પ્રાચીન, મધ્યકાલીન અને અર્વાચીન જૈન સાહિત્યનો મહિમા કરતા જૈન જ્ઞાનભંડારો

જૈન ધર્મમાં શ્રુતજ્ઞાનનો ભારે મહિમા દર્શાવવામાં આવ્યો છે.


જૈન દર્શન - ચીમનલાલ કલાધર

આપણા પૂર્વાચાર્યો દ્વારા પૂર્વકાળમાં લખાયેલી લાખો હસ્તપ્રતો અને ગ્રંથો આજે ભારતના વિવિધ જ્ઞાનભંડારોમાં સુરક્ષિત છે. ભગવાન મહાવીરના સમયથી જૈન સાહિત્યનું બહોળું ખેડાણ થયું છે. આપણા કેટલાય જ્ઞાનભંડારોમાં જ્ઞાનવિદ્યાનો પ્રકાશ પાડતી અનેકાનેક વિરલ હસ્તપ્રતો અને ગ્રંથોનો કીમતી ખજાનો છે. જૈનોના આ અઢળક સાહિત્યનો બહુમૂલ્ય વારસો છે. સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ, વ્રજ, ગુજરાતી, હિન્દી, રાજસ્થાની, કન્નડ, તામિલ વગેરે ભાષામાં જૈન ધર્મવિષયક જે-જે કૃતિઓ રચાઈ છે એ બધી આપણા જ્ઞાનભંડારોમાં સુરક્ષિત છે. આપણા જેસલમેર, પાટણ, સુરત, ખંભાત, ડભોઈ, છાણી, વડોદરા, પાલિતાણા, ભાવનગર, લિંબડી, જયપુર, જોધપુર, બિકાનેર વગેરે જ્ઞાનભંડારોમાં આજે પણ વીસ લાખથી વધુ હસ્તપ્રતો સચવાયેલી છે અને મુદ્રિત થયેલા સાહિત્યનો અઢળક ખજાનો આ બધા જ્ઞાનભંડારોમાં છે.

આપણા સચવાયેલા આ પ્રાચીન અને મધ્યકાલીન સાહિત્યના સંશોધન, સંપાદન, અધ્યયન ઇત્યાદિ પ્રકારની પ્રવૃત્તિને વિકસાવવી અતિ આવશ્યક છે. એ માટે રસ ધરાવતા પંડિતવર્યો, વિદ્વાનો વગેરેને ઊંચું વેતન આપીને આ બહુમૂલ્ય કાર્ય કરાવી લેવાનો આ યુગનો સાદ છે. જૈન ધર્મના ઊંડા અભ્યાસી એવા વિદ્વાન સાધુ-સાધ્વી ભગવંતો પણ આ કાર્યને આગïળ ધપાવવામાં પોતાનું સુંદર યોગદાન આપી શકે છે. આપણા વિદ્વાન સંતો પૂ. મુનિશ્રી પુણ્યવિજયજી મ. સા., પૂ. મુનિશ્રી જંબુવિજયજી મ. સા. અને અન્ય વિદ્વાન મહાત્માઓએ આ ક્ષેત્રે સુંદર યોગદાન આપ્યું છે. આપણો જૈન સંઘ પણ જૈન સાહિત્યના આ કાર્યમાં સવિશેષ રસ લેતો થાય તો એકવીસમી સદીમાં જૈન સાહિત્ય ક્ષેત્રનું શકવર્તી કાર્ય થઈ શકે.

સમગ્ર ભારતમાં આપણા અસંખ્ય જૈન જ્ઞાનભંડારો આવેલા છે. આ બધા જ્ઞાનભંડારોમાં આજે પણ સંખ્યાબંધ હસ્તપ્રતો અને ગ્રંથો સચવાયેલા છે. આ બધા જ જ્ઞાનભંડારોની અમે સૂચિ બનાવી છે. વિદ્વાનો માટે તો એ અત્યંત ઉપયોગી બની શકે એમ છે તેમ જ

જે-જે પ્રકાશનસંસ્થા આવું સાહિત્ય પ્રગટ કરે છે એ પણ આ બધા જ્ઞાનભંડારોને પ્રગટ થયેલા પુસ્તકની નકલ મોકલી શકે એ હેતુથી આ સૂચિ અમે અહીં પ્રગટ કરીએ છીએ.

આપણા જ્ઞાનભંડારોની જેટલી માહિતી અમને મળી છે એની સૂચિ અમે અહીં આપવાનો પ્રયત્ન કર્યો છે. હજી ઘણા સંઘો અને સંસ્થાઓના જ્ઞાનભંડારોનાં નામો અમને મળ્યાં નથી તેથી આ સૂચિ પૂર્ણ છે એમ કહી શકાય એમ નથી, પરંતુ વિદ્વાન મુનિભગવંતો અને આપણા સારસ્વતોને જ્ઞાનભંડારોની આ સૂચિ પણ ઘણી ઉપયોગી થઈ પડશે એવું અમારું માનવું છે.

આપણા જૈન જ્ઞાનભંડારો : (૧) શ્રી ગોડીજી પાશ્વર્નાથ જિનાલય-પાયધુની, (૨) શ્રી શાંતિનાથ જિનાલય-પાયધુની, (૩) શ્રી શાંતિનાથ જિનાલય, ફોર્ટ, (૪) શ્રી અનંતનાથ જિનાલય, નરશી નાથા સ્ટ્રીટ, (૫) શ્રી આદીશ્વર જિનાલય, ભાતબજાર, (૬) બાબુ અમીચંદ પન્નાલાલનું જિનાલય, તીનબત્તી, વાલકેશ્વર, (૭) શ્રીપાલનગર જિનાલય, વાલકેશ્વર, (૮) ચંદનબાળા જિનાલય, વાલકેશ્વર, (૯) મોતીશા લાલબાગ જિનાલય, માધવબાગ, (૧૦) શ્રી આદીશ્વર જિનાલય, મોતીશા લેન, ભાયખલા, (૧૧) શંખેશ્વર પાશ્વર્નાથ જિનાલય, ગોવાલિયા ટૅન્ક, (૧૨) શ્રી મહાવીર જૈન વિદ્યાલય (આ જ્ઞાનભંડાર ગોવાલિયા ટૅન્ક બ્રાન્ચમાંથી ભાવનગર બ્રાન્ચમાં ટ્રાન્સફર કર્યો છે), (૧૩) શ્રી શાંતિનાથ જિનાલય, કબૂતરખાના પાસે, દાદર, (૧૪) આત્મકમલલબ્ધિસૂરિ જ્ઞાનમંદિર, એસ. કે. બોલે રોડ, દાદર, (૧૫) દાદર આરાધના ભવન, દાદર, (૧૬) જૈન સાહિત્ય વિકાસ મંડળ, વિલે પાર્લે, (૧૭) હિરસૂરિ જૈન સંઘ, દફ્તરી રોડ, મલાડ, (૧૮) દેવકરણ મૂળજી જૈન સંઘ, રેલવે-સ્ટેશન પાસે, મલાડ, (૧૯) જાંબલી ગલી જૈન સંઘ, બોરીવલી, (૨૦) જીવણ અબજી જ્ઞાનમંદિર, કિંગ્સ સર્કલ, (૨૧) બાવન જિનાલય, દેવચંદનગર, ભાઈંદર, (૨૨) શ્રી આદીશ્વર જિનાલય, દસમો રસ્તો, ચેમ્બુર, (૨૩) ઘાટકોપર જૈન સંઘ, નવરોજી લેન, ઘાટકોપર, (૨૪) શ્રી જૈન સંઘ, સાંઘાણી એસ્ટેટ, ઘાટકોપર, (૨૫) જિરાવલા પાશ્વર્નાથ જિનાલય, દેરાસર લેન, ઘાટકોપર, (૨૬) મુલુંડ જૈન સંઘ, ઝવેર રોડ, મુલુંડ, (૨૭) મુનિસુવ્રત જિનાલય, ટેમ્બીનાકા, થાણે, (૨૮) પાંડુરંગવાડી જૈન સંઘ, પાંડુરંગવાડી, ડોમ્બિવલી, (૨૯) અચલBાચ્છ જૈન સંઘ, માનપાડા રોડ, ડોમ્બિવલી, (૩૦) પાશ્વર્ચંદ્રગચ્છ જૈન સંઘ, રામનગર, ડોમ્બિવલી, (૩૧) દાનસૂરિ જૈન જ્ઞાનમંદિર, કાળુપુર, અમદાવાદ, (૩૨) એલ. ડી. ઇન્સ્ટિટ્યૂટ, નવરંગપુરા, અમદાવાદ, (૩૩) નેમિસૂરિ જ્ઞાનભંડાર, પાંજરાપોળ, અમદાવાદ, (૩૪) નીતિસૂરિ જ્ઞાનમંદિર, પતાસા પોળ, અમદાવાદ, (૩૫) શારદાબહેન ઇન્સ્ટિટ્યૂટ, શાહીબાગ, અમદાવાદ, (૩૬) કોબા જૈન સંઘ જ્ઞાનભંડાર, જિલ્લો ગાંધીનગર, કોબા, (૩૭) કનકચંદ્રસૂરિ જ્ઞાનભંડાર, ટેકરી, ખંભાત, (૩૮) નીતિવિજય જ્ઞાનભંડાર, ટેકરી, ખંભાત, (૩૯) વીસા ઓસવાળ જ્ઞાનભંડાર, ત્રણ દરવાજા, ખંભાત, (૪૦) કેસરબાઈ જ્ઞાનભંડાર, પંચાસરા પાસે, પાટણ, (૪૧) સાગરગચ્છ જ્ઞાનભંડાર, ગોળ શેરી, પાટણ, (૪૨) હેમચંદ્રાચાર્ય જ્ઞાનભંડાર, ગોળ શેરી, પાટણ, (૪૩) શ્રી સિદ્ધક્ષેત્ર જૈન મોટી ટોળી, સુખડિયાબજાર, પાલિતાણા, (૪૪) જૈન સાહિત્ય મંદિર, છેલ્લા ચકલા પાસે, આદિઠાણા, (૪૫) મહારાષ્ટ્ર ભવન, તળેટી રોડ, પાલિતાણા, (૪૬) વર્ધમાન જૈન આગમ મંદિર, તળેટી પાસે, પાલિતાણા, (૪૭) જંબુદ્વીપ સંસ્થાન, આગમ મંદિર પાછળ, પાલિતાણા, (૪૮) કેસરિયાજી ધર્મશાળા જ્ઞાનભંડાર, તળેટી રોડ, પાલિતાણા, (૪૯) શેઠ આણંદજી કલ્યાણજી પેઢી ગ્રંથાલય, છેલ્લો ચકલો, પાલિતાણા, (૫૦) નેમિસૂરિ જ્ઞાનભંડાર, ગોપીપુરા, સુરત (૫૧) મોહનલાલજી જ્ઞાનભંડાર, ગોપીપુરા, સુરત, (૫૨) ઓમકારસૂરિ જ્ઞાનભંડાર, ગોપીપુરા, સુરત, (૫૩) આત્માનંદ જૈન સભા, ખારગેટ ભાવનગર, (૫૪) જૈન ધર્મપ્રસારક સભા, કાંટાવાïળો ડેલો, ભાવનગર, (૫૫) યશોવિજયજી જૈન ગ્રંથમાળા, પૅરિસ રોડ, ભાવનગર.

(વધુ આવતા રવિવારે)

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK