બિસમાર રોડને રિપેર કે રિનોવેટ ન કરતા BMCના બાબુઓ RTI અરજી મળતાં બાતરા થઈ ગયા અને યુદ્ધના ધોરણે નવી સડક તૈયાર થઈ ગઈ

મલાડ (વેસ્ટ)માં રહેતા ભાવેશ છેડાની નાગરિક-જાગૃતિ અને સક્રિયતાની આ કથા છે. લાખો લોકોની રોજની દુવિધા એક યુવાને દાખવેલી ફરજપરસ્તીના કારણે તેમ જ કાયદાના યથાયોગ્ય ઉપયોગથી દૂર થઈ એની અનુકરણીય દાસ્તાન છે.

RTI

RTIની તાકાત - ધીરજ રાંભિયા

છેલ્લાં ત્રણેક વર્ષથી ગોરેગામ રેલવે-સ્ટેશનના વેસ્ટ તરફ સ્થિત બસડેપોથી આરે રોડ જંક્શન સુધીના ગ્રામ પંચાયત રોડની હાલત અત્યંત કંગાળ હતી. રસ્તા પર અનેક ખાડાઓ હતા એને બદલે અનેક ખાડાઓની વચ્ચે રસ્તો હતો એમ કહેવું વધુ સાચકલું હતું. ચોમાસામાં સ્થિતિ ખૂબ જ દુવિધાજનક બનતી. પાણીથી ભરેલા ખાડાઓના કારણે હાલકડોલક થતાં અને પાણીના ફુવારા ઉડાડતાં વાહનોથી લાખો રાહદારીઓ પરેશાન થતા. રોજની હાડમારી ભોગવતા, પણ નિરાકરણ માટે ઉદાસીનતા સેવતા.

ભાવેશભાઈની ફૅક્ટરી ગોરેગામ (વેસ્ટ)માં હોવાના કારણે અઠવાડિયામાં એકાદ-બે વખત આ રસ્તાનો ઉપયોગ કરતા. તરુણ મિત્ર મંડળ સંચાલિત RTI કેન્દ્ર-મલાડના ઉત્સાહી સેવાભાવી હોવાના નાતે RTI કાયદાની તાકાતથી સુપરિચિત હતા.

કેન્દ્રનિયામક અમિતભાઈ અને જ્યેષ્ઠ સેવાભાવી પ્રફુલભાઈના માર્ગદર્શન હેઠળ SPIO (સ્ટેટ પબ્લિક ઇન્ફર્મેશન ઑફિસર), MCGM (મ્યુનિસિપલ કૉર્પોરેશન ઑફ ગ્રેટર મુંબઈ)ના P (સાઉથ) વૉર્ડના મેઇન્ટેનન્સ વિભાગના અસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરના કાર્યાલયમાં અરજી કરી વિગતે માહિતી માગવામાં આવી...

RTI અરજી નિશ્ચિત ફૉર્મેટમાં કરવાની હોય છે, જેની ઍનેક્સ્ચર-A તરીકે ઓળïખ છે. ઍનેક્સ્ચર-Aના ૩ (I)માં જે વિષયની માહિતી જોઈતી હોય એ જણાવવાનું હોય છે. તથા ૩ (II)માં કયા સમયથી કયા સમય સુધીની માહિતી જોઈએ છે એ જણાવવાનું હોય છે.

૩ (I)માં ગોરેગામ (વેસ્ટ)ના બસડેપોથી આરે રોડ જંક્શન સુધીના ગ્રામ પંચાયત રોડ વિશેની માહિતી જોઈએ છે તેમ જ ૩ (II)માં ૨૦૦૫ની ૧ જાન્યુઆરીથી માહિતી આપો. ત્યાં સુધી સમયગાળાની માહિતી આપશોજી.

ઍનેક્સ્ચર Aના(III) મથાળા હેઠળ જે વિષય પર માહિતી જોઈતી હોય એનું ટૂંકમાં વિવરણ કરવાનું હોય છે.

(III) (એ): ઉપરોક્ત રોડ બનાવનાર કૉન્ટ્રૅક્ટરનું નામ તથા સરનામું જણાવશો.

(બી) MCGM અને કૉન્ટ્રૅક્ટર વચ્ચે રોડના બાંધકામ બાબતે થયેલા કૉન્ટ્રૅક્ટની પ્રમાણિત કૉપી તથા કૉન્ટ્રૅક્ટ મુજબ રાખવામાં આવેલી રીટેન્શન ડિપોઝિટની વિગતવાર માહિતી આપશો.

(સી) રોડનું બાંધકામ ચાલુ હોય ત્યારે અને રોડ બની ગયા બાદ ઇન્સ્પેક્શન રિપોર્ટની પ્રમાણિત પ્રત આપશો.

(ડી) ઉપરોક્ત રોડ બાબતની ફરિયાદોની ફોટોકૉપી તથા એના પર કરવામાં આવેલી કાર્યવાહીની વિગતવાર માહિતી આપશો.

(ઈ) ઉપરોક્ત (ડી)માં મળેલી ફરિયાદો તથા કરવામાં આવેલ કાર્યવાહીની બાબતે રાખવામાં આવેલ રેકૉર્ડ્સની પ્રમાણિત કૉપી આપશો. 

(એફ) રસ્તાનું કામ કૉન્ટ્રૅક્ટ મુજબ થયું ન હોવાથી કૉન્ટ્રૅક્ટ પાસેથી વસૂલ કરવામાં આવેલી પેનલ્ટીની રકમની વિગતવાર માહિતી આપશો.

(જી) રોડ બિસમાર સ્થિતિમાં હોવાથી એના રિપેર કે નૂતનીકરણ માટે હાથ ધરવામાં આવેલી કાર્યવાહીની વિગતવાર માહિતી.

(એચ) ઉપરોક્ત કાર્યની દેખરેખ રાખવાની જવાબદારી ધરાવનાર અધિકારીનું નામ, હોદ્દો તથા સંપર્ક વિગતો.

(આઇ) ઉપરોક્ત (એચ) મુજબના અધિકારી પર ભરવામાં આવેલાં શિસ્તભંગનાં પગલાંની વિગતવાર માહિતી.

(જે) જો શિસ્તભંગનાં પગલાં ભરવામાં ન આવ્યાં હોય તો એ માટે નોંધાયેલાં કારણો.

(કે) બેજવાબદાર અધિકારી પર શિસ્તભંગનાં પગલાં લેવાની જવાબદારી ધરાવનાર વરિષ્ઠ અધિકારીનું નામ, હોદ્દો તથા સંપર્ક વિગતો.

(એલ) પ્રથમ અપીલ અધિકારીનું નામ, હોદ્દો તથા સંપર્ક વિગતો.

૨૦૧૫ની ૮ મેની તારીખનો RTI અરજીનો જવાબી પત્ર મળ્યો, જેમાં જણાવવામાં આવ્યું કે આપે માગેલી માહિતી ડેપ્યુટી ચીફ એન્જિનિયર (રોડ), પી-સાઉથ વૉર્ડ પાસેથી મળી શકે, કારણ કે આ કાર્યનો અખત્યાર તેઓ ધરાવે છે. આથી આપ તેમના SV રોડના સિટી સેન્ટર, ગોરેગામ (વેસ્ટ)સ્થિત કાર્યાલયના સંપર્કમાં રહેશો.

SPIOએ અરજકર્તાને જવાબ મોકલાવ્યો, પરંતુ RTI કાયદા હેઠળ અરજી મળનાર SPIO પાસે માગેલી માહિતી ન હોય કે અધૂરી હોય તો અરજી મળ્યાના પાંચ દિવસની અંદર માહિતી ધરાવનાર લ્ભ્ત્બ્ને અરજી મોકલવી જોઈએ તથા જેને અરજી મોકલી છે તેને અરજકર્તાને માહિતી પૂરી પાડવાનું જણાવવું જોઈએ.

આપણા SPIO બાબુ ïમોશાયે RTI કાયદાનુસાર કાર્યવાહી કરી નહીં આથી અરજકર્તાને માગેલી માહિતી ૩૦ દિવસની અંદર ઉપલબ્ધ થવાની શક્યતા ન દેખાતાં ૨૦૧૫ની ૧૮ મેએ RTI કાયદા હેઠળ પ્રથમ અપીલઍનેક્સ્ચર-ગ્માં અપેલેટ અધિકારીના કાર્યાલયમાં ફાઇલ કરવામાં આવી, જેમાં નીચે મુજબના મુદ્દાઓ પર ફરિયાદ નોંધાવવામાં આવી.

૧. SPIOએ RTI કાયદા અન્વયે નિયત સમયમાં મારી RTI અરજી SPIO, ડેપ્યુટી ચીફ એન્જિનિયર (રોડ્સ) P (સાઉથ) વૉર્ડ-ઑફિસને તબદીલ ન કરી હોવાથી મેં માગેલી માહિતી મળી નથી.

૨. લ્ભ્ત્બ્ને હુકમ કરવામાં આવે કે હવે માગેલ માહિતી વિનામૂલ્ય આપે, કારણ કે ૩૦ દિવસનો કાયદાકીય સમય-અવધિ પૂર્ણ થઈ ગયો છે.

૩. RTI કાયદાની કલમનું ઉલ્લંઘન કરવા માટે SPIO સામે વિભાગીય શિસ્તભંગનાં પગલાં ભરવામાં આવે તથા એના વાર્ષિક કૉન્ફિડેન્શ્યલ રિપોર્ટમાં એની નોંધ કરવામાં આવે.

૪. અપીલની સુનાવણી માટેની નોટિસ ૧૫ દિવસ અગાઉ મોકલાવશો, જેથી હું હાજર રહી શકું.

૨૦૧૫ની બે જૂનની તારીખનો પત્ર સહાયક આયુક્ત-કમ-અપેલેટ ઑથોરિટીના કાર્યાલયમાંથી આવ્યો, જેમાં જણાવવામાં આવ્યું કે તમે કરેલી અપીલની સુનાવણી ૨૦૧૫ની ૧૦ જૂનના બપોરના બે વાગ્યે રાખવામાં આવી છે.

અપીલની અરજી મળતાં મેઇન્ટેનન્સ વિભાગના તથા ડેપ્યુટી ચીફ એન્જિનિયર વિભાગના બાબુઓમાં ચહલપહલ શરૂ થઈ. મેઇન્ટેનન્સ વિભાગમાંથી ભાવેશભાઈની RTI કાયદા હેઠળની પ્રથમ અરજી (૨૦૧૫ની ૧૩ એપ્રિલની) માહિતી ધરાવનાર વિભાગને મોકલવામાં આવી, જે સંબંધિત વિભાગને ૨૦૧૫ની ૨૫ મેએ પ્રાપ્ત થઈ.

બાબુઓ ખંધાઈ અને લુચ્ચાઈમાં બેજોડ સ્થાન ધરાવે છે. વાતને ગુલાંટ મરાવી દફનાવી દેવામાં માહેર છે. ભાવેશભાઈના સ્થાને બીજો કોઈ હોત તો હારીને, થાકીને વાતનો છેડો છોડી દેત. પરંતુ અપીલના કારણે બાબુઓ મજબૂર થઈ ગયા. જૂની ફાઇલો ફેંદાઈ. યુદ્ધના ધોરણે ફાઇલોની હેરફેર શરૂ થઈ ગઈ. અરજદારને ગુમરાહ કરવા ૨૦૧૫ની ૮ જૂનનો પત્ર રોડ વિભાગના બાબુઓએ મોકલાવ્યો, જેમાં જણાવવામાં આવ્યું કે હમણાં રોડ રિપેરિંગ તેમ જ રોડ કૉન્ક્રીટીકરણના કારણે અમારા વિભાગના કર્મચારીઓ તથા અધિકારીઓ અત્યંત વ્યસ્ત છે. આપે માગેલી માહિતી શોધવામાં માનવબળનાં અત્યારના હાથ પર લીધેલાં કાર્યોની દિશા બદલાવવી પડે અને એનાથી લોકોપયોગી કાર્યોમાં વિલંબ થાય. આથી આપને વિનંતી કરવામાં આવે છે કે ૨૦૧૫ની ૧૭ જૂને સવારના ૧૧થી બપોરના બે દરમ્યાન તમને જોઈતા દસ્તાવેજોના નિરીક્ષણ માટે ઍડ્મિનિસ્ટ્રેટિવ ઑફિસરને ફોન કરી મુલાકાતનો સમય મુકરર કરી લેશો.

૨૦૧૫ની ૧૦ જૂને સુનાવણીમાં ભાવેશભાઈ તથા SPIO હાજર રહ્યા. બન્ને પક્ષકારોને સાંભળ્યા બાદ પ્રથમ અપીલીય અધિકારીએ નોંધ્યું કે અરજદારને SPIOએ નિયત સમયમાં જવાબ આપ્યો છે તથા અપેક્ષિત માહિતી માટે ડેપ્યુટી ચીફ એન્જિનિયર (રોડ્સ)નો સંપર્ક કરવાનું જણાવવામાં આવ્યું છે. આથી અપીલનો નિકાલ કરવામાં આવે છે. આવ ભાઈ હરખા, આપણે બેઉ સરખાનો ઘાટ ઘડાયો.

જો અરજકર્તાને ચુકાદાથી સંતોષ ન થયો હોય તો ૯૦ દિવસની અંદર દ્વિતીય અપીલ મહારાષ્ટ્ર રાજ્યના મુખ્ય માહિતી કમિશનર અરજી કરી શકે છે, જેમનું સરનામું છે : રાજ્ય મુખ્ય માહિતી અયોગ, નવું પ્રશાસકીય બિલ્ડિંગ, ૧૩મા માળે, મૅડમ કામા રોડ, મુંબઈ-૩૨.

અમિતભાઈ, પ્રફુલભાઈ તથા ભાવેશભાઈ દ્વિતીય અપીલ કરવાની વિચારણા કરી રહ્યા હતા, એ દરમ્યાન ભાવેશભાઈના આર્ય વચ્ચે નવો માર્ગ બનાવવાનું કાર્ય શરૂ થઈ ગયું. ધમધોકારપણે કામની ગતિ રહી અને ૨૦૧૫ની વીસ જૂને નવી સડકનું નિર્માણ પૂરું થઈ ગયું.

ભાવેશભાઈની સક્રિયતાથી, કેન્દ્રનિયામક અમિતભાઈ તથા જ્યેષ્ઠ સેવાભાવી પ્રફુલ્લભાઈના માર્ગદર્શનના કારણે RTIની તાકાત પ્રસ્થાપિત થઈ તથા ત્રણેક વર્ષની લાખો રાહદારીઓ તથા વાહનચાલકોની દુવિધા બે મહિનાની અંદર દૂર થઈ અને RTI કાયદાનો જયજયકાર થયો.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK