અઢાર પાપસ્થાનક ભવરોગનું મૂળ કારણ છે

સામાન્ય રીતે આત્માને મલિન કરનારાં પાપસ્થાનો અઢાર પ્રકારનાં છે. એનું સેવન કરવાથી આત્મા અનેક પ્રકારની વિરાધના કરી પાપથી ભારે થાય છે. એ પાપોથી બચવા માટે એના પ્રતિપક્ષી તે-તે ગુણોનો અભ્યાસ કરવો જોઈએ.


જૈન દર્શન - ચીમનલાલ કલાધર

આ અઢાર પ્રકારનાં પાપો તથા એના પ્રતિપક્ષે કયા-કયા ગુણો છે એ અહીં પ્રસ્તુત છે : (૧) પ્રાણાતિપાત (હિંસા), (૨) મૃષાવાદ, (અસત્ય), (૩) અદત્તાદાન (ચોરી કરવી), (૪) મૈથુન (અબ્રહમ્), (૫) પરિગ્રહ (ધનધાન્યાદિમાં મમત્વ), (૬) ક્રોધ (ગુસ્સો), (૭) માન (અહંકાર), (૮) માયા (કપટવૃત્તિ), (૯) લોભ (તૃષ્ણા-સ્પૃહા), (૧૦) રાગ (આસક્તિ), (૧૧) દ્વેષ (ઘૃણા-તિરસ્કાર), (૧૨) કલહ (કજિયો-કંકાસ), (૧૩) અભ્યાખ્યાન (ખોટું આળ ચડાવવું), (૧૪) પૈશૂન્ય (ચાડી ખાવી), (૧૫) રતિ-અરતિ (હર્ષ અને ઉદ્વેગ), (૧૬) પરપરિવાદ (નિંદા કરવી), (૧૭) માયા મૃષાવાદ (કપટ કરીને અસત્ય બોલવું), (૧૮) મિથ્યાત્વશલ્ય (વસ્તુના સ્વરૂપને વિપરીત સમજવું કે માનવું).

પહેલું પાપસ્થાનક હિંસા છે. હિંસક ભાવથી ચિતનાં પરિણામ રૌદ્ર બને છે. તેથી મહાકર્મબંધી થાય છે. બીજું પાપસ્થાનક મૃષાવાદ એટલે અસત્ય આચરણ છે. આ પાપથી બચવા મિતભાષી, નિર્ભયતા, મૌન, હાસ્યાદિ, પ્રમાદનો ત્યાગ, નિષ્પક્ષપાતિતા, પરમાત્માનો મંગલજાપ, ત્રીજું પાપસ્થાનક અદત્તાદાન એટલે કે ચોરી કરવી એ છે. આ ભવમાં અપકીર્તિ, રાજ્યદંડ, શારીરિક સજા, દરિદ્રતા, પરભવમાં દુર્ગતિ એ બધું ચોરીનું ફળ છે. ચોથું પાપસ્થાનક મૈથુન છે. મૈથુન એટલે અબ્રહમ, કામવૃત્તિ. આ દોષને જીતવા માટ શીલ, સદાચાર, બ્રહ્મચર્યનું પાલન જરૂરી છે. બ્રહ્મચર્ય ચારિત્ર્યનું મૂળ છે એ બ્રહ્મવાક્ય જીવનમાં ઉતારવું જોઈએ. પાંચમું પાપસ્થાનક પરિગ્રહ છે. પરિગ્રહ એટલે બાહ્ય પદાર્થોમાં મમત્વ. પરિગ્રહને જીતવા માટે આત્મિક જ્ઞાનાદિક પ્રત્યે મમત્વભાવ કેળવવાની જરૂર છે. પરિગ્રહ અનેક દોષોનું મૂળ છે. એ ધર્મકરણીમાં બાધારૂપ છે, રૌદ્રભાવનું કારણ છે. પરિણામે જીવનમાં દુર્ગતિ સિવાય કશું મળતું નથી. આ દોષને ટાળવા સુપાત્ર દાન, અનુકંપાદાન, ત્યાગવૃત્તિ, ઔદાર્ય, સંતોષ, નિ:સ્વાર્થતા, નિષ્ષરિગ્રહતા વગેરે ગુણો જીવનમાં અપનાવવા જોઈએ. છઠ્ઠું પાપસ્થાનક છે ક્રોધ. ક્રોધથી પ્રીતિનો નાશ થાય છે અને પુરુષાર્થ રૂંધાય છે. ક્રોધને જીતવા માટે જીવનમાં ક્ષમા, શાંતિ, વાત્સલ્ય, ઉદારતા, પ્રસન્નતા, ક્ષમતા આદિ ગુણોને સ્થાન આપવું જરૂરી છે. સાતમું પાપસ્થાનક છે માન. માન એટલે અહંકાર, પાપ અને દુ:ખનું કારણ છે અહંકાર, માનવૃત્તિને દૂર કરવા માટે, માન પાપસ્થાનકને દૂર કરવા માટે જીવનમાં વિનય, વિવેક, નમþતા, મૃદુતા, લઘુતા વગેરે ગુણો અપનાવવા જોઈએ.

આઠમું પાપસ્થાનક છે માયા. માયા એટલે કપટવૃત્તિને ટાળવા માટે જીવનમાં સરળતા, નિખાલસતા, પ્રામાણિકતા, પવિત્રતા, સત્યપ્રિયતા વગેરે ગુણો અપનાવવા જોઈએ. નવમું પાપસ્થાનક લોભ છે. લોભ એટલે તૃષ્ણા, સ્પૃહા, અતૃપ્તિ, લાલચ, લુબ્ધતા, એકલપેટાપણું એવો અર્થ થાય. જીવનમાં આ પાપસ્થાનકને ટાળવા સંતોષ, આત્મતૃપ્તિ, ઉદારતા, નિ:સ્પૃહતા, મધ્યસ્થતા, ત્યાગ, સેવાભાવ, વþત, નિયમ, પચ્ચક્ખાણ વગેરેનો અભ્યાસ જરૂરી છે. દસમું પાપસ્થાનક રાગ છે. રાગ બધા દોષોનો રાજા છે. આત્મગુણ માટે એ મીઠું ઝેર છે. આ પાપસ્થાનકને ટાળવા માટે જીવનમાં વૈરાગ્ય, વિષયો પ્રત્યે ઉદાસીનતા, શુભધ્યાન, તપર્યા, ગુણીજનોના ગુણોનું આચરણ વગેરેને જીવનમાં સ્થાન આપવું જરૂરી છે. અગિયારમું પાપસ્થાનક દ્વેષ છે. દ્વેષ એટલે ઘૃણા, તિરસ્કાર, નારાજી, અરુચિ, ઇતરાજી, ઈર્ષા, અસૂયા વગેરેને ટાળવા માટે મૈત્રી, કરુણા, પ્રેમ, વાત્સલ્ય, ઉપશમ, સહૃદયતા, અશુદ્રતા, ભાવસ્થિતિનું ચિંતન વગેરે ગુણો કેળવવા જરૂરી છે.

બારમું પાપસ્થાનક કલહ છે. જ્યાં ક્લેશ અને કંકાસ હોય ત્યાં લક્ષ્મીનો વાસ હોતો નથી. કલહ પાપસ્થાનકને ટાïળïવા માટે પરસ્પર સંપ, ભ્રાતૃભાવ, વાત્સલ્ય, નિ:સ્વાર્થ સ્નેહ, ધૈર્ય, મૌન, પ્રશાન્તતા, મધુર અને હિતકર વાણી વગેરે ગુણોને જીવનમાં અપનાવવા જોઈએ. તેરમું પાપસ્થાનક છે અભ્યાખ્યાન. અભ્યાખ્યાન એટલે બીજા પર ખોટું આળ ચડાવવું. આ પાપસ્થાનક ટાળવા માટે ગુણાનુરાગ, ગુણપ્રશંસા, ગુણીજનોની સેવા, પાપભીરુતા, સહિષ્ણુતા, મૌન અભ્યાસ વગેરે ગુણોને અમલી બનાવવા જોઈએ. ૧૪મું પાપસ્થાનક છે પૈશૂન્ય. પૈશૂન્ય એટલે ચાડી-ચૂગલી કરવી. આ દોષને ટાïળવા માટે ગંભીરતા, કોમળતા, સારગ્રાહકતા, મિતભાષિતા, સ્નેહભાવ વગેરે ગુણોને અપનાવવા જોઈએ. પંદરમું પાપસ્થાનક છે રતિ-અરતિ. રતિ-અરતિ એટલે પૌદ્ગલિક ભાવોની પ્રાપ્તિ-અપ્રાપ્તિમાં રાજીપણું અને નારાજીપણું. આ પાપસ્થાનકને ટાળવા માટે પૌદ્ગલિક પદાર્થોની અસારતા, ઔદાસીન્ય, મધ્યસ્થતા, પરમાત્મ તત્વ આદિ વિષયો પર ઊંડો અભ્યાસ કરવો જરૂરી છે. સોળમું પાપસ્થાનક છે પરપરિવાદ. પરપરિવાદ એટલે નિંદા-કૂથલી કરવી. આ દોષને ટાળવા મૌન, પોતાના દોષોનું નિરીક્ષણ, પાંચ પ્રકારના સ્વાધ્યાય વગેરેમાં ઊંડા ઊતરવું જોઈએ. સત્તરમું પાપસ્થાનક છે માયા-મૃષાવાદ. એનો અર્થ છે કપટપૂર્વક અસત્ય બોલવું. આ દોષને જીતવા માટે સજ્જનતા, નિખાલસતા, નિષ્કપટતા વગેરે ગુણોને કેળવવા જરૂરી છે. અઢારમું પાપસ્થાનક છે મિથ્યાત્વ. આ દોષને ટાïળવા માટે ગુરુઉપાસના, પ્રભુભક્તિ, પ્રજ્ઞાપનીયપણું વગેરે ગુણો કેળવવા જોઈએ.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK