અલ્યા ભઈ, આ કૃષ્ણની ઉંમર વધશે કે દર વર્ષે જનમ જ લેશે?

‘અરે બાપ રે... પણ ગઈ કાલે તે તારે રિંગટેન ઓમ નમ: શિવાય હતે ને આજે...’
મનોરંજનથી મનોમંથન - સુભાષ ઠાકર

ગેવિંદા આલા રે આલા, જરા મટકી સંભાલ બ્રિજબાલા... આ ગીત જેવું કાને અથડાયું ને હું જેરદાર ચમક્યે. ‘અલી ડાર્લિંગ,’ મંે તમારાં સુરુભાભીને કીધું, ‘હજી તે સાડાનવ જ થયા છે ને કૃષ્ણજન્મ? અઢી અવર બિફેર? પ્રીમેચ્યૉર ડિલિવરી? મા દેવકીને મા બનવાની આટલી ઉતાવળ? અને...’

‘અરે ચૂઉઉઉપ... તમારે તે કયા નક્ષત્રમાં જનમ થયે છે એ જ ખબર નથી પડતી. અરે આ તમારી બાજુમાં પડેલા મારા મેબાઇલને રિંગટેન વાગે છે. જરા ધ્યાનથી સાંભળે...’

‘અરે બાપ રે... પણ ગઈ કાલે તે તારે રિંગટેન ઓમ નમ: શિવાય હતે ને આજે...’

‘હતે મારા બાપ હતે... મેં ના પાડી? પણ જન્માક્ટમી હેવાથી આજ સવારથી શંકરને રજા આપી ગેવિંદાને પ્રવેશ આપ્યે. સીઝન પ્રમાણે જે આપણે ભગવાન કે મંદિર બદલીએ તે રિંગટેન જ નઈ, આખે મેબાઇલ બદલાય... હવે ઉઠાવે, જુઓ કેને મેબાઇલ છે...’

‘કેને? કેને શું વળી? બિલ તારા નામે આવે છે તે મેબાઇલ તારે જ હેયને, એમાં બીજાને શું પૂછ...’

‘પ્લીઇઇઇઝ. મારા મગજની ભીની નસે સુકાઈ જાય ત્યાં સુધી ન ખેંચે, સાચું કહું? તમારા મેઢામાં એક કિલે ઘઉં-બાજરીના મિક્સ લેટની જેડી લૂગદી બનાવી બે હેઠ વચ્ચે ફિટમફિટ કરી પ્લાસ્ટર મારી ઉપર જાડી સ્ટેપલર પિન મારી તમારી બેલતી બંધ કરી દેવી જેઈએ. હે પ્રભુ, આ ઍન્ટિક પીસને મારી સાથે શું કામ... અરે સામે છેડે કેણ છે? પૂછે.’

‘ઓકે બાબા, અરે હેલે કેણ? કેઈ બેલતું નથી...’

‘અરે મેબાઇલ ઊલટે પકડ્યે છે ટેપાલાલ...’

‘ઓકે-ઓકે. કેણ?’

‘હું ચંબુ, અંકલ. હું કાળા હનુમાનના મંદિરમાં કાળિયા ઠાકેરની જન્મજયંતી ઊજવવા આવ્યે છું... જન્માક્ટમી.’

‘હેં? શું બેલ્યે? હનુમાનના મંદિરમાં કૃષ્ણની જન્માક્ટમી? તારું ઠેકાણે તે છેને. સાલું આ તે દાળમાં બિસ્કિટ બેળીને ખાતા હેઈએ એવું લાગે. હનુમાનના મંદિરમાં કૃષ્ણને જન્મ. વૉટ અ કૉમેડી.’

‘અરે અંકલ, આજે બધાં મંદિરમાં બાર વાગ્યે કૃષ્ણજન્મ થશે.’

‘અલ્યા ભઈ, આ કૃષ્ણની ઉંમર વધશે કે દર વર્ષે જનમ જ લેશે?’

‘પ્લીઝ અંકલ, ર્કેસ બહારના સવાલ ન કરે. હું બાર વાગ્યા પછી કૃષ્ણજન્મ પછી પ્રસાદ લઈને આવું છું. ઓકે?’ એટલું બેલી ચંબુએ મેબાઇલ કટ કર્યે.

રાત્રે સવાબાર વાગ્યે મારી ડેરબેલ રણકી. દરવાજે ખેલ્યે. પણ આ શું? ઉદાસ અને ઘાયલ ચહેરાવાળા ચંબુને પ્રવેશ... ઘાયલ ચંબુને પૂછ્યું, ‘શું થયું બકા? કેમ કેઈને સ્મશાને મૂકી આવ્યે હેય એવું મેઢું થઈ ગયું છે. કૃષ્ણજનમ ન થયે? કેની સાથે મારામારી...’

‘ન જવાય ઠાકર અંકલ, ન જવાય. કેઈ કરેડ રૂપિયા આપે તે પણ કેઈને સ્મશાનમાં મૂકવા જવું સારું, પણ કૃષ્ણજન્મ વખતે કેઈ મંદિરમાં ન જવાય.’ ચંબુએ રેતલ ચહેરે હૈયાવરાળ કાઢવાને શુભારંભ કર્યે. ‘કૃષ્ણને જનમવું હેય તે જનમે ને ન જનમવું હેય તે રહે એનાં ગેકુળ, મથુરા, દ્વારકા, વૃન્દાવન કે વૈકુંઠ... જ્યાં ફાવે ને ઇચ્છા હેય ત્યાં...’

‘શાંત થા બકા, બિલકુલ શાંત... યુ ને? સ્મશાનમાં ચિતા ભલે મરેલાને બાળે, પણ ક્રેધ તે જીવતાને જીવ બાળે. ગુસ્સામાં જે શ્વાસ બંધ થઈ જાય તે ભલે આપણે નીચે રહીએ, પણ જીવ ઉપર જતે રહે સમજ્યે? હવે માંડીને વાત કર...’

‘અંકલ, તમારા જ્ઞાનનું હમણાં પડીકું વાળી હૈયાની હાટડીમાં મૂકી દે. ને હવે માંડવા જેવું કશું નથી રહ્યું તે હું તંબૂરામાંથી માંડીને વાત કરું? પ્રૅક્ટિકલી શું બન્યું ખબર છે? અરે મંદિરમાં સાડાનવ વાગ્યે પણ મુંબઈની લેકલ ટ્રેન જેવી જબરી ભીડ. હકડેઠઠ ભક્તેથી મંદિર ઊભરાઈ ગયું ને હું ભરાઈ પડ્યે. મને પગે ખંજવાળ આવી, પણ ભીડમાં આપણે જ હાથ આપણી જ સાથળ સુધી ન પહેંચે. તે ભીડભંજન પર હટી ન જાય? ખૂબ મહેનતે જરા પગ ૯૦ અંશને ખૂણે વાળી ઊંચા કરી ત્રણ-ચાર વાળ ખંજવાળ્યું, પણ ખંજવાળ ન ગઈ. પૂછે કેમ? કેમ કે હું મારી પડખે ઊભેલાને ખંજવાળતે હતે. આ તે જ્યારે તેણે કીધું કે અંકલ, તમારા નખ થેડા મેટા લાગે છે ત્યારે મારી ગંભીર ભૂલનું ભાન થયું ને મે પૂછ્યું કે તમે હમણાં સુધી બેલતા કેમ નહેતા? તે મને કહે અલ્યા ડેબા, હમણાં સુધી ખંજવાળ આવતી હતી, હવે નથી આવતી ને હવે લેહી નીકળે છે... સમજ્યે? અંકલ આવી ભયંકર ભીડમાં આપણે ચગદાઈને ફીંડલું વળી જઈએ તે કૃષ્ણજનમ વખતે જ આપણું જય શ્રી કૃષ્ણ થઈ જાય. વૈકુંઠ નાનું ને ભગત ઝાઝા જેવી દશા થઈ. સમજ્યા? ચારે બાજુની ભીડથી  મારી દશા સૅન્ડવિચ વચ્ચેનાં ટમેટાં-બટેટા જેવી થઈ ગઈ હતી. આ તે એમ કે કૃષ્ણદર્શન થેડાં નજીકથી થાય તે આપણે ને ઠાકેર બન્ને રાજી થઈએ. સંબંધે વધુ વિકસે. સાડાનવ વાગ્યાથી લાઇનમાં ઊભા રહી ટાંટિયાની નઈ, પણ આખી બૉડીની કઢી જ નઈ પણ કઢી સાથે ખીચડી-છાશ બધું થઈ જાય એવી કઠેર તપર્યા કરી રહ્યા... ઘડિયાળના કાંટા આગળ વધી રહ્યા હતા, પણ લાઇન તે એક ડગલું પણ આગળ વધતી નથી. ઘડિયાળમાં કાંટાને કેદ કરી શકાય, સમયને નહીં. આપણને ખબર પણ ન પડે એમ સમયનું ચેસલું પળે-પળે સરકતું ગયું ને વાગ્યા રાતના અગિયાર... પરસેવે રેબઝેબ... સવાઅગિયાર... સાડાઅગિયાર... પેણાબાર... મને થયું, વાહ હવે પંદર મિનિટ તે ચપટીમાં નીકળી જશે, પંદર મિનિટમાં તે કૃષ્ણ પણ જન્મીને છુટ્ટા, દેવકી પણ છુટ્ટી ને આપણે પણ દર્શન કરી છુટ્ટા. હવે ૧૧.૫૫ થઈ. માત્ર પાંચ મિનિટ. હમણાં દેવકી જેલમાં, સૉરી મંદિરમાં પ્રસૂતિની વેદનાની ચીસે પાડશે. બટ એ મીઠી વેદનાને વેદ બનાવવાની શક્તિ દરેકમાં હેય છે... પણ હજી મૂળ મૂંઝવણ એ હતી અંકલ કે કૃષ્ણના જનમની નૉર્મલ ડિલિવરી થશે કે સિઝેરિયન? કંસને ખબર પડશે તે કૃષ્ણને તરત જ મારી નાખશે તે? એન્ડ સમયે પપ્પા વાસુદેવને દીકરાને જેલમાંથી છેડાવી યમુના નદીમાંથી લઈ જવા પેલે ટેપલે નઈ જડે તે... કંસથી બચવા એકદમ અલર્ટ રહેવાનું હતું. આપણા આ કાનજી માટે કાન જેવાં પ્રfનાર્થ ચિહ્ને મારા ચહેરા પર છવાઈ ગયાં... ઘડિયાળમાં ૧૧.૫૭ થઈ, ૧૧.૫૮... ને આ શું? મા દેવકીની પ્રસૂતાની ચીસ કે કૃષ્ણનું ઊંઆં-ઊંઆં ચાલુ થશે, પણ એના બદલે પૂજારીની બૂમ સંભળાઈ...

‘સાંભળે સાંભળે સાંભળે, મે આઇ હૅવ યૉર કાઇન્ડ અટેન્શન પ્લીઝ. બધા કૃષ્ણભક્તે ધ્યાનથી સાંભળે. જરૂરી સૂચના. જે કૃષ્ણભક્તેએ ૧૦૦૧થી ૫૦૦૧ સુધી ડિપેઝિટ કરાવ્યા હેય એ લેકે રસીદ બતાવી સામે સેફા પર ગેઠવાઈ જાય. જે ભક્તેએ ૫૦૧થી ૧૦૦૧ સુધી નેંધાવ્યા હેય એ લેકે માટે આ ખુરશી મૂકી છે. ૧૦૧થી ૫૦૧ સુધીના માટે ચાદર પાથરી છે. ૧૦૧ની નીચેની રકમવાળા માત્ર પાછળ ઊભા રહી કૃષ્ણ મુખદર્શન કરી શકશે. બીજું, ૧૦૦૧થી ૫૦૦૧ સુધીનાને મેહનથાળ, બુંદીના ત્રણ લાડુ ને બે વાટકી મિસરી મળશે. પ્લાસ્ટિક બંધ હેવાથી થેલી સાથે રાખવી. ૫૦૧થી ૧૦૦૧ માટે માત્ર બુંદીને લાડુ ને બે ચમચી મિસરી, ૧૦૧થી ૫૦૧ માટે માત્ર એક ચમચી મિસરી-પંચાજીરી, ૧૦૧થી નીચેની રકમવાળા માટે માત્ર દર્શન. મૂળ વાત કે દરેકે પેતાનું પૅન કાર્ડ તૈયાર રાખવું ને ભલે આપણને કૃષ્ણને આધાર હેય, પણ તેનાં દર્શન માટે આધાર કાર્ડ ફરજિયાત બતાવવું પડશે. હમણાં ત્રણ બેલ વાગશે ત્યાં સુધી દર્શન માટે થેડી ધીરજ ધરવી... અને હા, મૂળ વાત તે રહી ગઈ. આપણા આ હનુમાન મંદિરમાં કૃષ્ણજન્મને અનેરે ઉત્સવ ઊજવવાની પરમિશન આપવા બદલ હનુમાનજી ઉપરાંત મંદિરના મુખ્ય ટ્રસ્ટી શ્રી કૃષ્ણશંકર શાસ્ત્રી, રામશંકર અયેધ્યાવાળા ને શંકરલાલ હિમાલયવાળાને આભાર. એ બધા દિલ્હીથી નીકળી ગયા છે, વચ્ચે ટ્રાફિકમાં ફસાયા છે. એ બધા ૨૦-૨૫ મંદિરમાં કૃષ્ણદર્શન કરી અહીં પધારશે. માઇન્ડ વેલ. શાંતિ રાખજે, ને ઘેંઘાટ. આ મંદિર છે, સંસદ નથી. થેડી વાર ગઈ સાલની જન્માક્ટમીની વિડિયે જુઓ. હવે તેમને આવતાં-આવતાં બે કે ત્રણ કલાક થઈ શકે છે તે પ્લીઝ વેઇટ. કૃષ્ણજન્મ કદાચ આજે સાડાબારે પણ થાય ને એક પણ વાગી જાય. નક્કી નથી. સૉરી, આપણે કૃષ્ણજન્મ કરતાં કૃષ્ણશંકર શાસ્ત્રીની રાહ જેવી પડશે...’

મિત્રે, તમારે પણ આગળ શું બન્યું એ માટે આવતા રવિવાર સુધી રાહ જેવી પડશે... જેશેને?
શું કહે છે?

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK