તારા પ્રેમ થકી એક ગજબનાક ખુમારી જન્મી છે અમારામાં

કેમ છો તમે? સતત આસપાસ જ છો છતાં વી મિસ યુ અ લૉટ.

lord

ભગવાનને પત્ર - રુચિતા શાહ

પ્રિય ભગવાન,

કેમ છો તમે? સતત આસપાસ જ છો છતાં વી મિસ યુ અ લૉટ. સાચે જ ખૂબ વધારે. આંખ બંધ કરતાં તમે મળી શકો છો, ખુલ્લી આંખે પણ દર્શન દઈ દો છો અને ઇચ્છીએ ત્યારે તમારા Xદયમાં પગલાં થઈ જાય છે છતાં તમારા માટેની આ વિહ્વળતા અકબંધ રહે છે. ભગવાન, આને પ્રેમ કહેવાય કે નહીં એની નથી ખબર. જેના હોવા વિશે પણ કેટલાય લોકો શંકાશીલ બનીને દિમાગ દોડાવતા હોય એના માટેની આ વિહ્વળતાને બુદ્ધિશાળી લોકો મૂર્ખતામાં ખપાવી શકે છે, પથ્થરની મૂર્તિમાં જેનાં દર્શન કરવાનાં છે એવા કોઈ તત્વ માટેની આ આતુરતા ગાંડપણની નિશાની માનવામાં આવી શકે છે; પણ પ્રેમનું આ સ્વરૂપ કોઈના સર્ટિફિકેટનું મોહતાજ પણ ક્યાં છે... પ્રભુ, ખબર નથી કે મીરા, સુરદાસ, નરસિંહ મહેતા જેવા ભક્તોનો જ તમારા પર ઇજારો હતો અને એ બધું એ જમાનામાં શક્ય હતું કે આજે પણ છે. એ પણ નથી ખબર કે તમારા માટેના પ્રેમ અને સમર્પણભાવમાં અમે મીરાબાઈ કે નરસિંહ મહેતાના અંશ સુધી પણ પહોંચી શકીશું કે કેમ... બસ, એટલી ચોક્કસ ખબર છે કે આ જે કંઈ ભાવોની ધારા તમારું નામ પડતાં Xદયમાંથી વહેવી શરૂ થાય છે એમાં પારાવાર નિર્મળતા હોય છે. સમર્પણનું આ સ્તર ક્યાંથી આવે છે અને શું કામ આવે છે એ દિશામાં સંશોધન કર્યું નથી અને કરવું પણ નથી. બસ, મારે તો તમને ચાહવા છે.

તમે એક અગમ તત્વ છો, દેખાઓ છો છતાં દેખાતા નથી, હયાત છો છતાં હયાત નથી, અનુભવીએ છીએ પણ અડી નથી શકતા, દૃશ્યમાન નથી છતાં સતત સાથે જ છો. તેજ બનીને, હૂંફ બનીને, મિત્ર બનીને, માર્ગદર્શક બનીને, સત્વ બનીને, હિંમત બનીને, વિશ્વાસ બનીને, સર્વસ્વ બનીને જે રીતે તમે બધું સાચવી રહ્યા છો... અમને ખ્યાલ પણ નથી આવવા દેતા એકેયનો. આ તમારી કેવી રીત છે અમારી સાથે વહેવાર કરવાની? પ્રભુ, તમે ખૂબબધું અમારું સાચવી રહ્યા છો, પારાવાર પ્રેમ વરસાવી રહ્યા છો છતાં આટલા નિર્લેપ કઈ રીતે રહી શકો છો?

તમારા માટેની અમારી આશ ક્યારેય શમતી નથી. તમને સતત અમારી નજરો શોધતી ફરે છે અને તમે કોઈ પણ રૂપમાં આવીને અમારી ચિંતાઓ ચૂર કરીને અદૃશ્ય થઈ જાઓ છો. સંકટો આપો છો પરીક્ષા લેવા માટે અને પછી એમાંથી બહાર કાઢીને શાતા પણ તમે અપાવી દો છો. તમે ગજબ જ છો ભગવાન. તમારા સામર્થ્યને જેટલું સમજવાની કોશિશ કરું છું એટલી જ તમારા માટે વધુ વિહ્વળ થતી જાઉં છું. તમે પાસે રહીને પણ પાસે નથી. આવું કેમ કરો છો? પીડા પણ આપો છો અને પીડાનું શમન પણ આપો છો. તમને કેમ કરીને સમજવા?

પ્યારા ભગવાન, અમારી અંદર લાગણીઓનો ઘુઘવાટ જાગતો હોય છે માત્ર તમારી એક ઝલક મેળવવા માટે. તમારા પ્રત્યેના પ્રેમ માટે જીવનના તમામ શ્વાસો તમારાં જ ચરણોમાં ધરી દેવાની પૂરેપૂરી તૈયારીઓ છે; પણ એક વાર તો આવો, એક વાર તો તમારી મીઠી નજર સાથે તાદાત્મ્ય સાધવાનું સુખ આપો. એમાં જ વસીને જીવન આખું સમર્પિત કરી દેવાની પારાવાર ઇચ્છા થાય છે. મારા વહાલા ભગવાન, મારા બનીને પણ મારા નથી અને મારા ન હોવા છતાં મારા છો. આ કેવી કશમકશ છે. હું ફરિયાદ પણ ન કરી શકું એટલું બધું આપી દો છો તો ક્યારેક અપેક્ષાઓ ચૂર-ચૂર કરીને પગ તળેથી જમીન ખસેડી દો છો અને છતાં હારવા નથી દેતા. આ શું માંડ્યું છે? સતત પડછાયો બનીને રક્ષણ કરો છો અને છતાંય તમારા વિરહને સદૈવ સળગતો રાખો છો. એ તે કેવી રીત છે તમારી?

મારા વહાલા પ્રભુ, તમે સમજની બહાર છો છતાં Xદયની અંદર છો. તમારા પ્રત્યેના પારાવાર પ્રેમ અને ભક્તિભાવને કારણે જીવન જીવવા જેવું લાગે છે, પણ તમારા વિરહની આગ પ્રત્યેક ક્ષણે મૃત્યુની ઝંખના જન્માવે છે. તમે તમારા જેવી જ મારી હાલત કરી દીધી છે. ન તમે સાથ છોડ્યો છે, ન તમે સાથે છો. પ્રભુ, તમારા અનુગ્રહમાં જ્યારે ઓતપ્રોત હોઉં છું ત્યારે Xદયમાં દુર્ભાવ ટકી જ નથી શકતો. મન ગંગાજળ જેટલું નિર્મળ બની જાય છે. ભગવાન, આ તમારો જ પ્રભાવ છેને. તમારી આંખોમાં આંખો પરોવીને અનેક જન્મો પૂરા કરી નાખું. જે કંઈ ચાલી રહ્યું છે એ બધું તમારી ઇચ્છાથી. તમે છોને. તમે જ વિચારી લીધું હશે. આટલી બધી નિર્ભરતા તમારા પર છે છતાં કોઈ પણ જાતનો અસુરક્ષિતતાનો ભાવ તમે જન્મવા દેતા નથી. ખરેખર અદ્ભુત છો તમે. શું કહેવું. બસ, સાથે રહેજો, હંમેશાં; આ જ રીતે મારો પડછાયો બનીને. તમને ખબર છે કે તમારા પ્રેમ થકી એક ગજબનાક ખુમારી મારામાં જન્મે છે. તમારા પ્રેમને કારણે હું કોઈ જુદી જ ઊંચાઈઓ પર આપોઆપ પહોંચી જાઉં છું. કોઈ અભાવ વરતાતો જ નથી, કોઈ ફરિયાદો રહેતી નથી. જે છે એ બધું જ ઉત્સવ જેવું લાગે છે. ભગવાન આ સાથ, આ પ્રેમ, આ હૂંફ મારાં કયાં સત્કર્મોનું ફળ છે એ નથી ખબર; પણ આટલો બધો અનર્ગળ પ્રેમ આપવા બદલ જીવનભરનું તમારું દાસત્વ સ્વીકારવાની તૈયારી કરી લીધી છે. બસ, તમારો આટલો જ વાત્સલ્યભાવ મારા પર વરસતો રહેવો જોઈએ. મારા પ્રભુજી, તમારા માટે પારવાર પ્રેમ છે. કોઈ ઉપમા એને સમજાવી ન શકે, કોઈ શબ્દોમાં એ સમાઈ ન શકે, કોઈ મશીન એને માપી ન શકે એટલો બધો પ્રેમ.

- બસ, આપને સમર્પિત

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK