એક મુઠ્ઠી અજવાળું (નવલકથા- કાજલ ઓઝા વૈદ્ય)

વેર, વહાલ અને વિશ્વાસના ત્રિભેટે ઊભેલા પુરુષની પ્રેમકથા
કાજલ ઓઝા વૈદ્ય

રાકેશ ધડકતા હૃદયે પ્રાર્થના કરતે પેતાની ઑફિસ તરફ જવા લાગ્યે. પ્રાઇમ મિનિસ્ટર્સ બંગલેમાં એક તરફ સ્ેટઅપ કરાયેલી પબ્લિક રિલેશન્સ અન્ે વહીવટી કામે માટેની ઑફિસમાં રાકેશ પેતાનું કામ સંભાળતે. આજે તેનું મન એટલું બધું ગૂંચવાયેલું હતું કે તેનું ચિત્ત કેઈ જગ્યાએ ચેંટતું નહેતું. દર્શન પટેલને કરેલા મેસ્ેજને જવાબ તે ન જ આવ્યે, પણ તેજસ્વિનીએ હવે પંડિતને બેલાવીને તેન મેતને પરવાને ફાડી જ નાખ્યે હતે... થેડી મિનિટે કે કલાકેની જ વાર હતી. પંડિતન્ે સેંપ્ેલું કેઈ કામ ક્યારેય ફેઇલ થયું હેય એવું બન્યું નહેતું... રાકેશ પેતાની ઑફિસમાં બેને મનેમન ઈશ્વરને યાદ કરતે રાહતના મેતના સમાચારની રાહ જેવા લાગ્યે.

€ € €

પાલડી ગામના એ નાનકડા મકાનની બહાર ઊભેલા સસ્પ્ેન્ડ થઈ ચૂકેલા ઇન્સ્પેક્ટર દર્શન પટેલ અને તેના દેસ્ત રાજીવે નકૂચે ખટખટાવ્યે. થેડી વાર સુધી અંદરથી કેઈ જવાબ મળ્યે નહીં. દર્શને ફરી દરવાજે ખટખટાવ્યે. કેઈએ દરવાજે ખેલ્યે નહીં. થેડીક ક્ષણે પછી રાજીવ અને દર્શનેએકબીજા સામે જેયું. દર્શન ચાર ડગલાં પાછળ ગયે. તેણે જેરથી દરવાજાને લાત મારી. દરવાજે અંદરથી બંધ જ નહેતે. ખુલ્લે દરવાજે માત્ર અડકાડીને રાખ્યે હતે. લાત વાગતાં જ દરવાજે ધડાકાભેર ખૂલી ગયે. દર્શન અને રાજીવ મકાનમાં દાખલ થયા. જૂની બાંધણીનું ગામનું મકાન હેય એવું આ મકાન હતું. દાખલ થતાંની સાથે  પગથિયાં ચડીને એક ચેક આવતે. આ ચેકની એક તરફ થેડા દરવાજા હતા જે કદાચ રસેડાના અન્ે કેઠારના દરવાજા હેવા જેઈએ. ચેકમાં ટૉઇલેટ અને બાથરૂમ હતાં. બ્ે વૃક્ષે ચેકની વચ્ચેવચ ઊભાં હતાં... રાજીવે ચારે તરફ જેયું. સામે એક દરવાજે બહારથી બંધ હતે. દર્શનન્ે કંઈ સમજાય એ પહેલાં રાજીવ એ દરવાજા તરફ દેડ્યે. તેણે દરવાજે ખેલી નાખ્યે.

લગભગ બધા દરવાજા એક પછી એક ખેલી નાખવા છતાં દર્શનન્ે એક પણ ઓરડામાં મા દેખાઈ નહીં... તેની ચિંતા વધી ગઈ. ક્યાં લઈ ગયા હશે માન્ે! તેનું મગજ કામે લાગ્યું. હજી તે કંઈ વિચારે એ પહેલાં તેન્ે રાજીવની બ્ાૂમ સંભળાઈ.

‘કૉપ...’ રાજીવે જેરથી દર્શનને બૂમ પાડી. દર્શન પણ રાજીવની પાછળ-પાછળ આવી જ પહેંચ્યે હતે. તેણે જેયું કે મા સલામત છે એટલે તેણે બીજા દરવાજા ખેલીને તપાસ કરવા માંડી. એક પછી એક ઓરડાના દરવાજા ખેલ્યા, પણ મેટા વિશાળ ખાલી ઓરડાઓ સિવાય ત્યાં કંઈ જ નહેતું. મહિનાઓથી આ ઘરમાં કેઈ નહીં આવ્યું હેય એટલે દરેક રૂમમાં ફરસ પર ધૂળની એક પર્ત જામી ગઈ હતી. દીવાલે પર જાળાં હતાં ને બારીના કાચ પર ધૂળની એક આખી લેયર હતી... એક પછી એક દરવાજા ખેલી રહેલા દર્શનથી બૂમ પડાઈ ગઈ, ‘શિટ્!’ તેની નજર સામે રઘુનાથ શર્માની લાશ પડી હતી.

ખુરસીમાં બેઠેલા રઘુનાથ શર્માના હાથમાં રિવૉલ્વર હતી. તેનું માથું ખુરસીની પીઠ પર એવી રીત્ે ઢળેલું હતું, જાણે કેઈકે તેને ખુરસીની પીઠ પર જબરદસ્તી દબાવીને તેનું ગળું ટૂંપી દીધું હેય. તેના બે પગ પહેળા હતા. એક ચંપલ થેડે દૂર ફેંકાઈ ગયું હતું એટલે તેણે બચવા માટે તરફડિયાં માયાર઼્ હશે એવું દેખાઈ આવતું હતું. તેને એક હાથ ખુરસીના હાથાની એક તરફ લબડતે હતે. બીજા હાથમાં પકડેલી રિવૉલ્વરના ટ્રિગરમાં તેની આંગળી પરેવાયેલી હતી, પણ રિવૉલ્વર ઝૂલતી હતી. તેને મારી નાખનાર કેઈ ઓળખીતું હેવું જેઈએ, નહીં તે રઘુનાથ શર્મા રિવૉલ્વર ચલાવ્યા વિના રહે નહીં... દરવાજે અંદરથી બંધ નહેતે, એટલે આવનાર માટે રઘુનાથે દરવાજે અંદરથી ખેલ્યે જ હેવે જેઈએ. હવે દર્શન માટે સૌથી મેટે પ્રૉબ્લેમ એ હતે કે પેતે સસ્પેન્ડેડ પેલીસ-ઇન્સ્પેક્ટર હેવા છતાં તે આ ઘરમાં કયા અધિકારે ઘૂસ્યે એને તેણે જવાબ આપવે પડશે એવી તેને ખબર હતી. તેણે થેડીક ક્ષણ વિચાર્યું ને પછી રાજીવને કહ્યું, ‘ચાલ, આપણે અહીંથી નીકળી જઈએ.’

‘ને આ?’ રાજીવે પહેળી આંખે પૂછ્યુ. તેની નજર સામે રઘુનાથની લાશ પડી હતી.

‘એની ચિંતા આપણે કરવાની જરૂર નથી.’ દર્શને દૃઢતાથી અન્ે થેડી ક્રૂરતાથી કહ્યું, ‘તેને તેના કર્યાનું ફળ મળી ગયું.’

‘કેણે કર્યું હશે આ?’ રાજીવથી પૂછ્યા વગર ન રહેવાયું.

‘રઘુવીર ઝાલા.’ દર્શને સંપૂર્ણ કન્વિક્શન-આત્મવિશ્વાસ સાથે કહ્યું, ‘માને ક્યાં લઈ ગયા હશે એ જ મારા માટે સવાલ છે. દર્શન જેવા કઠણ માણસને પણ સહેજ ડૂમે ભરાઈ ગયે, ‘હવે માને ક્યાં શેધીશું!’

હજી દર્શન કંઈ બેલે એ પહેલાં તેને ફેન વાઇબ્રેટ થયે. તેણે ખિસ્સામાંથી ફેન કાઢીને જેયું, ‘ભાભી.’ તેણે બેબાકળા થઈને ફેન ઉપાડ્યે, ‘જી ભી...’

‘મા ઘરે આવી ગયાં છે.’

‘હેં!’ દર્શને નવાઈથી પુછ્યું, ‘કેવી રીતે?’

‘હું તેમને જ ફેન આપું છું.’ ભાભીએ ફેન બકુલાબહેનને આપ્યે.

‘હું ઘરે આવી ગઈ છું બેટા.’ બકુલાબહેનને અવાજ સ્વસ્થ અને શાંત હતે, ‘મારી સાથે સીમાજી આવ્યાં છે.’ આ બે વાક્યેમાં દર્શનને બધું જ સમજાઈ ગયું.

તેણે કશું જ બેલ્યા વિના માત્ર માની વાત સાંભળીન્ે કહ્યું, ‘હં...’ તેણે ફેન ડિસકનેક્ટ કરી નાખ્યે.

બાજુમાં ઊભેલા રાજીવે પુછ્યું, ‘શું થયું?’

દર્શને કહ્યું, ‘મા ઘરે પહેંચી ગઈ છે.’ તેણે રાજીવની સામે જેઈન્ે કહ્યું, ‘રઘુનાથનું ખૂન પેલા હરામખેરે નથી કર્યું. સીમાજીએ તેના દીકરાના ખૂનીને પૂરે કર્યે છે.’ દર્શને ઊંડે શ્વાસ લઈન્ે ઉમેર્યું, ‘પેએટિક જસ્ટિસ કહેવાય આને.’ તેણે રાજીવ સામે જેઈને ડેકું ધુણાવ્યું, ‘ચાલ ઘરે.’

દરવાજે જેમ હતે એમ ગેઠવીને બન્ને જણ બહાર નીકળ્યા. સામેની કરિયાણાની દુકાનવાળે માણસ તેમની સામે જ જેઈ રહ્યે હતે. દર્શને તેની સામે સ્મિત કર્યું. તે અને રાજીવ જાણે કશું બન્યું જ ન હેય એમ તદ્દન સ્વાભાવિકતાથી ટહેલતા ફરસાણવાળાની દુકાને આવી પહેંચ્યા. જતી વખતે રાજીવે જે ફરસાણવાળાની દુકાનનાં વખાણ કર્યા હતાં ત્યાંથી ફરાળી પૅટીસ, પાપડી, લીલવાની કચેરી અને ખાંડવી પૅક કરાવીને પાલડી બસ-સ્ટૉપ પાસે પાર્ક કરેલી રાજીવની ગાડીમાં બન્ને જણ દર્શનના ઘરે પહેંચ્યા.

ફરસાણ પૅક થતું હતું ત્યારે દર્શને કેઈકને ફેન કર્યે, ‘સ્વિટી!’ તેણે ફેન પર કહ્યું, ‘સ્કૂપ જેઈએ છે? પાલડી ગામમાં પ્રકાશ પ્રેવિઝન સ્ટેરની સામેના ઘરમાં એક લાશ તારી રાહ જુએ છે.’ તેણે ફેન મૂકી દીધે.

‘આ વળી ક્યાં સળગાવ્યું?’ રાજીવથી પૂછ્યા વગર ન રહેવાયું.

‘છે આપણી એક ફ્રેન્ડ!’ દર્શનના ચહેરા પર પહેલી વાર સહેજ શરમાળ સ્મિત આવ્યું. તેની જાડી મૂછે નીચેના હેઠ સહેજ દબાઈ ગયા. તેણે રાજીવની સામે જેવાનું ટાળ્યું, ‘તેને સ્કૂપ મળેને યાર... પેલીસવાળા ગેતી કાઢે એ પહેલાં પ્રેસવાળા ગેતે તે પેલીસવાળા ધાર્યા પુરાવા ઊભા ન કરી શકે. રઘુવીર તે મને જ ફસાવશે, કારણ કે પેલા પ્રેવિઝન સ્ટેરવાળાએ મને જેયે છે.’

‘તને નહીં, આપણને.’ રાજીવે કહ્યું.

‘હા!’ દર્શન હસી પડ્યે, ‘પણ તે આપણને ઓળખી નહીં શકે.’ કહીને દર્શને આંખ મારી, ‘તેની મેમરી ઇરેઝ થઈ જાય એની વ્યવસ્થા હું કરી દઈશ.’ બન્ને હસી પડ્યા. મા ઘરે પહેંચી ગયાં એ વાતે બન્નેના મનમાં નિરાંત થઈ ગઈ હતી. આ બધી ધમાચકડીમાં દર્શનના મનમાંથી રાહતને વિચાર થેડીક ક્ષણે માટે ભૂંસાઈ ગયે.

બકુલાબહેન બેચેનીથી તેમની પ્રતીક્ષા કરી રહ્યાં હતાં. સીમાજીના ચહેરા પર મૃત્યુને આતંક પૂરે થઈ ગયે હતે. હવે કેઈ સાધુની સ્થિતપ્રજ્ઞતા અને દુન્યવી જગતની નશ્વરતા તેમની આંખેમાં ગેઠવાઈ ગઈ હતી. તેમણે દર્શન સામે જેઈને નમસ્તે કર્યા. દર્શને તેમની નજીક જઈને તેમના ખભે હાથ મૂક્યે, ‘મૈં આપકા એહસાન કૈસે ચુકાઉંગા?’ કહેતાં-કહેતાં દર્શનની આંખમાંથી પાણી વહેવા લાગ્યાં, ‘મૈં આપકે બેટે કે નહીં બચા પાયા.’ કહીને તેણે બે હાથ જેડ્યા, ‘હું બચાવી શક્યે હેત, પણ મારી જડતા અને મૂર્ખતાને કારણે...’ દર્શન ધ્રુસ્કે ધ્રુસ્કે રડવા લાગ્યે. તેણે પેતાના બે હાથ વચ્ચે ચહેરે છુપાવી દીધે, ‘મને માફ કરી દે.’

‘માફ ન કર્યે હેત તે તારી માને બચાવી હેત મેં.’ સીમાએ પુછ્યું. તેણે દર્શનની નજીક જઈને તેની પીઠ પર વહાલસેયે હાથ ફેરવવા માંડ્યે. જે જવાને હતે તે ચાલી ગયે. એમાં કેને વાંક હતે એની ચર્ચા કરવાને બદલે હવે જે બચ્યા છે તેમને સાચવવાનું કામ છે આપણું... તેમને ચહેરે અચાનક કેઈ દેવી પ્રતિમા જેવે નિર્વિકાર છતાં દેષીને દંડ આપ્યા પછીના ત્ેજથી ચમકતે હેય એવે દેખાતે હતે, ‘જે હુઆ ઠીક હુઆ.’ તેમણે શાંતચિત્તે કહ્યું, ‘રઘુનાથ શર્માના મૃત્યુ માટે મને સહેજ પણ અફસેસ નથી.’ તેમણે વહાલથી દર્શનના ચહેરા પર હાથ ફેરવીને તેનાં આંસુ લૂછ્યાં, ‘મારે દીકરે નથી રહ્યે એનું બહુ દુ:ખ છે મને, પણ આજે તેને ખૂની પણ નથી રહ્યે એ વાતને સંતેષ છે.’ તેમણે સૌ તરફ એક સરસરી નજર નાખીને ઉમેર્યું, ‘રઘુનાથના મૃત્યુથી આ ખેલ અટકશે નહીં એ વાત તમે સમજે જ છે એટલે તમને સમજાવવાની જરૂર નથી. લીલાધર શ્રીવાસ્તવને કેઈ પણ હિસાબે ખતમ કરવે પડે... આ બધાની જડ તે છે.’ કહીને તે ચૂપ થઈ ગયાં.

‘તેજસ્વિની પણ જવાબદાર છે.’ દર્શને કહ્યું. આ વાક્ય બેલતાંની સાથે જ દર્શનને રાહતને ખ્યાલ આવ્યે. તેણે રાકેશને નંબર લગાડ્યે. થેડી વાર સુધી રિંગ વાગતી રહી, પછી ફેન ડિક્લાઇન થઈ ગયે. દર્શનને ચિંતા થવા લાગી. રાહતનું શું થયું હશે એ વિશે તેના મનમાં હજાર સવાલે ઊઠ્યા. રાકેશ સિવાય કેઈને પૂછી શકાય એવી પણ સ્થિતિ નહેતી... બેચેનીમાં દર્શન આંટાફેરા કરવા લાગ્યે.

રાજીવે સામે પડેલું રિમેટ લઈને ટીવી ચાલુ કર્યું. તે જુદી-જુદી ચૅનલ સર્ફ કરી રહ્યે હતે ત્યાં જ આજતક પર ખબર સંભળાઈ, ‘અભી-અભી ખબર મિલી હૈ કી પાલડી ગાંવ મેં...’

દર્શન ધ્યાનથી ખબર સાંભળી રહ્યે હતે કે તેના ફેનની રિંગ વાગી. રઘુવીરસિંહ ઝાલાનું નામ વાંચીન્ે તેણે ફેન ઉપાડ્યે. ફેન ઉપાડતાં જ ભૂંડાબેલી ગાળેથી દર્શનના કાન છલકાઈ ગયા. એકથી એક ગંદી ગાળેને વરસાદ વરસાવી રહ્યે હતે રઘુવીરસિંહ. દર્શનને ખાતરી જ હતી કે આ થવાનું છે. તે ચહેરા પર સ્મિત સાથે શાંત ભાવે રઘુવીરની ગાળે સાંભળતે રહ્યે. થેડી મિનિટે પછી તેણે ધીમેથી કહ્યું, ‘આ તે શતરંજની રમત છે સર. તમે ચેક આપી તે મેં ચેકમેટ કરી. આટલા બધા ગુસ્સે નહીં થવાનું. રમતના રૂલ્સ તમે જ સેટ કર્યા છે. હવે હું તે એ નિયમ મુજબ જ રમી રહ્યે છું...’

દર્શનની વાત સાંભળતાં જ રઘુવીરનું મગજ વધુ છટક્યું. તેણે જેરથી કહ્યું, ‘રઘુનાથ શર્માને મારીને તેં તારા મેતને આમંત્રણ આપ્યું છે. તેજસ્વિની છેડશે નહીં તને!’

આટલું સાંભળતાં જ દર્શનના મગજમાં ઝબકારે થયે. તેણે હસીને રઘુવીરને કહ્યું, ‘એક ફેન તે લગાડે તમારી મૅડમને. તેને હજી આ સમાચાર મળ્યા નહીં હેય. તમે વધામણી ખાઓ તે મેતીને હાર પહેરાવશે તમને...’

એક ગાળ બેલીને રઘુવીરે ફેન ડિસકનેક્ટ કર્યે. તેન્ે પણ સમજાયું કે રઘુનાથ શર્માના મૃત્યુના સમાચાર જે તે તેજસ્વિનીને આપે તે કદાચ તેની પ્રેફાઇલમાં એક જબરદસ્ત અન્ડરલાઇન થઈ જાય! તેણે રાકેશને ફેન ટ્રાય કર્યે. રિંગ વાગી, પણ રાકેશે ફેન ડિક્લાઇન કર્યે એટલે ઝાઝું વિચાર્યા વગર રઘુવીરસિંહ ઝાલાએ તેને આપવામાં આવેલે તેજસ્વિનીને પર્સનલ નંબર ડાયલ કર્યે. એ નંબર પર રિંગ વાગતી રહી. કેઈએ ફેન ઉપાડ્યે નહીં... રઘુવીરને ચટપટી થઈ... ખાસ્સું વિચાર્યા પછી તેણે લીલાધર શ્રીવાસ્તવને ફેન જેડ્યે.

ફેન ડિક્લાઇન થયે, પણ હવે રઘુવીર મરણિયે થયે હતે એટલે તેણે ફરી જેડ્યે. ફેન ફરી ડિક્લાઇન થયે. રઘુવીરે ફરી જેડ્યે... થેડી વાર આ રમત ચાલી. પછી અંતે લીલાધરે ફેન ઉપાડીને રાડ પાડી, ‘સાલે... અકલ કે દુશ્મન... ફેન કાટ રહા હૂં તે તેરી સમઝ મેં નહીં આતા ક્યા?’ એ પછી ગાળ દઈને તેમણે કહ્યું, ‘યહાં પિછવાડે મેં આગ લગી હૈ...’

‘ક્યા હુઆ?’ રઘુનાથના ખૂનના સમાચાર લીલાધર સુધી પહેંચી ગયા કે શું એમ વિચારીને ઝાલાએ પૂછી નાખ્યું.

‘તેરી મા કે જુડવા બચ્ચે હુએ.’ લીલાધરે જેરથી કહ્યું.

આ સાંભળીને રઘુવીરનું રજપૂતી લેહી ઊકળી આવ્યું, પણ અત્યારે ચૂપ રહેવું મુનાસિબ માનીને તેણે ધીરેથી પુછ્યુ, ‘ક્યા બાત હૈ સર. બતાએંગ તે સમઝ મેં આએગાના?’

‘ગધે! ભ્પ્ હાઉસ મેં કાંડ હે ગયા ઔર તૂ પૂછ રહા હૈ ક્યા હુઆ?’ લીલાધરે અકળાઈન્ે કહ્યું, ‘ગેલી લગી હૈ ડાયન કે... ઉસીકી બટીને તીન ફાયર કિએ હૈં... સાલી કે ઉસીકે ખૂનને ઠેક દિયા.’ રઘુવીરને પેતાના કાન પર ભરેસે ન પડ્યે. આર્ય અને આઘાતમાં તેનું મેઢું ખુલ્લું રહી ગયું. સામેથી ફેન કપાઈ ગયે. તેણે જે સમાચાર આપવા ફેન કર્યે હતે એ તે બાજુ પર જ રહી ગયા ને રઘુવીરને એક નવા ભયાનક સમાચાર સાંભળવા મળ્યા. એટલે રાહતે પેતાની મા તેજસ્વિની કૌલ પર ગેળી ચલાવી. તેજસ્વિની કૌલને ત્રણ ગેળી વાગી... મરી જશે કે શું?! રઘુવીરને વિચાર આવ્યે. તેજસ્વિની મરી જાય તે બધું અટવાઈ જશે... તેને ગભરામણ થવા માંડી.

સ્પક્ટ ના પાડ્યા છતાં અને પૂરી તાકીદ કરી હેવા છતાં હવે તેનાથી રહેવાયું નહીં. તેણે પરેશ પરીખને નંબર જેડ્યે, ‘સાહેબ...’ રઘુવીરના અવાજમાં ભયાનક અકળામણ અને સ્ટ્રેસ સંભળાયાં પરેશને.

‘ખબર છે.’ પરેશે કહ્યું.

‘હવે?’ રઘુવીરે પુછ્યું.

‘હવે કંઈ નહીં... હમણાં ફેન મૂકી દે, પછી વાત કરીશું.’ કહીને પરેશે કેઈ રાક્ષસની ઠંડકથી ઉમેર્યું, ‘એક વાર સમાચાર કન્ફર્મ તે થવા દે. આપણા મહેમાન રેકાવાના છે કે જવાના છે એની ખબર પડે પછી તેના સ્વાગતની વ્યવસ્થા કરીએ.’ આ સાંભળીને રઘુવીર ધ્રુજી ઊઠ્યે. એવું નહેતું કે તેને આવા કાળા ધંધા કરનારા ખેટા લેકેની ખબર નહેતી, પણ આ હદની ક્રૂરતા અને માણસની જિંદગી પરત્વેની બેદરકારી તે પહેલી વાર જેઈ રહ્યે હતે. દેશની પ્રાઇમ મિનિસ્ટર્સને ગેળી વાગી હતી, પણ એ વિશે જાણે કે કેઈ જ ફેર ન પડતે હેય એમ વાત કરવાની પરેશ પરીખની રીત જેઈને રઘુવીરન્ એક વાત પાકી સમજાઈ ગઈ... તે ખેટા માણસેની સાથે જેડાઈ ગયે હતે. જે પ્રાઇમ મિનિસ્ટર્સની જિંદગી વિશે પણ પરવા ન કરે તેના માટે રઘુવીરની પેતાની જિંદગીની કેઈ કિંમત નહીં હેય એ સમજાતાં જ તેના હાંજા ગગડી ગયા. હવે શું કરવું એ ન સમજાતાં તેણે ફાંફાં મારવા માંડ્યાં...

€ € €

રાકેશે મનેમન ઈશ્વરને આભાર માન્યે. જે થયું એ બહુ સારું નહેતું થયું, પરંતુ જે થયું એના માટે તેજસ્વિની કૌલ પેતે જ જવાબદાર હતી એ વિચારીને રાકેશે જાતને સધિયારે આપ્યે... ત્ેજસ્વિનીની મંજૂરી મેળવીન્ે પંડિત જ્યારે રાહતના મર્ડરનું પ્લાનિંગ કરવા માંડ્યે ત્યારે તેણે ભ્પ્ હાઉસની અંદર જ રાહતને મારી નાખવાનું નક્કી કરી લીધું.

પેતાની ઑફિસમાં બેઠેલા રાકેશે ઘણા મનેમંથન પછી ઇન્ટરકૉમ પર રાહતની રૂમમાં ફેન કર્યે.

‘હં.’ રાહતે ફેન ઉપાડ્યે. રાકેશને સહેજ ધરપત થઈ.

‘તારી મા તને મારી નાખવાને પ્લાન કરે છે.’ તેણે કહ્યું.

‘હું એટલી સહેલાઈથી નહીં મરું.’ રાહતને આત્મવિશ્વાસ અન્ે તેના અવાજમાં રહેલું ઝનૂન સાંભળીને રાકેશ સહેજ હચમચી ગયે.

‘તું સમજતી નથી. આ તેજસ્વિની કૌલ છે. તેની સત્તા અને અહંકાર સામે કેઈ પણ...’ રાકેશનું આ વાક્ય પ્ાૂરું થાય એ પહેલાં સામે ઊભેલા પંડિતને જેઈને રાકેશન્ે સમજાઈ ગયું કે હવે તેની પાસે ગણતરીની સ્ેકન્ડે બચી છે. તેણે પેતાની વાત પૂરી કરી લીધી, ‘તેજસ્વિની કૌલની પર્સનલ રિવૉલ્વર તેમના બાથરૂમમાં જે મરમેઇડ (જલપરી)નું સ્ટૅચ્યુ છે એની નીચેના ખાનામાં છે.’ પંડિતે સાવ સરળતાથી રાકેશનું ડેકું પકડીને બીજા હાથમાં તેને ખભે દબાવીને કંઈક એવી રીતે ઝટકે આપ્યે કે રાકેશના પ્રાણ એક જ સેકન્ડમાં નીકળી ગયા.

એ જ વખતે રાકેશના ફેનની રિંગ વાગી. ફેનની સ્ક્રીન પર દર્શન પટેલ વાંચીને પંડિતે ફેન ડિક્લાઇન કર્યે.

€ € €

‘શું બકે છે?’ પરેશ પરીખે પૂછ્યું તે ખરું, પણ તેના ચહેરા પર સ્મિત આવી ગયું. તેની સામે ઊભેલા કરસનભાઈ નવાઈથી પરેશ સામે જેઈ રહ્યા. પરેશ ફેન પર વાત કરી રહ્યે હતે, પણ તેણે અંગૂઠે ઊંચે કરીને થમ્બ્સ અપની સાઇન બતાવી. તેને ખીલી ગયેલે ચહેરે અને ચહેરા પર દેખાતા આર્યમિશ્રિત આનંદને જેઈને કરસનભાઈને એટલું તે સમજાઈ ગયું કે કેઈક જબરદસ્ત સમાચાર આવ્યા છે. તે પણ પેતાના ચહેરા પર ધસી આવતું સ્મિત રેકી ન શક્યા. તેમણે રાહ જેવા માંડી...

‘તેની જ છેકરીએ ઠેકી દીધી, એમ?’ પરેશે પૂછ્યું. સામેથી જે જવાબ મળ્ેયે હેય એ, પણ પરેશ ખડખડાટ હસી પડ્યે, ‘શાબાશ!’ કહીને તેણે ડેકું હલાવ્યું, ‘જેને કેઈ ન પહેંચે તેને તેનું પેટ પહેંચે. સાલી...’ આટલું સાંભળતાં જ કરસનભાઈએ ધારી લીધું કે વાત તેજસ્વિની કૌલની હેવી જેઈએ, ‘તેની માને...’ કહીને પરેશ ફરી હસ્યે, ‘સાલીએ માની પિસ્તેલથી માને જ લગાવી દીધી, એમને?’ તેને મૂડ બદલાયે. તેણે ભ્રમર સંકેચીને પૂછ્યું, ‘સાલી મરે એમ છે કે પછી...’ તેને સામેથી જવાબ મળ્યે એટલે તેણે ફરી ડેકું હલાવ્યુંં, ‘સાલી, કૂતરી નસીબ લઈને આવી છે!’ તેણે બીજી થેડી માહિતી લઈને ફેન ડિસકનેક્ટ કર્યે.

પરેશે પેતાના ચહેરા પર ચારસે વૉટના સ્મિત સાથે કરસનભાઈને કહ્યુંં, ‘રાહત કૌલે તેની માને તેની જ પિસ્તેલથી ત્રણ ગેળી ઠેકી દીધી.’ પછી સહેજ નિરાશ વદને ડેકું ધુણાવીને ઉમેર્યું, ‘અત્યારે તે એવું લાગે છે કે બહુ ઊંડા ઘા નથી. બચી જશે.’

‘દીકરીની ગેળીથી નહીં મરે, એમ કહે છેને?’ કરસનભાઈના ચહેરા પર રહસ્યમય અને ક્રૂર સ્મિત આવ્યું, ‘કઈ હૉસ્પિટલમાં લઈ ગયા છે?’

‘બ્રિલિયન્ટ!’ પરેશે ડેકું ધુણાવ્યું. બન્ને જણ વચ્ચે શબ્દેમાં ખાસ વાત ન થઈ, પણ બન્ને સમજી ગયા કે હવે શું કરવાનું છે. પરેશે ધીમેથી ઉમેર્યું, ‘પેલા મૂરખાને આમાંથી દૂર રાખજે.’ પરેશની આંખેમાં સહેજ પિતાનું વાત્સલ્ય પ્રવેશ્યું અને તરત ઊડી ગયું, ‘ઉત્સાહ બહુ છે તેને, પણ હજી અક્કલ નથી.’ કરસનભાઈએ ડેકું ધૂણાવ્યું. પરેશે ચપટી વગાડીને કરસનભાઈને આગળ વધવાની રજા આપી દીધી.

કરસનભાઈએ ઇશારે સમજી લીધે. પરેશની ચેમ્બરની બહાર નીકળીને તેમણે ફેન જેડ્યે, ‘માતાજીની પૂજા કરવાની છે. સામગ્રી તૈયાર કરે.’ આ કહેતી વખતે કરસનભાઈના ચહેરા પર કેઈ રાક્ષસ જેવી ક્રૂરતા અને આંખેમાં લેહી ધસી આવ્યાં હતાં. તેમણે આગળ કહ્યું, ‘પૂજા મંદિરમાં જ કરીશું. ઘરે ધમાલ નહીં જેઈએ.’ કહીને તેમણે ઉમેર્યું, ‘નારિયેળ હેમતી વખતે એટલું ધ્યાન રાખજે કે આપણી મનેકામના પૂર્ણ થાય.’

આટલું કહીને કરસનભાઈએ ફેન કાપી નાખ્યે. બન્ને હાથ ઊંચા કરીને મેટી આળસ ખાધી... પછી આંખ મીંચીને ક્ષણભર માટે ઈશ્વરને યાદ કરીને કહ્યું, ‘ભગવાન! ધંધામાં સાચું-ખેટું કરવું પડે છે, પણ મનથી કેઈ દિવસ મેં કેઈનું બૂરું ઇચ્છ્યું નથી એ તું જાણે છે...’ બે હાથ જેડીને તેમણે કહ્યું, ‘બે અનાથ છેકરાની ફી ભરીશ અને પાંચ વિધવાને અનાજ ભરી આપીશ...’

કરસનભાઈની આ એક વિચિત્ર ખાસિયત હતી. ગુને કરતી વખતે તે જરાય અચકાતા નહીં, પણ ગુને થઈ જાય એ પછી મનેમન ઈશ્વરની માફી માગતા અને દરેક વખતે એ ગુનાના પ્રાયિત્તરૂપે કેઈકને મદદ કરવાની અથવા કેઈ દાન, સખાવત કે કેઈ પ્રકારની એવી પ્રવૃત્તિ કરતા જેનાથી તેમના મન પર રહેલે બેજ ઉતારી શકાય!

€ € €

રઘુવીરસિંહ ઝાલાના હાથમાંથી ફેન પડતાં-પડતાં રહી ગયે, ‘ભ્પ્ની દીકરીએ તેમના પર ફાયર કર્યે. તેજસ્વિનીની હાલત ખરાબ છે. બચે એવું લાગતું નથી.’ આ સમાચાર સાંભળતાં જ રઘુવીરને પસીને છૂટી ગયે. તેણે કેઈ દિવસ આવી ભયાનક પરિસ્થિતિની કલ્પના સુધ્ધાં કરી નહેતી. તેજસ્વિની કૌલ એક એવું પાવરફુલ નામ હતું કે તેને કેઈ નુકસાન થાય એ વાત કેઈનાય માન્યામાં આવે એમ નહેતી.

સવાલ એ હતે કે રાહત કૌલે જે તેજસ્વિની પર ફાયર કર્યા હેય તે એનું કારણ શરણ શ્રીવાસ્તવના મેત સિવાય બીજું કેઈ ન હેઈ શકે... મા-દીકરીને અંગત ઝઘડે કેને-કેને ફાયદે કરશે અને કેનું-કેનું નુકસાન થશે એની ગણતરીમાં પડી ગયેલા રઘુવીરસિંહ ઝાલા હવે નવા જ દાવ વિચારવા લાગ્યા.

રઘુવીરસિંહે ઊભા થઈને આંટા મારવા માંડ્યા. તેના પગ જે ઝડપથી ચાલતા હતા એના કરતાં ઘણી વધુ ઝડપથી તેનું મગજ ચાલવા લાગ્યું. પૂરું વિચારે કે કેઈ નર્ણિય કરે એ પહેલાં તેના ફેન પર કમિશનરને ફેન રણકવા લાગ્યે.

‘જી સર! જય હિન્દ સર.’ રઘુવીરે ફેન ઉપાડ્યે.

‘રઘુવીરસિંહ ઝાલા, આ દર્શન પટેલે તે આપણી બજાવવામાં કંઈ બાકી નથી રાખ્યું.’ કમિશનર હાંફળા-ફાંફળા થઈ ગયા હતા, ‘પેલે રઘુનાથ શર્મા મરી ગયે છે.’

‘હેં!’ રઘુવીરસિંહ ઝાલાને કે’કે અડબેથની ઠેકી હેય એમ તમ્મર આવી ગયાં, ‘કેણે કર્યું હશે?’ સહેજ કળ વïળી એટલે રઘુવીરે પૂછી નાખ્યું.

‘અમદાવાદ શહેરમાં પાલડી ગામમાં કેઈકે તેને પતાવી દીધે છે.’ કમિશનરે કહ્યું. રઘુવીર કંઈક બેલે એ પહેલાં કમિશનરે ઑર્ડર કર્યે, ‘પહેંચે...’ કહીને કમિશનરે ઉમેર્યું, ‘બહુ ચૂંથાય એ પહેલાંં લીંપીને ચેખ્ખું કરી નાખે. કેણે કર્યું? શું કર્યું? એનાં મડદાં ચૂંથવાને બદલે જઈને બધું ફટાફટ સંકેલી લે. ઑલરેડી દિલ્હીમાં દૂધ ઊભરાયુંં છે. એના રેલા અહીં સુધી આવશેને તે હું બધું તમારા માથે ઢેળી દઈશ.’ કહીને કમિશનરે અલ્ટિમેટમ આપ્યું, ‘મને ત્રણ કલાકમાં બધું ક્લીન જેઈએ છે.’ રઘુવીર કંઈ બેલે એ પહેલાં ફેન કપાઈ ગયે. રઘુવીર ગાળ બેલીને ઊભે થયે. તેણે ખાનામાંથી રિવૉલ્વર કાઢીને ખલેચીમાં ભરાવી. બહાર બેઠેલા બે કૉન્સ્ટેબલને પેતાની સાથે આવવાનું કહીને તે જીપમાં બેઠે.

રઘુવીરની જીપ જ્યારે પાલડી ગામમાં પ્રવેશી ત્યારે ત્યાં ઊભેલી ત્રણ બ્ગ્ વૅન જેઈને તેની છાતીનાં પાટિયાં બેસી ગયાં, ‘આ...’ તેના મેઢામાંથી ભૂંડાબેલી ગાળ નીકળી ગઈ, ‘આમને અહીં કેણે બેલાવ્યા?’ તેણે સ્વગત કહ્યું ને પછી જીપ ત્યાં જ ઊભી રખાવી દીધી. ન ધારેલી સ્થિતિને સામને કરવા માટે તેણે જાતને તૈયાર કરવા માંડી.

(ક્રમશ:)

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK