આમનું ફ્યુચર બ્રાઇટ છે

આઉટડોર ઍડ્વર્ટાઇઝિંગની વાત આવે એટલે યોગેશ લાખાણી યાદ આવ્યા વગર ન રહે.

amitabh

છેલ્લા ત્રણ દાયકાથી તેમણે આ ક્ષેત્રે પ્રશંસનીય કામગીરી બજાવી છે. એથી જ તેમની કંપની - બ્રાઇટ આઉટડોર મીડિયા પ્રાઇવેટ લિમિટેડને રોકાણકારો તરફથી IPO માટેની આકર્ષક ઑફરો મળી રહી છે. આઉટડોર ઍડ્વર્ટાઇઝિંગમાં અદ્ભુત કાર્ય કરનારા યોગેશભાઈ સાથે થયેલી ગુફ્તેગોમાં ઘણી રસપ્રદ જાણકારી મળી છે

આઉટડોર ઍડ્વર્ટાઇઝિંગનું બીજું નામ બની ગયેલા યોગેશ લાખાણીએ ૮૦ના દાયકામાં તેમનો વ્યવસાય શરૂ કર્યો. તેમની બ્રાઇટ આઉટડોર મીડિયા પ્રાઇવેટ લિમિટેડને ભારતીય રેલવે, ઍરપોર્ટ, MMRDA, MRTC, બેસ્ટ, રેડિયો અને ટીવી પર નવાજવામાં આવી છે. એથી જ હવે તો તેઓ ઍડ્વર્ટાઇઝિંગનાં વર્તુળોમાં હોર્ડિંગમૅન તરીકે ઓળખાવા લાગ્યા છે.

આ કંપની માત્ર હોર્ડિંગ્સ નહીં, રેલવેનાં બોર્ડ, રેલવે-પૅનલ, ટ્રાન્સફર સ્ટિકર્સ, સિનેમા સ્લાઇડ્સ, પ્રોમોસ, ફુલ ટ્રેન બ્રૅન્ડિંગ, બસ-સ્ટૉપ પરની ઍડ્વર્ટાઇઝ, બસ-પૅનલ, મોબાઇલ સાઇન ટ્રક, કિઓસ્ક, ટ્રાફિક બૂથ, ટોલનાકા, ગૅન્ટ્રી, વિનાઇલ અને ટીવી ઍડ્વર્ટાઇઝિંગ એ બધામાં ઉત્કૃષ્ટ કાર્ય કર્યું છે. અમુક મુખ્ય સ્ટેશનો, ફુટઓવર બ્રિજ તથા અન્ય કેટલાંક સ્થળોએ તો એની મોનોપૉલી છે.

વિસ્તરતી ક્ષિતિજો

પોતે IPOની ઑફરને જતી કરી રહ્યા છે એનો અર્થ એવો નથી કે તેમનામાં મહત્વાકાંક્ષા નથી. આ વ્યક્તિ એવી છે જેને હંમેશાં પોતાની વ્યવસાયી ખેવનાઓ રહી છે અને તેઓ ક્ષિતિજોને વિસ્તારવામાં માને છે. તેમણે શરૂ કરેલા બ્રાઇટ અવૉર્ડ્સ પ્રસંગે સેલિબ્રિટીઝ ખાસ ઉપસ્થિત રહે છે. આ વર્ષે ફેબ્રુઆરીમાં યોજાઈ ગયેલા અવૉર્ડ્સ કાર્યક્રમમાં મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, હૃતિક રોશન, યુવરાજ સિંહ, જેવી વિવિધ ક્ષેત્રની હસ્તીઓ હાજર રહી હતી. ટૂંકમાં રાજકીય, ક્રિકેટ, બૉલીવુડ અને કૉર્પોરેટ ક્ષેત્રના ખ્યાતનામ લોકો આ પ્રસંગે એક સ્થળે ભેગા થયા હતા. યોગેશ લાખાણીએ ભારતનાં પ્રભાવી વર્તુળોમાં પ્રાપ્ત કરેલી ખ્યાતિનું આ દ્યોતક છે.

સામાજિક જવાબદારીની પ્રતીતિ


કૉર્પોરેટ ક્ષેત્રે ઊંચી છલાંગ લગાવી હોવા છતાં લાખાણી સામાજિક જવાબદારીને વીસર્યા નથી. તાજેતરમાં શ્રીમતી અમૃતા ફડણવીસે તેમની મુલાકાત લીધી હતી અને એકવીસ જૂને યોજાઈ ગયેલા યોગ દિવસની પ્રસિદ્ધિ માટે સહાયભૂત થવા તેમને અનુરોધ કર્યો હતો એટલું જ નહીં, તેઓ ડોન્ટ ડ્રિન્ક ઍન્ડ ડ્રાઇવ, ઍન્ટિ-સ્મોકિંગ જેવાં અભિયાનમાં પણ નિ:શુલ્ક સેવાઓ આપે છે. તેઓ પોતાનો જન્મદિવસ તથા અન્ય વિશેષ પ્રસંગ અનાથાલયમાં તથા જરૂરિયાતમંદોની વચ્ચે રહીને ઊજવવાનું પસંદ કરે છે.

બૉલીવુડમાં વટ


આજની તારીખે લગભગ ૯૦ ટકા ફિલ્મોની પબ્લિસિટીની જવાબદારી બ્રાઇટ સંભાળે છે. તેમણે થોડા સમય પહેલાં જ રિલીઝ થયેલી સલમાન ખાનની ફિલ્મ ’ટ્યુબલાઇટ’ સહિતની બૉલીવુડની ફિલ્મો તથા અન્ય કેટલીક પ્રાદેશિક ફિલ્મોની પબ્લિસિટી કરી છે. એથી જ યોગેશ લાખાણી આપણને વાર-તહેવારે બૉલીવુડના માંધાતાઓ સાથે દેખાય છે. આ બાબતે પુછાતાં તેમણે ટૂંકો ને ટચ જવાબ આપતાં કહ્યું કે મોટા ભાગની હસ્તીઓ જોડે તેમને વ્યવસાયી સંબંધ રહ્યા છે. સમય જતાં તેઓ તેમના મિત્ર બની ગયા છે. દર વર્ષે તેમના જન્મદિવસે બૉલીવુડના અગ્રણીઓ, ટેલિવિઝનના સ્ટાર્સ, રાજકારણીઓ અને કૉર્પોરેટ્સના મોભીઓ હાજરી આપે છે. શાહરુખ ખાનથી લઈને સલમાન ખાન અને હૃતિક રોશનથી માંડીને રણવીર સિંહ સુધીના મોટા ભાગના સ્ટાર્સ તેમને ઘણા જ યાદ કરતા હોય છે, કારણ કે તે દરેકની પહેલી ફિલ્મનાં હોર્ડિંગ્સ તેમણે જ ગોઠવ્યાં હતાં. જોકે તેઓ કહે છે કે તેમની મુખ્ય આવક તો કૉર્પોરેટ જગતમાંથી આવે છે. આવકમાં માત્ર ૨૦ ટકા રકમ યશ રાજ ફિલ્મ્સ, ધર્મા પ્રોડક્શન્સ, ઇરોઝ ઇન્ટરનૅશનલ, બાલાજી વગેરે જેવા બૉલીવુડના ક્લાયન્ટ પાસેથી આવે છે. મોટા ભાગનો બિઝનેસ કૉર્પોરેટ વિશ્વમાંથી તથા ફાસ્ટ મૂવિંગ કન્ઝ્યુમર ગુડ્સની કંપનીઓ પાસેથી આવે છે. તેમના મોટા ક્લાયન્ટ્સમાં કોલગેટ, વાયકૉમ, સોની, કોટક, LIC, લોઢા, જેટ ઍરવેઝ, કલ્પતરુ, કાણકિયા, કલ્યાણ જ્વેલર્સ વગેરેનો સમાવેશ થાય છે.

રોકાણકારોમાં જાગ્યો રસ

યોગેશ લાખાણીની કંપનીની કામગીરી જોઈને રોકાણકારોને એમાં નાણાં રોકવામાં રસ જાગ્યો છે. જોકે આ નમ્ર માણસ એનાં ગાજાંવાજાં કરવાને બદલે કહે છે, ‘મારી પાસે જે છે એનાથી મને સંતોષ છે. હું મહેનત અને નિષ્ઠાના જોરે અહીં સુધી પહોંચ્યો છું. લોકો મને કંપનીના વડા તરીકે માન આપે છે એ જ મારા માટે મોટો શિરપાવ છે. ખરું પૂછો તો મારી ગણના હવે સેલિબ્રિટી તરીકે થવા લાગી છે અને હું જ્યાં પણ જાઉં ત્યાં લોકો ઑટોગ્રાફ અને ફોટોગ્રાફ માગવા આવે છે. મને આ વર્ષે ન્યુ યૉર્કમાં યોજાનારા આઇફા અવૉર્ડ માટે વિશેષ આમંત્રિત બનાવવામાં આવ્યો એ વાતનો આનંદ છે. હું આને મારા કામની કદર તરીકે જોઉં છું.’

અન્યોથી એક કદમ આગળ

યોગેશભાઈએ ૮૦ના દાયકામાં બિઝનેસ શરૂ કર્યો ત્યારથી ઘણાં પરિવર્તનો આવી ગયાં છે. તેમણે જણાવ્યા મુજબ એ વખતે કામ ઘણું સહેલું હતું. આજે ડિજિટલાઇઝેશનને લીધે ઘણા ફેરફારો આવ્યા છે. વળી સ્પર્ધા પણ ગળાકાપ થઈ ગઈ છે, જેને કોઈ પણ રીતે તંદુરસ્ત કહી શકાય નહીં. એથી જ માણસે બમણા જોરથી કામ કરવું પડે છે અને ક્યારેક પીછેહઠ થાય તો એના માટે પણ માનસિક રીતે તૈયાર રહેવું પડે છે.

તેઓ કહે છે, ‘હું આજે અન્યોથી એક ડગલું આગળ છું એનું કારણ મારા પ્રામાણિક અને ચોખ્ખા વ્યવહાર છે. ગ્રાહકોનો વિશ્વાસ અમારી આધારશિલા છે. એથી જ મારા સ્પર્ધકો ઓછા ભાવ રાખતા હોવા છતાં લોકો મને બિઝનેસ આપે છે, કારણ કે તેમને મારી પાસેથી નાણાંનું ખરું મૂલ્ય મળે છે.’

પારિવારિક કર્તવ્યનું પાલન


યોગેશભાઈ કહે છે, ‘હું તો સામાન્ય ગુજરાતી જૈન માણસ છું. મને મારો પરિવાર અને મારું કામ એ બન્ïને ઘણાં વહાલાં છે. મારો ફોન ચોવીસે કલાક રણકતો રહે છે અને હું હંમેશાં કામમાં ગળાડૂબ રહું છું. આમ છતાં હું પારિવારિક કર્તવ્યો ભૂલતો નથી. હું વર્ષમાં બે વખત સપરિવાર આંતરરાષ્ટ્રીય પ્રવાસે ચાલ્યો જાઉં છું. ક્યારેક મારો પરિવાર મને ધીમો પડવાનું કહે છે, પરંતુ હું તેમને કહું છું કે મારા બિઝનેસને લીધે જ કર્મચારીઓનાં કુટુંબો પણ નભે છે. મારો મોટા ભાગનો સ્ટાફ છેલ્લાં ૨૦-૨૫ વર્ષથી મારી સાથે છે, કારણ કે હું તેમને પરિવારનો હિસ્સો જ ગણું છું અને તેમને જરૂર હોય એવા વખતે તેમના પડખે રહું છું.’

તમારે પોતાના વિશે ટૂંકમાં કહેવું હોય તો શું કહો એ પ્રfનના જવાબમાં તેઓ નિખાલસપણે કહે છે, ‘હું સાદગીભર્યું જીવન જીવું છું. શહેરની બહાર જવાનું થાય ત્યારે હું ઇકૉનૉમી ક્લાસમાં જ જાઉં છું. બિઝનેસ ક્લાસમાં જવાનું મને પરવડતું નથી એટલા માટે નહીં, પરંતુ હું ગુમાનથી દૂર રહેવામાં માનું છું. હું સિદ્ધિઓથી છકી જવાને બદલે મારા સંઘર્ષના દિવસો યાદ રાખીને જીવું છું. મારી જરૂરિયાતો ઓછી હોવાથી હું એકાગ્રચિત્ત થઈને કામ કરી શકું છું અને આસપાસના દેખાડાથી વિચલિત થતો નથી.’

સિદ્ધિઓ


યોગેશભાઈ લાખાણીને ગત ૧૫ વર્ષમાં આશરે ૨૦૦ અવૉર્ડ્સ પ્રાપ્ત થયા છે તથા ૪૦૦ પ્રસંગોએ તેમનું બહુમાન થયું છે. એકલા આ વર્ષે તેમણે પાંચ મોટા અવૉર્ડ્સ મેળવ્યા છે, જે આ પ્રમાણે છે:

૧. ઇકૉનૉમિક ટાઇમ્સ આઇકોનિક બ્રૅન્ડ્સ ઑફ ઇન્ડિયા

૨. લંડનમાં પ્રેરણાદાયી ભારતીય ઑન્ટ્રપ્રનર તરીકેનું બિરુદ

૩. લોકમત કૉર્પોરેટ એક્સેલન્સ અવૉર્ડ

૪. દાદાસાહેબ ફાળકે અવૉર્ડ

૫. બાબાસાહેબ આંબેડકર અવૉર્ડ

૬. દુબઈમાં મોસ્ટ એક્સ્ટેન્સિવ આઉટડોર સૉલ્યુશન્સ અવૉર્ડ

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK