સંતાનની ભૂલને છાવરી લેવાની વૃત્તિ દેશને ક્યાં દોરી જાય છે?

મારા બાળપણના દિવસોમાં મેં આસપાસનાં બાળકોની વાતોમાં માતાઓને ઝઘડતી જોઈ છે.

મની-પ્લાન્ટ - મુકેશ દેઢિયા

એક દિવસ એક બાળકે ચીટિંગ કરી અને બીજા બાળકે એ ચીટિંગનો બદલો લેવા માટે ગુસ્સામાં આવીને તેનો બૉલ ફાડીને ફેંકી દીધો. આ વાતની મમ્મીઓને જાણ થતાં તેઓ ઝઘડવા લાગી અને બાથંબાથી પર આવી ગઈ. એમ તો બન્ને બાળકોનું વર્તન બરોબર ન કહેવાય, પણ મમ્મીઓએ તો એકબીજાના સંતાનની જ ભૂલ કાઢીને લડાઈ કરી નાખી.  

હું માધ્યમિક શાળામાં ગયો ત્યારે મેં જોયું કે બે મિત્રો એકબીજાને ખબર ન પડે એ રીતે એકબીજાનું ટિફિન ખાઈ લેતા હતા. તેમને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે આકાશ તૂટી પડ્યું હોય એવું થયું. આ વખતે પણ તેમની મમ્મીઓને એકબીજાના સંતાનની જ ભૂલ દેખાઈ અને એમાં તેઓ ઝઘડવા માંડી.

કૉલેજમાં મારા બે મિત્રો પરીક્ષામાં કૉપી કરતાં પકડાઈ ગયા. પ્રિન્સિપાલે તેમના વાલીઓને બોલાવ્યા. અહીં પણ વાલીઓ બોલાચાલી પર આવી ગયા. બન્નેએ એકબીજાના સંતાનનો વાંક કાઢ્યો અને કહ્યું, તેની સંગતમાં જ મારો બાબો બગડ્યો છે!

મેં જ્યારે પ્રોફેશનલ પરીક્ષામાં નામ નોંધાવ્યું ત્યારે માતા-પિતાને મેં એમ કહેતાં સાંભYયાં કે કોઈ આડીઅવળી રીત અપનાવવી પડે તો એમ કરીને પણ પરીક્ષામાં પાસ થઈ જવું, કારણ કે એમાં ઘણી સ્પર્ધા હોવાથી પાસ થવાનું મુશ્કેલ છે અને આખી જિંદગી એ પરીક્ષા પર નિર્ભર છે. આમ વાલીઓને અનૈતિક માર્ગ અપનાવવા સામે પણ વાંધો નહોતો.

મારા મિત્રોમાંથી કોઈ ડૉક્ટર બન્યું હશે તો કોઈ એન્જિનિયર, બૅન્ક-ઑફિસર કે ટૅક્સ-કન્સલ્ટન્ટ અને કોઈ ઑડિટર, બિઝનેસમૅન કે રાજકારણી. આ બધા લોકો સફળ થયા અને ઘણા પૈસા કમાયા. હવે આવા લોકો જ સિસ્ટમ સાથે ચેડાં કરશે, કારણ કે તેમને તો એમ જ લાગે છે કે તેમણે જે કર્યું એ જ સાચું છે. ભૂતકાળમાં લોકો આવું કરી ગયા છે એમ કહીને લોકો સિસ્ટમમાં ગોટાળા કર્યે રાખે છે. જો તેઓ પકડાઈ જાય તોપણ કાયદો એવો છે કે તેમને ફરીથી ખોટાં કામ કરતાં અટકાવી નથી શકતો.

આવી પરિસ્થિતિમાં દરેકને પોતાના ગુણ દર્શાવવાનો કે પુરવાર કરવાનો સમાન મોકો નથી મળતો. ઘણા હોશિયાર વિદ્યાર્થીઓ આવી પરિસ્થિતિમાં હતાશ થઈ જાય છે અને દેશ છોડી દે છે. આમ દેશનું બુદ્ધિધન વિદેશ ચાલ્યું જાય છે. શ્રેષ્ઠ ક્ષમતા ધરાવતા એ લોકો વિદેશમાં જઈને નામના કાઢે છે.

જો મમ્મીઓ શિસ્તની આગ્રહી થઈને પોતાના બાળકને છાવરતી ન હોત, જો ઑડિટરો પોતાનું કામ નીતિપૂર્વક કરતા હોત, જો કાયદો ચૂક કરનારા ડૉક્ટરો કે એન્જિનિયરો, ભ્રષ્ટ સરકારી અધિકારીઓ કે રાજકારણીઓ કે ભ્રષ્ટાચાર કરાવતા બિઝનેસમેનો, કાયદો તોડનારા દારૂડિયા ડ્રાઇવરો, કન્યાભ્રૂણહત્યા કરનારાઓ, ગેરકાનૂની રીતે ઝાડ કાપનારાઓ, પ્રતિબંધ હોવા છતાં પશુઓની કતલ કરનારાઓ, પારિવારિક હિંસા આચરનારાઓ વગેરે પ્રત્યે કડક હાથે કામ લેતો હોત તો આ સિસ્ટમમાં હર્ષદ મહેતા, કેતન પારેખ, નીરવ મોદી, મેહુલ ચોકસી, સિંચાઈ કૌભાંડો, ડિફેન્સ કૌભાંડો, ૨G સ્કૅમ, ખાણકામ સ્કૅમ વગેરે થયા ન હોત.

ભારતમાં આખા વિશ્વમાં સૌથી વધુ દેવી-દેવતાઓ છે. આમ છતાં માણસ ખોટું કામ કરતાં શરમાતો નથી. દેશમાં આવકની અસમાનતા ઘણી જ ઝડપથી વધી રહી છે. સેન્સેક્સ ૧,૦૦,૦૦૦ સુધી પહોંચે એની મને પડી નથી. મારે તો એ જોઈએ છે કે દરેક નાગરિકને રોટી, કપડાં, મકાન, આરોગ્યસેવા, રોજગાર, વીમો અને પોતાની ક્ષમતા દર્શાવવાની સમાન તક મળી રહે. ગુણવાનનું ગૌરવ થાય અને દોષીને સજા થાય એવું વાતાવરણ સર્જવાની જરૂર છે.

અસત્યની બોલબાલા હોય એવો દેશ મારે નથી જોઈતો, મારે તો સત્યનો વિજય કરાવવો છે. મારી ધીરજની કસોટી ન કરો, કારણ કે હું હજી કહું છું, સારે જહાં સે અચ્છા હિન્દોસ્તાં હમારા.

(લેખક CA, CPM અને CRM છે)

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK