જિંદગી, તું કેમ છે?

કેટલાક સવાલના જવાબે સન્નાટાના સમંદરમાં ધરબાઈને પડ્યા હેય. મેગી અસનાની કેઈ છાની વેદનાની વાત છેડે છે...

અર્ઝ કિયા હૈ - હિતેન આનંદપરા

કેમ છે? આ ઉદ્ગાર કરેડે વાર ઉપયેગમાં લેવાયે હશે, છતાં એ શાશ્વતી ધરાવે છે. એકબીજાને મળીએ ત્યારે આ શબ્દેથી જ વાતની શરૂઆત થાય. લગ્નપ્રસંગે ઘણાબધા લેકેને અલપઝલપ મળવાનું થાય ત્યારે આ શબ્દે ખપના નીવડે. કેમ શબ્દમાં પૃચ્છાને ભાવ છે તે શંકાને સવાલ પણ છે; આર્યને અંદાજ છે તે અફસેસને આર્તનાદ પણ છે; કારણ પણ છે અને ભારણ પણ છે. ભરત વિંઝુડા સત્યના માર્ગમાં ઉપસ્થિત થતે સનાતન પ્રfન પૂછે છે...

કેટલી તકલીફ પડતી હેય છે

સાવ સાચું બેલવાનું આવડે

કેમ વાવાઝેડું આવી જાય છે?

એક બારી જે ઘડીએ ઊઘડે


બારી ખેલીએ ત્યારે વહાલ ભરેલી લહેરખીની અપેક્ષા રાખી હેય, પણ મારમાર કરતે તેફાની પવન ધસી આવે તે મૂંઝાઈ જવાય. કેઈ પીઠ પસવારે એવી આપણને અપેક્ષા હેય એને બદલે પીઠ પર ધબ્બાઓ પડે ત્યારે દદર્‍માં દદર્‍નાક ઉમેરે થાય. કેટલાંક દુ:ખ અબેલ હેય છે. આઘાત કેટલીક વાર એવે બળૂકે હેય કે શબ્દેમાં પરેવાતે નથી. કેટલાક સવાલના જવાબે સન્નાટાના સમંદરમાં ધરબાઈને પડ્યા હેય. મેગી અસનાની કેઈ છાની વેદનાની વાત છેડે છે...

બસ આંસુ આંખમાંથી વહેતાં મૂકી શકું

ના પૂછ કે હસાતું નથી એવું કેમ છે?


સ્મિત વિલાઈ જાય પછી ચહેરે ખામેશી ધારણ કરે. આ ખામેશી જ્યારે ખુલાસાને આધીન હેય ત્યારે વધારે ખતરનાક બને. ન કહેવાયેલી વાતેને ભાર કહેવાયેલી વાર્તાથી અનેકગણે વધારે હેય છે. એ ક્યારેક આંસુ બનીને જન્મે તે ક્યારેક અફસેસ બનીને. અજિત પરમાર આતુર લખે છે એમ ક્યારેક આક્રેશરૂપે પણ જન્મી શકે...

કેમ ગાગરમાં સમંદર સંઘરીને મેકલું

પરબીડિયામાં કેટલી ઇચ્છા ભરીને મેકલું

શું પુરાવા પ્રેમમાં આપું વધારે હું બીજા

શ્વાસ છેલ્લા દેહથી છુટ્ટા કરીને મેકલું?


જે વારેઘડીએ પુરવાર કરવે પડે એ પ્રેમ નહીં. અપેક્ષાઓ વાસ્તવિકતાથી વધારે હેય ત્યારે વહાલ અને વર્તણૂક બન્ને વેરણછેરણ થઈ જાય. કારણે તપાસવાં પડે અને તારણે મેળવવાં પડે. કેમ ખેટું થયું છે, કેમ પીડા પ્રવેશી છે, કેમ ઝંખનામાં ઝુકાવ આવ્યે છે, કેમ તાંતણે ઢીલે પડ્યે છે એનું અવલેકન કરવું પડે. સુનીલ શાહ રૂઢિચુસ્ત વલણને બાજુએ મૂકીને સમજદારી તરફ ઇશારે કરે છે...

જૂની છે એ ખબર, ચાંદમાં દાગ છે

દેસ્ત! એ પૂર્વગ્રહ મૂકીને આવીએ

કેમ નડતર થયું ચાંદને મારગે

એ ગ્રહણને જરા પૂછીને આવીએ


પૂછવા માટે પ્રશ્ને તે હજાર હેય, પણ એમાંથી કામના કેટલા અને કંકાસના કેટલા એ સમજી લેવું જેઈએ. પેલીસ, ક્રાઇમ બ્રાન્ચ કે ઘ્ગ્ત્ (સેન્ટ્રલ બ્યુરે ઑફ ઇન્વેસ્ટિગેશન) જેવી સંસ્થા શકમંદ કે અપરાધીની પૂછપરછ કરે ત્યારે સવાલે પૂછી-પૂછીને થકવી નાખે. એકને એક સવાલ અલગ-અલગ રીતે પૂછે. તળિયે જે સત્ય છુપાયું હેય એ બહાર લાવવા માટે આ પ્રશ્નેના મારા કરવા પડે. બાલિશ લાગતા પ્રશ્ને પણ ચબરાકીભરી પૂછપરછને એક મહત્વને હિસ્સે હેય. કેઈ અપરાધમાં નિર્દોષ માણસ ફસાઈ ગયે હેય અને અદાલતની પારાવાર આંટીઘૂંટીમાં અટવાઈ ગયે હેય ત્યારે એક મૂંઝારે ભીતરમાં પેસી જાય. પ્રણય જામનગરી કહે છે એમ એક સવાલ ફાંસની જેમ વાગ્યા કરે...

કેમ મારા મનને ભ્રમની જાળમાં રાખે સતત

કેમ સાચી વાતને સમજાવવા દેતા નથી?

સેળ આની પાક ઊતરે, શક નથી એમાં મને

કેમ લેકે પ્રેમને અહીં વાવવા દેતા નથી?


કેઈને ઉતારી પાડવા માટે કે ફસાવવા માટે થતી પ્રવૃત્તિ પણ પાપને એક પ્રકાર છે. સત્ય ખુલ્લું પાડવું અને કેઈના પર કાદવઉછાળની પેરવી કરવી એ બન્નેમાં ફરક છે. ટૂંકી દ્રષ્ટિ લાંબી સફરને ખે વાળી શકે. ઓછી અને આછી સમજ ધરાવતે અહંકાર વધારે અને ઘટ્ટ નુકસાન કરે છે. ઈશ્વરે આપેલી જિંદગીમાં બીજાની લીટી ટૂંકી કરવાને બદલે પેતાની લીટી લાંબી કરવામાં સમય વિતાવવે જેઈએ. છાપે ચડતી નકારાત્મકતા પાસે સનસનાટી હેય છે. નાઝિર દેખૈયા કહે છે એમ સારપ પુસ્તકની જેમ સચવાઈ રહે છે, જ્યારે સનસનાટીને પસ્તી થતાં વાર લાગતી નથી... 

નાઝિર એવે માણસ છે

જે કેમ કરી વીસરાય નહીં

જાતને થેડી ખરચીને

ખરચાઈ ગયેલે માણસ છું


જેમની જે ક્ષમતા હેય એ પ્રમાણે જાતને ખરચવાની હેય. જ્યાં પ્રૂફ માટે અત્યંત કાળજી લેવાય છે એ ગુજરાતી ‘મિડ-ડે’ જેવાં અખબારે ભાષા પ્રત્યેની નિષ્ઠા દર્શાવે છે. કેરળમાં આવેલી આપત્તિ સામે અનેક સખાવતી સંસ્થાઓએ તરત જ મદદને હાથ લંબાવ્યે એ માનવતા પ્રત્યેનું સંવેદન દર્શાવે છે.

અવરેધેમાં જેને આસુરી આનંદ મળતે હેય એ લેકે ઇમારતને મજબૂત બનાવવાને બદલે ખેખલી પાડે છે. સત્ય પર થતા આક્ષેપે પાસે વજૂદ ન હેય ત્યારે એ વ્યક્તિ કરતાં વિશેષ સમાજને નુકસાનકારક નીવડે. વ્યક્તિગત ઉદાસીની કિંમત નથી હેતી અને એ ઉદાસી કેમ છે એ જાણવાની કેઈને ફુરસદ પણ નથી હેતી. ભગવતીકુમાર શર્મા કહે છે એમ સંજેગેવશાત્ ઘણા દીવા જલતા રહેવાને બદલે હેલવાઈ જવાની ઇચ્છા કરતા થઈ જાય.

ક્યા બાત હૈ

આટલી છીછરી ભાવના કેમ છે?

રેજ ઝઘડા ધરમ-ધામના કેમ છે?

એક છે એક છેનું રટણ છે છતાં

અહીં ખુદા ભિન્ન સૌ કેમના કેમ છે?

હેય દાઢી, તિલક, જાપ-માળા અને

વસ્ત્ર ભગવા છતાં વાસના કેમ છે?

મેજમસ્તી નહીં બાપજી લીન છે

પૂછવું શું હવે, સાધના કેમ છે?

આચરે કામ ખેટાં હરેક શ્વાસમાં

તેય ઊણા ઘડા પાપના કેમ છે?

ઘાવ જે દઈ ગયા છેક ઊંડે સુધી

એ જ પૂછે મને વેદના કેમ છે?

 - ડૉ. બાલકૃષ્ણ સેનેજી બે-ગમ

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK