પ્રેમની પાંખ પર સવાર થઈને માણવા જેવું છે અરસિયામા


ક્યેટેમાં ફરવું એ ખરેખર તે એની કેરે આવેલા વિસ્તારેમાં ફરવું એમ જ કહેવાય

arsamiya
ઑફબીટ ટ્રાવેલર - કવિતા વખારિયા-થાવાણી

ક્યેટેમાં ફરવું એ ખરેખર તે એની કેરે આવેલા વિસ્તારેમાં ફરવું એમ જ કહેવાય, કારણ કે શહેરની અંદર છે એના કરતાં વધુ રસપ્રદ જગ્યાઓ એના છેવાડાના વિસ્તારેમાં આવેલી છે.  ચાલે આજે આપણે ક્યેટેની પશ્ચિમે આવેલા અરસિયામા નામના નગરમાં લટાર મારી આવીએ.

અગાઉ આપણે વાંસના ઉપવનની વાત કરી ચૂક્યા છીએ. અરસિયામામાં સૌથી વધુ જેવાલાયક સ્થળ આ જ છે. ક્યેટે જઈ આવેલા પર્યટકનું આલબમ આ ઉપવનની તસવીરે વગર અધૂરું કહેવાય. તમે નહીં માને, પણ અમને વાંસનું ઉપવન એટલું ગમી ગયું કે અમે ક્યેટેમાં ગાળવાના ત્રણ દિવસમાંથી એક આખે દિવસ અરસિયામાને ફાળવવાનું નક્કી કર્યું. કદાચ અમારા ભાગ્યમાં હશે કે પછી શક્ય છે કે કંઈક અવનવું શેધતી મારી આંખેનું કારણ હશે, મને ક્યેટે સ્ટેશનથી લીધેલાં પર્યટનસ્થળેના બ્રેશરમાં એક ખૂણે ટચૂકડી જાહેરખબર દેખાઈ. એ જાહેરખબર અરસિયામાથી નજીક હેઝુગાવા નદીમાં રિવર-રાફ્ટિંગ ક્રૂઝની હતી.

મેં અરસિયામાના પ્રવાસને વધુ રેચક બનાવવાનું મનેમન નક્કી કર્યું અને થેડું રિસર્ચ કરીને મસ્તમજાનું શેડ્યુલ તૈયાર કર્યું. એમાં મેં સાહસ, આરામ, બેટરાઇડ અને ટ્રેનને પ્રવાસ એ બધું આવરી લીધું.

અરસિયામા એ ખરેખર તે નગરની દક્ષિણે આવેલી પવર્‍તમાળાનું નામ છે. નગરનું મૂળ નામ તે સાગાને છે. આથી જે તમને અરસિયામાને બદલે સાગાને શબ્દ સાંભળવા મળે તે નવાઈ પામવું નહીં. એ એક જ જગ્યાનાં બે નામ છે. છતાં એની ઓળખ તે અરસિયામા તરીકે જ થાય છે.

બીજા દિવસે સવારે અમે ક્યેટે સ્ટેશન જવા નીકળ્યા. ક્યેટેમાં એમ તે અમે રેમદેન લાઇન (ક્યેટે અને એનાં ઉપનગરે માટેની લેકલ રેલવેલાઇન)નાં સ્ટેશનેમાંના એક સ્ટેશનની ઘણા નજીક રેકાયા હતા. અમે જે રેમદેનની કેઈ ટ્રેન પકડી હેત તે અમને ઘણે ટૂંકે પ્રવાસ કરવા મળ્યે હેત. અમારી પાસે થ્ય્ને પાસ હતે તેથી અમને થ્ય્ કામિઓકા સ્ટેશન પહેંચવા માટે  સાગાને ટ્રેન પકડવાનું વધારે સારું લાગ્યું.

એ પ્રવાસ પંદરથી વીસ મિનિટને હતે. અમે ક્યેટેની બહાર નીકળ્યા કે તરત જ બહારનું દૃશ્ય બદલાવા લાગ્યું અને વધુ ને વધુ સુંદર બનવા લાગ્યું. હેઝુગાવા નદીને સમાંતર અને અરસિયામા પવર્‍તમાળાની ખીણમાંથી પસાર થતી એ ટ્રેનને પ્રવાસ ખરેખર યાદગાર હતે.

અહીં ખાસ જણાવવું રહ્યું કે અરસિયામા જવા ઇચ્છતા પર્યટકેએ સાગા અરસિયામા સ્ટેશને ઊતરવાનું હેય છે. કામિઓકા સ્ટેશનથી ૧૦ મિનિટને આહ્લાદક પગપાળા પ્રવાસ કરીને અમે હેઝુગાવા રિવર-ક્રૂઝ શરૂ થાય છે એ સ્થળે પહેંચ્યા.

કામિઓકાનું વહેણ અરસિયામાથી વિરુદ્ધ દિશામાં જતું હતું. આથી અમે નદીના રસ્તે અરસિયામા પહેંચવાનું આયેજન કર્યું. અમે હેઝુગાવા વર-ક્રૂઝની ટિકિટે ખરીદી. પ્રેક્ષણીય સ્થળે દેખાડતી આ બેટની સફર કામિઓકાથી અરસિયામા સુધીની હતી. બે કલાકની આ સફર ચૂકવી ન જેઈએ.

નદીની બન્ને બાજુએ હેઝુગાવા કેતરે અને ઘન જંગલે આવેલાં છે. વચ્ચે-વચ્ચે વહેણ થેડું ઝડપી બને છે. એમાંથી પસાર થવાને આનંદ અનેરે હતે. સફર દરમ્યાન ઠેર-ઠેર નાનકડા સુંદર લાલ રંગના રેલવેના બ્રિજ દેખાય છે. નસીબમાં હેય તે ત્યાંથી ટ્રેન પસાર થતી પણ દેખાઈ જાય.

નદીમાં આ પ્રવાસ આખું વર્ષ કરાવવામાં આવે છે. દરેક મેસમમાં એને નજારે બદલાતે હેય છે. જેકે તમે ગમે એ મેસમમાં જાઓ, આ ક્રૂઝમાં આનંદ ચેક્કસ આવશે. ચેરી આવવાની મેસમમાં તમે ગુલાબી રંગના મેરથી છવાયેલાં વૃક્ષેની વનરાજીમાંથી પસાર થતા હેવાની કલ્પના કરી જુઓ. નવેમ્બરમાં આ વૃક્ષે પર લાલ, નારંગી અને પીળી રંગછટા જેવા મળે છે.

મે-જૂનમાં લીલાશ તથા ડિસેમ્બર-જાન્યુઆરીમાં બરફાચ્છાદિત ઝાડની રેનક અનેરી હેય છે. બધા ઉપરાંત બેટરાઇડનું અનન્ય આકર્ષણ એના કુશળ અને મનેરંજન પૂરું પાડનારા નાવિક હેય છે. તેઓ સફરને રસપ્રદ બનાવી દે છે. બે કલાકના પ્રવાસ દરમ્યાન તેઓ પર્યટકેને રમૂજી વાર્તાઓ કહી સંભળાવે છે. વાર્તાઓ ભલે જપાની ભાષામાં સંભળાવાતી હેય, તેમના હાવભાવ એટલા સારા હેય છે કે આપણને હસવું આવ્યા વગર રહે નહીં. વિદેશી પર્યટકેને વાતચીતમાં પળેટવા માટે તેઓ ભાંગીતૂટી અંગ્રેજીમાં વાત શરૂ કરી દેતા હેય છે. વળી દરેક વાક્યના અંતે ‘સેરી’ કહીને તેઓ વિવેક દર્શાવે છે. તેમની આ અદા ખરેખર નર્દિેષતાભરી હેય છે.

arsamiya


તેઓ હલેસાં અને વાંસની લાંબી લાકડીઓની મદદથી નૌકાઓ ચલાવતાં-ચલાવતાં પર્યટકેને પણ વાંસનાં હલેસાંની કેટલીક રસપ્રદ ટ્રિક દેખાડે છે. તેમણે અમારા દેખતાં એક ખડક પર કરેલી નિશાની બતાવી અને દૂરથી વાંસ તાકીને એના તરફ નાખ્યે. વાંસ સીધે નિશાની પર જ અથડાયે. બીજા એક કરતબમાં તેમણે વાંસને અમુક અંશના ખૂણે એવી રીતે ફેંક્યે કે એ વાંસ ફરી તેમના હાથમાં આવીને પડ્યે. તેમણે આસપાસના વન્યજીવે પણ દેખાડ્યા અને સિંહના કે બીજા અમુક આકારના ખડક બતાવ્યા. તેઓ લેકેને વિવિધ પક્ષીઓની ઓળખ પણ કરાવતા હેય છે. બે કલાક ક્યાં પૂરા થઈ જાય એ ખબર જ ન પડે અને પછી એવે અફસેસ થયા કરે કે પ્રવાસ જલદી પૂરે થઈ ગયે! સરસ મજાની આ સફર અરસિયામામાં સુપ્રસિદ્ધ ટેગેત્સુક્યે પુલના દક્ષિણ છેવાડે પૂરી થઈ. અમે ઊતરીને બ્રિજ તરફ ચાલવા લાગ્યા.

અરસિયામા આખેઆખું પર્યટન-નગર છે. ત્યાંની એકેએક વસ્તુ પર્યટકેને આકર્ષે અને ગમી જાય એવી હેય છે. ત્યાં સૌથી પહેલાં ક્યાંય જવું હેય તે કાં તે વાંસના ઉપવનમાં જાઓ અથવા તે મન્કી પાર્કમાં જાઓ. હા, ત્યાં ઇવાતાયામા તરીકે ઓળખાતે વાનરેને પાર્ક પણ છે. પુલથી થેડી મિનિટ ચાલીને ત્યાં પહેંચી શકાય છે. પાર્ક સુધી જવા માટે ટેકરી ચડવી પડે છે. ત્યાં પહેંચે કે સેંકડે વાનરે ખુલ્લામાં સ્વૈરવિહાર કરતા હેય છે. ટેકરી પરથી નગરનું અદ્ભુત સૌંદર્ય માણી શકાય છે. મન્કી પાર્ક સવારે નવથી સાંજે પાંચ વાગ્યા સુધી ખુલ્લે રહે છે.

વાંસના ઉપવનમાં રસ્તાની બન્ને બાજુએ ઊંચા-ઊંચા વાંસ ઊગેલા છે. ઉપવનમાં થેડુંક જ ચાલવાનું છે. મેટા ભાગના સમયે અહીં પર્યટકેની ઘણી ભીડ હેય છે. ડઝનબંધ કિશેરીઓ રંગબેરંગી કિમેને પહેરીને અને કિશેરે યુકાતા પહેરીને આમથી તેમ ઘૂમતાં હેય છે. વાંસ જાણે ગગનને આંબતા હેય એટલા ઊંચા છે અને પવન વાય ત્યારે ઝૂમી ઊઠતા હેય છે અને સરસ મજાનું સંગીત રચાઈ જાય છે. આ જગ્યા એટલે ફેટેગ્રાફીની ઉત્તમ તક. ફુશિમી ઇનારી ખાતે પણ સરસ ફેટે પાડી શકાય છે.

ઉપવનમાંથી પસાર થતાં-થતાં અમને એક બાજુએ કબ્રસ્તાન દેખાયું. એમાં મૃત્યુ પામેલા લેકેના પાળિયા દેખાતા હતા, પણ ક્યાંય ભેંકાર ભાસે નહીં. ઊલટાનું શાંતિને અનુભવ થાય. એક અંદાજ પ્રમાણે અહીં ઊભા કરાયેલા પાળિયા આશરે ૯૦૦ વર્ષ જૂના છે. પરિવાર વગરના એકલા લેકેના મૃત્યુ બાદ એ ઊભા કરવામાં આવ્યા છે.

અરસિયામામાં સંખ્યાબંધ સુંદર મંદિરે અને પ્રાર્થનાસ્થળે પણ છે. અમે એમાંથી સૌથી વધુ પ્રખ્યાત એવા ટેનરયુજી મંદિર ખાતે ગયા હતા. ક્યેટેમાં આવેલાં રમણીય ઝેન ઉદ્યાનેમાંનું એક આ મંદિરના પરિસરમાં છે. એ પણ અવશ્ય જેવા જેવું છે. જપાનનાં અન્ય વિખ્યાત મંદિરેની જેમ અહીં પણ પ્રવેશ-ફી લેવામાં આવી. મંદિરમાં જવા માટે પ્રવેશ-ફી હેય એ મારા પતિ રાજેશને રુચતું નથી તેથી અમે મંદિરની અંદર જવાને બદલે બહારથી જ દર્શન કરી લીધાં.

અરસિયામાને પ્રવાસ સ્વાદિક્ટ ખાણી-પીણી વગર પૂરે થાય નહીં. વાજબીથી ઊંચા ભાવની અનેક રેસ્ટેરાં અહીં છે જેમાં રેમેન, આઇસક્રીમ વગેરે પીરસાય છે. આપણા કલકત્તામાં છે એવી હાથરિક્ષાઓ પણ અહીં મળી આવી, પણ એના ભાવ ગેરવાજબી રીતે ઊંચા હતા તેથી અમે એમાં બેસવાનું ટાળ્યું.

સાંજને બાકી બચેલે સમય અમે અરસિયામામાં આમથી તેમ આંટા માર્યા અને પરંપરાગત ઘર તથા સ્થાપત્યકળા જેયાં. મને ગળા સુધી ખાતરી છે કે જે અમે થેડે વધારે સમય અહીં ગાળ્યે હેત તે ત્યાં અમને બીજે કેઈ અમૂલ્ય ખજાને જેવા મળ્યે હેત. અમને મળેલા સમયમાં અમે આવી એક અમૂલ્ય ચીજ શેધી પણ હતી. એ હતી કામિઓકાથી અરસિયામા સુધીની રિવર-ક્રૂઝ.

અરસિયામાની સુંદરતા નિહાળવા માટે બીજે પણ એક રસ્તે છે. એ છે હેઝુગાવા ખીણમાંથી અને પુલે પરથી પસાર થતી ટૉય ટ્રેન. એમાં પ્રતિ કલાક પચીસ કિલેમીટરની ઝડપે સાત કિલેમીટરનું અંતર કાપવાનું હેય છે. સાગાને રેમૅન્ટિક ટ્રેન તરીકે ઓળખાતી આ ટૉય ટ્રેન કામિઓકાથી અરસિયામા સુધી પુલે પરથી પસાર થાય છે. એ ટ્રેન પકડવા માટે આપણે ઍડ્વાન્સ બુકિંગ કરાવવું પડે છે, કારણ કે એ જલદીથી ભરાઈ જાય છે. આપણે થ્ય્ સાગા અરસિયામા સ્ટેશનને અડીને જ આવેલા સાગા ટેરેક્કે સ્ટેશનથી આ ટ્રેનમાં બેસી શકીએ છીએ. પચીસ મિનિટને એ પ્રવાસ કામિઓકા ટેરેક્કે સ્ટેશને પૂરે થાય છે (હા, તમારું અનુમાન સાચું છે. કામિઓકા ટેરેક્કે સ્ટેશન થ્ય્ કામિઓકા સ્ટેશનને અડીને આવેલું છે). સાગા ટેરેક્કે કે કામિઓકા ટેરેક્કે એ બન્નેમાંથી કેઈ પણ સ્ટેશનથી તમે ચડી શકે છે.

અરસિયામામાં જ્યાં જુઓ ત્યાં રેમૅન્ટિક વાતાવરણ છે. પ્રેમની પાંખ પર સવાર થઈને આ રમણીય નગરમાં ફરવાની મજા ખરેખર અવર્ણનીય છે.

(ક્રમશ:)

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK