કેસરની દિવ્ય સુગંધ ને બીજા આરોગ્યપ્રદ લાભની કથા

હું જ્યારે પણ જૈન દેરાસરમાં જાઉં છું ત્યારે ઘણા ભક્તોને સુખડ ઘસતી વખતે એમાં કેસરના થોડા તાંતણા નાખતા જોઉં છું.

પ્રેરણાની પળે - કાન્તિ ભટ્ટ

ભારત અને ચીનના રાજા-મહારાજા અને સાધુઓનાં વસ્ત્રોને કેસરી રંગ આપવામાં શુદ્ધ કેસર વાપરતા હતા એ કેસરની અવમાનના હતી, પણ હવે જૈનો દેરાસરમાં કે હિન્દુઓ મંદિરમાં કેસર થકી દેવની પૂજા કરે છે.

જૈનો મહાવીરની મૂર્તિને કેસરયુક્ત ચંદનનું ટીલું કરે છે. ઇન્દિરા ગાંધી વડાં પ્રધાન હતાં ત્યારે મહાવીરની ૧૦૦૦ વર્ષ (બાહુબલી) જૂની મૂર્તિનો શ્રવણબેલગોલામાં મહામસ્તકાભિષેક કર્યો ત્યારે ચંદન, હીરા, મોતી અને કીમતી નંગોથી બાહુબલી દેવની પૂજા કરી હતી. હું એ સમયે બીજા પત્રકારો સાથે ગયો હતો. ઇન્દિરા ગાંધીએ મૂર્તિને ધરેલા કીમતી નંગો પૈકી એક નંગ મેળવવા હું ભાગ્યશાળી થયો હતો. એ મારી વીંટીમાં મઢાવ્યો છે. ભલે તમે લોકો મને અંધશ્રદ્ધાળુ કે શ્રદ્ધાળુ જે કહેવું હોય એ કહો, પણ મહાવીર પરનો હીરો મેં પહેર્યો ત્યારથી મને નાણાંનું-પૈસાનું સંકટ આવ્યું નથી.

ડાઇ, પરફ્યુમ, દવાઓ અને શરીરને ધોવામાં ભલે કેસર વપરાય; પણ એની વૈદકીય અસર કે લાભ છોડવા ન જોઈએ. ઘણા ભારતીયો અને યુરોપિયનો કહે છે કે કેસર મૂળ તો ચીનથી આવ્યું, પણ ચાઇનીઝ હર્બલિસ્ટ (છોડના ઔષધીય નિષ્ણાત) ડૉ. વાન ઝેન કહે છે કે કેસરનું મૂળ ઘર કાશ્મીર છે અને કાશ્મીરમાં શરૂમાં માત્ર ભગવાન બુદ્ધને કેસર ધરવામાં આવતું હતું. હવે તો યુરોપિયનો, અમેરિકનો જ નહીં; કેટલાક ભારતીય મૅન્યુફૅક્ચરરો દારૂમાં પણ કેસર વાપરે છે!

કાશ્મીરમાં સરહદ પર ભારત-પાકિસ્તાનના લશ્કરીઓ બથોડાં લે છે ત્યારે કાશ્મીરનાં ખેતરમાં બે સપ્તાહ સુધી રાત-દિવસ કેસરનાં ફૂલની લણણી ખેડૂતો કરતા હોય છે. ઘણા કેસરને સોના કરતાં મૂલ્યવાન ગણે છે, પણ બીજી રીતે સોનાની તોલે કોઈ ચીજ ન આવે. ઊભી બજારે તમે સોનું વેચી શકો, પણ કેસરની પડીકી નહીં. એ દૃષ્ટિએ સોનું મહત્વનું છે. એની ઉપયોગિતા કેસર જેટલી જ છે.

દક્ષિણના ગુરુવાયુર મંદિરનો જમ્મુ ઍન્ડ કાશ્મીર એગ્રો ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ કૉર્પોરેશન સાથે રૂટીન કૉન્ટ્રૅક્ટ છે અને દેવની પૂજા માટે દર મહિને ૧૦ કિલો શુદ્ધ કેસર ખરીદે છે. આપણા દેવ પણ નાથદ્વારાથી માંડીને દક્ષિણ ભારતનાં મંદિરો સુધી કેસરના જાણે મોહક છે! વચ્ચે હું તમને ભલામણ કરું છું કે પરદેશથી કે દુબઈથી કે શારજાહથી કેસર મંગાવો તો ‘તાજમહલ’ બ્રૅન્ડનું મગાવજો. ભારતમાં બેબી બ્રૅન્ડ, શાલીમાર બ્રૅન્ડ, નૂર બ્રૅન્ડ, લાયન બ્રૅન્ડ, સાãત્વક પ્યૉર બ્રૅન્ડ વગેરે બ્રૅન્ડનાં કેસર મળે છે. આ બ્રૅન્ડ વિશ્વાસપાત્ર છે. આયુર્વેદમાં ચરકે અને સુશ્રુતે કેસરના ગુણો વર્ણવ્યા છે. કેસરનું યોગ્ય સેવન હૃદય અને મગજને શક્તિ આપે છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK