મયખાને સબ બંદ હો જાએ, કોઈ ગમ નહીં તૂને આંખોં સે પિલાયા જામ, વો મયખાને સે કમ નહીં

બાય ગૉડ, આજે અંદરથી મારું મન હલબલી ગયું છે ને તમારા મૃત્યુ પામેલા બાપુના સોગંદ ખાઈને કહું છું કે હે વાચક જીવ, તું જો જાણીશ તો તું પોતે પણ બહારથી ને અંદરથી હલબલી ઊઠીશ. તું પૂછે કેમ એ પહેલાં આખી વાત માંડું છું. કમ હિયર ઍન્ડ રેડી ટુ હિયર...

મનોરંજનથી મનોમંથન - સુભાષ ઠાકર

‘હું ખાતો નથી ને ખાવા દેતો નથી’ વાક્યના પ્રણેતા અને જાણીતા સૂત્રધાર અને માલિક પીએમ શ્રી મોદીબાપુએ જ્યારે બીજું સૂત્ર આપ્યું, ‘હર ઘર મેં શૌચાલય હોના જરૂરી હૈ’ ત્યારથી હું ધ્રૂજી ઊઠ્યો છું. આવો વિરોધાભાસ? અલ્યા ભૈ ન ખાઓ ન ખાવા દો તો શૌચાલય બનાવી અમારે અંદર બેસી રમી રમવાની? ધ્યાન ધરવાનું? પ્રાણાયામ કરવાનો? ભૈ મોદીજી, સિમ-કાર્ડ વગરના મોબાઇલને શું કરવાનો? મોબાઇલમાં કંઈ ડાઉનલોડ તો કરવું પડશેને? એટલે સૌ પહેલાં ગરીબોના ઊંધા તગારા જેવા પેટમાં દાળ-ભાત કે રોટલી-શાક નાખવાં તો પડશેને? નહીં તો શૌચાલય સૌચાલય બન જાએગા. યે સોચો. લેકિન અફસોસ...

વળી હમણાં તમને મગજમાં ત્રીજો હળવો સ્ટ્રોક આવ્યો ને આપની વાણીમાંથી ત્રીજું નવું સૂત્ર ટપક્યું, ‘હું પીતો નથી ને પીવા દેતો નથી.’ ફરીથી અફસોસ કેમ ભૈ? બાપાનો માલ છે? ન ખાવાનું ન પીવાનું તો અમારે શું કામ જીવવાનું? કેવી રીતે જીવવાનું? હવા ખાઈને? કાલ ઊઠીને તમે જાહેર કરશો કે ‘હું હવા લેતો નથી ને લેવા દેતો નથી.’ તો હવા શ્વાસ બની નસકોરાંમાં પ્રવેશે એ પહેલાં અમારી તો હવા કાયમી બંધ થઈ જાયને? જો ભૈ મોદીજી, તમારે પીવું-ન પીવું કે ખાવું-ન ખાવું એ તમારી મરજી, પણ તમે અમારી મેથી શું કામ મારો છો? સાલું કાયદો તમારો ને ભોગ અમારા? તમે કીધું વિદેશી નઈ, દેશી આઇટમ વાપરો તો અમે એ પ્રથાને ચાલુ રાખી દેશી ચાલુ કર્યો તોય તમે નડ્યા. યુ નો? આ દારૂબંધીના ભંગાર કાયદાથી કેટલા શરાબપ્રેમીઓના હૈયામાં ખળભળાટ મચી ગયો. દારૂબંધીનો કાયદો લોકશાહી માટે લાંછનરૂપ છે. નોટબંધીમાં સફળ ન થયા તો દારૂબંધી, દારૂબંધી ફેલ ગઈ તો દૂધબંધી-છાશબંધી... પાણીબંધી...

અરે પેલા મુકાની જિયો સ્કીમ પછી માલિયા પીઓ-ફ્રીની સ્કીમ લઈ આવવાના હતા. પણ જો-જો હવે તમારા નિ:સાસા નડશે. આજ સુધી જેમ પ્રભુ મંદિરમાં પોતાના ભક્તની રાહ જુએ એમ હાઇવે પર રેસ્ટોરાંની આજુબાજુના બારવાળા શરાબભક્તોની રાહ જોતા, પણ હવે જેના કારણે મુસાફરી રંગીન બનતી એ બ્લૅક-વાઇટ બની ગઈ. હવે તો નો ભક્ત નો પૂજારી નો મંદિર કે નો મદિરા.

થોડા દિવસ પહેલાં જથ્થાબંધ દેવદાસોએ દિલ્હીમાં પાર્લમેન્ટની સામે નહીં ચલેગી નહીં ચલેગી યે લોકશાહી સૉરી યે તાનાશાહી નહીં ચલેગીના નારા લગાવી મોરચો માંડ્યો, પણ બધા દારૂભક્તોને ઊતરી ગયા પછી ખબર પડી કે એ પાર્લમેન્ટ નહોતી પણ મંડળી લાલ કિલ્લા સામે હતી. બોલો ભારત માતા કી જય.

‘ચોર છે, લબાડ છે, જુઠ્ઠી છે, દગાબાજ છે, વચનભંગી..’ શરાબપ્રેમી ચંબુ ભડક્યો હતો.

‘કોણ, વાઇફ?’ મેં પૂછ્યું.

‘ના હવે સરકાર. અરે ઠાકર, હમણાં નોકરીમાંથી ઑર્ડર મળ્યો એમાં લખેલું કે ‘સરકાર તરફથી ક્વૉર્ટર મળશે. સાલા હું કેટલી આશા સાથે ત્રણ દિવસ સતત સોડા લઈને ગયો. ક્વૉર્ટર તો શું દારૂનું એક બુંદ પણ આપ્યું નઈ. અરે સરકારને બોજ ન પડે એટલે બહાર બોર્ડ મારેલું ‘દારૂ સોડા’તો પણ હું બહારથી સોડા લઈ જતો ને... રોજ એકલા સોડા પીને પાછું કેટલા દિવસ આવવાનું?’

‘અરે ચંબુ અક્કલમઠા, ક્વૉર્ટર એટલે રહેઠાણ ને ‘દારૂ સોડા’ એટલે ગુજરાતીમાં ‘દારૂ છોડો’. સમજ્યો? હું સમજુ છું કે દારૂ એક વાર ચાખ્યા પછી આદત પડી જાય. એટલે આવું  જ સમજાય.’

‘બિલકુલ નઈ બૉસ. આ અમારું કુટુંબ છેલ્લાં નવ વર્ષથી રોજ સવારે સાથે મળીને પીએ છે, પણ હજી આદત નથી પડી... મન મક્કમ છે. પીવાનું એટલે પીવાનું જ. અને સંપ એટલે સવારે પરિવારે ભેગા થઈ એક ટેબલ પર તપેલીમાંથી કપ-રકાબીમાં ત્રણ પેગ જેટલો દારૂ લેવાનો. પવિત્રતા જાળવવા અંદર તુલસીનાં એક-બે પત્તાં નાખવાનાં. પછી દાદાજી પોતાની બે આંગળી દારૂના કપમાં બોળી જમીન પર બે બુંદનો થોડો છંટકાવ કરી ‘બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય’ બોલી ઝેર મીરાએ અધરે લગાવ્યુંની જેમ અમારા કુટુંબનું અધર સાથે શરાબનું મિલન થતું. યુ સી... છોકરાઓમાં આઇ મીન ભાવિ પેઢીમાં સંસ્કાર ખોટા ન પડે. દારૂની પણ કોઈ ઇજ્જત છે. યુનો? દારૂ પીવાનો, પણ નીટ. એક પણ ટીપુ પાણીનું નઈ... નો મિલાવટ.’

‘બાપરે... શું કૅપેસિટી છે. પાણી વગર તો કડવું... ધન્ય છે તારા પરિ...’

‘અરે ડોબા ઠાકર, દારૂ જોઈને જ બધાના મોઢામાં પાણી આવી જાય છે અને એવું લાગે તો પીધા પછી બરફનાં બે-ચાર ચોસલાં ચૂસી જવાનાં.’

પણ સાલું એક વાર લોચો વાગી ગયો. કડક નાકાબંધીમાં બાપુ પીધેલા પકડાઈ ગયા.

જજ કોર્ટમાં કંઈ પૂછે એ પહેલાં બાપુજીએ જજને પૂછ્યું, ‘મને શા માટે અહીં લાવ્યા?’

‘દારૂ પીવા માટે.’ જજ બોલ્યા.

‘તો શરૂ કરો, કોની રાહ જુઓ છો?’

જજનો પિત્તો ગયો. જોરથી ટેબલ પર હથોડો પછાડી બરાડ્યા, ‘ઑર્ડર...ઑર્ડર...’

‘ઑર્ડર? અરે ઑર્ડરમાં કંઈ પણ ચાલશે. શિંગનાં ભજિયાં કે બાફેલા ચણા...’

જજ પોતાના જ વાળ ખેંચી બગડ્યા, ‘અરે સ્ટૉપ. આ નમૂનો ક્યાંથી લાવ્યા? દારૂ પીઓ છો?’

‘આ આમંત્રણ છે કે ઇન્ક્વાયરી? આમંત્રણ હોય તો એક નાનો પેગ...’

‘હે પ્રભુ..’ જજ ગળગળા થઈ ગયા. ‘જુઓ બાપુ, સરકારે તમારા ભલા માટે ધીરે-ધીરે બધા રાજ્યમાં દારૂબંધી લાદી છે. તમારી તબિયતની ચિંતા, તમારા લિવરની...’

‘અમારા લિવરની ફિકર?’ બાપુનું બયાન, ‘મિલૉર્ડ, માન્યું કે અમારી ચંપા તો શું અમારી લવરને પણ લિવરની ફિકર નથી એટલી સરકાર અને મોદી અંકલને છે, પણ અમારા લિવર કૅન્સરથી બચાવશો, જિવાડશો. તમે વધુ જિવાડી અમને શું રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ઊભા રાખવા છે? આપની જાણ ખાતર પીધા પછી અમારા પગ પર પણ નથી ઊભા રહી શકતા. હું તો ઈશ્વરને પ્રાર્થના કરીશ કે આવતા વર્ષે ભલે તું ભૂલથી (પૉઇન્ટ ટુ બી નોટેડ) માણસ બનાવે તો કિડની ભલે એક આપે, પણ લિવર બે આપજે જેથી આપણા બેમાંથી કોઈને ટેન્શન નઈ... અરે મિલૉર્ડ શરાબ તો મૈં અભી છોડ દૂં લેકિન વો ચીઝ બતાઓ જિસ મેં નશા નહીં. અરે અમારો નશો તો બે-ચાર કલાકમાં ઊતરી જાય; પણ જેને પીધા વગરનો સત્તાનો, સંપત્તિનો, રૂપનો કે  પ્રેમનો નશો ક્યારેય ઊતરતો નથી. મને જુઓ, ફક્ત મિલાવી આવ્યો છું આંખમાં આંખ ત્યારથી આખું શહેર બોલે છે પીવાનું ઓછું રાખ. મિલૉર્ડ, સરકારને, સત્તાવાળાને કહી દો દારૂબંધી કરતાં કાશ્મીરમાં સૈનિકોનાં લોહી રેડાવા લાગ્યાં છે એ લોહીબંધી કરો. મોંઘવારીમાં ગરીબોની આંખમાં દેખાતા પાણી માટે ‘આંસુબંધી’ કરો...

મિત્રો, મારાથી કંઈ ખોટું કહેવાયું હોય તો મુઝકો યારોં માફ કરના મૈં નશે મેં હૂં.’

લેખ ગમ્યો તો અંતમાં

‘મયખાને સબ બંદ હો જાએ, કોઈ ગમ નહીં

આપને પઢ કે આંખોં સે જો પિલાયા જામ વો મયખાને સે કમ નહીં.’

દારૂબંધીનું જે થવું હોય તે થાય, પણ આપણી ભાઈબંધી અકબંધ.

શું કહો છો?

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK