દાળ અને શાકમાં નાખેલા મીઠા લીમડાને કચરો સમજીને કાઢી તો નથી નાખતાને?

જેમ કડવો લીમડો અનેક રીતે શરીર માટે સ્વાસ્થ્યકારક છે એમ રૂટીન ભોજનમાં સોડમ વધારવા માટે વપરાતાં કઢીપત્તાંથી પાચન સુધરે છે, વાળ કાળા રહે છે, આંખો અને લિવરની કામગીરી સુધરે છે

dal

આયુર્વેદનું A ૨ Z - ડૉ. રવિ કોઠારી

ભારતીય ઢબે દાળ-શાક કે કઢી વઘારતી વખતે મીઠો લીમડો અચૂક વપરાય છે. જોકે મોટા ભાગના લોકો જ્યારે એ વાનગીઓ થાળીમાં પીરસાય ત્યારે એને કચરો ગણીને બહાર કાઢી નાખે છે. મીઠા લીમડાનાં પાન તેલ કે પાણીમાં ભળીને ખોરાકમાં સોડમ ઉમેરવાનું કામ કરી જ લે છે, પણ એ છતાં એનાં પાનમાં ઘણા ગુણો છે. એને કચરાની જેમ કાઢી નાખવાં એટલે ગુણકારી ચીજને થાળીમાંથી ફેંકી દેવા બરાબર કહેવાય.

ગુણની દૃષ્ટિએ જોઈએ તો મીઠો લીમડો શીતળ, કડવો, તૂરો અને લઘુ છે. મીઠા લીમડાનાં પાન અનેક રીતે શરીર માટે ઉપયોગી છે. સૌથી મોટો ઉપયોગ એનો પાચનમાં થાય છે. કબજિયાત રહેતી હોય તો પણ એ વપરાય અને ઝાડા થઈ ગયા હોય તો પણ. જેમને પચેલા મળનું સારણ થવામાં તકલીફ હોય તેમણે તો ખાસ ભોજનમાં વપરાતાં લીમડાનાં પાન ચાવી જવાં જોઈએ એટલું જ નહીં, મુખવાસની જેમ ચાર-પાંચ પાન

ચાવી-ચાવીને પેટમાં ઉતારવાની આદત રાખવી જોઈએ. જુલાબ અને જુલાબમાં લોહી પડતું હોય તો મીઠા લીમડાના રસમાં મધ ઉમેરીને લઈ શકાય. ઇન ફૅક્ટ, મીઠા લીમડાનાં પાંચ-દસ પાનને એક ગ્લાસ પાણીમાં ઉકાળીને પીવાથી પાચન સંબંધિત સમસ્યાઓમાં રાહત થઈ શકે છે. ïમીઠા લીમડાનાં પાનમાં લોહતત્વ અને ફૉલિક ઍસિડનું પ્રમાણ સારુંએવું છે. હીમોગ્લોબિન ઓછું રહેતું હોય એવા લોકોએ મીઠા લીમડાનાં પાનની ચટણી જરૂર ખાવી જોઈએ. હાડકાં અને સ્નાયુઓની મજબૂતી માટે ફૉલિક ઍસિડ મહત્વનો ભાગ ભજવે છે. હીમોગ્લોબિનની કમીને કારણે એનીમિયાનો ભોગ બનેલા રોગીઓએ રોજનાં પાંચ કઢીપત્તાનાં પાન ખાવાનો નિયમ રાખવો. કાચાં પાન ચાવીને કે ચટણી બનાવીને ખાઓ તો પણ ચાલે. ચટણી તાજી જ બનાવેલી લેવી. વાટીને ફ્રિજમાં ભરી રાખવાથી એમાં રહેલાં પોષક તkવો ઘટી જાય છે.

મીઠા લીમડાનાં પાન આંખો અને લિવરના સ્વાસ્થ્યમાં પણ મહત્વનો ભાગ ભજવે છે. પાનમાં કૅરટનૉઇડ્સ કેમિકલ હોય છે જે કૉર્નિયાને ડૅમેજ થવાનું રિસ્ક ઘટાડે છે. આ ઘટકની કમીને કારણે આંખની દૃષ્ટિ નબળી પડવી, રાતના સમયે જોવામાં તકલીફ પડવી, રંગોની સ્પષ્ટતા ઓછી દેખાવી જેવી સમસ્યા થાય છે. આ કેમિકલની હાજરીને કારણે ધૂંધળું દેખાવાનું તેમ જ વિઝનને લગતી સમસ્યાઓ થવાનું રિસ્ક ઘટે છે.

મીઠા લીમડાની ચટણીમાં જો તમે લીંબુ નીચોવીને લેવાનું રાખો તો એનાથી લિવરની કામગીરી સરળતાથી થતી રહે છે. શરીરમાં પેદા થતા અને બહારથી પ્રવેશતાં નકામાં અપદ્રવ્યોને બહાર ફેંકી દેવા માટે લિવરની સક્રિયતા અતિઆવશ્યક છે. મીઠા લીમડામાં રહેલું કૅમ્પ્રેફોલ નામનું કેમિકલ જ્યારે વિટામિન-A અને વિટામિન-C સાથે મળે તો એનાથી લિવરની સફાઈનું કામ સ્મૂધ થઈ જાય છે. એમાં રહેલાં ઑક્સિડેશનની ક્રિયાને અવરોધતા ઘટકોની હાજરીને કારણે કૉલેસ્ટરોલ જમા થવાની અને પ્લાકની જેમ જામીને રક્તવાહિનીઓને સાંકડી થવાની સમસ્યા ઘટે છે. એ રીતે જોતાં મીઠા લીમડાનું નિયમિત સેવન હાર્ટ-ડિસીઝથી પણ બચાવે છે.

મીઠા લીમડાના પ્રયોગો વાળ અને ત્વચા માટે પણ બહુ જ ફેમસ છે. રોજ પાંચથી દસ પાન ચાવીને ખાવાથી વાળ અકાળે સફેદ થતાં અટકે છે. વાળ ખરવાની સમસ્યા ઓછી થાય છે. લીમડાનાં પાન વાટીને એને વાળના મૂળિયામાં લગાવવાથી વાળ સ્વસ્થ, ચમકીલા અને મજબૂત બને છે. મૉડર્ન મેડિસિનની ભાષામાં કહીએ તો મીઠા લીમડામાં ઍન્ટિ-ઑક્સિડન્ટ, ઍન્ટિ-બૅક્ટેરિયલ અને ઍન્ટિ-ઇન્ફ્લૅમેટરી ઘટકો હોય છે એને કારણે ત્વચાના ફંગલ ઇન્ફેક્શન, લાલાશ, રેશિઝ, ખીલ જેવી સમસ્યામાં પણ મીઠો લીમડો ઔષધ જેવું કામ આપે છે. જેમને લોહીમાં કે યુરિનમાં શુગર વધી જતી હોય તેમણે તો ખોરાકમાં મીઠા લીમડાનો વપરાશ અવશ્ય કરવો જોઈએ. જેમના પરિવારમાં ડાયાબિટીઝની હિસ્ટરી હોય તેમણે એના જોખમથી બચવા માટે મીઠા લીમડાનું સેવન ચાલુ કરી દેવું જોઈએ. બૉર્ડર લાઇન પર શુગર-લેવલ વધી રહ્યું હોય તો સતત ત્રણ મહિના સુધી રોજ સવાર-સાંજ પાંચ-પાંચ પાન મીઠા લીમડાનાં ફ્રેશ ચાવીને ખાવાં.

કાળજી શું?

૧. રોજના દસથી પંદર મીઠા લીમડાનાં પાન ચાવીને ખાઈ શકાય.

૨. પાચનની નિયમિત તકલીફ રહેતી હોય તો મીઠો લીમડો, ફુદીનો, લીંબુ, જીરું અને સંચળ મેળવીને બનાવેલી ચટણી રોજ ભોજનમાં વાપરી શકાય.

૩. મૅક્સિમમ ફાયદા માટે ફ્રેશ પાન ખાવાં અથવા તો એનો ઉકાળો બનાવીને પીવો જોઈએ.

૪. મીઠા લીમડાની ચા બનાવીને લેવી હોય તો એ માટે પાનને ધોઈને કોરાં કરીને છાંયડે સૂકવવાં. સુકાયેલાં પાનને સાફ કરીને ખાંડીને હવાચુસ્ત બરણીમાં ભરી લેવાં.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK