ક્ષમા કરી દે!

જૈન ધર્મમાં સંવત્સરી મહાપર્વ ગણાય છે. જીવની શુદ્ધિ માટે દૈવસિક, રાત્રિક, પાક્ષિક, ચાતુર્માસિક તથા સાંવત્સરિક એમ પાંચ પ્રતિક્રમણ દર્શાવ્યાં છે.


અર્ઝ કિયા હૈ - હિતેન આનંદપરા

જૈન ધર્મમાં સંવત્સરી મહાપવર્‍ ગણાય છે. જીવની શુદ્ધિ માટે દૈવસિક, રાત્રિક, પાક્ષિક, ચાતુર્માસિક તથા સાંવત્સરિક એમ પાંચ પ્રતિક્રમણ દર્શાવ્યાં છે.

ભગવાન મહાવીરસ્વામીએ ચીંધેલા માર્ગમાં દર્શન, જ્ઞાન, ચારિhય તથા તપ મુખ્ય છે. ધર્મજ્ઞાન, ધ્યાન, સાધના, સેવા-પૂજા, આધ્યાત્મિક ક્રિયાકાંડો, વ્રતો-ઉપવાસ, આયંબિલ, ઉપધ્યાન તપ, વર્ધમાન તપ, વીસ સ્થાનક ઓળી તપ વગેરેનો અર્ક એટલે સંવત્સરીનો સાર.

શાબ્દિક રીતે પર્યુષણનો અર્થ થાય છે ‘જોડાવું’ અથવા ‘સાથે આવવું’. આ પવર્‍ દરમ્યાન કલ્પસૂત્રનું વાંચન થાય છે. મૂળ પ્રાકૃતમાં પર્યુષણ માટે પજ્જો-સવન શબ્દ છે. ચિત્તશુદ્ધિ અને આત્મશુદ્ધિ માટેનું આ પવર્‍ આપણને સંયમ, ત્યાગ, તપ, ઉપવાસ, આરાધના અને ક્ષમાનો મહિમા સમજાવે છે. આજની મહેફિલ ત્યાગ અને ક્ષમાના મહાન ગુણોને સમર્પિત કરીએ. ચિનુ મોદીનો શેર છે...

મોહ નિદ્રા ત્યાગ સાધો
ખટઘડી આ પાછલી છે
જાતને સંકોચ વીરા
સાંકડી છેલ્લી ઘડી છે


ત્યાગ વિશે વાત કરવી સહેલી છે, પણ ખરેખર ત્યાગ કરવો કપરું કાર્ય છે. રાગદ્વેષ અને મોહમાયાના પાશમાંથી મુક્ત થઈને આ પંથ પર પ્રયાણ થઈ શકે. કીર્તિકાન્ત પુરોહિત માર્ગ દર્શાવે છે...

વાદના અપવાદ છેડીને નવા
ના કદીયે વટ સુધી જઈએ ભલા
ત્યાગ ને સંન્યાસના સ્વીકારમાં
વન નહીં, જીવન સુધી જઈએ ભલા


મહાવીરસ્વામી એટલે ક્ષમાના મહાસાગર. અનેક ઉપસર્ગો આવ્યા છતાં તેમણે જીવમાત્ર તરફ કોઈ દ્વેષ ન રાખ્યો. ચંડકોશિયા મહાનાગે તેમને અનેક ડંખ માર્યા છતાં તેમણે ક્ષમા આપી. સવર્‍ જીવમાત્ર પ્રત્યે કરુણા, દયા, અનુકંપા એ સંવત્સરી પવર્‍ની સાર્થકતા છે. મનોજ ખંડેરિયા ત્યાગનું માહાત્મ્ય કરે છે...

અહીં સાવ ખાલી થનારાને અંતે
સભર થઈ ગયા એવું લાગે અવિરત
રહે નિર્વસન શબ્દ એનો ઝળકતો
પહેરેલું જે નામ ત્યાગે અવિરત


સમજણના સાગારમાં જેમ ઊંડા ઊતરીએ એમ અર્થનાં અનેક મોતી હાથ લાગતાં જાય. ત્રીસીની ઉંમરમાં બધા ઉપર આધિપત્ય જમાવવા જે ધખારા કર્યા હોય એ પચાસ વટાવ્યા પછી વ્યર્થ અને બાલિશ લાગે. ઉંમરની સાથે અનેક તારણો નજર સામે ઊભરતાં જાય. રાઝ નવસારવી ઉન્ïનતિ માટેના માર્ગ પર આગળ વધવાની શીખ આપે છે...

શું સાંજ, શું સવાર, અમે ચાલતા રહ્યા
કીધા વિના પ્રચાર, અમે ચાલતા રહ્યા
અવરોધ એવા કંઈક હતા જોકે રાહમાં
ત્યાગીને સૌ વિચાર, અમે ચાલતા રહ્યા


પ્રત્યેક ડગલું આપણને ઉન્નત બનાવે તો એની સાર્થકતા છે. સફળતા માત્ર સંપત્તિના આધારે ન જોવાની હોય. જેટલું ભેગું કરીએ છીએ એટલું ભેગું લઈ નથી જવાના. યેનકેનપ્રકારેણ બસ જીતવાની ખેવના કરતા લોકોએ ફિલિપ ક્લાર્કનો આ શેર વાંચીને વિચારવા જેવો છે...

ત્યાગ તો તું શસ્ત્ર તારાં ત્યાગજે
જીત કરતાં હાર જેવું રાખજે


સ્વજનો-મિત્રો સામે હારવાની પણ મજા હોય છે. બિઝનેસ હોય તો જુદી વાત છે અન્યથા દરેક વાતમાં ગણતરી કરીએ તો ગૌરવ હણાતું જાય. શૂન્ય પાલનપુરી આવી દુન્વયી સમજણ માટે ક્ષમા માગે છે...

કાંટો છે લાગણીનો, વજનો છે બુદ્ધિ કેરાં
તોલું છું એ થકી હું જગની દરેક વસ્તુ
હે મિત્ર! તારા દિલનો પણ તોલ મેં કર્યો છે
આવે છે એની તોલે પથ્થર, ક્ષમા કરી દે!


ક્ષમા એ મહાવીરસ્વામીના જીવનમાંથી નીકળતો પ્રમુખ સૂર છે. અહિંસા અને કરુણાના સિદ્ધાંતોને જો જગત આત્મસાત્ કરે તો એ વધારે રહેવાલાયક બને. પર્યુષણ પર્વમાં એકાસણું, અઠ્ઠાઈ, સોળભથ્થુ, માસક્ષમણ અને વર્ષીતપ જેવી વિવિધ ઉપાસનાઓ કરી જીવનને શુદ્ધ કરવાનો પ્રયાસ શ્રાવકો કરે છે. ઉપવાસ દ્વારા શરીરશુદ્ધિ અને ઉપાસના દ્વારા મનશુદ્ધિ કરવાની છે. સુરેશ પરમાર સૂર શ્વાસની સરવાણીને આયુષ્યની પેલે પાર જઈને જુએ છે...

ઝંખના જેવડી ચીજને જાણવા
ભરથરી નીકળ્યા ત્યાગીને પિંગળા
કેટલા જન્મની ભૂખ છે, પ્યાસ છે
જાગરણ થાય તો થઈ શકે પારણાં


ક્યા બાત હૈ

મિચ્છા મિ દુક્કડં

વીત્યા વરસમાં મેં ઘણાને દૂભવ્યા હશે
કોઈનાં નયન મારા થકી ભીનાં થયાં હશે
મારા થકી ઘવાયું હશે કોઈનું સ્વમાન
ક્યારેક હું ફરી ગયો હોઈશ આપીને જબાન
ક્રોધિત થયા હોવા છતાં ખોટું હસ્યો હોઈશ
નાનાં ને મોટાં જૂઠાણાં બોલી ગયો હોઈશ
નહીં મળવાનાં મેં બહાનાં કાઢ્યાં હશે હજાર
બીજાનાં દુખોનો મેં નહીં કીધો હશે વિચાર
કોઈને માથે ઊભો હોઈશ હું બનીને બોજ
કોઈના નીચાજોણામાં લીધી હશે મેં મોજ
કીધાં હશે મેં કોઈનાં તદ્દન ખોટાં વખાણ
અમથા જ મેં કર્યા હશે આક્ષેપ ને ખેંચતાણ
આજે રહી-રહીને બધું યાદ આવે છે
નીતર્યા હૃદયના દ્વારથી એક સાદ આવે છે
કહી દેવા દો બધાને કે ભૂલો કરી છે મેં
મનમાં અહમની ઊંચી દીવાલો રચી છે મેં
માફી તમારી માગતાં લાગે છે બહુ શરમ
એથી જ કહું છું દૂરથી મિચ્છા મિ દુક્કડં
એને સ્વીકારજો તો બધે મહેક થઈ જશે
મારા જીવન પર આંસુનો અભિષેક થઈ જશે
- મુકુલ ચોકસી

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK