આ અવસર્પિણી કાળના આપણા ચોવીસ તીર્થંકરો વિશે તમે શું જાણો છો?

જૈન દર્શન પ્રમાણે કાળના બે પ્રકાર છે

જૈન દર્શન - ચીમનલાલ કલાધર


જૈન દર્શન પ્રમાણે કાળના બે પ્રકાર છે : એક ચડતો કાળ એટલે કે ઉત્સર્પિણી કાળ અને બે ઊતરતો કાળ એટલે કે અવસર્પિણી કાળ. જે વખતે આયુષ્ય, જ્ઞાન, સુખ વગેરે વધતાં જાય એને ઉત્સર્પિણી કાળ કહે છે અને આયુષ્ય, જ્ઞાન, સુખની વૃદ્ધિ ઓછી થતી જાય એને અવસર્પિણી કાળ કહે છે. દરેક કાળમાં ચોવીસ-ચોવીસ તીર્થંકર થાય છે. વર્તમાન સમયે અવસર્પિણ કાળ ચાલે છે. આપણા ભરત ક્ષેત્રમાં અવસર્પિણી કાળમાં ચોવીસ તીર્થંકરો થયા છે. તેમની નામાવલિ આ પ્રમાણે છે : (૧) શ્રી ઋષભદેવ, (૨) શ્રી અજિતનાથ, (૩) શ્રી સંભવનાથ, (૪) શ્રી અભિનંદનસ્વામી, (૫) શ્રી સુમતિનાથ, (૬) શ્રી પદ્મપ્રભ, (૭) શ્રી સુપાશ્વર્નાથ, (૮) શ્રી ચંદ્રપ્રભ, (૯) શ્રી સુવિધિનાથ, (૧૦) શ્રી શીતલનાથ, (૧૧) શ્રી શ્રેયાંસનાથ, (૧૨) શ્રી વાસુપૂજ્ય, (૧૩) શ્રી વિમલનાથ, (૧૪) શ્રી અનંતનાથ, (૧૫) શ્રી ધર્મનાથ, (૧૬) શ્રી શાંતિનાથ, (૧૭) શ્રી કુંથુનાથ, (૧૮) શ્રી અરનાથ, (૧૯) શ્રી મલ્લિનાથ, (૨૦) શ્રી મુનિસુવþતસ્વામી, (૨૧) શ્રી નમિનાથ, (૨૨) શ્રી નેમિનાથ, (૨૩) શ્રી પાશ્વર્નાથ, (૨૪) શ્રી મહાવીરસ્વામી.

જ્ઞાન, શક્તિ અને પ્રભાવમાં બધા તીર્થંકરો સરખા હોય છે એટલે એક તીર્થંકર વધારે જ્ઞાની અને બીજા ઓછા જ્ઞાની. એક તીર્થંકર વધારે શક્તિશાળી અને બીજા ઓછા શક્તિશાળી. એક તીર્થંકર વધારે પ્રભાવવાળા અને બીજા ઓછા પ્રભાવવાળા એવું હોતું નથી; પરંતુ દેહમાન, આયુષ્ય, વર્ણ અને લંછન વગેરેમાં ફેરફાર હોય છે. દરેક તીર્થંકરની શરીરની ઊંચાઈ એ વખતના કાળ મુજબની હોય છે જેમ કે શ્રી ઋષભદેવ ભગવાન ત્રીજા આરાના અંતે જન્મ્યા હતા એટલે તેમના શરીરની ઊંચાઈ પાંચસો ધનુષ્ય જેટલી હતી અને શ્રી મહાવીરસ્વામી ચોથા આરાના છેડે જન્મ્યા હતા એટલે તેમની ઊંચાઈ સાત હાથની હતી.

એક દેહમાં રહેવાનો સમય દરેક તીર્થંકરને એ વખતના કાળ મુજબ હોય છે જેમ કે ઋષભદેવ ભગવાન ત્રીજા આરાની અંતે જન્મ્યા હતા એટલે તેમનું આયુષ્ય ૮૪ લાખ પૂર્વનું હતું. શ્રી મહાવીરસ્વામી ચોથા આરાના અંતે જન્મ્યા હતા એટલે તેમનું આયુષ્ય ૭૨ વર્ષનું હતું. કેટલાક તીર્થંકરોના દેહનો રંગ સ્ફટિક જેવો શ્વેત હોય છે, કેટલાક તીર્થંકરોના દેહનો રંગ સુવર્ણ જેવો પીળો હોય છે, કેટલાક તીર્થંકરોના દેહનો રંગ પરવાળા જેવો લાલ હોય છે, કેટલાક તીર્થંકરોના દેહનો રંગ નીલમ જેવો નીલો હોય છે તો કેટલાક તીર્થંકરોના દેહનો રંગ અંજનરત્ન જેવો શ્યામ હોય છે. દરેક તીર્થંકરોને પોતાનું લંછન હોય છે. લંછન એટલે એક પ્રકારનું ચિહ્ન : શ્રી ઋષભદેવનું લંછન બળદ છે. શ્રી અજિતનાથનું લંછન હાથી છે. શ્રી સંભવનાથનું લંછન ઘોડો છે. શ્રી અભિનંદનસ્વામીનું લંછન વાંદરો છે. શ્રી સુમતિનાથનું કૌંચ પક્ષી છે. શ્રી પદ્મપ્રભનું લંછન પદ્મ છે. શ્રી સુપાશ્વર્નાથનું લંછન સાથિયો છે. શ્રી ચંદ્રપ્રભનુ લંછન ચંદ્ર છે. શ્રી સુવિધિનાથનું લંછન મગર છે. શ્રી શીતલનાથનું લંછન શ્રી Tાત્સ છે. શ્રી શ્રેયાંસનાથનું લંછન ગેંડો છે. શ્રી વાસુપૂજ્યનું લંછન પાડો છે. શ્રી વિમલનાથનું લંછન સુવર છે. શ્રી અનંતનાથનું લંછન શિયાળ છે. શ્રી ધર્મનાથનું લંછન વþજ છે. શ્રી શાંતિનાથનું લંછન હરણ છે. શ્રી કુંથુનાથનું લંછન બોકડો છે. શ્રી અરનાથનું લંછન નંદ્યાવર્ત છે. શ્રી મલ્લિનાથનું લંછન કુંભ છે. શ્રી મુનિસુવþતસ્વામીનું લંછન કાચબો છે. શ્રી નમિનાથનું લંછન નીલકમલ છે. શ્રી નેમિનાથનું લંછન શંખ છે. શ્રી પાશ્વર્નાથનું લંછન સર્પ છે અને શ્રી મહાવીરસ્વામીનું લંછન સિંહ છે.

લંછન ઉપરથી દરેક તીર્થંકરોની મૂર્તિ ઓળખાય છે.

તીર્થંકરોની દ્રવ્યપૂજા અને ભાવપૂજાથી ભક્તિ કરવામાં આવે છે. દ્રવ્યપૂજા એટલે ઉત્તમ દ્રવ્યો વડે કરવામાં આવતી પૂજા અને ભાવપૂજા એટલે હૃદયના ઉત્તમ ભાવો વડે પરમાત્માની સ્તવના. દ્રવ્યપૂજા બે પ્રકારની છે : (૧) અંગપૂજા અને (૨) અગ્રપૂજા. પરમાત્માનાં પવિત્ર અંગોની જલ, ચંદન અને પુષ્પ વગેરે દ્રવ્યોથી કરવામાં આવતી પૂજા એ અંગપૂજા છે. જલપૂજામાં દૂધ અને જલ વડે પ્રભુનાં અંગો પર અભિષેક (પ્રક્ષાલન) થાય છે. ચંદનપૂજામાં પ્રભુનાં નવ અંગે ચંદન વગેરે ઉત્તમ દ્રવ્યોથી પૂજા થાય છે. પુષ્યપૂજાની વિધિમાં વિવિધ પ્રકારનાં ઉત્તમ પુષ્પો અને માળા પ્રભુને ચડાવવામાં આવે છે. પરમાત્માનાં નવ અંગની પૂજા એટલે બે પગના બે અંગૂઠા એ પહેલું અંગ. બે પગનાં બે ઢીંચણ એ બીજું અંગ છે. બે હાથનાં બે કાંડાં એ ત્રીજું અંગ. બે હાથના બે ખભા એ ચોથું અંગ. મસ્તક પરની શિખા એ પાંચમું અંગ. કપાળ એ છઠ્ઠું અંગ, કંઠ એટલે ગળું એ સાતમું અંગ. હૃદય ïએ આઠમું અંગ અને નાભિ એટલે ડૂંટી એ નવમું અંગ. પરમાત્માની આગળ ધૂપ, દીપ, અક્ષત, ફળ અને નૈવેદ્ય મૂકવાં એને અગ્રપૂજા કહે છે. ચૈત્યવંદન અને દેવવંદનની વિધિને ભાવપૂજા કહે છે.

તીર્થંકર પરમાત્મા ભરત ક્ષેત્રમાં હૈયાત નથી, પરંતુ તેમનાં દર્શન તેમની પ્રતિમા દ્વારા કરી શકાય છે. તેમની પવિત્ર પ્રતિમાનાં દર્શનથી તેમના ગુણોનું અને તેમના જીવનનું સ્મરણ થાય છે. તેમની અદ્ભુત દિવ્યતાનો ખ્યાલ આવે છે. એ રીતે ભાવિકોનાં નેત્રો અને ચિત્ત પાવન થાય છે. તીર્થંકર પરમાત્માના પવિત્ર નામનું ભાવપૂર્વક વારંવાર શ્રવણ કરવાથી કર્મક્ષય થાય છે. તેમના અદ્ભુત ગુણોના જ્ઞાનથી તેમનાં દિવ્ય દર્શનથી અને વિવિધ રાગરાગિણીથી ગવાયેલા સ્તવનથી આપણે સૌ તેમની વધુ ને વધુ નજીક આવીએ છીએ. તીર્થંકર ભગવંતોની ઉત્તમ ભાવના આખરે ઉત્તમ અવશ્ય બની શકે છે. પંન્યાસ શ્રી પદ્મવિજયજીએ એથી જ ગાયું છે કે ‘જિન ઉત્તમ ગુણ ગાવતા, ગુણ આવે નિજ અંગ.’ અંતે તો આ બધા જ કૃપાવંત પરમાત્માને પ્રાર્થના કરવાની રહે કે અમારું જીવન ધર્મમય, સંસ્કારમય, નીતિમય અને ભક્તિમય બની રહે. અસાર એવા દુ:ખમય સંસારથી છૂટવા, ભવાટવીથી છુટકારો પામવા માટે હે પ્રભુ હું વહેલામાં વહેલો સંયમવેશ લઈ શકું એવો માર્ગ ખુલ્લો કર.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK