પયુર્ષણપર્વમાં કલ્પસૂત્રનું શ્રવણ પ્રત્યેક શ્રાવક-શ્રાવિકાનું પરમ કર્તવ્ય મનાયું છે

પયુર્ષણપર્વમાં કલ્પસૂત્રનું શ્રવણ પ્રત્યેક શ્રાવક-શ્રાવિકાનું પરમ કર્તવ્ય મનાયું છે

જૈન દર્શન - ચીમનલાલ કલાધર

પર્વાધિરાજ પયુર્ષણપર્વ નજીકમાં છે ત્યારે આજે આ મહાપર્વને અનુલક્ષીને પયુર્ષણપર્વમાં ગુરુભગવંતેના સ્વમુખેથી કલ્પસૂત્રના વાંચન વિશે થેડું વિવેચન પ્રસ્તુત છે. જૈન શ્વેતામ્બર પરંપરામાં અનેક સદીઓથી કલ્પસૂત્ર વાંચવાની પરંપરા આજે પણ ચાલુ છે. છેલ્લા ૧૪ પૂર્વધર, શ્રુતકેવલી શ્રી ભદ્રબાહુસ્વામીએ રચેલા ‘દશાશ્રુતસ્કંધ’ ગ્રંથને આ એક વિભાગ છે. આ ગ્રંથ દસ વિભાગમાં વહેંચવામાં આવ્યે છે. એમાં આઠમે વિભાગ ‘પયુર્ષણાકલ્પ’ અથવા ‘કલ્પસૂત્ર’ તરીકે વિખ્યાત છે. એને નવમા પૂર્વમાંથી ઉદ્ધૃત કરવામાં આવ્યે છે એમ કહેવાય છે.

આપણા શાસ્ત્રકારેએ ‘કલ્પ’ શ્ાબ્દને અર્થ આચાર, નીતિ, વિધિ અને સમાચારી એવે કર્યે છે. વાચક ઉમાસ્વાતિએ પણ કહ્યું છે કે જ્ઞાન, શીલ અને તપની વૃદ્ધિ કરે એને ‘કલ્પ’ કહે છે. જૈન ધર્મગ્રંથેમાં દસ પ્રકારનાં ‘કલ્પ’ દર્શાવવામાં આવ્યાં છે. જેમ કે આચેલકય કલ્પ, વત કલ્પ, પ્રતિક્રમણ કલ્પ, માસ કલ્પ, પયુર્ષણ કલ્પ વગેરે. એમાં પયુર્ષણ કલ્પનું મહત્વ ઘણું છે, કારણ કે પયુર્ષણપર્વ એ જૈનેનું સૌથી મેટું અને સૌથી શ્રેષ્ઠ પર્વ છે. કલ્પસૂત્રનું વાંચન અને શ્રવણ ઘણું પવિત્ર મનાયું છે. આપણા મહર્ષિઓ કહે છે એમ ‘કલ્પસૂત્ર’ કલ્પવૃક્ષ જેવું મહિમાવંત છે. કલ્પસૂત્રના શ્રવણથી આપણી •દ્ધિ, સમૃદ્ધિ, ઇચ્છિત વ્ાસ્તુઓની પ્રાપ્તિ અને આત્મિક સુખ મળી શકે છે. એમ પણ કહેવાયું છે કે જે જીવ પેતાના આત્મકલ્યાણ માટે ૨૧ વાર ભાવથી અને શ્રદ્ધાથી કલ્પસૂત્રનું શ્રવણ કરે છે તે પેતાનાં ભવાંતરનાં દુખે દૂર કરવામાં સફળ નીવડે છે.

કલ્પસૂત્ર એવે શાસ્રગ્રંથ છે જેમાં ૪૫ આગમેને સાર આવી જાય છે. જૈનેના પ્રાચીન ગ્રંથે અનેક છે, પણ એમાં કલ્પસૂત્ર સૌથી અગ્રેસર છે કારણ કે એની રચના અંતિમ કેવલી શ્રી ભદ્રબાહુસ્વામીએ કરી છે. ‘કલ્પસૂત્ર’ની ભાષા અર્ધમાગધી છે અને જિનેશ્વર ભગવાનની વાણીને યાદ અપાવે એવી એની ભાવવાહી પદાવલિ છે. મધુર અને હૃદયસ્પર્શી ભાષામાં આલેખાયેલા આ ગ્રંથને પ્રત્યેક શબ્દ જીવનને પરિવર્તિત કરનારે છે. ‘કલ્પસૂત્ર’ના કર્તા ચરમ ર્તીથંકર મહાવીરપ્રભુને વારંવાર યાદ કરે છે : ‘તેણં કાલેણં તેણં સમએણં સમણે ભગવં મહાવીરે...’ એ વાક્ય કલ્પસૂત્રના ઘણાબધા શ્લોકમાં જેવા મળે છે, છતાં એ પુનરુક્તિના દેષ તરીકે કેઈને કઠતે નથી.

‘કલ્પસૂત્ર’માં ત્રણ વિભાગ પાડવામાં આવ્યા છે : (૧) ર્તીથંકરેનાં ચરિત્રે, (૨) સ્થવિરાવલિ અને (૩) સાધુઓની સમાચારી. ર્તીથંકરેનાં ચરિત્રેને આરંભ શ્રમણ ભગવાન મહાવીરના ચરિત્રથી થાય છે. ત્યાર પછી એકથી ત્રેવીસ ર્તીથંકરેનાં ચરિત્રે સાંકળી લેવામાં આવ્યાં છે. આ ગ્રંથમાં સૌથી મેટું ચરિત્રવર્ણન ભગવાન મહાવીરનું છે. કલ્પસૂત્રના સ્થવિરાવલિ વિભાગમાં પ્રભુ મહાવીરના મુખ્ય ગણધર ગૌતમસ્વામીથી શરૂઆત કરી છે. સુધર્યાસ્વામી, જંબુસ્વામી, પ્રભણસ્વામી, સ્થૂલીભદ્ર, સુહસ્તી, વજ્રસ્વામી, કાલક, રક્ષિત વગેરે સ્થવિરેની પરંપરા અને એની શાખાઓ દેવદ્ધર્ગિણિ ક્ષમાશ્રમણ સુધી પરંપરા કઈ રીતે આવી શકે? આ પ્રશ્નના ઉત્તરમાં એટલું જ કહી શકાય કે સ્થવિરાવલિને કેટલેક ભાગ પાછળથી ઉમેરાયે હેઈ શકે એવે મત પ્રવર્તે છે. ‘કલ્પસૂત્ર’ની સમાચારી વિભાગમાં પંચમહાવતધારી સાધુ-સાધ્વીઓના વ્રતના પાલન માટે વિચારપૂર્વક ઘણા નિયમે બનાવવામાં આવ્યા છે. આ નિયમેને લીધે સાધુજીવનમાં શિથિલતા ન આવી જાય એ મુખ્ય હેતુ છે. ત્યાગીઓની ગેચરી, વિહાર, સ્વાધ્યાય, તપ, ગુરુઆજ્ઞા, પ્રાયિત્ત વગેરેને લગતા નિયમે આ વિભાગમાં આપવામાં આવ્યા છે. આ ઉપરથી જૈન શ્રમણ સમુદાયનું જીવન કેટલું બધું કડક, ઊંચું અને શિસ્તબાદ્ધ છે એને ખ્યાલ આવે છે.

પયુર્ષણપર્વના દિવસેમાં આપણાં સાધુ-સાધ્વીઓ કલ્પસૂત્રનું વાંચન કરે છે. કલ્પસૂત્રનું વાંચન ૨૯૧ કંડિકા જેટલું છે. એને ૧૨૦૦થી વધુ શ્વલોલેક પ્રમાણ ગણી શકાય. એટલા માટે કલ્પસૂત્રને ‘બારસાસૂત્ર’ તરીકે ઓળખવામાં આવે છે. પર્યુષણપર્વના છેલ્લા દિવસ સંવત્સરીએ ત્યાગી મહાત્મા આ ‘બારસાસૂત્ર’ વાંચી સંભળાવે છે જેથી આ પવિત્ર ગ્રંથને કેટલે મહિમા છે એને ખ્યાલ આવે છે. ‘કલ્પસૂત્ર’ જૈનેને અતિ પવિત્ર ગ્રંથ છે. એ પવિત્ર અને શ્રેષ્ઠ એટલા માટે મનાયે છે કે એમાં દેવ-ગુરુ-ધર્મ પ્રત્યેને શ્રદ્ધા અને ભક્તિને પ્રવાહ વહે છે. આવા પવિત્ર ગ્રંથને એક-એક શબ્દ સાવધાન બનીને સાંભળવે જેઈએ. ભગવાન મહાવીરના નર્વિાણ બાદ ૯૮૦ વર્ષ વીતી ગયા પછી આનંદપુરનગરમાં સભા સમક્ષ આ ‘કલ્પસૂત્ર’નું પ્રથમ વાંચન થયું એવે મત શાjાકારેને છે અને ત્યારથી જ ‘કલ્પસૂત્ર’ના વાંચન-શ્રવણને અધિકાર સાધુ-સાધ્વીઓને આપવામાં આવ્યે છે. શ્રાવક-શ્રાવિકાઓ આ પવિત્ર ગ્રંથનું માત્ર શ્રવણ જ કરી શકે છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK