આજે સૌથી સુખિયો હોય તો પ્રામાણિકપણે ધન કમાતો કૉમન મૅન છે!

દેશી નાટક સમાજના નાટકનું એક ગીત ૬૦ વર્ષ પહેલાં ગુજરાતમાં ખૂબ ગવાતું: ‘ધનવાન જીવન માણે છે, નિર્ધન બોજો તાણે છે.’

પ્રેરણાની પળે - કાન્તિ ભટ્ટ

આજે સાઠ વર્ષ પછી અર્થતંત્ર બદલાયું છે. આજે જે શ્રમજીવી છે, સ્વતંત્ર વ્યવસાય કરે છે એ લોકો નિશ્ચિત જીવન જીવે છે. ધનવાનો તેમના ધનનો બોજો તાણે છે. જૂના વખતમાં જે સૌથી ધનિક હોય એ વ્યક્તિ નગરશેઠ ગણાતી. સૌરાષ્ટ્રના મહુવા ગામમાં હરિલાલ શેઠ સૌથી પૈસાદાર હતા. તે પૈસાદાર હોવાને કારણે અમે સૌ તેમને માનથી જોતા. ભાવનગરના મહારાજા ભાવસિંહજી અને પછી કૃષ્ણકુમારસિંહજી રાજ્યનાં શહેરોમાં સૌથી ધનિક વ્યક્તિને નગરશેઠ નીમતા. પણ આજે ધનવાનને માનથી નથી જોવામાં આવતા. અમુક કૌભાંડકારીઓએ ધનવાન હોવું એટલે જાણે ગુનેગાર બનીને કે ગુનો કરીને જ ધનવાન થયા હોય એવું માનવામાં આવે છે. સીધે રસ્તે કે માનનીય રસ્તે ધનવાન ન થવાય એવી જે દૃઢ માન્યતા છે એ ખોટી છે.

અમેરિકામાં કે લંડનમાં ધનપતિને ઑટોમૅટિક તેણે ગુના કરીને ધન ભેગું કર્યું હોય એવી વ્યક્તિ માનવામાં નથી આવતી, આપણા દેશમાં જ આ માન્યતા છે. એ માન્યતા છોડવી મુશ્કેલ છે. ધનપતિ કે લક્ષ્મીપતિ થવું એ એક જાતનો અપરાધ કરવો એવું માનવામાં આવે છે. આજે સૌના મગજમાં રાજ્ય સિસ્ટમ નથી છતાં લોકોને સમાજવાદી થવું છે, સાથે-સાથે પૈસાદાર થવા માટેના ઉધામા પણ કરવા છે! આજે સૌથી સુખિયો હોય તો આપણા હિન્દુસ્તાનનો કૉમન મૅન છે. ૭૦ વર્ષ પછી આજની નવી પેઢી માટે પૈસાપાત્ર થવાના અનેક માર્ગો ખુલ્લા થયા છે. તમે પોતે જ કહી શકશો કે માત્ર ગુના કરીને જ પૈસાદાર થવાય છે એ માન્યતા ખોટી છે. ઈમાનદારી, પ્રામાણિકતા અને સીધે રસ્તે પણ ધનિક થવાય છે. હું કે તમે સૌ પુરુષાર્થ થકી ધનવાન થઈ શકીએ છીએ. આજે લખપતિ શબ્દ સાવ અસર વગરનો છે. આજે ગામડામાં નાનો ખેડૂત પણ લખપતિ નહીં કરોડપતિ જોવા મળશે. લખપતિ થવુંં તો સાવ સહેલું છે. મુંબઈમાં ઘરકામ કરનારી બહેનો પણ લખપતિ છે એવી જ રીતે કૉમન મૅનમાં કરોડપતિઓ અગણિત નજરે પડશે. કરોડપતિને હવે માનથી જોવાની દૃષ્ટિ કેળવવી પડશે, કારણ કે હવેના આ મુક્ત અર્થતંત્રમાં એક મજૂર, રત્નકલાકાર કે નાનો ખેડૂત પણ પુરુષાર્થ થકી કરોડપતિ થઈ શકે છે!

આ લેખની શરૂમાં જે જૂના નાટકના ગીતની પંક્તિ લખી છે કે ‘ધનવાન જીવન માણે છે, નિર્ધન બોજો તાણે છે’ એ પંક્તિ હવે ઊંધી રીતે બોલવાની જરૂર પડશે એવું લાગે છે. નિર્ધન ઉïર્ફે કૉમન મૅન જ આજે જીવન માણે છે, આજે ધનવાન જીવન માણતો નથી. આજનો ધનવાન વધુ ને વધુ ધનના મોહમાં અનેક ઉધામા કે કૌભાંડ કરે એવી દૃઢ માન્યતા છે. આજની આ કટારમાં ધનવાન હોય કે નિર્ધન હોય, પણ કોણ જીવન માણે છે એનો જવાબ છે.

જે વ્યક્તિ એના વ્યવસાયમાં પ્રામાણિક રહીને ધનવાન બને છે એ વ્યક્તિ જ સુખીમાં સુખી છે અને સ્વતંત્રતાનાં ૭૦ વર્ષ પછી નરેન્દ્ર મોદીના રાજમાં ધનવાન જીવન માણે છે. માત્ર મોદીએ ધનવાનને એટલે કૉમન મૅનને કષ્ટ આપતા કાયદા કરવાથી દૂર રહેવું જોઈએ, આમ જનતાને પુરુષાર્થ કરીને કમાઈને ધનવાન થવું હોય તેને ધનવાન બનીને જીવન માણવા દેવું જોઈએ.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK