લગ્નવિધિમાં મૂકવામાં આવતી દરેકેદરેક વસ્તુ હોવી જોઈએ પ્રેઝન્ટેબલ

દીકરીનું આણું, જમાઈની શેરવાની અને વહુની ચૂંદડીથી લઈને સપ્તપદીના નારિયેળ ને સોપારીમાં સજાવટનો કન્સેપ્ટ જાનૈયાઓનાં મન હરી લે છે

shadi1શાદી મેં ઝરૂર આના - વર્ષા ચિતલિયા

દીકરીનાં લગ્ન લેવાનાં હોય ત્યારે ઘરમાં તડામાર તૈયારી ચાલે. એમાંય દીકરીનું આણું તો ઝાકમઝોળ જ હોવું જોઈએ. આજના જમાનામાં માતા-પિતા દીકરીને કરિયાવરમાં શું આપવાનાં છે એનું મહkવ નથી, પણ એને કઈ રીતે પ્રેઝન્ટેબલ બનાવે છે એના પર સૌની મીટ મંડાયેલી હોય છે. આણામાં મૂકવામાં આવેલાં નારિયેળ, સોપારી, છાબ, મીઠાઈ, ડિઝાઇનર વસ્ત્રો, જ્વેલરી વગેરેની સજાવટ મહેમાનોમાં ચર્ચાનો વિષય હોય. વહુ લાવવાનો હરખ પણ કંઈ ઓછો ન હોય. દીકરીના આણાની સજાવટ સામે વહુની ચૂંદડી ફિક્કી પડી જાય એ ન ચાલે. કારમાં બેસીને દુલ્હનને લેવા આવતા વરરાજાની આબેહૂબ આકૃતિ ઊભી કરી વરપક્ષવાળા પણ પોતાનો કૉલર ટાઇટ રાખે છે. વરરાજાના હાથમાં શોભતા નારિયેળથી લઈને વિદાયવેળાએ કન્યાના હાથમાં આપવામાં આવતા રમણદીવા સુધીની તમામ વિધિમાં મૂકવામાં આવતી વસ્તુઓની સજાવટનો કન્સેપ્ટ સૌને આકર્ષે છે. લગ્નની થીમ, ક્લાયન્ટ્સની પસંદગી અને સ્ટેજ-ડેકોરેશનને ધ્યાનમાં રાખી બધી જ વસ્તુની સજાવટ માટે મુંબઈમાં ક્રીએટિવ આર્ટિસ્ટોની ફોજ છે. આ ફીલ્ડમાં લેટેસ્ટ ટ્રેન્ડ શું છે એ જોઈએ.

હવે પહેલાંની જેમ પરંપરાગત રીતે આણું પાથરવામાં નથી આવતું એમ જણાવતાં ગ્રાન્ટ રોડનાં ક્રીએટિવ આર્ટિસ્ટ સ્વાતિ મહેતા કહે છે, ‘આજે વેવિશાળથી લઈને દીકરીને વળાવવા સુધીની તમામ વિધિમાં જે કંઈ પણ વ્યવહાર કરવાના હોય એમાં નવીનતા જોઈએ છે. છાબમાં ગોઠવવામાં આવતી દરેક વસ્તુને ડેકોરેટ કરવાનો ટ્રેન્ડ પૉપ્યુલર છે. સૌથી પહેલાં તો છાબને જ સજાવવી પડે. પહેલાં આપણે સાદી ગોળાકાર છાબ જ વાપરતા હતા, હવે નવા-નવા આકાર ધરાવતી છાબ તૈયાર કરવામાં આવે છે. એમાં મૂકવામાં આવતા લીલા નારિયેળની જોડને જાણે કે બે ઢોલ મૂક્યા હોય એ રીતે સજાવી શકાય અથવા મોર બનાવી શકાય. અંદર નારિયેળ હોય પણ બહારથી મોર દેખાય. નારિયેળની સજાવટમાં આર્ટિફિશ્યલ ફ્લાવર, લેસ, જરી, મલમલનાં વસ્ત્રો વગેરેનો ઉપયોગ થાય છે. છાબમાં સાડી ગોઠવવાની હોય એમાં અત્યારે મારવાડી સ્ટાઇલ ખૂબ જ લોકપ્રિય છે. સાડીની આસપાસ લાલ-પીળા ગોટાથી સજાવટ કરવામાં આવે છે. ચળિયાચોળી મૂકવાનાં હોય તો ઓઢણીને ખોલી એની આજુબાજુ ઢોલી, નવરાત્રિની થીમ અને બળદગાડું બનાવી ગામડાનું ચિત્ર ઉપસાવવામાં આવે છે. જોઈએ તો એમાં લાઇટિંગ પણ કરી આપીએ.’

shadi2


વરપક્ષને આપવામાં આવતી છાબમાં કાશ્મીરની સુંદરતાને દર્શાવવાનો ટ્રેન્ડ હમણાં સૌને પસંદ પડી રહ્યો છે એમ જણાવતાં સ્વાતિબહેન કહે છે, ‘કાશ્મીરમાં જોવા મળતા શિકારા જેવા આકારની બોટમાં ફૂલોની વચ્ચે કન્યા બેઠી હોય અને ઉપરથી ચૉકલેટ મૂકીને જ્યારે વરપક્ષને આપવામાં આવે છે ત્યારે એવો મેસેજ પહોંચે છે કે અમે ફૂલની જેમ ઉછેરીને મોટી કરેલી દીકરી તમને સુપરત કરી રહ્યા છીએ. સામે વરપક્ષવાળા પણ હોંશીલા હોય છે અને ઢીંગલી મૂકીને સજાવેલી ચૉકલેટની બાસ્કેટ આપી મેસેજ પાઠવે છે કે તમારી દીકરીને અમે ડૉલની જેમ સાચવીશું. વરરાજાની શેરવાની ગોઠવવાની હોય તો ટ્રેમાં ખજૂર અને ડ્રાયફ્રૂટ્સમાંથી બનાવેલી શેરવાની મૂકવામાં આવે છે. વરરાજાને આપવાની ગિફ્ટ હોય તો ઉપર એ જ પ્રકારનું ચિત્ર ઊભું કરવામાં આવે. હળદર-સોપારી, જ્વેલરી-બૉક્સ, મેકઅપનો સામાન, ડ્રેસ અને સાડી એમ આણામાં મૂકવામાં આવતી તમામ વસ્તુની સજાવટ થાય છે. દરેક વિધિમાં ઇનોવેટિવ આઇડિયાઝ સાથે કંઈક ક્રીએટિવ હોય તો પ્રસંગ દીપી ઊઠે.’

લગ્નવિધિમાં ડિસ્પ્લે કરવામાં આવતી બધી જ વસ્તુ વેડિંગની થીમ સાથે મૅચ થાય એવી ડિમાન્ડ વધી રહી છે એમ જણાવતાં કાંદિવલીનાં ક્રીએટિવ આર્ટિસ્ટ ફાલ્ગુની કોઠારી કહે છે, ‘વરપક્ષવાળા, હોય કે કન્યાપક્ષવાળા, કોઈને રિપીટેશન નથી જોઈતું તેમ જ મિસમૅચ પણ ન ચાલે. સ્ટેજ પર જે કલરનું ડેકોરેશન હોય એવા જ કલર-કૉમ્બિનેશન સાથે સજાવેલી આઇટમો ડિસ્પ્લે થવી જોઈએ. સૌથી પહેલાં તો સ્ટેજ પર કરવામાં આવતા સાથિયાનું ડેકોરેશન જોવા મળે. સપ્તપદીમાં સોપારી મૂકવાની હોય તો બટરફ્લાય બનાવી એની અંદર સોપારી મૂકી દઈએ અથવા ફૂલોનું ડેકોરેશન કરી એની વચ્ચે સોપારી ગોઠવવામાં આવે. આજુબાજુ હળદરના ગાંઠિયા મૂકી શકાય. ચૉકલેટના બુકેના ડેકોરેશનમાં પણ કલર પર ખાસ ભાર મૂકવામાં આવે છે. મા-માટલા પર બાંધવામાં આવતા લીલા વjાની ઉપર આભલા અને પૅચવર્ક સાથે આખો વરઘોડો દોરી આકર્ષણ ઊભું કરવામાં આવે છે. ઘણી વાર સ્ટેજના ડેકોરેશન જેવું જ ડેકોરેશન કરી આખી થીમ ઊભી કરવામાં આવે છે. લાડકા લાડુ આપવાના હોય તો વરરાજા કારમાં બેસીને દુલ્હનને લેવા આવ્યા હોય એવી સજાવટ કરીએ અથવા કન્યા ડોલીમાં બેસીને આવી રહી છે એવું દેખાય એમ શણગાર કરી આપીએ. સ્ટેજ પર જ્યારે વહુને ચૂંદડી ઓઢાડવાની વિધિ ચાલતી હોય ત્યારે ડેકોરેટિવ છાબમાં કન્યા ચૂંદડી પહેરીને બેઠી હોય એવી રીતે ગોઠવણી કરવામાં આવે એટલું જ નહીં, દાગીનો પણ એવી જ રીતે પહેરાવવામાં આવે છે.’

લગ્નમાં સૌથી છેલ્લે આવતી વિધિ એટલે કન્યાવિદાય. અહીં પણ કોઈ ચૂક રહી ન જાય એનું કન્યાપક્ષ ધ્યાન રાખે છે. આ સંદર્ભે વાત કરતાં ફાલ્ગુનીબહેન કહે છે, ‘કન્યાના હાથમાં આપવામાં આવતા રમણદીવાને ગજરાથી સજાવી સોંપવામાં આવે છે. આ સિવાય ભાથાના ડબ્બાને પણ અનોખી રીતે સજાવી કન્યાના હાથમાં આપવામાં આવે છે. જાનૈયાઓની નજરમાં દરેક વસ્તુ આવે એ રીતે મનમોહક સજાવટનો ટ્રેન્ડ વધ્યો છે.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK