ધનનું સુખ માણવું હોય તો મનને કાબૂમાં લો

દરેક ગૃહસ્થે એ જાણી લેવું કે તેમણે આવકની અંદર જ રહેવું.લક્ષ્મી ચંચળ છે કે આપણે? - ગૌરવ મશરૂવાળા

જો આવક કરતાં ખર્ચ વધી જશે તો તેમણે તકલીફ ભોગવવી પડશે. શિક્ષાપત્રીના fલોક ૧૪૫માં આ બોધ આપવામાં આવ્યો છે. આપણે લોકબોલીમાં કહીએ તો ચાદર પ્રમાણે સોડ તાણવી.

અહીં આપણે એક રસપ્રદ ટીવી-ઇન્ટરવ્યુને યાદ કરી લઈએ. એમાં ઍન્કરે એક રાક્ષસનો ઇન્ટરવ્યુ લીધો હતો.

ઍન્કર : આ દુનિયામાં તમે જીવનમાં સૌથી વધારે ક્રૂર કાર્ય કયું કર્યું છે?

રાક્ષસ : મેં ઘણાં ક્રૂર કાર્યો કર્યાં છે. મેં બાળકોને અનાથ કર્યાં છે, ગર્ભવતીઓને વિધવા કરી છે, લોકોનો સંહાર કરાવ્યો છે... હું આવાં જ બધાં ક્રૂર કૃત્યો કર્યે રાખું છું.

ઍન્કર : એ તો અમે પણ સમજીએ છીએ, પરંતુ અમારા દર્શકોને એવો દાખલો આપો, જેનાથી તેઓ પણ ડરી જાય.

રાક્ષસ : યુદ્ધ, ભૂખમરો, દુકાળ, અતિવૃષ્ટિ, આતંકવાદી હુમલા, પ્રલય વગેરે પણ હું જ સરજું છું અને એમાં હજારો લોકો મરી જાય છે.

ઍન્કર : એ પણ ખબર છે. એનાથી વિશેષ કંઈ કરો છો?

રાક્ષસ : (ઘણી વાર સુધી વિચાર કરે છે અને પછી અચાનક તેના મુખ પર સ્મિત સાથે તે બોલે છે) હા, હું ક્રેડિટ કાર્ડ અને લોન પણ બનાવું છું.

પેમેન્ટ માટે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરવામાં આવે છે. સમયસર આખેઆખું બિલ ભરી દો ત્યાં સુધી કંઈ વાંધો નથી, પણ જો આંશિક પેમેન્ટ કરો અને બાકીનું પેમેન્ટ હપ્ïતામાં કરવા જાઓ તો મોટી સમસ્યા ઊભી થાય. એનો અર્થ એવો થયો કે ક્રેડિટ કાર્ડના ધારક પાસે આવક હોય એના કરતાં એ વધારે ખર્ચ કરે છે. આ સ્થિતિ ખરેખર ગંભીર કહેવાય. સ્વામીનારાયણ સંપ્રદાયની શિક્ષાપત્રીના ઉક્ત fલોકમાં વધુપડતો ખર્ચ નહીં કરવાની વાત કરવામાં આવી છે.

એમ તો ભારતમાં બાળપણથી જ બધાને કહેવામાં આવે છે કે ચાદર પ્રમાણે સોડ તાણજો. આમ છતાં લોકો એનું પાલન નથી કરતા અને કરજના બોજ હેઠળ દબાઈ જાય છે. ફક્ત ગરીબ પરિવારો કરજના ભાર તળે કચડાઈ જાય છે એવું નથી, શ્રીમંત પરિવારો અને બિઝનેસમેનો પણ આ સમસ્યાથી પીડાય છે. દારૂ અને ઍરલાઇન્સના ધંધામાં ડિફૉલ્ટર બની ગયેલા એક જાણીતા બિઝનેસમૅનનું ઉદાહરણ આપણી નજર સામે છે.

રોટી, કપડા અને મકાન જેવી પ્રાથમિક જરૂરિયાતો પૂરી કરવા માટે નહીં, પણ દેખાડો કરવા માટે ઘણી વાર કરજ લેવામાં આવે છે. કોઈની દેખાદેખીમાં કે દેખાડો કરવા માટેની આ વૃત્તિ આત્મવિશ્વાસની કમી દર્શાવે છે.

’આપણે જે છીએ’ એના કરતાં ’આપણી પાસે જે છે’ એનું મહત્વ વધી જાય ત્યારે સમસ્યા સર્જા‍વાની જ છે. આદર્શ રસ્તો એ છે કે આપણે એવી સ્થિતિનું નિર્માણ કરીએ જેમાં આપણી વસ્તુઓને બદલે આપણા ચારિhયને કારણે લોકો આપણો આદર કરે.

આપણે કોઈને મોટો માણસ કહીને બોલાવીએ ત્યારે આપણા મનમાં શું વિચાર ચાલતો હોય છે? શું તેમનું શરીર મોટું છે, શું તેમનું શિક્ષણ વધારે છે, શું તેમણે સમાજમાં મોટાં-મોટાં દાનધર્મ કર્યાં છે, શું તેઓ સંપત્તિને કારણે મોટા છે કે પછી મોટો ખર્ચ કરતા હોવાને કારણે મોટા છે? આપણા મનમાં જે અભિપ્રેત હોય એમાં જ આપણી માનસિકતા છતી થાય છે.

કોઈ વ્યક્તિ અત્યંત શ્રીમંત હોય, પણ જો સાદું જીવન જીવતી હોય તો તેમના સિવાય કોઈને ખબર નહીં પડે કે તેમની પાસે કેટલું ધન છે. તેનું ઘર, કાર, જીવનશૈલી એ બધામાંથી તેમની ખરી સંપત્તિનો અંદાજ નહીં આવે. સાદું જીવન જીવવાને લીધે તેમનું ઘર નાનું હશે, કાર પણ નાની કે મધ્યમ હશે અને તેમના ઘરમાં પણ સાદગી દેખાશે. વળી તેઓ સમાજને મોટું દાન પણ કરી દેશે તોય કોઈને ખબર પડવા નહીં દે. આવો માણસ મોટો માણસ કહેવાશે કે પછી જેની પાસે મોટી કાર છે, આલીશાન ઘર છે, જે લક્ઝુરિયસ વેકેશન માણે છે એ મોટો માણસ કહેવાશે?

તમે કોઈને મોટો માણસ કહેતી વખતે શું વિચાર્યું એ સવાલનો સાચો જવાબ બીજા કોઈને નહીં, પણ પોતાની જાતને આપો. તમારી માનસિકતા તમારા સિવાય બીજા કોઈને નહીં દેખાય. લોકોને કે પરિવારોને તેમની જીવનશૈલીના આધારે માપવાનું બંધ કરી દેવું જોઈએ. આપણે એમ કરીશું ત્યારે આપણે વધુપડતો ખર્ચ કરતાં અટકી જઈશું, આપણને આંતરિક સંતોષ અનુભવાશે. જો એમ નહીં કરીએ તો સતત પાડાતા રહીશું. fલોક-ક્રમાંક ૧૪૫માં જે તકલીફોની વાત કરવામાં આવી છે એ પહેલાં તો માનસિક સ્વરૂપની હશે અને પછી નાણાકીય સ્વરૂપની બની જશે. ધનનું સુખ માણવું હોય તો મનને કાબૂમાં લો. મન જાતે જ ખર્ચને કાબૂમાં લઈ આવશે.

(લેખક વિખ્યાત ફાઇનૅન્શિયલ પ્લાનર છે અને તેમણે ‘યોગિક વેલ્થ’ નામનું પુસ્તક પણ લખ્યું છે.)

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK