મોહન બોલ્યા, મોહનથાળમાં મીઠાશ છે એટલી મોહનના થાળમાં નથી

‘ઓત્તારીની એય અક્કલમઠ્ઠા, બીજાં મંદિરોમાં દેવકી જોઈ? અરે દોઢ વાગવા...’

મનોરંજનથી મનોમંથન - સુભાષ ઠાકર

(ગયા રવિવારથી આગળ)
ઠાકર અંકલ, મેં મંદિરમાં ખૂબ રાહ જોઈ. ભક્તોનું ટોળું રાતના દોઢ વાગ્યે પણ કૃષ્ણજન્મની કાગડોળે રાહ જોતું હતું ને પૂજારી કૃષ્ણશંકર શાસ્ત્રીની. મેં પૂજારીને કીધું, ‘ભઈલા, આ બધાં જ મંદિરોમાં કૃષ્ણજન્મ થઈ ગયો ને એ ટોળું પણ અહીં આવી ગયું. બારના બદલે આ દોઢ થયો તોય તારા હનુમાન મંદિરમાં કૃષ્ણ જનમતા કેમ નથી. વૉટ્સ ધ રૉન્ગ વિથ હિમ? જો બકા, એક વાત સમજી લે. હું તારી બાના સોગંદ ખાઈને કઉં છું કે મારી બાને સારા દિવસો જતા હતા ત્યારે મેં આટલી રાહ નહોતી જોવડાવી ને મારો દીકરો પણ સમયસર ટપકી પડેલો અને અહીં સાડાત્રણ કલાકથી કનૈયાની વાટ જોતાં-જોતાં મારા ટાંટિયાની વાટ લાગી ગઈ. યુ નો? છેલ્લી બેતાલીસ મિનિટથી પૂજ્ય હનુમાનજી પોતે પણ ટેન્શનમાં છે કે મારા જ મંદિરમાં કૃષ્ણજન્મને કેમ આટલી વાર? મારા ભક્તો મારાં દર્શન ક્યારે કરશે? નાઓ ટેલ મી...’

‘અબે એય પૂજારિયા, કૃષ્ણ ક્યારે જનમશે બોલ?’ ટોળામાંથી એકભક્ત ભડક્યો.
‘મને શું ખબર? હું થોડો મા દેવકી છું તે...’

‘ઓત્તારીની એય અક્કલમઠ્ઠા, બીજાં મંદિરોમાં દેવકી જોઈ? અરે દોઢ વાગવા...’

‘પ્લીઝ તમે મારા મગજની મેથી ન મારો. આઇ ઍમ ઑલ્સો ઇન ઉલઝન. આઇ નો એવરીથિંગ બટ યુ નો? હમણાં કૃષ્ણશંકર શાસ્ત્રીનો મોબાઇલ આવ્યો કે હજી આવતાં કમ સે કમ અડધો કલાક લાગશે ને મારી હાજરી વગર કૃષ્ણ જનમવો ન જોઈએ. બધા ભક્તોને ધીરજ ધરવાનું...’

‘કેમ ભૈ, બાપાનો માલ છે? એ કહે...’

‘અરે આમાં બાપાના કે બાના માલની વાત જ નથી, પણ હવે કૃષ્ણ જનમનું દેવકીના કે મારા હાથમાં નથી, પણ કૃષ્ણશંકર શા...’

‘અરે તારા કૃષ્ણશંકરની તો હમણાં કઉં એ...’

‘નઈ, હમણાં કંઈ કહેતા નઈ. પ્લીઝ, મને ભગવાન કૃષ્ણ નઈ કૃષ્ણશંકર શાસ્ત્રી સાચવે છે એટલે... મારી નોકરી જતી રહેશે...’

‘અરે તેલ પીવા ગઈ તારી નોકરી ને તું. તારી તો નોકરી જ જશે, પણ આ ભીડમાં કોઈનો જીવ જતો રહેશે તો? નોકરી જાય તો બીજી મળે; જીવ ગયો એ ગયો, બીજો ન મળે... અન્ડરસ્ટૅન્ડ? લિસન હવે, કૃષ્ણજન્મનું તારા એ શાસ્ત્રીના હાથમાં કે પગમાં હોય કે છાતી કે પેટમાં હોય, અમે ગણેલી પાંચ મિનિટ રાહ જોઈશું નઈતર...’

‘નઈતર-નઈતર કરી મને ગભરાવો છો? શું કરશો?’

‘અરે શું કરશું એ અમે જ નક્કી નથી કર્યું, પણ કંઈક કરશું. અરે અમે મંદિર બહાર કૃષ્ણ વગર જન્મોત્સવ ઊજવશું. યુ નો મી પૂજારી? આ નંદ ઘેર આનંદ ભયોની ઘ્D વગાડી બધા ભક્તોને ણ્ભ્ આઇ મીન હરખપદૂડા બનાવી નચાવવાના છે.’

એટલામાં સૉરી ફૉર લેટ સૉરી કરતા શાસ્ત્રીનું આગમન થયું. પંદર જ સેકન્ડમાં પડદો ખૂલ્યો ને પાણીના છંટકાવ-શંખનાદ સાથે બોલો શ્રી કૃષ્ણ કનૈયાલાલ કી જયનો જયઘોષ ગુંજી ઊઠ્યો.

હનુમાનજી વિચારવા લાગ્યા કે ક્યારેય ઇસ્કૉન કે હવેલીમાં કોઈએ હનુમાનજયંતી ઊજવી? મારા મંદિરમાં બીજા ભગવાનનો આવડો મોટો જયનાદ? પણ આનંદ કરવાનો. આપણે ભગવાન છીએ, માણસ નથી... મારા જન્મદિન જેટલો જ આનંદ.

ત્યાંથી પૂજારીએ મને નંદ ઘેર આનંદ ભયોની ધૂન ચાલુ કરવા ઇશારો કર્યો. આખું ભક્ત ટોળું ડાન્સના મૂડમાં તૈયાર હતું. પણ આ શું?

સો મણનો ધડાકો ને ધબડકો... ધૂન શરૂ કરી તો ‘દેવા હો દેવા ગણપતિ દેવા, બોલો ગણપતિ બાપ્પા મોરયા પુઢચ્યા વર્ષીની’ ધૂન નીકળી. હું ચમક્યો. પૂજારી અચાનક સળગતી બીડી પર પગ મુકાઈ ગયો હોય એવો અઢી ઇંચ ઊછળ્યો. ભક્તોનું આખું ટોળું વાઇબ્રેટર મોડ પર આવી ગયું. વાતાવરણ તંગ થઈ ગયું ને શાસ્ત્રીજી દંગ થઈ ગયા ને સ્વરપેટી બહાર નીકળી જાય એટલા જોરથી બરાડ્યા, ‘ચંબુઉઉઉ, વૉટ ઇઝ ધિસ?’
‘સર, ધિસ ઇઝ ધૂન બટ...’ મેં ઠંડા કલેજે કીધું.
‘અરે બંધ કર તારું બટ ને ધૂન કર કટ... આ ધૂન...’
‘થઈ જાય સર, માણસથી
ભૂલ થઈ જાય. મૂળ કૃષ્ણની ધૂન કદાચ બાપુજી લઈ ગયા હશે ને
મોટો ગોટાળો...’

‘ઠોકી દો, કોઈ ભક્ત ઠોકી દો તો. મારી તબિયત બરાબર નથી એટલે... તેને કોઈ ડાબા હાથની બે ઠોકી દો... બુડથલ, બુદ્ધિના બળદિયા.’

‘સર, તમે મને બુદ્ધિના બળદિયા, બુદ્ધિની ગાય, ભેંસ કે બકરી કે આખલો કહો; પણ મારી અંગત વિનંતી છે કે ગણપતિ બાપાની ઘ્D વાગી જ છે તો ગણપતિને ઊજવીએ. પછી કૃષ્ણની ઘ્D આવશે ત્યારે... મૂળ તો એ પણ ભગવાન જ છેને?’

‘ચૂઉઉઉપ!’ શાસ્ત્રીનો અવાજ તરડાયો. લાલચોળ થઈ ગયા. ‘કળિયુગ, ઘોર કળિયુગ આવ્યો છે. અરે કાલે ઊઠીને તારાથી મા કાળી ને કલ્યાણીવાળી માતાજીના ગરબાની ઘ્D ચાલુ થાય તો અમારે નવરાત્રિ શરૂ કરવી?’

‘હા, એમાં શું?’

‘ખબરદાર ચંબુડા, જો બીજી વાર ઘ્Dની ભૂલ કરી તો મંદિરની સીડી પરથી તને બહાર ફેંકી દઈશું. સમજ્યો? અરે કોઈ ભક્ત આને બહાર કાઢો નઈતર કૃષ્ણ જનમ નઈ...’

પછી બધા ભક્તોએ મને માર્યો
ને કાઢ્યો.

‘ઓકે, એમાં તને કપાળમાં ઢીમડું થઈ ગયું?’ મેં પુછ્યું.
‘ના અંકલ, ઢીમડું તો એક્સ્ટ્રામાં. એમાં એવું થયું કે ભક્તોના મારથી બચવા હું ભાગવા ગયો ત્યારે તમે મૂર્તિ જોઈ?’
‘હા.’
‘મૂર્તિની સામેની દાનપેટી જોઈ?’
‘હા.’
‘એ દાનપેટી સામેનો કઠેડો જોયો?’
‘અરે હા ભૈ હા.‘
‘એના ઉપર પેલો મોટો ઘંટ લટકે છે એ જોયો?’
‘હા જોયો.’
‘બસ એ મેં ન જોયો ને ધડામ કરતો માથામાં... ભાગીને આવ્યો.’

‘પણ તું ત્યાં ગયો શું કામ? તને કૃષ્ણએ આમંત્રણ આપેલું કે આ વર્ષ મારી ૫૨૪૪મી જયંતી છે તો પધારી શોભામાં અભિવૃદ્ધિ કરશો. તને કેટલાં થયાં? તારી ષãક્ટપૂર્તિની ઉજવણી વખતે તે આવ્યા? ના. તેણે દ્રૌપદીને ભલેને હોલસેલમાં ૯૯૯ સાડીઓ સપ્લાય કરી, પણ તારી બેબલીને ઝભલું દેવા આવ્યા? ના. ચલ એ જવા દે, તારા આ લેંઘાના ચારે બાજુથી લીરેલીરા નીકળી ગયા તો એકાદ નાનકડી ચડ્ડી પણ આપશે? ના. અને ભગવાન હોય તો શું થઈ ગયું? વાટકીવ્યવહાર તો બન્ને બાજુ હોવો જોઈએને? તારે જવાની જરૂર જ...’

‘જવું પડે અંકલ, મારા બાપુજીએ કીધેલું મંદિરમાં જઈએ તો ક્યારેય મંદી ન આવે.’
‘અરે બકા કબૂલ, પણ લોકો મંદી આવે છે ત્યારે જ મંદિર આવે છે. ઠોકર લાગે તો જ ઠાકોરનો દરવાજો ખખડાવે સમજ્યો? તે મંદિરમાંથી બહાર નીકળી ક્યારેય મળવા આવ્યો? જો બેટા, સાચું પૂછે તો મંદિરોમાં પણ કૅમેરા મુકાય છે. અજબ જમાનો આયો બેટા, આખી દુનિયાનું ધ્યાન રાખવાવાળા પર પણ ધ્યાન રખાય છે. મર્યા પછી આ બધા કૃષ્ણ, રામ, વિષ્ણુ, ઈસુ, અલ્લાહ બધા મળવાના જ છે; પણ જીવીએ ત્યાં સુધી ઘરમાં મા-બાપ બેઠાં હોય, નાનકડાં બાળકો કિલ્લોલ કરતાં હોય તોય તારે મંદિરમાં શોધવા જવું પડે? આપણે શું કામ સમય બગાડવાનો? પહેલાં મંદિરમાં જતો પછી એક દિવસ પ્રભુને કીધું કે હે પ્રભુ, તું ઠાકોર છે ને હું ઠાકર છું; તું તો ક્યારેક આવ... પણ એ તો ભગવાન, શેનો આવે?’

ત્યાં મારા ઘરનો દરવાજો ખખડ્યો. અત્યારે કોણ હશે? ‘અરે સાંભYયું? જો તો દરવાજે કોણ છે?’

‘અરે કહે છે હું કૃષ્ણ છું. મોહન...’

મોહન... હું ચમક્યો. મારા દરવાજે? ચંબુડા, આ પ્રભુ મંદિર છોડી મારા ઘરે? માનવામાં નથી આવતું... ‘પ્રભુ, મારે નથી મળવું. પ્લીઝ, તમે તમારા કરોડાના ખર્ચે બંધાવેલા મંદિરમાં ચાલ્યા જાઓ. અહીં તો તમને જે રોજ ખોટી પુજાવાની કુટેવ પડી છે, પણ સૉરી હું નઈ પૂજું. ને ખાવાપીવામાં તને મિષ્ટાન્ન મળે છે. ક્યારેક બાસુંદી, ક્યારેક સુખડી, ક્યારેક મોહનથાળ... ને અહીં આપણી આ નાનકડી ખોલીમાં તો ખીચડી-રોટલો-છાશ... એવું બધું ખાવું હોય તો જલદી બોલો...’
‘ઠાકરિયા,’ કૃષ્ણ બોલ્યા, ‘મંદિરમાં ઊભા-ઊભા થાકી ગયો. જે ફૂલ સુગંધ આપતાં હતાં એ જ થોડી વારમાં કરમાઈને દુર્ગંધ આપવા લાગ્યાં... ને આ બધાં મિષ્ટાન્નો ખાઈ-ખાઈ તબિયત બગડી છે.’

પછી મોહન બોલ્યા, ‘બકા, મોહનથાળમાં મીઠાશ છે એટલી મોહનના થાળમાં નથી.’
ને હું ભાવવિભોર બની ગયો. ‘સૉરી પ્રભુ, તારે તારું મંદિર છોડી મારા ઘરે આવવું પડ્યું...’
પછી હું, સરોજ, ચંબુ ને કૃષ્ણ સાથે ખીચડી, છાશ, રોટલો ખાવા બેઠાં.
આવો તમે પણ...
શું કહો છો?

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK