ઘૃણાનો માર્ગ બદલી નાખવાનું ક્યારે પણ શક્ય છે

હાથની પાંચે આંગળીઓ સરખી નથી હોતી.

મની-પ્લાન્ટ - મુકેશ દેઢિયા

આપણે જે સંજોગોમાં જીવીએ છીએ અને કામ કરીએ છીએ તથા આપણો જે રીતનો ઉછેર હોય છે એના પરથી આપણો સ્વભાવ અને ચારિત્ર્ય ઘડાય છે. જોકે દરેકને પોતાની પસંદગી અનુસાર જીવવાનો અધિકાર હોય છે.

આપણે જોઈએ છીએ કે બે સગા ભાઈઓ વચ્ચે પણ સ્વભાવમાં ઘણું અંતર હોય છે. માણસ જીવનના મહત્વપૂર્ણ તબક્કે જે નિર્ણયો લે એના આધારે તેનો ભાવિ પથ નક્કી થતો હોય છે. કોઈ માણસને ઘૃણા કરવામાં મજા આવતી હોય છે અને અમુકને સ્નેહભાવ રાખવાનું ગમતું હોય છે.

આપણે એ બન્ને પ્રકારની વ્યક્તિઓ વચ્ચેનો તફાવત સમજી શકીએ છીએ. બન્ને પ્રકારની વ્યક્તિઓનું મહત્વ પણ આપણે જાણતા હોઈએ છીએ. એ બન્નેને સફળતા અને નિષ્ફળતા બન્ને મળતી હોય છે. અમુક લોકો પોતાના ઘૃણાભાવને બહાર કાઢવા માટેની તકો શોધતા હોય છે અને બીજા અમુક લોકોના વર્તનમાં ઉષ્મા, દયા અને સ્નેહની લાગણી વર્તાતી હોય છે.

સમય જતાં આવું વર્તન બન્નેની પોતપોતાની આદત બની જાય છે. ક્રિકેટની ભાષામાં વાત કરીએ તો માણસ પોતાની લાગણીઓ પર અંકુશ રાખી શકતો નથી અને ક્યારેક બેજવાબદારીભર્યો શૉટ ફટકારીને નકામો આઉટ થઈ જાય છે.

પ્રેમ અને ઘૃણાની અસર એકસમાન થાય એવું જરૂરી નથી. ક્યારેક એક માણસની ઘૃણાની અસર અનેક લોકો પર થાય છે. હાલનો ભીમા કોરેગાવની ઘટના આ વાતનું ઉદાહરણ છે. જો આવી જ સંગઠનશક્તિને સન્માર્ગે વાળવામાં આવે તો હિંસા વગર જ દેશને આઝાદી અપાવી શકાય છે એ પણ આપણે ભારતમાં જોઈ લીધું છે. આથી જ આપણે આ રીતે સ્વતંત્રતા અપાવનાર મોહનદાસ કરમચંદ ગાંધીને મહાત્મા ગાંધી કહીએ છીએ.

હું છેલ્લા ત્રણ દાયકાથી ઇક્વિટી અને મૂડીબજારમાં કાર્યરત છું. આ બજારમાં ઘણા લોકો ભરપૂર નાણાં કમાયા છે અને બીજા કેટલાક લોકો ક્યારેય નાણાં કમાયા નથી. બજાર તો સમાન છે, પરંતુ બે અલગ-અલગ વ્યક્તિઓ માટે પરિણામ અલગ છે.

અહીં એક વાત કહેવા જેવી છે. જે માણસ પોતાની લેનમાં જ વાહન હંકારે, લાલ સિગ્નલ હોય ત્યારે હંમેશાં વાહન ઊભું રાખે, હૉર્ન વગાડીને કકળાટ કરવાને બદલે લોકોને રસ્તો ઓળંગવા દે, આગળના વાહનથી સુરક્ષિત અંતર રાખે, ડ્રાઇવિંગ કરતી વખતે સીટ-બેલ્ટ પહેરે, વાહન ચલાવતી વખતે મોબાઇલ પર વાત ન કરે અને ટ્રાફિક હોય ત્યારે ધીરજ રાખે એવા માણસને ભલે મોડું થાય પણ તે પોતાના મુકામે સહીસલામત રીતે પહોંચી જરૂર જાય છે.

એનાથી વિપરીત જે માણસ ક્યારેય ટ્રાફિકના નિયમોનું પાલન ન કરે તે પોતાના મુકામે હેમખેમ પહોંચશે એવી કોઈ ગૅરન્ંટી હોતી નથી. આવા લોકો પોતાની જાતને તો જોખમમાં મૂકતા જ હોય છે, બીજાઓના જાનમાલ સામે પણ જોખમ ઊભું કરે છે. તેમની મૂર્ખામીને લીધે નિર્દોષ લોકોએ સહન કરવું પડે છે.

પોતાના વર્તનથી કોઈની પ્રૉપર્ટીને નુકસાન થાય અથવા કોઈ પંગુ બની જાય કે એક અથવા વધુ વ્યક્તિઓએ જીવ ગુમાવી દેવો પડે ત્યારે તમને અફસોસ થાય છે કે પછી તમે ‘બડે બડે શહરોં મેં યે છોટી છોટી બાતેં હોતી રહતી હૈ!’ એવું વિચારો છો?

પોતાને અરીસામાં જુઓ અને વિચારો કે તમારું વર્તન પ્રેમભર્યું છે કે પછી નફરતભર્યું છે?

પોતાને અરીસામાં જુઓ અને વિચારો કે તમે પોતાની પાછળ શું મૂકી જશો? એકતા કે વિખવાદ?

પોતાને અરીસામાં જુઓ અને વિચારો કે લોકો તમને શું માને એવું તમને ગમશે? મહાત્મા કે વિલન?

પોતાને અરીસામાં જુઓ અને વિચારો કે તમે શું સર્જી‍ રહ્યા છો? સંપત્તિ કે આવક?

પોતે પસંદ કરેલો માર્ગ બદલવાનું ક્યારે પણ શક્ય હોય છે.

(લેખક CA, CFP અને FRM છે)

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK