રોગને કુદરત સારો કરે છે, પણ ડૉક્ટરો મફતમાં કમાય છે

મહાત્મા ગાંધીજી ૮૭ વર્ષ પહેલાં બીમાર પડ્યા ત્યારે પુણેમાં કુદરતી ઉપચારની ધૂણી ધખાવીને બેઠેલા ડૉક્ટર દિનશા કે. મહેતાના સંપર્કમાં આવ્યા ત્યારે ગાંધીજીને લાગ્યું કે કુદરત જ રોગને (અમુક જટીલ રોગ નહીં) સારા કરે છે અને ઍલોપૅથ ડૉક્ટરો નાહકના પૈસા જમે છે.
પ્રેરણાની પળે - કાન્તિ ભટ્ટ


 જરીક તાવ આવ્યો કે ઝાડા થયા કે પેટમાં દુખ્યું ત્યાં ડૉક્ટરો પાસે દોડીએ છીએ. ઝૂંપડાંવાળા ગરીબ પણ ડૉક્ટર પાસે જાય ત્યાં સોથી બસો રૂપિયાનો ‘ચૂનો’ ડૉક્ટર લગાવે જ છે. એવી હાલત ગાંધીજીના સમયમાં પણ હતી. આજે વધુ ખરાબ છે ત્યારે નિસર્ગોપચાર કે કુદરતી ઉપચારને નવેસરથી જાણવાની જરૂર છે.

આપણે થોડુંક ગાંધીજીના પર્સનલ-અંગત ડૉક્ટર દિનશા મહેતા વિશે જાણીએ અને પછી જગતમાં કુદરતી ઉપચારનો પ્રચાર કેટલો છે એ જાણીએ. ૧૯૩૨થી ૧૯૪૮ સુધી ગાંધીજી તેમની દરેક બીમારી વખતે એક પૈસાની પણ દવા લેતા નહીં, પણ ડૉક્ટર દિનશા મહેતા ચીંધ્યા માર્ગે કુદરતી ઉપચાર કરાવતા. એ પછી ગાંધીજી પુણેથી ૧૩ માઇલ દૂર ટ્રેન રસ્તે ઉરુલીકાંચન ગામ છે ત્યાંના ધનપતિ-ખેડૂત બલદોરાએ ગાંધીજીને ઉરુલીકાંચનમાં નિસર્ગોપચાર કેન્દ્ર સ્થાપવા જમીન આપી અને ત્યાં નિસગોર્પચાર કેન્દ્ર થયું. સણોસરામાં સવોર્દય સંમેલન ભરાયું ત્યાં કુદરતી ઉપચારક ડૉક્ટર બચુભાઈ ચોટાઈએ પોતાનો સ્ટૉલ સ્થાપ્યો, પણ સંમેલનમાં હજારો લોકો આવેલા એમાંથી કોઈ આ કુદરતી ઉપચારના સ્ટૉલમાં જતા નહોતા.

કાગડા ઊડતા હતા. હું જ માત્ર ૧૯૫૬-૫૭માં એ કેન્દ્રમાં ગયો. બચુભાઈ ચોટાઈએ મને ઉરુલીકાંચનનો કુદરતી ઉપચારનો માર્ગ ચીંધ્યો. મારો જૂનો મરડો ઉરુલીકાંચનમાં વગર દવાએ સારો થયો ત્યારથી ૬૫ વર્ષથી મેં દવામાં એક પાઈનો ખર્ચ કર્યો નથી. મારી કલમની કમાણીમાંથી ડૉક્ટરને કંઈ કમાવા દીધું નથી. આજે મને પચાસ લાખ ખર્ચાઈ જાય એવો પૅરૅલિસિસનો હુમલો અને વ્યાધિ થયો છે, પણ એક પાઈ ડૉક્ટરને આપી નથી. મારો ડૉક્ટર હું જ છું. અને તમે વાચકો સાક્ષી છો કે પૅરૅલિસિસ છતાં હું ‘મિડ-ડે’ની આ કટાર નિયમિત લખું છું.

આજે નિસર્ગોપચારની વાત કરવી છે. મારી પાસે ‘મહાત્મા ગાંધી : ધ બિલવેડ પેશન્ટ ઑફ ડૉક્ટર દિનશા કે. મહેતા’નું પુસ્તક છે. ડૉક્ટર દિનશા કે. મહેતા જેવીતેવી વ્યક્તિ નહોતા. ગાંધીજી જ્યારે ડૉક્ટર દિનશા પાસે જલોપચાર અને માલિશ વગેરે કુદરતી ઉપચાર કરાવતા હતા ત્યારે તેમને જાણ થઈ કે ડૉક્ટર દિનશા મહેતાને મોહમ્મદઅલી ઝીણા સાથે પણ તેની બીમારીમાં કુદરતી ઉપચારથી સારા કર્યા તેથી ઓળખાણ છે. દેશના ભાગલા પછી પાકિસ્તાન સખણું રહે એ માટે મોહમ્મદઅલી ઝીણા સાથે કે બીજા નેતા સાથે ડૉક્ટર દિનશા મહેતા સમાધાનની વાતો કરાવતા હતા.

તમારા આહાર પરથી તમારો સ્વભાવ નક્કી થાય છે. જન્ક ફૂડ ખાનારા, બિનશાકાહારી આહાર કરનારાના સ્વભાવ તીખા હોય છે. તમારા બાળકને બુદ્ધિશાળી બનાવવું છે? તો માનવીના મગજને વિટામિન Cની પુષ્કળ જરૂર પડે છે. આપણું મગજ શર્કરાથી કામ કરે છે. તમે થાકી જાઓ ત્યારે ગળ્યું ખાવાનું મન થાય છે. આપણા મગજમાં ૬૦૦ કરોડ જેટલા એકબીજા સાથે જોડાયેલા કોષો હોય છે. કુદરતની આ મગજની ભેટને સાચવવી હોય તો વધુ ને વધુ ફળફળાદિ ખાઓ. જન્ક ફૂડ થકી માત્ર બીમારી નથી આવતી, જન્ક ફૂડ અને ઓવરઈટિંગને કારણે માણસોની સેક્સની ભૂખ ભડકે બળે છે. આજે ટ્રેનમાં, બસમાં, વિમાનમાં, પાડોશમાં કે ઘરે પુરુષો સ્ત્રીઓને જોઈને ઘણા ભુરાયા થાય છે એમાં તેમનો ખોટો આહાર જવાબદાર છે. આજે જો આખું યુરોપ-અમેરિકા અને હિન્દુસ્તાન-પાકિસ્તાન શાકાહારી બને તેમ જ ફળ-શાકભાજીનો આહાર ૮૦ ટકા રાખે તો જગતમાં બળાત્કાર અને યુદ્ધો ન થાય.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK