‘દાદા, આ ઉંમરે પણ તમારાં ગીતોમાં આટલી જુવાની કેમ છે?’ આશા ભોસલેના આ પ્રશ્નનો સચિનદાએ શું જવાબ આપ્યો

કહેવાય છે છે કે પુત્રનાં લક્ષણ પારણામાંથી.

burman


વો જબ યાદ આએ - રજની મહેતા

It is a wise father that knows his own child.

- William Shakespeare


જાણકાર પિતાને આની પ્રતીતિ તરત થઈ જતી હોય છે. સચિનદાને ખબર હતી કે પુત્ર રાહુલ એક પ્રતિભાશાળી કલાકાર છે. એટલે જ ૧૪-૧૫ વર્ષની ઉંમરમાં જ તેમણે પંચમને પોતાની સાથે મ્યુઝિક- સિટિંગ્સમાં રાખવાનું શરૂ કર્યું. ૧૯૫૫માં પંચમ સચિનદા પાસે એક શિખાઉ મ્યુઝિશ્યન તરીકે જોડાયા અને થોડા જ સમયમાં તેમના અસિસ્ટન્ટ બન્યા. આ રોલ તેમણે સચિનદાની અંતિમ ફિલ્મ સુધી નિભાવ્યો. જોકે ઑન પેપર જે ફિલ્મોની ક્રેડિટમાં તેમનું નામ અસિસ્ટન્ટ તરીકે આવ્યું એ ફિલ્મો હતી ‘પ્યાસા’ [૧૯૫૭], ‘ચલતી કા નામ ગાડી’ [૧૯૫૮], ‘કાગઝ કે ફૂલ’ [૧૯૫૯], ‘બેવકૂફ’ [૧૯૬૦], ‘નૉટી બૉય [૧૯૬૨]’ ‘તેરે ઘર કે સામને’ [૧૯૬૩], ‘બંદિની’ [૧૯૬૩], ‘ઝિદ્દી’ [૧૯૬૪], ‘તીન દેવિયાં’ [૧૯૬૫], ‘ગાઇડ’ [૧૯૬૫], ‘જ્વેલ થીફ’ [૧૯૬૭] ‘તલાશ’ [૧૯૬૯], ‘આરાધના’ [૧૯૬૯] અને ‘પ્રેમ પુજારી’ [૧૯૭૦].

પંચમના પ્રવેશથી સચિનદાના સંગીતમાં એક નવો નિખાર આવ્યો એનો સ્વીકાર કરવો જ રહ્યો. સંગીતનો એક એવો પ્રકાર જે રમતિયાળ પણ હતો, યુવાનોને આકર્ષતો હતો અને એ છતાં સુરીલો હતો. ૧૯૮૪માં ‘ફિલ્મફેર’ને આપેલા એક ઇન્ટરવ્યુમાં પંચમ પિતા સચિનદા પાસેથી જે શીખવા મળ્યું એનો નિખાલસ એકરાર કરતાં કહે છે...

બાબા મને હમેશાં કહેતા કે આપણે જે ધૂન બનાવીએ એ પ્રોડ્યુસર-ડિરેક્ટરને પસંદ આવે એનું ખાસ ધ્યાન રાખવું જોઈએ, આપણી પસંદ ત્યાર બાદ. તેમણે મને શિખડાવ્યું કે ગીતને કેવી રીતે આકાર આપવો. દાખલા તરીકે કોઈ આપણને એક સિચુએશન બતાવે તો તમારે તેને સૂટ થાય એવી ધૂન તરત સંભળાવવી પડે. આજે તો ૨૫ વર્ષ પછી હવે મારા માટે એ ખૂબ જ આસાન થઈ ગયું છે કે ચપટી વગાડતાં ધૂન તૈયાર થઈ જાય છે.

મને તે હંમેશાં સલાહ આપતા કે અવનવા અવાજનો ઉપયોગ કરવો જેથી અલગ પ્રકારનાં ધ્વનિમુદ્રણો ઉત્પન્ન થાય, જેને સાંભળતાં જ પ્રોડ્યુસર-ડિરેક્ટર ખુશ થઈ જાય. આવા નવતર પ્રયોગો જ ઘણી વખત મોટી સફળતા હાંસલ કરે છે. એક નવો ટ્રેન્ડ શરૂ થાય છે. જ્યારે બાબાને કોઈ સિચુએશન કહેવામાં આવતી તો તરત તે એને વિઝ્યુલાઇઝ કરતા અને એ પણ નાચતાં-નાચતાં. ફિલ્મ ‘પેઇંગ ગેસ્ટ’નું એક ગીત હતું, ‘છોડ દો આંચલ ઝમાના ક્યા કહેગા’. આ ગીતની શરૂઆતમાં ‘આહ’નો શબ્દપ્રયોગ કરીને તેમણે પૂરા ગીતની શકલ ફેરવી નાખી. તેમણે એ ગીતમાં એમ બતાવ્યું કે હીરો જ્યારે હિરોઇનને છેડે છે ત્યારે તે કેવી રીતે રીઍક્ટ કરે છે.

ફિલ્મ ‘પેઇંગ ગેસ્ટ’નું મસ્તીભર્યું ગીત ‘આહ, છોડ દો આંચલ, ઝમાના ક્યા કહેગા’ કિશોરકુમાર સાથે જેણે ગાયું છે તે સુપ્રસિદ્ધ ગાયિકા આશા ભોસલે આ ગીત સાથે સંકળાયેલી એક રસપ્રદ વાતને યાદ કરતાં કહે છે...

સચિનદા મુઝસે બહુત પ્યાર કિયા કરતે થે. મુઝે બોલા કરતે થે, તુમી આમારી મેતો, મતલબ તુમ હમારી બેટી હો. બહુત પ્યાર કરતે થે. ઉનકા ખાને કા ઢંગ, કપડે પહનને કા ઢંગ, સબ નિરાલા થા. મૈં પાસ મેં બૈઠા કરતી થી, પૂછતી થી, દાદા, આપકી ઇતની ઉમર હૈ, ઇતને અચ્છે રોમૅન્ટિક ગાને કૈસે બનાતે હો? ઐસે ગાને બનાતે હો જૈસે કોઈ બીસ સાલ કા લડકા બનાતા હૈ. ઇતની જવાની ઉનકે ગાને મેં હોતી થી.

સુનકર બચ્ચોં કી તરહ ખિલખિલા કે હંસતે થે ઔર ઉનકા હાથ આગે કરકે બોલતે થે, હમારે હાથ મેં ગજરા બાંધ દો. મૈં ગજરા બાંધ દેતી થી. વો હંસકે રહ જાતે થે ઔર બોલતે, યે બતાને કી બાત નહીં હૈ. તો મૈં બહુત હંસતી થી ઔર કહતી થી, દાદા, આપ બહુત રંગીન હૈ. તો દાદા હંસકે કહતે થે, અરે, મૈં જબ જવાન થા ના, તબ હમારે પીછે બહુત લડકીલોગ ઘૂમતી થી. ઔર યે કહકર બહુત હંસતે થે. ઐસે હમ લોગોં કા મઝાક ચલતા થા.

મૈં કભી કુછ કહ દેતી થી તો મુઝ પર બહુત ચિલ્લાતે થે ઔર કહતે થે, ક્યા બડબડ કર રહી હૈ? ચુપ કરેગી કિ નહીં તુમ? મૈં ઉનસે ડરતી ભી થી લેકિન ઉનકે બહુત નઝદીક થી મૈં.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK