જ્યારે ખુશ થયા છે એવું તમને લાગે ત્યારે મનોમન અવાજ સંભળાય કે માગ... માગ... શું જોઈએ? ત્યારે હે માનવી, તું રાજા સોલામન જેને ઈશુની સાથે જગતના યહૂદી અને ખ્રિસ્તી લોકો યાદ કરતા તેમની વાત યાદ રાખજે. ઈશ્વર કે અલ્લા તને મનોમન પૂછે કે માગ... માગ... ત્યારે હે માનવી, તું આજે કે આવતી કાલે ધનદોલત નહીં પણ ડહાપણ માBાજે. સમૃદ્ધિ અને ગરીબીમાં તું ડહાપણથી વર્તજે. મિત્રો ગુમાવીશ નહીં અને મિત્રો વધુ ડાહ્યા હોય તો તેમને સાચવજે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK