સૂકા શિયાળામાં સ્વસ્થ રહેવા સ્નિગ્ધતા જરૂરી

શરીરમાં વાતદોષનું આધિક્ય થઈ જાય તો વાયુને લગતા રોગો થઈ શકે છે. વાયુદોષને કારણે અનિદ્રાની સમસ્યા થઈ શકે છે. આ સીઝનમાં સ્વસ્થ રહેવા માટે વાયુનું શમન થવું જરૂરી છે અને એ માટે ગરમ અને સ્નિગ્ધ ચીજોનું સેવન આવશ્યક છે

bonfire

આયુર્વેદનું A ૨ Z - ડૉ. રવિ કોઠારી

મુંબઈમાં ઠંડીનો ચમકારો બહુ જોવા નથી મળતો. ઉત્તર ભારત કે ઈવન ગુજરાત જેવી કડકડતી ઠંડી મુંબઈમાં કદી પડી નથી અને છતાં ઠંડીની સીઝનમાં થતા કેટલાક રોગો અહીં સારીએવી માત્રામાં જોવા મળે છે. આનું કારણ શું? આમ તો શિયાળો સેહત બનાવે છે, પણ જો એમાં શરીરને સ્વસ્થ રાખવામાં મહત્વનો ભાગ ભજવતા ત્રણ દોષો સંતુલિત ન હોય તો રોગો પેદા થાય છે. સામાન્ય રીતે બે સમાન ગુણ ધરાવતાં માધ્યમોનો મેળાપ થાય ત્યારે એની અતિ થાય છે અને એ રોગ જેવી સ્થિતિ પેદા કરે છે.

સામાન્ય રીતે ઠંડીમાં વાયુદોષ વધવાની સંભાવના રહે છે. ઠંડક વાયુકર છે. મુંબઈમાં ઠંડી એટલી નથી પડતી અને છતાં વાયુદોષના રોગો એટલા જ થાય છે એનું કારણ શું? દરેક ઋતુમાં સ્વસ્થ રહેવું હોય તો એની આગવી ઋતુચર્યા ફૉલો કરવી જરૂરી છે. જ્યાં પુષ્કળ ઠંડી પડે છે ત્યાં કુદરતી રીતે જ લોકો ઋતુચર્યા અનુસારની દિનચર્યામાં ઢળે છે. જ્યાં વધુ ઠંડક હોય છે ત્યાં કુદરતી રીતે જ તમને વધુ ગરમ પીણાં પીવાનું મન થશે. નૅચરલી જ ભૂખ વધુ લાગશે અને ગળી તેમ જ તેલ-ઘીવાળી ચીજો ખાવાનું મન થશે. ઋતુ અનુસારનાં પરિવર્તનો મુંબઈ જેવાં શહેરોમાં નથી થતાં. અહીં તો એ જ મોડી રાતના ઉજાગરા થાય છે અને એ જ વડાપાંઉ-સમોસા જેવા જન્ક ફૂડનું સેવન થાય છે. ખાવામાં ભરપૂર ભેળસેળ હોય છે. હાડમારીઓ ખૂબ છે, પણ શરીરને કસરત મળે એવી પ્રવૃત્તિ ઓછી હોય છે. મોટા ભાગનો સમય કમ્પ્યુટર, લૅપટૉપ, સ્માર્ટફોન જેવાં ઇલેક્ટ્રૉનિક ગૅજેટ્સની વચ્ચે જ વીતે છે. ખાવા-પીવાના સમયમાં નિયમિતતા નથી રહેતી. આ બધાનો શંભુમેળો થતાં શરીરમાં વાતદોષ વધે છે. ટૂંકમાં, મુંબઈમાં ઠંડી એટલીબધી ન હોવા છતાં જીવનશૈલીને કારણે વાતદોષ વધે છે.

શરીરમાં વાત, પિત્ત અને કફ ત્રણેય દોષ સંતુલિત રહે તો અને તો જ શિયાળો તમને સેહતમંદ બનાવશે. ઠંડીમાં વાયુને લગતા વિકારો વધે છે. વાયુ રૂક્ષ, હલકો, ચંચળ ગુણ ધરાવે છે. વાતદોષ વધવાથી ત્વચા ડ્રાય થઈ જાય છે, તરડાઈને મૃત ત્વચાના પોપડા ઊખડવા લાગે છે.

હાથ-પગ અને સાંધામાં વાયુ સંચય થવાથી દુખાવો થાય છે. વિચારવાયુને કારણે મગજ ચંચળ થઈ જાય છે. ઊંઘના સમયે મગજ શાંત ન થઈ શકતું હોવાથી અનિદ્રાના શિકાર બનાય છે. રોગપ્રતિકારક શક્તિ નબળી પડે છે જેને કારણે સીઝનલ વાઇરલ અને બૅક્ટેરિયલ ઇન્ફેક્શન્સની સંભાવના વધે છે.

વાયુના દોષોથી બચવું હોય તો જીવનશૈલીમાં કેટલાંક પરિવર્તનો કરો


૧. શિયાળામાં સમયસર અને પૂરતું સૂવું. આઠ કલાકની ઊંઘ આ સીઝનમાં અનિવાર્ય છે.

૨. રાતે સૂતા પહેલાં કાનમાં તલના તેલનાં ત્રણથી ચાર ટીપાં નાખવાં.

૩. ખોરાકમાં નિયમિતતા જાળવવી. સવારે બ્રેકફાસ્ટ, બપોરે લંચ અને રાતનું ડિનર સમયસર લેવાં.

૪. ખોરાક રાંધવામાં ગાયના શુદ્ધ ઘી અથવા તો તલના તેલનો વપરાશ કરવો.

૫. તલ, સિંગ, ડ્રાયફૂટ્સ જેવી વધુ ઑઇલ ધરાવતી ચીજો રોજ ઓછામાં ઓછી દસથી પંદર ગ્રામ જેટલી લેવી.

૬. તીખું, તળેલું, આથેલું, પ્રિઝર્વેટિવ્સ અને આર્ટિફિશ્યલ કલર કે સ્વીટનરવાળું ખાવાનું ન ખાવું.

૭. રોજ સવારે સૂર્યનો કુમળો તડકો દસેક મિનિટ માટે ખાવો. એ પહેલાં તલના કે સરસવના તેલની હળવી માલિશ કરી લેવી.

૮. વિચારવાયુની સમસ્યા રહેતી હોય તો શિરોધારા કરી શકાય કે નાકમાં ગાયના ઘીનું નસ્ય લઈ શકાય.

૯ ઠંડાં પીણાં લેવાનું ટાળો. એને બદલે સૂંઠ, તુલસી, આદું, ફુદીનો, લીલી ચા, પીપરીમૂળ, ગંઠોડા જેવાં શરીરને હૂંફ આપે એવાં દ્રવ્યો વાપરીને બનાવેલાં ગરમાગરમ પીણાંનું સેવન કરવું.

૧૦. મગજને શાંત કરવા માટે રોજ દસ મિનિટ માટે ભ્રામરી, ભસ્રિકા, કપાલભાતિ કે અનુલોમ-વિલોમ જેવા પ્રાણાયામ કરવા.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK