સરદાર -ધ ગેમ-ચેન્જર (ગીતા માણેક - પ્રકરણ ૩)

લોહી રેડ્યા વિના હિન્દુસ્તાનને છિન્નભિન્ન થાતા રેકવાને જંગ આલેખતી ડૉક્યુ-નૉવેલ‘તમને વાંધે ન હેય તે આપણે ચાલતાં-ચાલતાં વાત કરીએ...’ દિલ્હીના ઔરંગઝેબ રેડના મકાનના અંદરના ઓરડામાંથી દીવાનખંડમાં પ્રવેશતા સરદારે સેફા પર તેમની રાહ જેઈ રહેલા વી. પી. મેનનને કહ્યું.

‘શ્યૉર સર...’ માઉન્ટબેટનના રાજકીય સલાહકાર વી. પી. મેનન જાણતા હતા કે આ સમયે સરદાર સવારે ચાલવા જતા હતા અને જેમની સાથે મહkવની વાતચીત કરવાની હેય તેમની સાથે ચાલતાં-ચાલતાં જ વાત કરી લેતા હતા. નિãત જ કેઈ અગત્યના વિષય પર સરદારે ચર્ચા કરવા તેમને બેલાવ્યા હશે એટલું તે મેનન સમજી જ ચૂક્યા હતા.

‘કલકત્તામાં અને એના પગલે દેશમાં જે કંઈ ચાલી રહ્યું છે એ મને બહુ જ વ્યથિત કરી રહ્યું છે. મુસ્લિમ લીગે સીધાં પગલાંને કાર્યક્રમ જાહેર કર્યે ત્યારે સખત પગલાં ભરાયાં હેત અથવા ભરવા દેવામાં આવ્યાં હેત તે જાનમાલની આ ગંજાવર ખુવારી અને લેહી થિજાવી નાખે એવા ભયંકર બનાવે બન્યા ન હેત. બ્રિટિશરે કામ કરતા નથી અને કરવા દેતા નથી.’ સામાન્ય રીતે ચહેરા પર ભાવ ન આવવા દેતા સરદારના ચહેરા પરની વ્યથા સ્પક્ટપણે વાંચી શકાતી હતી. વચગાળાની સરકારમાં ગૃહપ્રધાનને હેદ્દે ધરાવતા સરદાર ૧૬ ઑગસ્ટે મુસ્લિમ લીગે જાહેર કરેલા ‘સીધાં પગલાં’ દિને કલકત્તામાં થયેલા કેમી દાવાનળથી વ્યથિત હતા.

‘લેકે પાવડા, કેશ, કેદાળી... ખેપડીઓ ફાડી નાખવા માટે જે હાથ ચડ્યું એ સાધન લઈને ઊતરી આવ્યા હતા. તેમણે રસ્તે ચાલતા કેઈ પણ હિન્દુના માથામાં ફટકા મારી, એને માવે કરીને ગટરમાં ફેંકી દેવાનું શરૂ કર્યું. ત્યાર પછી હિન્દુઓનાં ટેળાં બહાર પડ્યાં હતાં અને તેમણે દંગે મચાવ્યે. જેકે લીગને બરાબર પાઠ ભણાવવામાં આવ્યે છે. મને જાણવા મળ્યું છે કે મરણ પામેલા લેકેમાં મુસલમાનેનું પ્રમાણ ઘણું મેટું છે.’ ગૃહપ્રધાન સરદાર પટેલ પાસે આ બનાવને વિગતવાર અહેવાલ હતે એ તેમની વાત પરથી સ્પક્ટ થતું હતું.

‘જવાહરલાલ નેહરુએ પત્રકારપરિષદમાં જાહેરાત ન કરી હેત અને મુસ્લિમ લીગે કૅબિનેટ-મિશનને પ્લાન નકાર્યે ન હેત તે...’ મેનન આગળ કંઈ પણ બેલે એ પહેલાં સરદારે તેમને અટકાવ્યા.

‘જે અને તેની વાતને તે કેઈ અંત જ ન હેઈ શકે. જવાહર કેઈ-કેઈ વખત ભેળપણથી વર્તે છે એ ખરું, પણ આ ભેળપણ અને ભૂલે છતાં તેમને આઝાદી માટે જ્વલંત પ્યાર છે અને પારાવાર ઉત્સાહ છે. આને કારણે તે ઘણી વાર અધીરા થઈ જાય છે અને એટલા ઊકળી ઊઠે છે કે ભાન ભૂલી જાય છે. ખેર, જે કંઈ થઈ ગયું એને તે બદલી શકાશે નહીં, પણ હવે ભવિષ્ય વિશે વિચારવું જ પડશે.’

‘કૅબિનેટ-મિશન પ્લાન હેઠળ ભારતને સંગઠિત રાખી શકાય એ એક ભ્રમણા છે. સંજેગે જે રીતે વળાંક લઈ રહ્યા છે એ જેઈને મને લાગે છે કે જિન્નાહ પેતાની જીદ છેડશે નહીં.’ મેનને પેતાને મત વ્યક્ત કર્યે.

‘પરિસ્થિતિ વિકટ થતી જઈ રહી છે અને સમસ્યા જટિલ.’ સરદાર એક નિ:શ્વાસ નાખીને બેલ્યા, ‘મને લાગે છે કે કલકત્તામાં જે કંઈ થયું એવા ભયાનક પ્રસંગેનું પુનરાવર્તન ન થાય એ માટે જિન્નાહની જીદ પૂરી કરી દેવી જેઈએ...’

‘હું તે એવા મતને છું કે દેશ ધીમે-ધીમે આંતરવિગ્રહ તરફ ઘસડાઈ જાય એના કરતાં વિભાજન થાય તે વધારે સારું. જે જિન્નાહને મુસલમાને માટે અલગ દેશ જેઈએ છે અને કૉન્ગ્રેસ એને મંજૂર રાખશે તે બ્રિટન માટે આપણને સત્તાનાં સૂત્રે સેંપવામાં સરળતા રહેશે. આપણે જ જે રાજીખુશીથી પાકિસ્તાનને મંજૂરી આપી દેતી યેજના આપીશું તે બ્રિટન એને વધાવી લેશે એટલું જ નહીં; ભવિષ્યમાં પણ આપણા બ્રિટન સાથે મૈત્રીભર્યા સંબંધે રહેશે, દેશને વહીવટ ચલાવવામાં પણ સુગમતા રહેશે. જે આ યેજના આપણા તરફથી જ આપવામાં આવે તે એક બહુ મેટે લાભ એ પણ છે કે જિન્નાહ દેખીતી રીતે જ બિનમુસ્લિમ બહુમતી ધરાવતાં પંજાબ, બંગાળ અને આસામને હિસ્સે માગી શકવાની સ્થિતિમાં જ નહીં રહે.’ વિભાજનની વ્યથા હતી, પણ સરદારના બધા મુદ્દા તર્કસંગત હતા એ મેનને નેંધ્યું.

આ વિષય પર લંબાણપૂવર્‍ક ચર્ચા-વિચારણા બાદ સરદારે મેનનને કહ્યું, ‘ભારતના ભાગલા એ કેઈને ગમતી વાત હેઈ ન શકે. મને ભારે દુ:ખ છે, પણ પસંદગી એક ભાગલા અને અનેક ભાગલાઓ વચ્ચે કરવાની છે. તમે હિન્દુસ્તાન અને પાકિસ્તાન એમ બે ભાગલાની યેજના તૈયાર કરે.’

‘તમને લાગે છે કે કૉન્ગ્રેસ આને મંજૂરી આપશે? નેહરુ, ગાંધીજી...’ મેનને પુછ્યું.

‘એ બધું મારા ધ્યાન બહાર નથી. વાસ્તવિકતાને સામને કરવે જ રહ્યે. લાગણીઓ અને ભાવનાઓમાં તણાઈ જવું પાલવે નહીં. આઝાદી આવી રહી છે.

પંચેતેર-એંસી ટકા ભારત આપણી પાસે રહે છે. એને આપણી શક્તિથી આપણે બળવાન બનાવીશું.’

થેડીક ક્ષણેની ચુપકીદી પછી ભારે અવાજમાં સરદાર બેલ્યા, ‘આ યેજના પાર પાડવામાં તમારી ભૂમિકા મહત્વની બની રહેશે. વાઇસરૉયના રાજકીય સલાહકાર હેવાના નાતે તમે જ આની માઉન્ટબેટન પાસે રજૂઆત કરે. આ યેજના તમારા તરફથી જ આવી છે અને એમાં અન્ય કેઈને હાથ નથી એ વાત સ્પક્ટ થવી જેઈએ. મારું માનવું છે કે માઉન્ટબેટન તેમના મિત્ર નેહરુને આ યેજના વિશે જાણ કરશે અને જવાહર આને સમંતિ આપશે. મારી આ યેજનાને સંમતિ છે એવું આ તબક્કે કેઈને જણાવશે નહીં. રહી વાત કૉન્ગ્રેસની તે એ બધું થઈ રહેશે.’

સરદારની સંમતિ હેવા છતાં આ યેજનાને સ્વીકાર થશે કે કેમ એની મેનનને આશંકા હતી. સરદારના સૂચનથી તેમણે તૈયાર કરેલી વિભાજનની યેજના લઈને તેઓ માઉન્ટબેટન પાસે શિમલા પહેંચ્યા અને યેજનાને મુસદ્દે માઉન્ટબેટન સમક્ષ રજૂ કર્યે. સરદારનું અનુમાન સાચું ઠર્યું હતું. માઉન્ટબેટને આ યેજના નેહરુ સામે મૂકવાનું સૂચન કર્યું. બધું વિગતવાર સમજી લીધા પછી નેહરુએ પણ સંમતિ આપતાં કહ્યું, ‘વહેલામાં વહેલી તકે દેશને આઝાદ કરીને બ્રિટિશરેએ અહીંથી ચાલ્યા જવું જેઈએ અને એ માટે દેશના ભાગલા પાડવા પડે એ બહુ જ દુ:ખદાયક ઘટના બની રહેશે.’

મેનન શિમલામાં ચાલી રહેલી આ બધી ગતિવિધિઓથી સરદારને વાકેફ રાખી રહ્યા હતા.

‘મારી દૃãક્ટએ તે બધું ધાર્યા મુજબ જ થઈ રહ્યું છે. મને ખાતરી છે કે ભાગલાની આ યેજના કૉન્ગ્રેસ પણ મંજૂર રાખશે.’ સરદારે ફેન પર મેનનને ખાતરી આપી.

‘વાઇસરૉયે આ આખી યેજનાને ‘માઉન્ટબેટન પ્લાન’ તરીકે લંડન મેકલી છે.’ સરદારને કે પેતાને કેઈ પણ પ્રકારને જશ નહેતે મળતે એને મેનનને ડંખ હતે.

‘જે પાણીએ મગ ચડતા હેય એ પાણીએ ચડાવવા. આ યેજના તેમના નામે હશે તે નેહરુજી, રાજાઓને વિરેધ ઓછે રહેશે અને ભાગલાના ઘા કેટલાક પ્રમાણમાં રુઝાવી શકાશે.’ સરદારે કહ્યું.

€ € €

ચિ. વલ્લભભાઈ,

પંજાબ વિશેને તમારે ઠરાવ મને સમજાવી શકે તે સમજાવજે. મને સમજાતે નથી.

બાપુના આશિષ

પંજાબમાં મુસલમાનેની બહુમતી ધરાવતા વિસ્તારને બિનમુસલમાનેની બહુમતી ધરાવતા વિસ્તારેથી અલગ પાડવામાં આવે એવે ઠરાવ કૉન્ગ્રેસ કારેબારીએ કર્યે છે એની જાણ ગાંધીજીને થઈ હતી. અંત:સ્ફુરણાથી કે પછી કેઈએ તેમને જાણ કરી હેય, ગમે એમ પણ બાપુને એ વાતને ખ્યાલ આવી ગયે હતે કે આ ઠરાવને મુસદ્દે સરદારની પ્રેરણાથી ઘડાયે છે અને સરદાર જ એના ખરા પ્રણેતા છે.

હિન્દુસ્તાનના વિભાજનને સ્વીકાર કરતા આ ઠરાવથી ગાંધીજીને અત્યંત વેદના થઈ. આ નાનકડા પત્રમાં ગાંધીજીની વેદના સરદાર વાંચી શક્યા. ગાંધીજી દેશના ભાગલા માટે રાજી નહીં થાય એ સરદાર જાણતા હતા એમ છતાં ગાંધીજીને પત્ર તેમને ઘડીક વિચલિત કરી ગયે.

જેકે ઝડપથી સત્તાપલટે થઈ શકે તથા પંજાબ, આસામ અને બંગાળ પર મુસ્લિમ લીગ દાવે ન કરી શકે એ માટે સમસ્યાને આ એકમાત્ર ઉપાય હતે એ વિશે સરદારના મનમાં સહેજ પણ દ્વિધા નહેતી. તેમણે તરત જ ગાંધીજીના પત્રને પ્રત્યુત્તર લખ્યે:

પૂજ્ય બાપુ,

પંજાબના ઠરાવને અર્થ કાગળ દ્વારા સમજાવવે મુશ્કેલ છે. આ ઠરાવ ઘણે લાંબે વિચાર કર્યા પછી થયે છે. ઉતાવળે અથવા વગર વિચાર્યે થયે નથી...

વલ્લભભાઈના પ્રણામ

આ ઠરાવ સમજવા અને માઉન્ટબેટન સાથે વાતચીત કરવા ૧૯૪૭ની ૩૧ માર્ચે‍ ગાંધીજી બિહારથી દિલ્હી આવ્યા. તેમને લેવા માટે સરદાર અને તેમનાં પુત્રી મણિબહેન બન્ને સવારે સાડાપાંચ વાગ્યે દિલ્હી સ્ટેશન પહેંચી ગયાં.

‘હિન્દના ભાગલા ગમે એ ભેગે અટકાવે વલ્લભભાઈ...’ બિહારથી દિલ્હી આવેલા ગાંધીજીએ માઉન્ટબેટન સાથે વાતચીત કર્યા પછી સરદારને વિનવણીના સૂરમાં કહ્યું.

‘બાપુ, ભાગલા ન કરવાથી લેહીની નદીઓ વહેશે. આ છેવટને ઉપાય છે.’

‘બાળકના શરીરને કાપવાને બદલે આખું બાળક જ મુસ્લિમેને આપી દે. જિન્નાહને પેતાની ઇચ્છા મુજબનું પ્રધાનમંડળ રચવા દે.’ ગાંધીજીએ ઉપાય સૂચવ્યે.

‘ક્ષમા કરજે બાપુ, પણ હું તમારી સાથે સહમત થઈ શકતે નથી. તમારા આદર્શવાદ અને મારા વાસ્તવવાદ વચ્ચે મેળ ખાઈ શકે એમ નથી.’

‘મારાથી દેશના આ ટુકડાઓ થતા જેઈ શકાશે નહીં...’

‘તે આંતરવિગ્રહ માટે તૈયાર છે તમે? એવે આંતરવિગ્રહ જે ક્યાં શરૂ થઈને ક્યાં પૂરે થશે એ કેઈ કહી શકે એમ નથી. એના અંતે આખરે હિન્દુઓની જ જીત થશે, પણ એ માટે કેટલી મેટી કિંમત ચૂકવવી પડશે એનું અનુમાન કરતાં પણ મારાં હાડકાં થીજી જાય છે.’

‘જવાહર પણ દેશના ટુકડા કરવાની તરફેણમાં છે. તમનેય એમ જ લાગતું હેય તે ભલે, પણ મારે મત તમારા બધાથી જુદે છે. જેકે હું તમારી વચ્ચે આવીશ નહીં.’ ગાંધીજીએ નાછૂટકે હથિયાર હેઠાં મૂક્યાં.

‘બાપુ, વચગાળાની સરકારમાં આટલે વખત કામ કર્યા પછી મને સમજાઈ ગયું કે બ્રિટિશરેથી હવે જેટલું બને એટલું જલદી છૂટવું જેઈએ. તેમનું મુખ્ય લક્ષ્ય પેતાને લાભ ખાટવે અને ભારતને શક્ય એટલી હાનિ પહેંચાડતા જવાને છે. હું એ નર્ણિય પર પહેંચ્યે છું કે આ વિદેશીઓને હાંકી કાઢવા માટે દેશના ભાગલા પાડીને કિંમત ચૂકવવી પડતી હેય તે પણ એ કરવું જેઈએ. જે વધુ સમય બ્રિટિશરે રહ્યા તે તેઓ દેશને બે નહીં, અનેક ટુકડાઓમાં વહેંચી દેશે. આપણી સામે હજી ઘણા પડકારે ઊભા છે. દેશને સુરક્ષિત અને સશક્ત બનાવવે હશે તે દેશી રાજ્યેનું વિલીનીકરણ કરીને આખા દેશનું એકત્રીકરણ કરવું પડશે.’

(ક્રમશ:)

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK