પ્રભુ પાસે માગે શીતળતા, શાંતિ અને પવિત્રતા બક્ષે એવું ધન

ઉક્ત શ્લોકના ઉપદેશ પ્રમાણે આપણે મનને શીતળતા, શાંતિ અને પવિત્રતા બક્ષે એવું ધન માગવું જેઈએ


લક્ષ્મી ચંચળ છે કે આપણે? - ગૌરવ મશરૂવાળા

ક્ષુત્પિપાસામલાં જ્યેષ્ઠામલક્ષ્મીં નાશયામ્યહમ્

અભૂતિમસમૃદ્ધ ચ સર્વા નિણુર્દ ગૃહાત્


‘હે અિગ્નદેવ (સૂર્યદેવ ભગવાન, મને એવી લક્ષ્મીની પ્રાપ્તિ થવા દે) જેની હાજરીમાત્રથી મારી ભૂખ, તરસ ભાંગે અને અલક્ષ્મી સાથે સંકળાયેલી અપવિત્રતા દૂર થાય. એ લક્ષ્મી એવી હેય જેનાથી મારા ઘરમાંથી દરિદ્રતા દૂર થાય.’

ભૂખનાં અનેક કારણે હેય છે. ભિખારીને ખાવાનું ન મળે ત્યારે તે ભૂખ્યે રહે છે. કેઈ કુદરતી આપદાને લીધે ક્યાંક અટવાઈ ગયા હેવાને લીધે અતિશય ધનવાન માણસને પણ ખાવાનું ન મળે એવું પણ થતું હેય છે. સ્વેચ્છાએ કે ધાર્મિક કારણેસર માણસ ઉપવાસ કરતે હેય છે. પેતાના અધિકાર માટે કામદારે કે અન્ય કેઈ માણસ ભૂખહડતાળ કરીને ભૂખ્યે રહે છે. કેઈ યેગી સંપૂર્ણપણે ધ્યાનમાં લીન હેય અને તેને ભૂખ-તરસનું ભાન ન હેય એવું પણ બનતું હેય છે. આમ ભૂખ અલગ-અલગ પ્રકારની હેય છે.

ગરીબીને લીધે જન્મતી ભૂખને કારણે ગુસ્સે, નિરાશા, બેબાકળાપણું, ચીડચીડિયાપણું જેવી અનેક લાગણીઓ જન્મતી હેય છે. ગુણની દૃષ્ટિએ જેઈએ તે એ સ્થિતિ મનની તામસી સ્થિતિ હેય છે.

પેતાની માગણીઓને ભારપૂવર્‍ક રજૂ કરવા માટે ભૂખહડતાળ પર ઊતરેલી વ્યક્તિ મનની મક્કમ હેય છે અને મનની આ સ્થિતિ રાજસી હેય છે. ચિંતન કરવાને કારણે ભૂખ્યા પેટે રહેલી વ્યક્તિના ચહેરા પર અનેરી આભા હેય છે. એ વ્યક્તિના મનની સ્થિતિને સાત્વિક કહી શકાય. કદાચ તે માણસ ગુણાતીત એટલે કે ત્રણે ગુણેથી પર થઈ ગયે હેઈ શકે. મનુષ્ય કામુકતાને લીધે પણ ભૂખ વેઠે છે, પરંતુ એ વિષય અલગ સ્વરૂપને હેવાથી અત્યારે એની ચર્ચા અસ્થાને છે.

ઉક્ત શ્લોકના ઉપદેશ પ્રમાણે આપણે મનને શીતળતા, શાંતિ અને પવિત્રતા બક્ષે એવું ધન માગવું જેઈએ. દેખાડે કરવા માટે, અહમ્ સંતેષવા માટે કે ઈષ્ર્યાને વશ થઈને ધનની જે ભૂખ લાગે છે એને લીધે નૈરાશ્ય, ક્રેધ અને લઘુતાગ્રંથિ જન્મે છે. આ બધી અશુદ્ધિઓ છે અને એવી અશુદ્ધિઓ પેદા કરનારા ધનની પ્રાપ્તિને કેઈ અર્થ નથી.

fલેકની બીજી પંક્તિમાં કહેવાયા મુજબ મનુષ્યે દુ:ખ અને દરિદ્રતા દૂર કરનારું ધન પ્રાપ્ત કરવા માટે ઈશ્વરને પ્રાર્થના કરવી જેઈએ.

આ વાત પરથી મને એક કિસ્સે યાદ આવે છે. હું થેડા દિવસ પહેલાં મારા કૉલેજકાળના મિત્રને મળવા ગયે હતે. તેણે કહ્યું કે બે દિવસ રહીને આવનારા શનિવારે તે ફૅમિલી-લંચ લેવાને હતે. દર પખવાડિયે એક વાર શનિવારના દિવસે તે દીકરે-દીકરી અને પત્ની સાથે જમવા બેસે છે. મને નવાઈ લાગી. એક છત નીચે રહેનારા ચાર માણસે પંદર દિવસે ફક્ત એક ટંક એકસાથે જમવા બેસે! મિત્રે કહ્યું કે ચારે જણ એક યા બીજા કામમાં વ્યસ્ત હેય છે અને દરેકનું શેડ્યુલ અલગ-અલગ હેય છે એથી તેઓ ફક્ત એક જ ટંક સાથે બેસીને જમી શકે છે. તેની વાત સાંભળીને મારા ચહેરા પર ઊપસેલા ભાવ પારખીને તેણે નિસાસે લેતાં કહ્યું, શું કરીએ, અમે અમારી મહત્વાકાંક્ષાઓ પૂરી કરવા માટે આ મૂલ્ય ચૂકવીએ છીએ.

એક દિવસ મને શ્રીમતીજીએ કહ્યું, હીરાઆન્ટીએ તમારા માટે મીઠાઈનું બૉક્સ મેકલાવ્યું છે. અમારા પરિચિત ઘડિયાળી પરિવારનાં ત્રણ બહેનેમાંનાં એક છે હીરાઆન્ટી. તેઓ ત્રણ બહેને અને એક ભાઈ. ચારે જણ અપરિણીત. બાળપણથી હું તેમના ઘરે જતે અને તેઓ મને ખૂબ લાડ કરતાં. હું મારી મમ્મી સાથે જ્યારે પણ તેમના ઘરે જાઉં ત્યારે ચૉકલેટ હાજર જ હેય.

હીરાઆન્ટી સિવાયનાં ભાઈ-બહેન ગુજરી ગયાં છે અને આન્ટી હાલમાં ૮૭ વર્ષનાં છે. તેઓ દર નવા વર્ષે મને મીઠાઈ મેકલાવે છે. તેમને ધનની કમી નથી, પરંતુ એકલતા સાલે છે. પરિવારમાં બીજું કેઈ નથી અને હીરાઆન્ટી પણ સાવ સુકાઈ ગયાં છે. હું ક્યારેક તેમને મળવા જાઉં છું. કામે રાખેલાં એક બહેન રેજ તેમની શુશ્રૂષા કરે છે. ક્યારેક મને વિચાર આવે છે કે આન્ટીના હાથ-પગ ચાલે છે ત્યારે જ તેમને ભગવાન ઉપાડી લે તે સારું, નહીંતર કેણ જાણે શું થશે. એક દિવસ મેં તેમને પૂછયુ હતું, ‘તમે તમારી સંપત્તિને શું ઉપયેગ કર્યે છે? શું તમે કેઈ પ્લાનિંગ કર્યું છે?’ આંખમાં પ્રશ્નાર્થ સાથે તેમણે મને કહ્યું, ‘કેને આપું, આપવા માટે કેઈ નથી.’

ચાલે, તે ફરી એક વાર પ્રભુને કહીએ કે ‘હે પ્રભુ, ભૂખ, તરસ, દરિદ્રતા ભગાડે અને આખા પરિવારને સુખ-તંદુરસ્તી આપે એવી લક્ષ્મીની પ્રાપ્તિ થવા દે.’

આ વાત સાથે આજે આપણે લક્ષ્મીનાં વિવિધ સ્વરૂપે અને આપણાં શાસ્ત્રોમાં લખાયેલી વાતેને અભ્યાસ પૂરે કરીએ છીએ. થેડા સમય પછી રૂપિયાને લગતી બીજી કેઈ ચર્ચા શરૂ કરીશું. ત્યાં સુધી તબિયત સાચવજે અને પેતાની તથા પરિવારની કાળજી રાખજે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK