મેસ્ટ લિવેબલ, મેસ્ટ લવેબલ, વિએના

વૉટર-પ્યુરિફાયર કે વૉટર-બૉઇલિંગની જરૂરિયાત નથી

vienaઅલ્પા નિર્મલ

એપ્રિલ-મેની કાળઝાળ ગરમીમાં આપણે ત્યાં સેશ્યલ મીડિયામાં એક પેસ્ટ બહુ વાઇરલ થઈ હતી, ‘હે ભગવાન, ત્રાસી ગયે છું અહીં, ઉપાડી લે મને અને ફેંકી દે સ્વિટ્ઝરલૅન્ડ બાજુ.’ જે તમને એવું થાય કે આ પેસ્ટમાં તે તમારા જ દિલની વ્યથા છે અને ભગવાનને ઉપાડીને ફેંકી દેવાની પ્રાર્થના કરે તે સ્વિટ્ઝરલૅન્ડ નહીં, એની ઢૂંકડે આવેલા વિએનામાં ફેંકી દેવાની આજીજી કરજે; કારણ કે ગ્લેબલ લિવેબિલિટી ઇન્ડેક્સ અનુસાર વિએના ૨૦૧૮ની મેસ્ટ લિવેબલ સિટી છે. સાત વર્ષથી સતત પ્રથમ રૅન્ક પર રહેલા ઑસ્ટ્રેલિયન શહેર મેલર્બનને બીજા ક્રમાંકે ધકેલીને ઑસ્ટ્રિયાની રાજધાની ચૅમ્પિયન બની ગઈ છે ત્યારે જેઈએ આ ટૉપ પ્લેસ પર બિરાજતી સિટીની કેટલીક ખાસિયતે, જેને કારણે એ રહેવાલાયક શહેરને ખિતાબ અંકે કરી ગઈ છે.

ઇન્ફ્રાસ્ટ્રક્ચર 

ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે ફક્ત આકાશને આંબતી ઊંચી ઇમારતે અને ઝળહળતી સ્કાયલાઇન જ નહીં, માળખાગત સુવિધાઓ પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ગણાય છે. હા, અહીં પણ મૉડર્ન આર્કિટેક્ચર ધરાવતાં અનેક બિલ્ડિંગે છે જે શહેરને અદ્યતન લુક આપે છે. એ સાથે વિએના પાણીપુરવઠે, ગટરસુવિધા, કચરાનિકાલની પ્રક્રિયા, વરસાદી પાણીનું મૅનેજમેન્ટ, પાવર-સપ્લાય જેવી બેઝિક સગવડેમાં પણ અવ્વલ છે. વિએના સિટીનું સાર્વજનિક નળમાં આવતું પાણી દુનિયાના સૌથી શુદ્ધ જળની બરાબરીનું છે. અહીં કેઈ

વૉટર-પ્યુરિફાયર કે વૉટર-બૉઇલિંગની જરૂરિયાત નથી. કેઈ પણ જાહેર નળમાંથી ડાયરેક્ટ જળ ગટગટાવી શકાય છે. એ જ રીતે વેસ્ટ વૉટર નિકાલ માટે વિએના પાસે અદ્યતન પ્લાન્ટ છે. ખરાબ પાણી પર પહેલાં એક મેકૅનિકલ અને બે બાયેલૉજિકલ ટ્રીટમેન્ટ કરવામાં આવે છે. આ પ્રક્રિયા વીસ કલાકની હેય છે. ત્યાર પછી એ પાણી ડૅન્યુબ રિવરમાં છેડાય છે. વરસાદી પાણીની પણ આ જ રીતે પ્રેસેસ થાય છે.

કચરાનિકાલ માટે ઠેર-ઠેર ફૂડ વેસ્ટ, પેપર, રીસાઇકલેબલ એમ ત્રણ જુદી-જુદી કચરાપેટીઓ છે અને રહેવાસીઓ એ જ પ્રમાણે કચરે સેપરેટ કરી ડસ્ટબિન્સમાં નાખે છે. ફૂડ વેસ્ટમાંથી અહીં ખાતર બનાવાય છે. પેપર-પૂંઠાં, કાચ, મેટલ, પ્લાસ્ટિક્સને રીસાઇકલ કરાય છે. મેડિકલ વેસ્ટ માટે પણ અલગથી પ્રક્રિયા થાય છે. દરેક વેસ્ટેજને રીયુઝ, રીસાઇકલ કરાય છે છતાં અમુક ફરી-ફરી ઉપયેગમાં ન લેવાય એવી વસ્તુઓ લૅન્ડ ફિલ (જમીનભરણી) માટે વપરાય છે. આખુંય વિએના અરીસા જેવું ચેખ્ખુંચણક છે. ગમે ત્યાં બેસે, અરે આળેટે તેય કપડાં મેલાં કે ગંદાં થતાં નથી. અરે! બૂટ પણ ધૂળવાળાં થતાં નથી. અફર્કેસ પાવર-સપ્લાય અહીં ચેવીસ કલાક છે; પણ સરકાર થર્મલ, સેલર પાવર, વિન્ડપાવર પ્રેજેક્ટ્સને વધુ સપેર્ટ કરી રહી છે. લેકે પેતાની છતેમાં સેલર પૅનલ્સ લગાવે એ માટે જનતાને પ્રેત્સાહિત કરવામાં આવે છે સાથે ૨૦૩૦ સુધી કુલ વપરાશની ૪૦ ટકા વીજળી રીન્યુએબલ એનર્જીથી મેળવાય એ માટે અનેક સેલર પાવર પ્લાન્ટ્સ, વિન્ડપાવર પ્લાન્ટ્સ પ્રેજેક્ટ પર કામ કરી રહ્યા છે.

હવે વાત કરીએ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના અહમ્ પહેલુ પબ્લિક ટ્રાન્સર્પેટની. વિએનામાં સબવે (અન્ડરગ્રાઉન્ડ ટ્રેન), લેકલ ટ્રેન, બસ અને ટ્રામ વાહનવ્યવહારના ચાર મુખ્ય આયામે છે. એક જ ટ્રાવેલ-કાર્ડ વડે ચારેય સર્વિસિસમાં હરીફરી શકાય છે. ઍન્ડ સબવે સિવાય ટ્રેન, બસ કે ટ્રામમાં ક્યાંય પેલું કાર્ડ દેખાડવાનું કે સ્કૅન કરાવવાનું જરૂરી નથી તેય લેકે ટ્રાવેલ-કાર્ડ લે છે (કારણ કે લેકે પ્રામાણિક છે). પાંચ સબવે-લાઇન્સ, ૨૯ ટ્રામ-રૂટ્સ અને ૧૨૭ બસ-લાઇન્સ તમને વિએનાના કેઈ પણ છેડે ઝડપથી પહેંચાડી દે છે. અહીં અગત્યની વાત કરું. ૧૨૭ બસરૂટમાંથી ૨૪ રૂટ પર આખી રાત બસ ચાલે છે અને વીક-એન્ડ તેમ જ જાહેર રજાની રાત્રે અન્ડરગ્રાઉન્ડ ટ્રેન પણ ફુલ નાઇટ વર્કિંગ એટલે તમે કેઈ નાઇટ-ક્લબમાંથી લેટ બહાર આવે કે અડધી રાત્રે સિટી સેન્ટરનાં ચક્કર મારવાનું મન થાય તે ટૅક્સી કરવી જરૂરી નથી જ. ટ્રાવેલ-પાસ ન લેવે હેય તે ફક્ત ૨.૨૦ યુરેની સિંગલ ટિકિટથી જે-તે સ્થળે પહેંચી શકે છે. આ સર્વિસિસ ઉપરાંત આખાય શહેરમાં ઠેર-ઠેર પબ્લિક સાઇકલ રેન્ટલ સર્વિસ પણ છે અને ટૂરિસ્ટ તેમ જ લેકલ લેકે એને ભરપૂર ફાયદે લે છે. ખૂબ જ થેડા યુરેના ભાડા પર લેવાતી બાઇક (સાઇકલને અહીં બાઇક કહે છે) માટે આખા શહેરના મુખ્ય માર્ગે પર અલાયદી લેન છે તેમ જ સીનિક પ્લેસ પર બાઇક-રૂટ્સ છે.

વિએના કુલ ૪૧૫ સ્ક્વેર કિલેમીટરમાં વિસ્તરેલું છે. અહીંની વસ્તી ૧૮ લાખ ૮૮ હજાર ૭૮૦ છે. અને પ્રાઇવેટ કાર ફક્ત ૭ લાખ ૧ હજાર ૬૫૭. મીન્સ ૧૦૦૦ લેકેની વચ્ચે ૩૭૨ ગાડીઓ છે. એવું નથી કે અહીં કાર મેંઘી છે અને સ્થાનિક લેકેને પરવડતી નથી, પણ સ્થાનિક લેકે પર્યાવરણ બાબતે બહુ ચિંતિત છે એટલે ક્ષમતા હેવા છતાં કાર ખરીદતા નથી. અને સાર્વજનિક વાહનવ્યવહાર ખૂબ સુગમ અને ઝડપી છે. વિએનાનું ઍરર્પેટ શહેરથી ઘણું દૂર છે. ત્યાં જવા-આવવા બસ, ટ્રેન-સર્વિસ છે, પણ ગયા વર્ષે જ અહીં ફાસ્ટ ટ્રેન-સર્વિસ શરૂ કરવામાં આવી છે, જે ઍરર્પેટ ટુ સિટી સેન્ટર નૉનસ્ટૉપ છે. વળી સરસ વાત તે એ છે કે શહેરથી પાછા જતી વખતે તમે સિટી સેન્ટરના સ્ટેશન પર જ લગેજ ચેકઇન કરાવી શકે છે.

એજ્યુકેશન 


અહીં યુનિવર્સિટી સુધીનુંં શિક્ષણ મફત છે તે નવમા ધેરણ સુધી ભણવું કમ્પલ્સરી છે. બાળક ૬ વર્ષનું થાય એટલે સરકાર તેમના ઘરની નજીકની પબ્લિક સ્કૂલમાં રજિસ્ટર થવાનું નિમંત્રણ મેકલી દે છે. ડેનેશન, લાગવગ કે ઍડ્મિશનના ધક્કા ખાવા જેવી પ્રેસ્ેસ અહીં છે જ નહીં. સરકારી સ્કૂલે સુપર્બ છે. બાળકને તેના ઘરની નજીકની સ્કૂલમાં જ દાખલ કરવું મસ્ટ છે. છતાં કેઈને અન્ય વિસ્તારની સ્કૂલમાં પ્રવેશ લેવે હેય કે પ્રાઇવેટ સ્કૂલમાં દાખલે લેવે હેય તે સરકારી પરમિશનની પ્રેસેસ કરવી પડે છે. એ અંતગર્ત સરકારને પ્રતિનિધિ ઘરે આવી બાળકની કૅપેસિટી અને અન્ય રિસેર્સિસ ચેક કરે છે અને યેગ્ય હેય તે જ મંજૂરી મળે છે. અહીં પ્રાઇમરી શિક્ષણ જર્મન ભાષામાં અપાય છે અને માધ્યમિક કક્ષામાં આવતાં બાળકને ગણિત તેમ જ માતૃભાષા અને એક ફૉરેન લૅન્ગ્વેજ શીખવાની હેય છે. ઇમિગ્રન્ટની માતૃભાષા જર્મન ન હેય ને બીજી હેય તે એ માટે સ્કૂલે (હા, પબ્લિક સ્કૂલે) ખાસ શિક્ષકે અપૉઇન્ટ કરે છે. યુનિવર્સિટીમાં પણ એક સત્રના ૧૮ યુરે. એ પણ સ્ટુડન્ટ યુનિયન ઇન્શ્યૉરન્સ પેટે ભરી ઇકૉનૉમિક્સ ઍન્ડ બિઝનેસ, અપ્લાઇડ સાયન્સ જેવા વિષયેમાં સ્નાતક થઈ શકાય છે. માસ્ટર્સ અને પીએચડી કેર્સિસ માટે વિદ્યાર્થીએ ફી આપવી પડે છે. ભણવા ઉપરાંત અહીં સરકારી ચાઇલ્ડ કૅર ફૅસિલિટીઝ પણ છે, જેમાં સ્કૂલ બાદ બાળકે કૅર-સેન્ટરમાં રહી શકે છે. ૨૦૧૬-૧૭માં બે લાખ ૩૫ હજાર ૨૯૫ બાળકે સ્કૂલમાં હતાં, જેમાંથી ૯૬ હજાર ૩૭ બાળકે ચાઇલ્ડ કૅરમાં રહેતાં હતાં. ૨૦૧૭-૧૮માં હાલ ૧ લાખ ૯૪ હજાર ૧૫૪ વિદ્યાર્થીઓ શહેરની અનેક યુનિવર્સિટીમાં ભણી રહ્યા છે. દરેક સરકારી સ્કૂલના ક્લાસરૂમમાં કમ્પ્યુટર હેય છે તેમ જ દરેક સ્કૂલ એકબીજાથી લિન્ક્ડ હેય છે. સે ટકા સાક્ષરતા હેવા ઉપરાંત દેશની ઇકૉનૉમિક સ્ટેબિલિટી સ્ટ્રૉન્ગ હેવાથી બેકારી-રેટ ફક્ત ૬ ટકા છે. ઑસ્ટ્રિયન નાગરિકેની કાર્યદક્ષતા અને લૉયલ્ટી વિશ્વ કક્ષાએ ઘણી હાઈ લેવલની ગણાય છે. આ ગુણને કારણે દેશને જીડીપી ગ્રેથ અને ક્વૉલિટી સ્ટાન્ડર્ડ હંમેશાં એ-વન કક્ષાએ રહ્યા છે.

આરેગ્યલક્ષી સેવાઓ

 સૌપ્રથમ અહીં કામ કરતી દરેક વ્યક્તિ પબ્લિક હેલ્થ ઇન્શ્યૉરન્સ પ્લાનથી કવર્ડ હેય છે. નાની કે મેટી બીમારીમાં હૉસ્પિટલ સ્ટેથી લઈ સ્પેશ્યલિસ્ટ ડૉક્ટરેની ફી સુધ્ધાં ચૂકવવી પડતી નથી. ઇમર્જન્સીમાં તરત સારવાર મળે છે. ઉપરાંત શહેરમાં અનેક ક્લિનિક, પ્રાઇવેટ હૉસ્પિટલે, સરકારી રુગ્ણાલયે છે. જેકે આ બધાથી સુપિરિયર વાત એ છે કે ડૉક્ટરે આપેલા પ્રિãસ્ક્રપ્શન પ્રમાણે દવાઓ લઈએ અને કુલ કિંમત ગમેતેટલા યુરે હેય, મેડિકલ સ્ટેરવાળાને ફક્ત ૫.૫૫ યુરે જ ચૂકવવાના રહે છે. બાકીની રકમ હેલ્થ ઇન્શ્યૉરન્સમાં ક્વર થઈ જાય છે. દાખલે આપીને સમજાવું તે ડૉક્ટરે રેજિંદા ધેરણે તમને ડાયાબિટીઝ, બ્લડ-પ્રેશર, વિટામિન, થાઇરૉઇડની ગેળીઓ ગળવાની લખી આપી છે; જેનું મહિનાનું બિલ ૩૦ યુરે થાય છે, પણ તમારે ફક્ત પાંચ યુરે ૫૫ સેન્ટ જ કેમિસ્ટને આપવાના. જેકે અહીં શુદ્ધ હવા, પાણી, ખેરાક છે તેમ જ ટ્રાન્સર્પેટેશન, ઝીરે ક્રાઇમ, ફ્રી સરકારી સવલતે હેવાથી લેકેેને સ્ટ્રેસ બહુ ઓછું છે. વળી સ્થાનિક લેકે હેલ્ધી લાઇફ-સ્ટાઇલ ફૉલે કરવામાં માને છે એટલે ઓવરઑલ માણસ બીમાર ઓછા પડે છે.

viuena


કાયદે અને વ્યવસ્થા, ગુનાખેરી અને સુરક્ષા    

વિઝિટર્સ અને લેકલ્સના મતે વિએના ડે-લાઇટના સમયમાં ૯૨.૩૨ ટકા સુરક્ષિત છે, પણ રાત્રે આ સેફ્ટી બાવીસ ટકા ઘટી જાય છે. સ્થાનિક લેકેના કહેવા અનુસાર છેલ્લાં ત્રણ વર્ષમાં અહીં ગુનાખેરી વધી છે. ઘરમાં ચેરી, લૂંટફાટ થાય છે. ડ્રગ્સ વેચવું, લેવું અને પછી ધમાલ કરવાના કિસ્સાઓ વધતા જાય છે. યુરેપિયન યુનિયનના અન્ય દેશેથી અહીં આવેલાં તત્વેને કારણે શહેરના અમુક વિસ્તારે રાત્રે અનસેફ થઈ જાય છે. અહીં કીપ ઇન માઇન્ડ કે આ એ લેકલ લેકેને મત છે જેમણે ક્રાઇમ ક્યારેય જેયું-અનુભવ્યું જ નથી. બાકી અમેરિકાનાં શહેરે અને યુરેપનાં અનેક શહેરની સરખામણીએ વિએનામાં કાયદે અને વ્યવસ્થા સુપેરે જળવાયેલાં રહે છે. હા, અસામાજિક તત્વે છે, જે બેધ્યાન લેકેનું પર્સ ઝૂંટવી જાય કે પાર્ક કરેલી ગાડીમાંથી વસ્તુઓ ચેરી જવા જેવા ગુનાઓ આચરે છે. પણ મુંબઈગરાઓ માટે તે આવી વાતે, આવા ગુના સાવ ક્ષુલ્લક છે.

પર્યાવરણ, આબેહવા

 ડૅન્યુબ નદીની બેઉ બાજુ પ્રસરેલું વિએના સમુદ્રની સપાટીથી ૫૦૦થી ૧૭૭૮ ફીટ ઊંચું છે. આ પહાડી શહેર કૂલ વિન્ટર અને વૉર્મ સમર માટે પ્રખ્યાત છે. આખા વર્ષમાં ૨૦૦૦ કલાક સૂર્યપ્રકાશ રહે છે. તે ન્ાવેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરીમાં છથી સાડાસાત ઇંચ સ્નેફૉલ થાય છે. ઍક્ચ્યુઅલી આબેહવા વિશે લખવાનું કારણ એ કે મેસ્ટ લિવેબલ સિટીની રેસમાં આ પાસાને પણ ક્ન્સીડર કરવામાં આવે છે. પર્યાવરણની વાત કરીએ તે વિએનાની ઍર-ક્વૉલિટી ૮૦.૪૧ ટકા છે જે ઘણી-ઘણી ઊંચી છે. ઉપરાંત સિટીમાં ૧૨૦ સ્ક્વેર મીટરની ગ્રીન સ્પેસ છે, જે તુલનાએ ઘણી વધુ છે. શહેરની મધ્યમાં હે કે શૉપિંગ ડિસ્ટ્રિક્ટમાં, બિઝી બજારેમાં હે કે છેવાડાના હાઉસિંગ એરિયામાં... તમે જ્યાં હે ત્યાંથી મહત્તમ અડધા કિલેમીટરના અંતરે પાર્ક, ગાર્ડન, લૉનમાં પહેંચી શકે છે. હરિયાળીને કારણે જ અહીં પૉલ્યુશન નહીંવત્ છે. ઑસ્ટ્રિયન સરકાર દરેક સેશ્યલ ઍન્ડ ઇકૉનૉમિકલ પૉલિસી એન્વાયર્નમેન્ટને ફેકસ કરીને જ બનાવે છે.

લિવિંગ સ્ટાન્ડર્ડ 

વિએના મેંઘું શહેર છે. યુરેપિયનેને પણ એ કૉસ્ટ્લી લાગે છે તે આપણને તે લાગે જ. પણ અહીંનું લિવિંગ સ્ટાન્ડર્ડ જ હાઈ છે. દૂધ, શાકભાજી, ફળે જેવા ફ્રેશ પ્રેડ્યુસ અને અન્ય જીવનજરૂરિયાતેની વસ્તુઓની ક્વૉલિટી વલ્ર્ડ ક્લાસ છે. રેસ્ટેરાંમાં ફૂડ, કૉફી અને વાઇન માટે અન્ય યુરેપિયન સિટી કરતાં વધુ યુરે ચૂકવવા પડે છે. જેકે હાઈ ક્વૉલિટી સ્ટાન્ડર્ડને કારણે વધુ યુરે આપવા જરાય ખેટને સેદે નથી. ખેરાકમાં નથી કેઈ ભેળસેળ કે નથી થતી રાસાયણિક પ્રક્રિયા, ઇલેક્ટ્રૉનિક અપ્લાયન્સિસ, હાઉસહેલ્ડ વસ્તુઓ પણ હાઈ ટેક, ટકાઉ તેમ જ સુપિરિયર ક્વૉલિટીની હેય છે. અહીં ઘણી રેજિંદા વપરાશની વસ્તુઓની આયાત થાય છે, પરંતુ નિકાસ કરતી જે-તે દેશની મૅન્યુફૅક્ચરિંગ કંપનીઓએ ઑસ્ટ્રિયાના સ્ટાન્ડર્ડ પ્રમાણે માલ બનાવવે પડે છે. પછી જ એક્સર્પેટ કરી શકાય છે.

એન્ટરટેઇનમેન્ટ, કલ્ચર, ફ્રીડમ ઑફ સ્પીચ


 શહેરના આઉટસ્કર્ટ્સમાં આવેલાં સમૃદ્ધ વિન્યાર્ડથી લઈ સિટી સેન્ટરનાં ઐતિહાસિક સ્થાપત્યે સુધીનું બધું જ ગ્રેટ છે. મેઝાર્ટ અને બિથેવનની નગરી વિએનામાં મ્યુઝિયમ, પૅલેસ, સિટી હૉલ, પાર્લમેન્ટ, કથીડ્રલ દરેક ઇમારત આર્કિટેક્ચરના અદ્ભુત નમૂનાઓ છે. ગલીએ- ગલીએ આર્ટ અને સંસ્કૃતિના માસ્ટરપીસ છે. તે ડૅન્યુબ રિવરને પ્રૉમેનાડ હૉટ ઍન્ડ હૅપનિંગ વિસ્તાર છે. અહીં દર દસમી દુકાન કૅફે છે જ્યાંની કૉફી અને ક્રીમ કેક્સ, કુકીઝ મજેદાર હેય છે. એ જ રીતે દરેક સ્ક્વેર પર લાઇવ મ્યુઝિક, શે, સતત કશુંક ચાલતું જ હેય છે અને શહેરનાં ફેફસાં સમી ગ્રીન સ્પેસ. વાઉ! રિલૅક્સિંગ અને રિજુવિનેટ કરતા પાક્ર્સ, બગીચાઓ મનેરંજનના મહાઆયામે છે. વિએનામાં ઘણા આર્ટિસ્ટ, બુદ્ધિજીવી વ્યક્તિઓ, ઇતિહાસવિદેએ વસવાટ કર્યે છે અને તે દરેકે શહેર પર પેતાની છાપ છેડી છે. સેળમી સદીની મધ્યમાં વસેલા આ શહેરે એકવીસમી સદીની સ્માર્ટ સિટી સુધીની સફર સક્સેસફુલી ખેડી છે. અહીંના સિટિઝનેને ફુલ ફ્રીડમ ઑફ સ્પીચ છે છતાં લેકે પૂરી ઇન્ટિિગ્રટીથી રહે છે. દેશપ્રેમ, ઑનેસ્ટી જેવા ગુણે દરેક વ્યક્તિમાં છે. સરકાર માટે સૌથી મહkવની પ્રજા છે. પેતાની પબ્લિકને કેઈ નુકસાન ન થાય એ રીતની પૉલિસીઓ બનાવવામાં આવે છે અને અમલ કરવામાં આવે છે. ઈ. સ. ૨૦૦૦માં સરકારમાં ભ્રષ્ટાચારને મેટે કિસ્સે થયે હતે. ત્યાર બાદ કેઈ પણ મેટાં સ્કૅમ કે નાના ગેટાળા થયા નથી. આવાં કારણેએ દેશની રાજકીય અને આર્થિક પરિસ્થિતિને સ્ટેબલ રાખી છે.

ઝીરે ટેરરિઝમ

ઑસ્ટ્રેલિયન શહેર મેલબર્નને પછાડીને બેસ્ટ લિવેબલ સિટી બનવાનું મેટું પરિબળ છે ઝીરે ટેરરિઝમ. આજે દુનિયાના નાના-મેટા દરેક દેશ ત્રાસવાદ સામે લડી રહ્યા છે ત્યારે ઑસ્ટ્રિયામાં મિલિટન્ટ્સની ધમકીઓ હેવા છતાં ટેરર-અટૅક રેકવામાં પેલીસ, સિક્યૉરિટી, સરકાર સફળ રહ્યાં છે.

વિએનાની આ વાતે પણ માણવા જેવી છે

વિએના સુંદર, અતિસુંદર શહેર હેવા છતાં અહીંના લેકે બિલકુલ ફ્રેન્ડ્લી કે હેલ્પિંગ નેચરના નથી. તેઓ હંમેશાં અતડા જ રહે છે. ટૂરિસ્ટ હેય કે અન્ય દેશને વતની ત્યાં જ રહેતે હેય, તેની સાથે પણ હળતા-ભળતા નથી. અહીંની રેસ્ટેરાં રૂડ સર્વિસ માટે કુખ્યાત છે. ફૂડ ભલે ટેસ્ટી હેય, પણ વેઇટર્સની સર્વિસ ખૂબ ઍરેગન્ટ હેય છે. ઉપરથી તેઓ બિલની ૧૦ ટકા રકમની ટિપની આશા રાખે છે.

ઈસ્ટર્ન યુરેપના લેકે, સ્વિટ્ઝરલૅન્ડના વતનીઓ વેલકમિંગ અને સ્માઇલી હેય છે, પણ અહીંના રહેવાસીઓ રિજિડ છે. સિટીને મેટા ભાગને વિસ્તાર સાંજે પાંચ-૬ વાગ્યામાં બંધ થઈ જાય છે. તેમ જ રવિવારે પણ જડબેસલાક બંધ હેય છે. હા, પ્રૉમેનાડ્સ પર રાત્રે લેટ સુધી ચહલપહલ હેય છે.

વિએનામાં કેઈ પણ વ્યક્તિ મેઢું ઢાંકીને ફરી શકતી નથી. બુરખા તે અલાઉડ નથી ઉપરાંત માસ્ક પણ અલાઉડ નથી. અહીં દરેકનાં ફેશ્યલ એક્સપ્રેશન દેખાવાં જરૂરી છે. ક્રાઇમ રેકવા ગયા વર્ષે સરકારે આ પગલું લીધું છે.

vienaસેટલ થવું છે?

વિએનાની કુલ વસ્તીમાં ૪૫ ટકાથી વધુ લેકે વિએનાની બહારના છે. ઑસ્ટ્રિયાના, યુરેપિયન યુનિયનના, અન્ય દેશેના વગેરે. હાઈ લિવિંગ સ્ટાન્ડર્ડ દુનિયાભરની વ્યક્તિઓને વિએના ખેંચી લાવે છે. અહીંનું પર્મનન્ટ નાગરિકત્વ મેળવવું તે લેઢાના ચણા ચાવવા જેવું જ અઘરું છે, પણ સ્પેસિફિક સ્કિલ્ડ લેકેને વર્ક-વીઝા અપાય છે. એ જ રીતે રેડ-વાઇટ-રેડ કાર્ડ પણ મળે છે, જેમાં અનુક્રમે ૧ વર્ષ અને બે વર્ષ સુધી અહીં રહેવાની છૂટ મળે છે. આ વીઝા અને કાર્ડ વારંવાર રિન્યુ પણ કરાવી શકાય. એ દેશને, સરકારને જ્યાં સુધી તમારી આવડત અને સર્વિસની જરૂર હેય ત્યાં સુધી વીઝા રિન્યુ થતા રહે છે, પણ કાયમી નાગરિકત્વ મળે એની ગૅરન્ટી નથી. અહીંની માતૃભાષા જર્મન હેવા છતાં આખા દેશમાં અંગ્રેજી બેલાય અને સમજાય છે. છતાં વર્ક-વીઝા અપાતી વખતે લૅન્ગ્વેજ-સ્કિલ, ઉંમર, અભ્યાસ, વર્ક-એક્સ્પીરિયન્સ જેવા પૉઇન્ટ્સ કન્સીડર કરવામાં આવે છે.                              

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK