વધેલાં જોખમોની સ્થિતિમાં ડરવાને બદલે રોકાણો અને પ્રવૃત્તિઓને સંકોરી લેવાં

સોવિયેટ સંઘ સાથેના શીતયુદ્ધનો અંત આવ્યા બાદ વિશ્વની પરિસ્થિતિને જોઈને અમેરિકન આર્મી વૉર કૉલેજે ‘VUCA’ શબ્દપ્રયોગ શરૂ કર્યો હતો.

મની-પ્લાન્ટ - મુકેશ દેઢિયા


પ્રવર્તમાન સંજોગો કે પરિસ્થિતિમાં જ્યારે ચંચળતા, અનિશ્ચિતતા, જટિલતા અને અસ્પષ્ટતા (વૉલેટિલિટી, અનસર્ટેન્ટી, કૉમ્પ્લેક્સિટી ઍન્ડ ઍમ્બિગ્યુઇટી- ‘VUCA’) એ ચારે પરિબળો મોજૂદ હોય ત્યારે એના માટે શબ્દનો પ્રયોગ થાય છે. એથી જ હાલની વૈશ્વિક સ્થિતિ ‘VUCA’ છે અને વિશ્વ ‘VUCA વર્લ્ડ’ છે.

જો શીતયુદ્ધ પતી ગયા પછીના સમયની એટલે કે ૧૯૯૦ના દાયકાની આ વાત હોય તો અત્યારે આપણે કેમ એની ચર્ચા કરી રહ્યા છીએ? ૨૦૧૭નું વર્ષ ઇક્વિટીમાં રોકાણની દૃષ્ટિએ સારામાં સારું હતું. અમેરિકામાં વૃદ્ધિદર વધવા લાગ્યો હતો અને યુરોપમાં પણ એવું જ થયું હતું. ચીન પોતાની આર્થિક વૃદ્ધિ ટકાવી રાખવા સખત જહેમત ઉઠાવી રહ્યું હતું અને ભારતે નોટબંધી તથા ઞ્લ્વ્ના અમલની સ્થિતિને સારી રીતે સહન કરી લીધી હતી.

માત્ર ભારતમાં નહીં, વિશ્વભરમાં શૅરબજારોના ઇન્ડેક્સ ઊંચે ને ઊંચે ચડતા ગયા હતા. ઉદ્યોગોને ક્રૂડ ઑઇલ અને કંપનીઓને વ્યાજના દર એ બન્ને અસર કરનારી બાબતો છે. ગયા વર્ષે ક્રૂડના ભાવ અને વ્યાજના દર બન્ને નીચા હતા. એને લીધે વૃદ્ધિ થઈ, વપરાશ વધ્યો અને રોકાણો પણ વધ્યાં.

બ્રિટન યુરોસમૂહમાંથી નીકળી ગયું, ગ્રીસ પણ નીકળવાની વાતો ચાલતી હતી, ઉત્તર કોરિયાએ અણુશસ્ત્રો સાથેનાં અડપલાં ચાલુ રાખ્યાં અને ચીનમાં આર્થિક વૃદ્ધિનો પરપોટો ફૂટી જવાનું જોખમ ઊભું થયું. આમ છતાં શૅરબજાર વધ્યાં; ખૂબ વધ્યાં.

જોકે બધા દિવસો સરખા નથી હોતા. નવા વર્ષનો પહેલો ઝટકો લૉન્ગ ટર્મ કૅપિટલ ગેઇન્સ ટૅક્સને લીધે લાગ્યો છે. ૨૦૧૮-’૧૯ના બજેટમાં આ કરવેરો ૧૮ વર્ષે લાગુ કરવામાં આવ્યો અને એની અસર તળે ભારતીય શૅરબજાર તૂટ્યું છે. ક્રૂડના ભાવ પણ વધીને પ્રતિ બૅરલ ૭૦ ડૉલર સુધી પહોંચી ગયા છે. આપણને એ સ્થિતિ પણ ડરાવી રહી છે. આ ભાવ હજી વધશે તો કરન્ટ અકાઉન્ટ અને રાજકોષીય ખાધ પર એની પ્રતિકૂળ અસર થશે. વ્યાજદર ફક્ત ભારતમાં નહીં, વિશ્વભરમાં વધારવાની હિલચાલ ચાલી રહી છે. આપણે ત્યાં ૧૦ વર્ષની મુદતની સરકારી સિક્યૉરિટીઝમાં વ્યાજદર આશરે ૭.૭૫ ટકાનો થઈ ગયો છે. એના લીધે આપણી ચિંતા વધી છે.

સરકારે ખેડૂતોના પાક માટે ટેકાના ભાવમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે. ખેડૂતોની દૃષ્ટિએ આ નિર્ણય ઘણો જ સારો છે, પરંતુ એનાથી ફુગાવો વધવાનું જોખમ છે. ફુગાવો વધશે તો વ્યાજદર પણ વધારવામાં આવશે. એકંદરે આ બધું અર્થતંત્ર માટે અને ખાસ કરીને ઇક્વિટી માર્કેટ માટે જોખમી છે. અત્યારે સ્ટૉક્સના ભાવ ઘણા વધી ગયેલા છે.

હવે તો કંપનીઓની આવક વધે તો જ સ્ટૉક્સના ભાવ ઉપર ટકી શકશે. આમ ૨૦૧૮ ‘VUCA વર્લ્ડ’ની સ્થિતિ લઈને આવ્યું હોય એવી આશંકા છે. અત્યાર સુધી સામે આવેલાં જોખમી પરિબળોની વાત આપણે ઉપર કરી ગયા. અમેરિકાએ નબળા અર્થતંત્રની ગાડી પાટે ચડાવવા માટે શરૂ કરેલો સરકારી સહાયનો કાર્યક્રમ સમેટી લીધો છે. આમ નવા-નવા સંજોગો ઊભા થયા છે અને આપણા પર એની શું અસર થશે એ વિશે કંઈ કહી શકાય નહીં. ‘VUCA વર્લ્ડ’ને લીધે જ આંતરરાષ્ટ્રીય માર્કેટ્સમાં સોનાના ભાવ વધવા લાગ્યા છે.

આપણા નાણાપ્રધાન આ વાત પારખી ગયા છે. એથી જ તેઓ ગોલ્ડ મૉનેટાઇઝેશન સ્કીમમાં ફેરફાર કરવાના છે, જેથી આપણાં ઘરોમાં પડેલું સોનું બહાર નાણાકીય પ્રવાહિતા વધારવામાં ઉપયોગી થઈ શકે. હવે જો બીજી કોઈ પ્રતિકૂળ સ્થિતિ સર્જા‍શે તો વિદેશી સંસ્થાકીય રોકાણકારોને આપણાં બજારોમાંથી નાણાં પાછાં ખેંચી જતાં વાર નહીં લાગે. એવામાં આપણી કરન્સી અને આયાત પર અવળી અસર થશે. પરિણામે ફુગાવો વધશે અને વ્યાજદર પણ વધશે.

ઇક્વિટી માર્કેટનો સ્વભાવ જ એવો છે કે નીચામાં અથવા ઉપરમાં લાંબા સમય સુધી અતાર્કિક રીતે વર્તવા લાગે. એથી જ કહેવાય છે કે જ્યાં સુધી લાભ મળતો હોય ત્યાં સુધી લઈ લેવો. પ્રતિકૂળ સંજોગોથી સાવધાન રહેવું અને સમય જોઈને એના અનુસાર વર્તન કરવું. એથી જોખમો વધવાની આશંકાને લીધે હવે રોકાણો અને પ્રવૃત્તિઓને સંકોરી લેવાનો સમય આવી ગયો છે. જોકે આમાં ડરીને કંઈ કરવાનું નથી. આપણે ઍસેટ્સની ફાળવણી માટે લીધેલા નિર્ણયને વળગી રહેવાનું છે. જો મનમાં કોઈ શંકા ઊભી થાય તો નાણાકીય સલાહકારને પૂછી લેવું. ઘણા વખતથી તેમને મળવાની જરૂર લાગી ન હોય તો કંઈ વાંધો નહીં, પણ હવે મળી લેવું.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK