આવો વિશ્વભરની ખાઉગલીઓમાં લટાર મારીએ

મલેશિયા અને સિંગાપોર અત્યારે પોતાને ત્યાંની ખાઉગલીને યુનેસ્કોનું સર્ટિફિકેટ અપાવવા માટે આમને-સામને આવી ગયા છે ત્યારે વિશ્વભરના સ્ટ્રીટ ફૂડની સ્વાદિષ્ટ દુનિયામાં એક ચક્કર લગાવી લઈએ

khau galiરુચિતા શાહ

વિશ્વમાં એવા પણ હજારો ટ્રાવેલર્સ છે જેઓ જે-તે દેશની ખાઉગલીમાં મળતા ફૂડને આધારે એ દેશની સંસ્કૃતિ, એ દેશના લોકોનો સ્વભાવ અને એ દેશની અર્થવ્યવસ્થાનો અંદાજ લગાવતા હોય છે. ખાઉગલીની વાત નીકળે ત્યાં આપણામાંના ઘણા લોકોના મોઢામાં પાણી આવી જતું હોય છે. આપણી આંખ સામે ગરમાગરમ ઢોસા બનાવતા, સૅન્ડવિચ અને પીત્ઝા બનાવતા અને તવેથા સાથે પાંઉભાજીના તવા પર અવાજ કરતા ફેરિયાઓ યાદ આવી જતા હોય છે. ભારતમાં ખાઉગલીનો કન્સેપ્ટ જેટલો પૉપ્યુલર છે એટલુ જ એનું મહkવ વિશ્વના દેશોમાં પણ છે અને આપણે ત્યાંની જેમ દુનિયાના લગભગ દેશોમાં ખાઉગલીમાં લોકોનો ધસારો મોટા પ્રમાણમાં જ હોય છે.

અત્યારે આમ અચાનક જ ખાઉગલીની વાત નથી નીકળી. બન્યું એવું છે કે તાજેતરમાં આ ખાઉગલીને કારણે બે દેશો આમને-સામને આવી ગયા છે. સિંગાપોરના પ્રાઇમ મિનિસ્ટરે એવી જાહેરાત કરી કે સિંગાપોરના સ્ટ્રીટ-ફૂડ કલ્ચરને યુનેસ્કોમાં કલ્ચરલ હેરિટેજમાં સામેલ કરવામાં આવશે. સિંગાપોરમાં એવાં ઘણાં ફૂડ-સેન્ટર્સ છે જ્યાં મોટી માત્રામાં લોકો ભેગા થઈને એકસાથે સ્ટ્રીટ-ફૂડની મજા લેતા હોય છે. ઓછી કિંમતમાં ક્વૉલિટી ફૂડ પીરસતાં આ સ્થળો સિંગાપોરની ઓળખ બની ચૂક્યાં છે. આ સિસ્ટમ પર સિંગાપોરની સંસ્કૃતિનો થપ્પો મારી દેવાની વાત જોકે મલેશિયાના લોકોને રાસ ન આવી. તેમણે વિરોધ નોંધાવ્યો. મલેશિયનોનું કહેવું છે કે રસ્તા પર ફેરિયાઓ ફૂડ-માર્કેટ ચલાવતા હોય એમાં માત્ર સિંગાપોર એકલું જ નથી, હૉકર્સ-કલ્ચર તો મલેશિયામાં પણ છે. એના માટે તેમને યુનેસ્કોની પેટન્ટ શેના માનમાં જોઈએ છે એવો સવાલ મલેશિયાના કેટલાક જાણીતા શેફે ઉઠાવ્યો હતો. સાથે જ તેમને ત્યાં મળતું સ્ટ્રીટ-ફૂડ તો સિંગાપોર કરતાં અનેકગણું ચડિયાતું છે એટલે આ પેટન્ટનું સાચું હકદાર મલેશિયા છે એવું ત્યાંના લોકોનું માનવું છે. આપણે ત્યાં લોકો ખાવાના શોખીન છે, પણ આ દેશોમાં ખાવાના શોખીનો પોતાના આ શોખને સાંસ્કૃતિક ખૂબી તરીકે ઓળખાવે છે ત્યારે વિશ્વના એવા દેશોની વાત કરીએ જ્યાં સ્ટ્રીટ-ફૂડની દુનિયા ઘણી વિશાળ અને ઇન્ટરેસ્ટિંગ છે. કોઈ પણ દેશનું હૃદય અથવા આત્મા તેમના સ્ટ્રીટ-ફૂડમાં વસતો હોય છે. વિશ્વના કેટલાક ફેમસ ફૂડ-સ્પૉટ્સની આજે મુલાકાત લઈએ.

khau gali


૧) સિંગાપોર

સિંગાપોરનું આ સ્થળ ફૂડપ્રેમીઓ માટે જન્નત સમાન છે. અફકોર્સ, નૉનવેજ વાનગીઓનું અહીં વધુ આધિપત્ય છે. લગભગ ૨૬૦ ફૂડ-સ્ટૉલ્સ ધરાવતા આ લાર્જેસ્ટ હૉકર્સ-સેન્ટરમાં લોકલ ડિશોની સાથે અનેક ઇન્ટરનૅશનલ વાનગીઓ સિંગાપોરના પોતાના દેશી અંદાજમાં બનેલી પણ મળે છે. આખા સિંગાપોરમાં સૌથી સસ્તું ખાવાનું ક્યાંય મળતું હોય તો એ આ ફૂડ-બજારમાં મળે છે. ચાઇના ટાઉન કૉમ્પ્લેક્સ ઉપરાંત સિંગાપોરમાં ચૉમ્પ ચૉમ્પ ફૂડ સેન્ટર, મૅક્સવેલ રોડ હૉકર્સ સેન્ટર જેવાં કેટલાંક ફૂડ-સેન્ટર્સ ફેમસ છે જ્યાં ટૂરિસ્ટો કરતાં લોકલ લોકોનો ધસારો વધુ હોય છે, બિલકુલ આપણા મુંબઈની જેમ. મૅક્સવેલ સિંગાપોરની ઓલ્ડેસ્ટ અને લાર્જેસ્ટ ખાઉગલી છે જ્યાં ઑથેન્ટિક લોકલ વાનગીઓ વિશેષ મળે છે.

૨) જપાન


જપાનના ફુકુઓકા શહેરમાં લગભગ ૧૫૦ જેટલા યતાઈ છે. જૅપનીઝ ભાષામાં યતાઈ એટલે આઉટડોર ફૂડ-સ્ટૉલ્સ. રાતના સમયે જ શરૂ થતી અને દિવસ ઊગતાં પહેલાં સમેટી લેવાતી અનોખી ખાઉગલીમાં જપાનની ઑથેન્ટિક આઇટમો ખાવા માટે લોકોનો ધસારો જામે છે. અફકોર્સ, લોકલ જનતા વધુ હોય છે અહીં. ફુકુઓકા જનારા લગભગ લોકો અહીંની યતાઈમાં એકાદો રાઉન્ડ તો મારી જ લેતા હોય છે. બેશક, શાકાહારીઓ માટે અહીં લિમિટેડ ઑપ્શન્સ છે. જપાનનું ટોક્યો પણ સ્ટ્રીટ-ફૂડ માટે પ્રચલિત છે.

૩) તાઇવાન

વરાઇટીની વાત આવે ત્યારે તાઇવાનની નાઇટ-માર્કેટને કોઈ આંબી ન શકે. અફકોર્સ, બધી જ વરાઇટીઓ શાકાહારીઓને નાક પર રૂમાલ મૂકવા અને આંખોમાં અણગમો ભરવા જેવી જ હોય. અહીં પણ લોકોની ભીડ જોઈને તમને તમારા ખાવાના શોખ બદલ શરમ આવશે.

૪) મૉરોક્કો


પશ્ચિમ મૉરોક્કોના મારકેશ શહેરની ઓલ્ડ સિટી માર્કેટમાં તમને જેટલી ખાવાપીવાની વરાઇટીઓ શૉપિંગ માટે મળશે એનાથી અનેકગણી વસ્તુઓ ખાવાની મળશે. લગભગ સોથી વધુ ફૂડ-સ્ટૉલ આ ખાઉગલીમાં છે. સાથે જ ચોરાહા જેવા ભાગમાં લાકડાના ટેબલ પર ત્યાંની ટ્રેડિશનલ સ્ટાઇલમાં બનેલી છાપરા વિનાની ફૂડકોર્ટમાં સિરૅમિકનાં વાસણોમાં ભોજન પીરસવામાં આવે છે.

૫) જૉર્ડન

પર્શિયન, મેડિટરેનિયન અને નૉર્થ આફ્રિકનનું ફ્યુઝન તમને જૉર્ડનનાં લગભગ દરેક શહેરના સ્ટ્રીટ-ફૂડમાં મળશે. કોલસાની સગડીમાં ગ્રીલ કરેલી વિવિધ બનાવટો જૉર્ડનના અમાન ઉપરાંત વિવિધ શહેરોમાં ટૂરિસ્ટ-પ્લેસ ઉપરાંત પણ પ્રાપ્ય છે. વિદેશની મોટા ભાગની ખાઉગલીમાં પણ મુંબઈ કરતાં વધુ હેલ્ધી અને હાઇજીનિક ફૂડ મળી રહે છે.

૬) બૅન્ગકૉક

એક જમાનામાં બૅન્ગકૉક સ્ટ્રીટ-ફૂડના લવર્સ માટે માનીતું સ્થળ હતું. જોકે ગયા વષેર્ બૅન્ગકૉકના મેટ્રોપૉલિટન ઍડ્મિનિસ્ટ્રેશને બૅન્ગકૉકની સડકો પર ડેરો નાખીને બેસેલા લગભગ ૮૦ લાખ ફૂડ-વેન્ડરોને હટાવવાની જાહેરાત કરી હતી, જેનો મુખ્ય આશય રસ્તા પરની ગીચતા ઓછી કરવાનો હતો. જોકે પાછળથી બૅન્ગકૉકમાં ચાઇના ટાઉન અને ખાઓ સાન રોડ પરની ખાઉગલી અકબંધ રહી. બૅન્ગકૉકની મહkવની માર્કેટની બાજુમાં આવેલી આ ખાઉગલીઓ ચોવીસ કલાક ચાલે છે અને લાખો પ્રવાસીઓનો ધસારો અહીં હોય છે. બૅન્ગકૉકની જેમ મલેશિયાની રાજધાની ક્વાલા લમ્પુરની રાતે જામતી ખાઉગલીનો પોતાનો અંદાજ છે.

૭) હોનોલુલુ, હવાઈ


શર્ટ અને શૂઝ ન હોય તો સર્વિસ નહીંનો નિયમ હવાઈના આ હોનોલુલુ નામના આઇલૅન્ડમાં લાગુ નથી પડતો. અહીં બીચ, બિકિની અને ઘણીબધી ફૂડ-ટ્રક્સ કતારબંધ તમને અહીં જોવા મળશે. ઇન ફૅક્ટ, હવાઈની રાજધાનીમાં દર મહિનાના છેલ્લા શુક્રવારે ‘ઈટ ધ સ્ટ્રીટ’ નામની ફૂડ-ટ્રકની એક વિશેષ રૅલી નીકળે છે.

૮) કોલમ્બિયા

કોલમ્બિયાના પોર્ટ સિટી કાર્ટેજિનાની ફેમસ ખાઉગલી એટલે ‘કાર્ટેજિના દે ઇન્ડિયા સ્ટ્રીટ ફૂડ’ ફેમસ છે. ખાસ કરીને સ્પૅનિશ, કૅરિબિયન, આફ્રિકન અને સાઉથ અમેરિકન વાનગીઓનું જોરદાર કૉમ્બિનેશન તમને અહીં ચાખવા મળશે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK