ઘરે આવેલા મહેમાનને સચિનદાએ જ્યારે ચોખ્ખું કહી દીધું કે તને પાણી તો આપીશ, પરંતુ ચા તો નહીં મળે

૧૯૫૫માં સચિનદાની પાંચ ફિલ્મો આવી.

sd

વો જબ યાદ આએ - રજની મહેતા

બિમલ રૉયની ‘દેવદાસ’, નવકેતનની ‘હાઉસ નંબર ૪૪’,

ફૉચ્યુર્ન ફિલ્મ્સની ‘મદ ભરે નૈન’, ફિલ્મીસ્તાનની ‘મુનીમજી’ અને શાહિદ લતીફની ‘સોસાયટી’.

 બિમલ રૉય સાથે સંકળાયેલા પટકથાકાર નબેન્દુ ઘોષ એક કુશળ કસબી હતા. સચિનદા સાથેની તેમની પહેલી મુલાકાત યાદ કરતાં તેઓ કહે છે:

‘બિમલદા મને સચિનદાના ઘરે લઈ ગયા હતા. મને કહે કે આપણે સચિનદાને મળવા જવાનું છે. જોઈએ, ‘દેવદાસ’ માટે સંગીત આપવા તેઓ રાજી થાય છે કે નહીં?’

‘એ દિવસોમાં એક સફળ સંગીતકાર તરીકે તેમનું નામ થઈ ચૂક્યું હતું. તેમનાં ગીતો હું સાંભળતો અને મને ખૂબ ગમતાં. બિમલદા સાથે હું બાંદરા તેમના ઘરે પહોંચ્યો. જોયું તો સફેદ ધોતી અને કુર્તામાં સચિનદા બેઠા હતા. તેમના શરીર પર ચરબીનો એક થર નહોતો. મને થયું કે તેમની ઉંમર પચાસની ઉપર નહીં હોય. એક શબ્દ બોલ્યા વિના મેં તેમને પ્રણામ કર્યા. તેમણે કહ્યું, નમસ્કાર અને બિમલદાએ મારી ઓળખ આપી.’

 ‘આ છે નબેન્દુ. તેણે મારી ફિલ્મ ‘માઁ’, ‘પરિણીતા’, ‘બિરાજ બહૂ’ અને ‘નૌકર’ની  પટકથા લખી છે. તેણે બીજા ડિરેક્ટરો સાથે પણ કામ કર્યું છે. એક યુવાન બંગાળી રાઇટર તરીકે તે જાણીતા છે.’

આ સાંભળીને સચિનદાએ કહ્યું, ‘મને ખબર છે. આ બધી ખૂબ જ પ્રખ્યાત ફિલ્મો છે. હવે મને તમારું નામ યાદ આવે છે. જોકે સાચું કહું તો તમારું સાહિત્યને લગતું કોઈ લખાણ મેં  વાંચ્યું નથી.’

ટિપિકલ બંગાળી શૈલીમાં વાત કરતા સચિનદાના મૂડને જોઈને બિમલદાએ કહ્યું, ‘પ્લીઝ, મને નિરાશ ન કરતા. શરદચંદ્રની પ્રખ્યાત નવલકથા ‘દેવદાસ’ પરથી હું ફિલ્મ બનાવું છું. એના સંગીતની જવાબદારી તમારે લેવાની છે.’

‘શરદચંદ્ર...’ આમ બોલીને સચિનદાએ બે હાથ જોડીને સલામ કરતાં કહ્યું, ‘શરદચંદ્રની વાર્તા અને બિમલદાનું ડિરેક્શન, હું તો ધન્ય થઈ ગયો. હું તમારો આભારી છું. મને તો આ ફિલ્મ કરવાનો ખૂબ જ આનંદ થશે.’

એક નાના બાળકની જેમ તેમના પુલકિત ચહેરા સાથે તેમણે જે પ્રતિભાવ આપ્યો એ દૃશ્ય હું આજ સુધી ભૂલ્યો નથી.

થોડા દિવસ પછી નબેન્દુ ઘોષ એકલા સચિનદાના ઘરે ગયા ત્યારે તેમને બાળકસહજ, દંભરહિત સચિનદાના અસલી સ્વભાવનો પરિચય થયો. તેમને તરસ લાગી હતી એટલે એક ગ્લાસ પાણીનો માગ્યો. સ્પષ્ટવક્તા સચિનદાએ સીધેસીધું કહી દીધું, ‘તને પાણી તો આપીશ, પણ ચા નહીં મળે.’

આ સાંભળીને નબેન્દુ ઘોષના ચહેરાના હાવભાવ જોઈને સચિનદાએ ચોખવટ કરતાં કહ્યું, ‘અહીં આખો દિવસ લોકોની આવનજાવન રહે છે. ચા બનાવવી એ માથાકૂટનું કામ છે. પાણી ઉકાળો, ચા નાખો, દૂધ નાખો. કેટલો સમય જાય એ તને તો ખબર હશે. અમારે ત્યાં રસોઇયો નથી. મીરા જ બધું કામ કરે છે.’

જોકે જેમ-જેમ સમય વીતતો ગયો તેમ-તેમ મને સચિનદાના અસલી સ્વભાવનો પરિચય થતો ગયો. એ દરમ્યાન તેમણે લાઇબ્રેરીમાંથી મારાં પુસ્તકો મગાવીને વાંચી લીધાં હતાં. એક દિવસ હું તેમના ઘરે ગયો તો સચિનદાએ પ્રેમથી આવકાર આપતાં કહ્યું, ‘નબેન્દુ, આજે તો તારે ચા પીવી જ પડશે. તું કેટલું સરસ લખે છે.’

મારા માટે એ યાદગાર દિવસ હતો. ઘણા વાચકોએ મારા લખાણને બિરદાવ્યું છે, પ્રશંસા કરી છે અને મને એનો આનંદ છે. જોકે એ દિવસે સચિનદા જેવા મહાન અને ગુણી સંગીતકાર પાસેથી મને જે માન અને સરાહના મળી એની તો વાત જ કંઈ ઔર છે. મનોમન મેં મા સરસ્વતીને પ્રાર્થના કરીને આભાર માન્યો કે મને એને લાયક બનાવ્યો.

નબેન્દુ ઘોષે આ વાત બિમલદાને કરી ત્યારે તેમણે કહ્યું, ‘તેઓ એક ઉમદા કલાકાર તો છે જ, સાથે-સાથે એક નિખાલસ ઇન્સાન પણ છે. એક રાજવીને છાજે એવું વ્યક્તિત્વ અને એક બાળક જેવો સ્વભાવ, આ જ તેમની સાચી ઓળખ છે.’

નબેન્દુએ જ્યારે એ વાત કરી કે તેમણે તેમનાં પુસ્તકો પણ વાંચ્યાં છે ત્યારે બિમલદાનો જવાબ હતો, ‘તેમની માનવસહજ વર્તણૂકનો આ બીજો દાખલો છે. ઘણી પ્રતિભાશાળી વ્યક્તિઓ આ સમાજમાં છે, પરંતુ બીજાના કામની કદર કરીને તેને સન્માન આપવાની સમજ અને ખેલદિલી ભાગ્યે જ કોઈનામાં હોય છે’.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK