ક્યારેક આપણે સાચો નિર્ણય લેતા હોઈએ છીએ અને ક્યારેક નિર્ણયને સાચો ઠેરવતા હોઈએ છીએ

આપણને શરૂઆતમાં દેખાયેલાં બીમારીનાં લક્ષણો પર આધારિત હોય છે.

મની-પ્લાન્ટ - મુકેશ દેઢિયા


જીવનમાં પળેપળે આપણે નિર્ણયો લેવા પડે છે. ક્યારેક રોજિંદા અને રાબેતા મુજબના, તો ક્યારેક મહkવના. તરસ લાગવા જેવી સામાન્ય બાબત હોય તો પણ આપણે નિર્ણય લેવો પડે છે કે અત્યારે જ ઊભા થઈને પાણી પી લેવું કે પછી હાથમાં લીધેલું કામ પતાવીને પાણી પીવા માટે ઊભા થવું.  પરિવારમાં કોઈ માંદું પડે ત્યારે એ નિર્ણય લેવાનો હોય છે કે ઘરગથ્થુ ઉપચાર કરવો કે ફૅમિલી-ડૉક્ટર પાસે જવું કે પછી સ્પેશ્યલિસ્ટ પાસે જવું. ઉપચાર કરાવવાને લગતો નિર્ણય રાબેતા મુજબનો છે કે તાકીદનો છે એ બાબત આપણા અગાઉ લીધેલા કોઈ નિર્ણય પર આધારિત હોય છે અથવા તો આપણને શરૂઆતમાં દેખાયેલાં બીમારીનાં લક્ષણો પર આધારિત હોય છે. એથી નિર્ણય લેતી વખતે એ જાણવાનું શક્ય નથી હોતું કે એ નિર્ણય સાચો છે કે ખોટો.

એક-દિવસીય ક્રિકેટની વાત કરીએ તો લગભગ બધી જ ટીમો શરૂઆતની ૪૦ ઓવરોમાં સાવધાનીપૂર્વક અને સ્થિર થઈને રમવાનું નક્કી કરતી હોય છે અને છેલ્લી દસ ઓવરમાં આક્રમક રમત રમવાનો નિર્ણય લેતી હોય છે. આ આક્રમકતા પણ છેલ્લી પાંચ ઓવરમાં ચરમસીમાએ પહોંચી જાય છે. જોકે શ્રીલંકાએ જયસૂર્યા એની ટીમમાં હતો એ વખતે આ પદ્ધતિમાં ફેરફાર કર્યો. જયસૂર્યા ઇનિંગ્સનું ઓપનિંગ કરવા આવતો અને આઉટરફીલ્ડમાં ફીલ્ડરો ગોઠવવા બાબતે નિયંત્રણ હોય એવા સમયે પ્રથમ ૧૫ ઓવરમાં તેને આક્રમક રમત રમવાનું કહેવામાં આવતું. ક્યારેક એ ઘણા ઓછા રન કરીને આઉટ થઈ જતો. જોકે તે એટલી ઉત્કૃક્ટ રમત રમતો કે શ્રીલંકાની ટીમ ૧૯૯૬માં વલ્ર્ડ કપ ટ્રોફી જીતી શકી. જયસૂર્યાને વહેલો રમવા મોકલવાનો નિર્ણય સાચો છે કે ખોટો એ શરૂઆતમાં કરી શકાયું નહોતું, પણ જયસૂર્યાએ એ નિર્ણયને સાચો કરી બતાવ્યો.

બિઝનેસ વધી રહ્યો હોય એવા સમયે માલિક જો કોઈ વ્યક્તિને ભાગીદાર બનાવવાનો નિર્ણય કરે તો પોતાના અમુક અધિકારો તેણે ભાગીદારને આપવા પડે છે. ભાગીદારને લઈને પોતાના અધિકારો તેની સાથે વહેંચવાનો નિર્ણય સાચો છે કે ખોટો એ શરૂઆતમાં નક્કી થતું નથી, પરંતુ જ્યારે બન્ને ભાગીદારો ભેગા મળીને પ્રામાણિકતાપૂવર્‍ક અને બુદ્ધિ તથા સખત મહેનતના જોરે સફળ થાય ત્યારે જ એ નિર્ણય સાચો ઠરે છે. એક દૂરંદેશી વ્યક્તિ હંમેશાં પોતાના નિર્ણયને સાચો ઠેરવવા માટે મહેનત કરતી હોય છે. નિર્ણયને સાચો ઠેરવવા માટે દૃઢતા અને ધીરજ એ બન્ને અગત્યના ગુણ છે.

રોકાણ કરવાના નિર્ણયનો સંબંધ છે ત્યાં સુધી કહેવું ઘટે કે બજારને પોતાના વશમાં કરવાનું શક્ય નથી હોતું, પરંતુ ભાવિ પરિસ્થિતિમાં કઈ રીતે પ્રતિક્રિયા કરવામાં આવે છે એના આધારે આપણો નિર્ણય સાચો કે ખોટો ઠરે છે. બજારમાં કેવી હિલચાલ થશે એ આપણા હાથની વાત નથી, પરંતુ રોકાણકાર જ્યારે સારું વળતર કે ઓછું વળતર મેળવે છે ત્યારે એની સંપૂર્ણ જવાબદારી તેની પોતાની હોય છે.

સેન્સેક્સ ૧૯૯૨માં, પછી ૨૦૦૦માં અને પછી ૨૦૦૮માં એમ ત્રણ વખત ટોચે પહોંચ્યો હતો. જે માણસે એ ટોચની સપાટીએ રોકાણ કર્યું હશે તેનો ર્પોટફોલિયો પછીથી ઘણો ઘટી ગયો હશે. એકે (રોકાણકાર ‘અ’) ગભરાઈને નુકસાન ખમીને રોકાણ ઉપાડી લીધું, જ્યારે બીજાએ (રોકાણકાર ‘બ’) રોકાણ રાખી મૂકવાનો નિર્ણય લીધો. જેણે ધીરજ ધરીને રોકાણ રાખી મૂક્યું તેને પછીથી આવેલી નવી ટોચની સપાટીએ ઘણો મોટો લાભ મળી શક્યો. વળી ત્રીજાએ (રોકાણકાર ‘ક’) માત્ર રોકાણ રાખી મૂક્યું નહીં, પણ બજાર ઘટuું એવા સમયે ખરીદી કરીને રોકાણમાં ઉમેરો કર્યો. આ રીતે વધુ રોકાણ કરવાથી એનો સરેરાશ ખરીદીભાવ ઓછો થઈ ગયો. બજારની પછીથી આવેલી નવી ટોચની સપાટીએ આ રોકાણકારના ર્પોટફોલિયોના મૂલ્યમાં ધરખમ વધારો નોંધાયો. આ ઉદાહરણ પરથી આપણે જોઈ શકીએ છીએ કે આ ત્રણે રોકાણકારો (અ, બ અને ક) એક જ સમયે બજારમાં પ્રવેશ્યા, પરંતુ તેમના નફા અને નુકસાનના પ્રમાણમાં તફાવત હતો. રોકાણકાર ‘અ’એ રૂપિયા ગુમાવ્યા, રોકાણકાર ‘બ’ થોડા રૂપિયા કમાયો અને રોકાણકાર ‘ક’ સૌથી વધુ નફો મેળવી શક્યો.

ઉપરોક્ત ઉદાહરણ પરથી પુરવાર થાય છે કે પ્રથમ નિર્ણય વખતે માણસ કદાચ નસીબદાર હોઈ શકે, પરંતુ એ નિર્ણયને સાચો ઠેરવવાનું કામ દરેકનું પોતપોતાનું હોય છે. પ્રથમ વખતનો નિર્ણય જ સાચો ઠરે એ માટે માણસની પાસે જ્ઞાન, બુદ્ધિચાતુર્ય અને અનુભવ હોવાં જરૂરી છે. જોકે આ બધું હોવા છતાં પણ કોઈ ગૅરન્ટી નથી હોતી કે લીધેલો નિર્ણય સાચો જ હોય. આમ છતાં આ ગુણ તમારામાં હોય તો તમે પોતાના નિર્ણયને સાચો ઠેરવવાનો આત્મવિશ્વાસ જરૂરી રાખી શકો છો.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK