લાંબા ભેગો ટૂંકો જાય, મરે નહીં તો માંદો થાય

સ્વામીનારાયણ સંપ્રદાયમાં શિક્ષાપત્રીનું અનેરું માહાત્મ્ય છે. એના શ્લોક-ક્રમાંક ૧૨૦માં કહેવાયું છે : આચાર, વ્યવહાર અને પ્રાયશ્ચિત્ત એ ત્રણે કામ દેશ, કાળ, અવસ્થા, દ્રવ્ય, જાતિ અને સામર્થ્યને ધ્યાનમાં રાખીને કરવાં.


લક્ષ્મી ચંચળ છે કે આપણે? - ગૌરવ મશરૂવાળા

આ શ્લોક પરથી મને એક ગુજરાતી કહેવત યાદ આવે છે : લાંબા ભેગો ટૂંકો જાય, મરે નહીં તો માંદો થાય. આ કહેવત મેં બાળપણમાં સાંભળી હતી, પરંતુ એ સમયે એમાં કંઈ સમજાયું નહીં. એનો અર્થ હું કૉલેજમાં આવ્યો એ સમયે સમજાયો. એક દિવસ મારા મિત્રે ૨૦૦ રૂપિયા ઉછીના માગ્યા. ૧૯૮૮માં આ રકમ પણ ઘણી મોટી હતી. તેને બીજા અમુક મિત્રો જોડે પિકનિક પર જવું હતું એટલે તેણે પૈસા માગ્યા હતા. તેની સાથે વાત કરતાં-કરતાં ખબર પડી કે તેને ફરવા જવાનું પરવડતું નહોતું, પરંતુ મિત્રોને ખૂલીને ના પાડી ન શકતો હોવાથી તેણે જવા માટે હા પાડી હતી.

ઘણી વાર આપણે લોકોને કહેતાં સાંભળીએ છીએ કે સમાજમાં રહેવું હોય તો આર્થિક દૃષ્ટિએ પરવડતું ન હોવા છતાં અમુક રીતરિવાજોનું પાલન કરવું જરૂરી છે.

અહીં મારા પરિચિત સુરેશ ઐયરનો દાખલો લઈએ. અર્થતંત્રની પ્રગતિ ધીમી પડી એની અસર ઐયરની કંપની પર પણ પડી હતી. તેણે અનેક કર્મચારીઓની છટણી કરવી પડી હતી. સદ્નસીબે સુરેશે નોકરી ગુમાવવાનો વખત ન આવ્યો, પરંતુ તેના પગારમાં પચીસ ટકાનો કાપ મુકાયો. તેનું નાણાકીય આયોજન બરોબર હોવાથી તે રાબેતા મુજબના ખર્ચમાં થોડા ફેરફાર કરીને પોતાની કારલોનના EMIની ચુકવણી પૂરી કરી શક્યો. જોકે તેના મિત્રોએ વેકેશનમાં યુરોપ જવાનો પ્રસ્તાવ મૂક્યો ત્યારે ઐયર અને તેની પત્ની પ્રિયા દ્વિધામાં સપડાઈ ગયાં. પ્રિયા તો ચોખ્ખું કહી દેવા તૈયાર હતી કે તેમને યુરોપ જવાનું નહીં પરવડે, પરંતુ સુરેશને એમ કહેવામાં સંકોચ થતો હતો. આથી તેઓ બન્ને મારી સલાહ લેવા આવ્યાં. મેં પ્રિયાનું સમર્થન કર્યું અને સુરેશે કચવાતા મને માની લીધું.

થોડા મહિના પછી તેઓ મને કોઈ જગ્યાએ મળ્યાં ત્યારે બન્નેએ મારો આભાર માન્યો. તેમણે યુરોપ જવાનું માંડી વાળ્યું તેથી તેમની આર્થિક સ્થિતિમાં વાંધો ન આવ્યો. તેમનાથી વિપરીત અન્ય એક યુગલ ગજા બહારનો ખર્ચ કરીને યુરોપ ગયું અને પછી તેમના પર કરજનો બોજ ઘણો વધી ગયો અને રોજિંદા ખર્ચ પૂરા કરવામાં પણ તકલીફ પડવા લાગી.

સરખેસરખા લોકો જ્યારે કોઈ વાત માની લેવાનું કહે ત્યારે એક પ્રકારનું દબાણ અનુભવાતું હોય છે. એને અંગ્રેજીમાં તેને પિઅર પ્રેશર કહેવાય છે. આવા દબાણને વશ થવાને બદલે પોતાની ચાદર હોય એટલી જ સોડ તાણવાની કહેવત અનુસાર વર્તવું.

સામાજિક પ્રથાઓને અનુસરવાની વાત ભારતમાં ફક્ત કોઈ એક સમાજને કે વર્ગને નહીં, દરેક સામાજિક વર્ગને લાગુ પડે છે. અમારા ઘરનોકરો દેશમાં કોઈ ગુજરી ગયું હોય તો તેમનું કારજ કરવા માટે અનેક વાર અમારી પાસે પૈસા ઉછીના લઈ જતા હોય છે. તેમના વિશે સાંભળીને કેટલાક લોકો કહી દે છે કે અભણ હોવાથી તેઓ આવા નકામા ખર્ચ કરે છે, પરંતુ જ્યારે પોતાના ઘરમાં જન્મદિવસની ઉજવણી કરવાની વાત આવે ત્યારે એ જ ટીકાકાર લોકો પોતાના સામાજિક મોભા અનુસાર સ્થળની પસંદગી કરે છે. લગ્નપ્રસંગોમાં તો આવું ખાસ જોવા મળે છે. વેવાઈની સામે પોતાનું ખરાબ દેખાય નહીં એવું જ બધા વિચારતા હોય છે.

શિક્ષાપત્રીના ઉક્ત શ્લોકમાં સામથ્યર્‍ સહિતનાં અનેક પાસાં જણાવવામાં આવ્યાં છે, પરંતુ આપણે ફક્ત સામથ્યર્નાી પાસા પર નજર કરીએ. આપણે સામાજિક દબાણ કે પિઅર પ્રેશરને તાબે થઈ જઈએ છીએ એની પાછળ અટૂલા પડી જવાનો ડર જવાબદાર હોય છે. લોકો મારા વિશે શું કહેશે? શું તેઓ મારી હાંસી ઉડાવશે? શું હું બધા કરતાં અલગ પડી જઈશ? વગેરે પ્રશ્નો સતાવવા લાગે છે. આવા વખતે અસલામતી સતાવે છે અને અસલામતીની પાછળ આપણો અહમ્ કામ કરતો હોય છે. આપણો સ્વ સાથેનો સંપર્ક તૂટે ત્યારે મનમાં અસલામતી ઘર કરી જાય છે. સ્વત્વથી જેટલા દૂર થતા જઈએ એટલો આપણો અહમ્ અને અસલામતી વધતાં જાય છે. થોડા જ વખતમાં ઈર્ષા તથા અન્ય ગ્રંથિઓ જન્મે છે. આવા સમયે ખરેખર તો આપણે ફરી સ્વની નજીક જવું જોઈએ, પરંતુ એમ કરવાને બદલે આપણે બાહ્ય જગત સાથે સંકળાવાનો પ્રયાસ કરવા લાગીએ છીએ. ખરું પૂછો તો બાહ્ય જગત ક્ષણભંગુર અને સાપેક્ષ છે. આપણે એને

જેમ-જેમ વધુ વળગી રહેવાનો પ્રયાસ કરીએ છીએ એટલી જ વધુ ને વધુ અસલામતી વર્તાય છે. અસલામતી વધતાં આપણે એની પકડ વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ કરીએ છીએ અને છેવટે એવો તબક્કો આવે છે જ્યારે આપણે ગમે એટલો ખર્ચ કરી દઈએ તો પણ કોઈ બાબત આનંદ આપી શકતી નથી.

દિલ્હીમાં રહેતા મારા ક્લાયન્ટ રાકેશ સોબતી ઘણી વાર કહે છે, ‘હું રીતરિવાજોને લીધે ઘણો ઘસાઈ ગયા બાદ પણ મને લાગે છે કે એકલો રહી ગયો. આનું કારણ એ છે કે આ રીતે હું મારું સ્વત્વ છોડી દઉં છું.’

ખર્ચ કરવામાં કંઈ ખોટું નથી, પણ જો એમાં આનંદ આવવાને બદલે ફક્ત સામાજિક દબાણને કારણે એમ કરવું પડતું હોય તો એ ખોટું છે એટલું તો ચોક્કસ કહી શકાય.

(લેખક વિખ્યાત ફાઇનૅન્શિયલ પ્લાનર છે અને તેમણે ‘યોગિક વેલ્થ’ નામનું પુસ્તક પણ લખ્યું છે.)

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK