આંખોના આકાશમાં

કાવ્યગોષ્ઠિની બેઠકો નવા સર્જકને પ્રોત્સાહન પણ આપે છે અને ઘડે પણ છે.


અર્ઝ કિયા હૈ - હિતેન આનંદપરા

કાંદિવલીમાં રહેતાં કવયિત્રી હેમા મહેતાનો ત્રીજો કાવ્યસંગ્રહ ‘આંખોના આકાશમાં’ અનેક સંવેદનશીલ વિષયોને આવરે છે.

સંગ્રહના પ્રારંભમાં લખ્યું છે- મધદરિયે તરતી હલેસા વગરની હોડી એટલે સ્ત્રી... સ્ત્રી એટલે બીજાને દિશા બતાવતું સ્વયં દિશાવિહીન યંત્ર... ગમે એટલી હડધૂત થવા છતાંય નિરંતર પ્રેમ કરવા સામથ્યર્વા્ન વ્યક્તિ એટલે સ્ત્રી... સ્ત્રી એટલે સ્વભાવે અબળા પણ વીફરે તો વાઘણ... સ્ત્રી એટલે ઓટલાને ઊગેલી વાત... સ્ત્રી એટલે એવું મૂર્ખ પ્રાણી જેને ઈશ્વર વરદાન આપે તો પરિવારની ખુશીઓ માગે, પોતાની નહીં!... સ્ત્રી એટલે માતા, બહેન, દીકરી, નણંદ, પતïની, મા, સાસુ... બીજું કંઈ જ નહીં? સ્ત્રી એટલે કદાચ ઈશ્વર પણ જેનું સર્જન કર્યા પછી જેને સમજી નથી શક્યો એ! આવો, કવયિત્રીના આકાશમાં વાદળની જેમ એક લટાર મારીએ.

કોઈને મારે ફરી મળવા જવું છે

ગીત મીઠું એક, ગણગણતાં જવું છે

હા! હૃદયની પાઠશાળામાં નવેસર

પ્રેમના પાઠો ફરી, ભણવા જવું છે


૪ઞ્ની સ્પીડે જિંદગી જિવાઈ રહી છે ત્યારે આપણે ઘણુંબધું મેળવી રહ્યા છીએ તો સામે અઢળક ગુમાવી પણ રહ્યા છીએ. ફુરસદનો સમય જે વાંચનમાં જતો એ હવે વૉટ્સઍપમાં વેતરાઈ ગયો છે. સ્પર્ધાત્મક કારકર્દિી એક તાણ લઈને તોળાયેલી હોય ત્યારે યુગલને પ્રેમ કરવાનો સમય પણ મળતો નથી. એક જણ કામ કરતું હોય અને એક જણ રાહ જોતું હોય ત્યારે પ્રતીક્ષા વધારે પેચીદી બની જાય. પ્રારંભની અવસ્થામાં વહેતો ઉમળકો જવાબદારીઓ આવ્યા પછી નંદવાઈ જતો હોય છે. જે પ્રારંભિક ઉમળકો અંત સુધી ટકાવી શકે તે પ્રેમની બારાખડી થોડી-થોડી સમજી શકે.  

પડ્યાં મુબારક તમારાં પગલાં

અનેક સપનાં ભળી ગયાંતાં

જરાક સ્પર્શી હથેળીઓ ત્યાં

તમે રગેરગ ભળી ગયાંતાં


હવે શહેરની જિંદગી હથેળીઓમાં હેતને બદલે હતાશા ભરી દે છે. ટ્રેનના હૅન્ડલ પકડીને જીવનનું સંતુલન રાખતી વયસ્ક હથેળી ઘણી વાર પોતાના હાથની રેખા પણ ટ્રેનના ડબ્બામાં ભૂલી જાય છે. જિંદગીની જે રૂપરેખા મનમાં વિચારી હોય એમાંથી રૂપ નીતરી જાય અને રેખા ફંટાઈ જાય.

રમેશ પારેખની પંક્તિ દરેક મેટ્રો શહેરને લાગુ પડે છે- આ શહેર તમારા મનસૂબા ઊથલાવી દે કહેવાય નહીં. શહેરો જે ગતિએ વિકાસ પામે છે એ ગતિએ લીલું આવરણ વિકસતું નથી. શાયર લાલ બત્તી ધરે છે...

કપાવી વૃક્ષ લીલાંછમ, બનાવે મૉલ ને ટાવર

શ્વસન માટે કયે ધામે જવાનો, શ્હેરનો માણસ

બધું ઝડપી જ કરવાનો, હવે છે મ્હાવરો એને

ઝડપથી મોતની સામે જવાનો, શ્હેરનો માણસ


ઋષિઓ બેઠાં-બેઠાં પણ વિહાર કરતા. આપણે ભટકી-ભટકીને પણ સ્થિર નથી થતા. મહાનગર પાસે પોતાની ટર્મ્સ અને કન્ડિશન્સ હોય છે. એ પ્રમાણે રહેવું પડે નહીં તો ઉચાળા ભરીને નીકળી જવું પડે. અહીં ટકવા માટે આપણે સમાધાન પણ કરવાં પડે અને ન ગમતાં કામ પણ પાર પાડવાં પડે. ભોળપણ ધરાવતો માણસ શહેરમાં રહીને સ્વાર્થનાં સમીકરણો શીખી જાય છે.

ખાલી ખોટી વ્હાલપની વાતો તું ના કર

પાર વગરના તારા મોઢે, ભારણ જોયાં

સમજે શાણા પોતાને, વાતો પણ ખોટી

થોથા વાંચી કરતાં સહુ ઉચ્ચારણ જોયાં


શહેર વિસ્મયનું રૂપાંતર સંશયમાં કરી નાખે છે. આપણે દરેકને શંકાના ગૉગલ્સથી જોતા થઈ જઈએ. ભવિષ્યમાં કદાચ આપણે વાદળને પૉઇન્ટ બ્લૅન્ક પૂછી શકીએ કે તું બિસલેરીના પાણીથી જન્મ્યું છે? વૃક્ષને ડારી શકીએ કે આડેધડ મોટું થઈને અમારી પાર્કિંગની જગ્યા પર તરાપ માર નહીં. સંવેદના શીખવી હોય તો શિશુની આંખમાં જોતાં શીખવું જોઈએ.

ભેજ ભીતર છે ભરેલો એટલે તો

રોજ નીતરતી હશેને, આ દીવાલો

બાળકોના ખેલ જોઈ કોક વેળા

ગેલમાં હસતી હશેને, આ દીવાલો


બાળકોના ખેલ આપણા ખેલા કરતાં ચડી જાય. લખોટીઓની લૂંટાલૂંટ આપણી કમિશન-વૃત્તિ કરતાં સારી છે. તેમની ચોર-પોલીસની રમત ગુના વગર રમાય છે જ્યારે આપણે ગુનો કરીને પણ આ રમતથી દૂર રહેવા હોશિયાર થઈ ગયા છીએ. આપણી વ્યાખ્યાઓ પ્રસંગોપાત્ત બદલાતી રહે છે અને સંબંધ સંજોગો પ્રમાણે ઘડાય છે. 

રોજ અહીં છાનો ફરે સંબંધ કોઈ

આંખને ખૂણે ખરે સંબંધ કોઈ


ખીલવા અને ખરવાની નિયતિમાં ઘણી વાર કશુંક અગોચર તત્વ ભાગ ભજવતું હોય એવો અણસાર આવે. આપણી ડાયરીમાં બીજાના અક્ષર મંડાતા હોય. આકસ્મિક અવતરણો આયખાને આવરી લેતાં હોય છે. આપણે એને કદાચ ઓળખી શકીએ, પણ પામી નથી શકતા.

ખરેખોટે પ્રસંગે સાથ હરદમ એ જ હોવાની

મરણ પામી જનમ લેતી રહે, અણજાણ ઘટનાઓ


ક્યા બાત હૈ


મારી ભીતર

હકડેઠઠ માનવમેદની

ઢોલ-નગારાના અસહ્ય અવાજો

જ્યાં ત્યાં

નાસ્તાનાં વેરવિખેર પડીકાં

પ્લાસ્ટિકની થેલીઓ

ને કંઈકેટલુંયે અરુચિકર...!

ચોગાનની બરાબર મધ્યે

મસમોટા લગાડેલા ઘંટ ઉપર ચોંટીને

સઘળું નિરખી રહેલી

મારી નજરને

પ્રવેશદ્વારથી જ

હટાવી લીધી મેં

પરત ફરતી વેળા

સ્વત: બબડી જવાયું

તું, મને ત્યાં જ મળીશ

મારી ભીતર

ત્યાં તું ઘણો સલામત છે

મારા પ્રભુ!

- હેમા મહેતા

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK