ચા કરતાં પણ વધુ તાજગી છે આસામમાં

ચાથી લઈને વાઇલ્ડલાઇફ સુધી અને તળાવથી લઈને હિલ સુધી અવિસ્મરણીય છે આ રાજ્ય

asam


ટ્રાવેલ ગાઈડ - દર્શિની વશી

ચારે તરફ આવેલા ચાના બગીચામાંથી આવતી મદમસ્ત સુગંધ, બ્રહ્મપુત્રા નદીનાં શાંત પાણી, રેમાંચકારી વાઇલ્ડલાઇફ સફારી અને કુદરતી સૌંદર્યથી છલેછલ એટલે દેશના ઉત્તરપૂર્વીય ભાગમાં આવેલું આસામ. આટલીબધી ખાસિયત ધરાવતા આસામને ક્યાંથી એક્સપ્લેર કરવાનું શરૂ કરીએ એ જ સમજાતું નથી, પરંતુ અહીંની ખૂબસૂરતીને પૂર્ણ ન્યાય મળે એની ખાતરી રાખીશું. આમ તે આસામ એના ચાના બગીચાઓને લીધે જગતભરમાં વિખ્યાત છે અને અહીંથી વિશ્વભરમાં ચાની નિકાસ થાય છે. આ ઉપરાંત અહીં આવેલા ગુવાહાટી અને કાઝીરંગા વિશે પણ થેડાઘણા માહિતગાર હશે, પરંતુ આ બધા સિવાય પણ અહીં ઘણું છે જે હજી વિશ્વથી છાનું છે જેની અહીં આપણે વિગતે વાત માંડવાના છીએ. આસામની સફારી શરૂ કરતાં પૂર્વે આપણે શૉર્ટમાં એને પરિચય મેળવી લઈએ.

આસામના નામની પાછળ અનેક સ્થાને અલગ-અલગ ઇતિહાસ રજૂ કરવામાં આવ્યે છે, પરંતુ સાચી હકીકત હજી સુધી સ્પક્ટ નથી. ઇતિહાસ જે હશે તે, આપણે આજની વાત કરીએ. ભારતના નકશામાં જેશે તે તમને જણાશે કે આસામની બૉર્ડર ઘણાં રાજ્યેને સ્પર્શે છે. જેમ કે ઉત્તરમાં ભૂતાન અને અરુણાચલ પ્રદેશ, પૂવર્‍માં નાગાલૅન્ડ અને મણિપુર, દક્ષિણમાં મિઝેરમ, ત્રિપુરા, મેઘાલય અને બંગલા દેશ તે પãમમાં બંગાળની બૉર્ડર સ્પર્શે છે. અહીંની મુખ્ય ભાષા આસામી છે તેમ છતાં રાજ્યના કેટલાક વિસ્તારેમાં ઘણા લેકે બંગાળી બેલે છે. અત્યારે આસામ વિશ્વમાં એની મુખ્ય બે વસ્તુઓને લીધે ઓળખાય છે, એક તે ચા અને બીજું આસામી સિલ્ક. આ ઉપરાંત અહીં આવેલાં પ્રાણીસંગ્રહાલય પણ વિશેષતા ધરાવે છે. અહીંના કાઝીરંગા નૅશનલ પાર્ક અને માનસ નૅશનલ પાર્ક વલ્ર્ડ હેરિટેજ સાઇટમાં સ્થાન ધરાવે છે, જેમાં ઘણાં રૅર કહી શકાય એવાં પ્રાણીઓ જેવાને લહાવે મળે છે. એની પણ આગળ વિગતે માહિતી મેળવવાના છીએ. આસામમાં સરેરાશ કરતાં વધુ વરસાદ પડતે હેવાથી અહીં બારેમાસ ગ્રીનરી રહે છે તેમ જ વધુ વરસાદના કારણે અહીં સાલનાં પુષ્કળ પ્રમાણમાં ઝાડ પણ નજરે પડે છે.

આસામ હજી અન્ય ટૂરિસ્ટ ડેસ્ટિનેશન જેટલું ક્રાઉડેડ નથી બન્યું, પરંતુ ધીરે-ધીરે એની વધી રહેલી લેકપ્રિયતા ટૂંક સમયમાં એને ટૉપ ડેસ્ટિનેશનની યાદીમાં સ્થાન અપાવે તે નવાઈ પામવા જેવું નથી. આ થઈ આસામની એક નાની રૂપરેખા. હવે વાત કરીએ આસામના હૉટ ફેવરિટ ડેસ્ટિનેશનની અને એમાં ટેચના ક્રમાંકે આવે છે કાઝીરંગા નૅશનલ પાર્ક.

એક શિંગડાવાળા ગેંડા

વાઇલ્ડલાઇફના શેખીને માટે આજે કાઝીરંગા નામ અજાણ્યું નથી, પરંતુ ઘણા લેકે હજીયે કાઝીરંગાને સામાન્ય નૅશનલ પાર્ક ગણીને એની અવગણના કરે છે. જેકે કાઝીરંગા વિદેશી વાઇલ્ડલાઇફ ટૂરિસ્ટે અને ફેટેગ્રાફરે માટે સૌથી પ્રિય ડેસ્ટિનેશનમાંનું એક છે એ ઘણા ઓછાને ખબર હશે. વિદેશી ટૂરિસ્ટના નેંધાયેલા આંકડા પરથી એને ક્રેઝ જેઈ શકાય છે. શું કામ કાઝીરંગા આટલું પ્રખ્યાત છે? એક તે અહીં એક શિંગડાવાળા ગેંડા સૌથી વધુ જેવા મળે છે. વિશ્વભરમાં જેવા મળતા એક શિંગડાવાળા ગેંડાની મેટા ભાગની વસ્તી કાઝીરંગામાં સ્થિત છે. તાજેતરમાં હાથ ધરવામાં આવેલા સર્વેક્ષણ મુજબ અહીં ૨૪૦૦થી અધિક ગેંડા છે. અને બીજું એ કે કાઝીરંગા નૅશનલ પાર્ક દેશના સૌથી જૂનામાંને એક હેવાની સાથે એને અહીં સ્થિત પ્રાણીઓ માટે એકદમ સુરક્ષિત ગણવામાં આવે છે. ગેંડા સિવાય એશિયન હાથી, ઇન્ડિયન વાઘ, દક્ષિણ અમેરિકામાં જેવા મળતું રીંછ, લાંબા હાથવાળે પરંતુ પૂંછડી વિનાને વાંદરે, જંગલી ભેંસ, સેનેરી લંગૂર, માઇગ્રેટરી બર્ડ, ચાઇનીઝ પેંગેલિયન, બેન્ગૉલ શિયાળ, ઊડતી ખિસકેલી અને આ સિવાય પણ બીજું ઘણું અહીં આવેલું છે. ૪૩૦ સ્ક્વેર કિલેમીટરના વિસ્તારમાં પથરાયેલા આ પાર્કને ટૂરિસ્ટે ઓપન જીપમાં અથવા હાથી પર બેસીને માણી શકે છે. ચેમાસા દરમ્યાન કાઝીરંગા પાર્ક બંધ રહે છે. પાર્કની બહાર લૉજ અને રિસૉર્ટ આવેલાં છે જ્યાં ટૂરિસ્ટે રાત્રિમુકામ પણ કરી શકે છે. દુર્ગાપુરમાં થેડા વખત પહેલાં જ કાઝીરંગા નૅશનલ ઑર્કિડ ઍન્ડ બાયેડાયવર્સિટી પાર્ક શરૂ કરવામાં આવ્યે છે જ્યાં ઑર્કિડની ૫૦૦ જેટલી વિવિધ પ્રજાતિ, ફળ અને શાકની ૧૩૨ વરાઇટી, ૪૬ જાતના બામ્બુ અને લેકલ વરાઇટીની ફિશ આવેલી છે. થેડા સમય પૂર્વે અહીં આવેલા વિનાશક પૂરને લીધે કેટલાંક ગેંડા અને પ્રાણીઓ તણાઈ ગયાં હતાં. બર્ડ લાઇફ ઇન્ટરનૅશનલ દ્વારા કાઝીરંગાને મહત્વના બર્ડ વિસ્તાર તરીકે ઓળખાવ્યે છે. વર્ષેથી કરવામાં આવી રહેલી પાર્કની જાળવણીની સાથે પ્રાણી અને પર્યાવરણની કરવામાં આવી રહેલી માવજતને જેતાં કાઝીરંગાને યુનિસ્કેએ વલ્ર્ડ હેરિટેજ સાઇટની યાદીમાં સ્થાન આપ્યું છે. કાઝીરંગા આસામના ગેલાઘાટ વિસ્તારમાં આવેલે છે.

વન્ડરફુલ વાઇલ્ડલાઇફ

કાઝીરંગા ઉપરાંત પણ આસામમાં અનેક ઠેકાણે વાઇલ્ડલાઇફ પાર્ક આવેલા છે જે તમામની કેઈ ને કેઈ વિશેષતા છે. કાઝીરંગા પણ એક સમયે ટાઇગર રિઝર્વ તરીકે ઓળખાતે હતે, પરંતુ હવે આસામને ઓરંગ નૅશનલ પાર્ક સૌથી વધુ રૉયલ બેન્ગૉલ ટાઇગર ધરાવે છે. કાઝીરંગા ઉપરાંત આસામમાં માનસ નૅશનલ પાર્કને પણ યુનેસ્કેએ વલ્ર્ડ હેરિટેજ સાઇટમાં સ્થાન આપ્યું છે. આ પાર્ક ટાઇગર રિઝવર્‍ ઉપરાંત હાથી અને જીવાવરણ રિઝવર્‍ તરીકે પણ ઓળખાય છે. આ સિવાય લાલ પાંડા અહીંની ખાસિયત છે. હાથી પર સફારી કરતાં-કરતાં સરળતાથી ગેંડા અને વાઘ નજરે ચડી જાય છે. આ સિવાય આસામમાં તીનસુકિયાથી ૧૨ કિલેમીટરના અંતરે દિબ્રૂ-સાઇખેવા નૅશનલ પાર્ક આવેલે છે જેને રિવર આઇલૅન્ડ પાર્ક પણ કહેવાય છે. એ વિશ્વમાં આવેલા ૧૯ બાયેડાયવર્સિટી હૉટ સ્પૉટમાંને એક છે. આ સ્થળે પ્રતિબંધિત કહી શકાય એવી પ્રજાતિના જીવે જેવા મળી શકે છે જેમાં સફેદ પાંખવાળાં વુડ ડક, બેન્ગૉલ ફ્લેરિકેન સહિતને સમાવેશ થાય છે.

ચાની રાજધાની


કાઝીરંગાથી ૯૬ કિલેમીટરના અંતરે જેરહટ આવેલું છે. આસામનું બીજા નંબરનું મેટું શહેર એટલે જેરહટ. ત્યાં ચાનાં ૧૩૫ ગાર્ડન આવેલાં હેવાથી એ દેશની ચાની રાજધાની તરીકે ઓળખાય છે. અહીં થતાં મેટા પ્રમાણમાં ચાનાં પ્લાન્ટેશનને જેવા માટે ટૂરિસ્ટે

દૂર- દૂરથી અહીં ખેંચાઈ આવે છે. ચારે તરફ આવેલા ચાના બગીચાની વચ્ચે મહાલવાને પણ એક લહાવે જ છે. જેકે ઘણા લેકે જેરહટની ખૂબસૂરતીથી વાકેફ નથી. ચાના બગીચા ઉપરાંત અહીં થેંગલ ભવન, રાજા મેડમ, ગિબ્બેન વાઇલ્ડલાઇફ સૅન્ક્ચુરી સહિત ઘણાં આકર્ષણે આવેલાં છે. આ ઉપરાંત આસામમાં આવેલું દિબ્રૂગઢ ‘ટી સિટી ઑફ ઇન્ડિયા’ તરીકે ઓળખાય છે.

રિવર આઇલૅન્ડ માજુલી

જેરહટથી વીસ કિલેમીટરના અંતરે માજુલી આવેલું છે. માજુલી બ્રહ્મપુત્રા નદીમાં આવેલે એકદમ ચેખ્ખે, તાજે અને પ્રદૂષણરહિત આઇલૅન્ડ છે. ૧૨૫૦ ચેરસ કિલેમીટરના કુલ વિસ્તાર સાથે માજુલી વિશ્વને સૌથી મેટે રિવર આઇલૅન્ડ છે. એને લીધે એ યુનેસ્કેની બેસ્ટ હેરિટેજ સાઇટની યાદી માટેને મજબૂત દાવેદાર છે. માજુલીનું કલ્ચર યુનિક અને રસપ્રદ હેવાને લીધે એ આસામનું કલ્ચર કૅપિટલ ગણાય છે. છેલ્લાં થેડાં વર્ષમાં વધી રહેલી ગ્લેબલ વૉર્મિંગની અસરને લીધે અહીંના પાણીમાં અશુદ્ધતા જેવા મળી રહી છે. પાણીને શુદ્ધ રાખવા અહીંના લેકે સતત કાર્યરત રહે છે.

ગુવાહાટી

આસામના ગુવાહાટીનું નામ ઘણું પ્રચલિત છે. ઘણા લેકેને એવું છે કે આસામની રાજધાની ગુવાહાટી જ છે, પરંતુ એ સત્ય નથી. આસામનું પાટનગર દિસપુર છે. જેકે બ્રહ્મપુત્રા નદી પર વસેલું ગુવાહાટી રાજ્યનું સૌથી મેટું અને જાણીતું શહેર છે તેમ જ દેશના સૌથી ઝડપથી વિકાસ પામી રહેલાં શહેરેમાં સ્થાન ધરાવે છે, જેની નૉર્થ-ઈસ્ટ ઇન્ડિયાની સેવન સિસ્ટરના પ્રવેશદ્વાર તરીકે પણ ઓળખ થાય છે. અહીં આવેલા કામાખ્યા મંદિર સહિત અહીં અનેક પ્રાચીન મંદિરે, આસામ સ્ટેટ મ્યુઝિયમ, ગુવાહાટી ઝૂ ઉપરાંત અનેક જેવાલાયક સ્થળે આવેલાં છે. એટલે જ આસામ જનારા ગુવાહાટીને સ્કિપ કરતા નથી.

કામાખ્યા માતાનું મંદિર


ગુવાહાટીમાં આવેલું કામાખ્યા માતાનું મંદિર જગવિખ્યાત છે, જેની ગણના દેશમાં આવેલી દેવીની ૫૧ શક્તિપીઠમાંથી એકમાં થાય છે. એવી લેકવાયકા પણ છે કે કામાખ્યા માતા તેના ભક્તેને ખરાબ નજરથી બચાવે છે. આ મંદિર આસામના પ્રસિદ્ધ સ્થળેમાંનું એક છે. નીલાચલ હિલની ટેચ પર આવેલું આ મંદિર આઠમી સદીમાં બંધાયું હેવાને અંદાજ છે. એવું પણ કહેવાય છે કે આ મંદિર ભગવાન વિશ્વકર્મા દ્વારા બાંધવામાં આવ્યું હતું, પરંતુ ત્યાર બાદ અનેક વખત મંદિરે પર આક્રમણે થતાં એને ફરીથી બાંધવામાં આવ્યું હતું. અહીંના તહેવાર દરમ્યાન આ મંદિરની મુલાકાત લેવી બેસ્ટ રહેશે.

aasam


મેયૉન્ગ

ગુવાહાટીથી ૪૦ કિલેમીટરના અંતરે મેયૉન્ગ નામની એક જગ્યા છે જે ‘લૅન્ડ ઑફ બ્લૅક મૅજિક’ તરીકે ઓળખાય છે જે ટૂરિસ્ટેની ફેવરિટ જગ્યા તે છે જ, સાથે અહીંના સ્થળ સાથે સંકળાયેલી બ્લૅક મૅજિકની વાર્તા પણ એટલી જ ફેમસ છે. ભૂતકાળમાં અહીં લેકે બ્લૅક મૅજિક શીખવા આવતા હતા. આજે પણ અહીંના મ્યુઝિયમમાં એ સમયે બ્લૅક મૅજિક માટે વપરાતાં સાધને રાખવામાં આવ્યાં છે. કહેવાય છે કે આજની તારીખમાં પણ પંજાબ, બંગાળ અને હરિયાણાથી અહીં બ્લૅક મૅજિક શીખવા માટે લેકે આવે છે. લેકવાયકા પ્રમાણે ભૂતકાળમાં ચુરા બેઝ નામની વ્યક્તિએ અહીંથી બ્લૅક મૅજિકની વિદ્યા શીખી હતી અને એમાં તે એટલા નિપુણ થઈ ગયા હતા કે તેઓ હવામાં પણ ગાયબ થઈ શકતા હતા. જેકે ત્યારના સમયમાં લેકે સારા હેતુસર આ વિદ્યા શીખતા હતા. ઇતિહાસમાં રસ ધરાવતા હે અને બ્લૅક મૅજિક જેવી કહેવાતી વાતે પર રિસર્ચ કરવા માગતા હે તે અહીં એક વાર ચેક્કસ આવવા જેવું છે.

હેફલૉન્ગ : પૂર્વનું સ્વિટ્ઝરલૅન્ડ

ચાનાં ગાર્ડન, વાઇલ્ડલાઇફ અને મંદિરેનાં દર્શન કરીને હવે થેડે આરામ કરવે હેય તે હેફલૉન્ગ તરફ પ્રયાણ કરવું જેઈએ. હેફલૉન્ગ આસામનું એકમાત્ર હિલ-સ્ટેશન છે જેની સુંદરતા સ્વિટ્ઝરલૅન્ડથી ઓછી અંકાય એમ નથી. એટલે જ કદાચ એને જેનારાઓએ પૂવર્‍નું સ્વિટ્ઝરલૅન્ડ તરીકેની ઉપમા આપી હેવી જેઈએ. અહીંના કેટલાક એને ઍન્ટહિલ ટાઉન પણ કહે છે. અહીં આવેલું હેફલૉન્ગ તળાવ ખૂબ જ સુંદર છે જ્યાં વૉટર સ્ર્પેટ્સ અને બેટિંગની ફૅસિલિટી પણ આપવામાં આવે છે. અહીંના ફૉરેસ્ટ ડિપાર્ટમેન્ટ હેઠળ આ જગ્યાની સુંદરતાને કેઈ હાનિ ન પહેંચે એને ખ્યાલ રાખવામાં આવે છે. એકબીજાની સાથે હાથમાં હાથ પરેવીને ઊભાં હેય એવી હિલ અને પવર્‍તે, ખુશનુમા ક્લાઇમેટ, સુંદર વૅલી અને મંત્રમુગ્ધ કરતે નજારે તમને આસામના પ્રેમમાં પાડી દેશે. ગુવાહાટી અને સિલચર અહીંથી નજીક પડે છે જ્યાંથી રેડ અથવા રેલવે મારફત અહીં પહેંચી શકાય છે. અહીંના લેકે હિન્દી, નેપાલી અને બંગાળી બેલે છે.

કેવી રીતે અને ક્યારે જશે?

નૉર્થ-ઈસ્ટ ભારતમાં આવેલા આસામ સુધી પહેંચવા માટે હવાઈ માર્ગ સૌથી શ્રેષ્ઠ અને શૉર્ટ છે. આસામ માટે દિલ્હી, મુંબઈ અને બૅન્ગલેરથી સીધી ફ્લાઇટ ઊપડે છે. ગુવાહાટીનું ઍરર્પેટ સૌથી નજીકનું ઍરર્પેટ છે. જે ટ્રેનથી જવું હેય તે આસામની કલકત્તા, મુંબઈ, દિલ્હી, ચેન્નઈ, બૅન્ગલેર અને કેચીનથી સીધી ટ્રેન ઊપડે છે. રેડ મારફત જવું હેય તે પણ રસ્તે સરળ છે. નૅશનલ હાઇવે પકડીને આસામ સુધી પહેંચી શકાય છે. જે રેડ-ટ્રિપમાં રસ ધરાવતા હેય તેમને મજા આવશે, પરંતુ આ ટ્રિપ થેડી લાંબી હેઈ શકે છે. આસામ જવા માટેને શ્રેષ્ઠ સમય ઑક્ટેબરથી એપ્રિલને છે, કેમ કે ચેમાસા દરમ્યાન અહીં પુષ્કળ વરસાદ પડતે હેવાથી ફરવાની મજા નહીં આવે તેમ જ મેટા ભાગનાં સ્થળે બંધ રહે છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK