એક્ઝામના દિવસોમાં સ્ટ્રેસ ઘટાડવા અને સ્વસ્થ રહેવા શું કરશો?

પરીક્ષાઓનો સમયગાળો શરૂ થઈ ગયો છે.

fri=uits

આયુર્વેદનું A ૨ Z - ડૉ. રવિ કોઠારી

હવે તો માત્ર દસમા ધોરણની જ નહીં, કોઈ પણ ધોરણની પરીક્ષા હોય; સ્ટુડન્ટ્સ અને પેરન્ટ્સ બન્ને ખૂબ ટેન્શનમાં આવી જાય છે. ખૂબબધું વાંચવાનું છે, છેલ્લી ઘડીની તૈયારીઓ કરવાની બાકી છે જેવા પ્રૅક્ટિકલ પ્રૉબ્લેમ્સ ઉપરાંત ગરમી-ઠંડીવાળી આબોહવાને કારણે સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાનું પણ બહુ જરૂરી બની જાય છે. ક્યારેક વિદ્યાર્થીઓ સ્ટ્રેસને કારણે પરીક્ષાના સમયે માંદા પડી જાય છે. ટેન્શનને કારણે ઝાડા-ઊલટી થઈ જાય અથવા તો તાવ આવી જાય એવું પણ બને છે. એમાં પાછું આ સીઝન એવી છે જેમાં સહેજ પણ ઓછી ઇમ્યુનિટી હોય તો તાવ-ખાંસી, શરદી,-ઉધરસ અને લૂઝ મોશન્સ ખબર લઈ જાય છે.

lunch

પરીક્ષા દરમ્યાન સ્વસ્થ રહેવા માટે બે પ્રïકારે કાળજી જરૂરી છે. એક તો મેન્ટલ સ્ટેટની સ્વસ્થતા જાળવવી અને બીજું શરીરની સ્વસ્થતા બાબતે સભાન રહેવું. હું માનું છું કે એક્ઝામનું સ્ટ્રેસ જ્યારે મગજ પર હાવી થઈ જાય છે ત્યારે શરીર ગમેએટલું સારું હોય તો પણ એમાં ગરબડ થાય જ છે.

આવા સંજોગોમાં સૌથી અગત્યનું એ છે કે પેરન્ટ્સ અને સ્ટુડન્ટ્સ બન્ને પરીક્ષાના આ સમયને ધીરજ, શાંતિ અને સ્વસ્થતાપૂર્વક જાળવી લે. મને નહીં આવડે તો? ભૂલી જઈશ તો? સમયસર લખવાનું પૂરું નહીં થાય તો? જેવી જો અને તો વચ્ચે ઝોલાં ખાતી ભવિષ્યની ચિંતાઓને નેવે મૂકીને આજની ઘડીએ પરીક્ષાની તૈયારીમાં પૂરા જોશથી લાગી પડવું એ જ એકમાત્ર ધ્યેય હોવું જોઈએ. નકારાત્મક વિચારો ન આવે એ માટે મગજને ફ્રેશ રાખવું પડે.

તમારા સંતાનની પરીક્ષા ચાલી રહી હોય તો તેના મગજ અને શરીરને સ્વસ્થ રાખવા પેરન્ટ્સ તરીકે તમે શું અને કેવી ભૂમિકા ભજવી શકો એમ છો એ સમજી લો. બાળક વાંચવામાં એકાગ્રતા જાળવી શકે એવું વાતાવરણ પૂરું પાડવું એ પેરન્ટ્સની પ્રાથમિક જવાબદારી છે. પરીક્ષાના સ્ટ્રેસને શરીર પહોંચી વળે એ માટે શું કરવું એના કેટલાક મહત્વના મુદ્દાઓ જોઈએ.

stress

૧. સામાન્ય સંજોગોમાં રાતે જાગીને વાંચવું ઠીક નથી, પરંતુ પરીક્ષાના દિવસોમાં તેને જે સમયે વાંચવું હોય એ સમયે વાંચવાની છૂટ આપવી. તેના રૂટીનને તોડવાની કોશિશ ન કરવી. હા, તેને ૨૪ કલાકમાં મિનિમમ છ કલાકની પ્રૉપર ઊંઘ મળી રહે એ જોવું જરૂરી છે. ઓછી ઊંઘથી મગજ ડલ થશે અને વાંચેલું યાદ રાખવામાં અને રીકૉલ કરવામાં મુશ્કેલી પડશે.

૨. ખાવા-પીવામાં ઘરનું જ ફૂડ મસ્ટ છે. બહારનું ભોજન પેટમાં ગરબડ કરી શકે છે એટલે ઘરે પણ બને ત્યાં સુધી સાદું ખાવાનું રાખવું. હલકા-ફૂલકા નાસ્તા પણ ઘરે બનાવી રાખવા. સેવ-મમરા, ચણા-સિંગ અને ગોળ, ચિક્કી જેવી ચીજો હાજર રાખવી.

૩. ચા-કૉફી પીને ઊંઘ ઉડાવવાની કે ઉજાગરો કરવાની કોશિશ ન કરવી. એને બદલે શક્ય હોય તો લીંબુનું શરબત પીવું. ચા-કૉફી મૂત્રલ છે અને એમાં રહેલું કૅફીન થોડા સમય માટે અલર્ટનેસને બૂસ્ટ આપે છે, પણ અસર ઊતરતાં જ ફરી એનર્જીલેસ અને ડલ ફીલ થવા લાગે છે. એને બદલે નમક, સાકર અને લીંબુવાળું પાણી મગજને જરૂરી સોડિયમ, પોટૅશિયમ, વિટામિન ઘ્ અને ગ્લુકોઝ પૂરાં પાડે છે. ઇન ફૅક્ટ, પેપર લખવા જતી વખતે પણ એક ગ્લાસ લીંબુપાણી પીને જવું બહેતર છે. અલબત્ત, એ નૉર્મલ માટલાના પાણીમાં બનાવેલું હોય એ જરૂરી છે. બરફ અને આર્ટિફિશ્યલ સ્વીટનરવાળાં પીણાં ગળું બગાડશે.

૪. પૂરતું પાણી પીવાય એની કાળજી રાખવી. પાણી પીવા ઊઠવાનો કંટાળો આવતો હોય તો પાસે જ પાણીની બૉટલ ભરી રાખો. દ્રાક્ષ, કેળાં, દૂધ, નારિયેળપાણી જેવી ચીજો ભૂખ લાગે ત્યારે લેતા રહેવું.

૫. રોજ સવારે ઊઠીને ગાયના ઘીનાં પાંચ-પાંચ ટીપાં બન્ને નસકોરાંમાં નાખીને દસેક મિનિટ માટે માથું પાછળની તરફ ઢાળીને પડ્યા રહેવું. એનાથી મગજ શાંત થશે અને નકારાત્મક વિચારોનું વંટોળિયું શમી જશે

૬. રાતે મોડે સુધી જાગીને વાંચતા હો તો ગાયના દૂધમાં એક ચમચી ગાયનું ઘી અને શતાવરીનું ચૂર્ણ મેળવીને પી જવું.

૭. દર કલાકે પાંચેક મિનિટ માટે આંખો પર બન્ને હથેળીઓ દાબીને પામિંગ કરવું. એમ કરવાથી આંખોને ઓછો થાક લાગે છે.

૮. વાંચતાં-વાંચતાં થાકી જવાય ત્યારે ઊંડો શ્વાસ લઈને ૐકારનો નાદ પાંચેક વાર કરવાથી મગજ શાંત થશે. આ ક્રિયા રોજ સવારે ઊઠીને અથવા તો વાંચવાનું શરૂ કરતાં પહેલાં કરવાથી એકાગ્રતા વધે છે અને મગજ શાંત હોવાથી યાદશક્તિ વધે છે.

૯. પરીક્ષાના દિવસોમાં માત્ર વાંચવું, ખાવું અને ઊંઘવું આ ત્રણ જ ક્રિયાઓ રોટેશનમાં સતત થયા કરતી હોય છે. આ ચક્ર તોડવું આવશ્યક છે. દિવસમાં અડધો-અડધો કલાકના બે બ્રેક બીજી કોઈ ઍક્ટિવિટીના કરવા માટે લેવા જરૂરી છે. ફિઝિકલ પ્રવૃત્તિ મળે એવી કોઈ પણ રમત રમવાનું અચૂક રાખવું. સ્ટડી-ટેબલ પર વાંચતાં-વાંચતાં પણ સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ કરી શકાય.

૧૦. પરીક્ષા માત્ર સંતાનની જ નથી. તેને વાંચવાનું કહીને બહારની રૂમમાં બહેનપણીઓ સાથે ગપ્પાં હાંકવાનું કે ટીવી જોવાનું ઠીક નથી. પરીક્ષાનો હાઉ ઊભો કરવાની જરૂર નથી, પરંતુ સંતાનને મોકળું વાતાવરણ મળે એ જોવું જરૂરી છે. આખો દિવસ રૂમમાં પુરાઈને વાંચ્યા કરતાં બાળકો થોડોક સમય તમારી સાથે વાતો કરે અને તેના મનમાં શું ચાલી રહ્યું છે એની વાત કરીને હળવાં થાય એ પણ જોવું જરૂરી છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK