ગ્રૅચ્યુઇટી-પેન્શનની રકમ આપવામાં દોઢ વર્ષથી બહાનાબાજીઓનો દોર ચલાવતા બાબુઓ RTIની તલવાર જોઈને સીધાદોર થઈ ગયા

ભાઈંદરમાં રહેતાં તથા સાંતાક્રુઝ-ઈસ્ટસ્થિત શેઠ ચીમનલાલ નાથુરામ ગુજરાતી શાળાના પ્રાથમિક વિભાગમાંથી મદદનીશ શિક્ષિકા તરીકે કાર્યરત જ્યોતિ પારેખ ૨૦૧૩ની ૩૧ ઑગસ્ટે નિવૃત્ત થયાં. ખાનગી અનુદાનિત સ્કૂલ હોવાના કારણે સ્કૂલના કર્મચારીઓની BMCના કર્મચારીઓ તરીકે ગણના થતી હોવાથી નિવૃત્તિ-વેતન (પેન્શન તથા ગ્રૅચ્યુઇટી વગેરેના) મેળવવા પાત્રતા ધરાવતાં હતાં.


rti


RTIની તાકાત - ધીરજ રાંભિયા

ગ્રૅચ્યુઇટી, કૉમ્યુટેશન વગેરેની રકમ આજે આવશે-કાલે આવશેની રાહ જોતાં હતાં. આજકાલ કરતાં ત્રણ-ચાર મહિના પસાર થઈ જતાં નિવૃત્તિના આનંદનું બાષ્પીભવન થઈ ગયું. ભાઈંદરથી સાંતાક્રુઝ-ઈસ્ટસ્થિત વૉર્ડ-ઑફિસર, દાદર-વેસ્ટ, ભાંટેવાડીસ્થિત ઉપશિક્ષણાધિકારીનું કાર્યાલય અને દાદર-ઈસ્ટ, હિન્દુ કૉલોનીસ્થિત શિક્ષણાધિકારીના કાર્યાલયનાં ચક્કર ચાલુ થયાં. બાબુઓની અકાર્યશીલતા તથા ખો આપવાની વૃત્તિના કારણે હકની રકમ મેળવવા માટે કેવી અને કેટલી હાડમારી ભોગવવી પડે છે એને ઉજાગર કરતી આ કથા છે અને આવો સંઘર્ષ નિવૃત્ત થતાં મહદ અંશના કર્મચારીઓને કરવો પડતો હોય છે.

૨૦૧૨ની બાવીસ નવેમ્બરના સુધારિત પરિપત્રક તથા ૨૦૦૫ની ૩૦ નવેમ્બરના મૂળ પરિપત્રકના આધારે નિવૃત્તિ-વેતનના દાવાની ફાઇલ નિવૃત્તિ-તારીખથી નવ મહિના પહેલાં BMCના પ્રશાસકીય અધિકારી (શાળા)ના કાર્યાલયને સ્કૂલના હેડમાસ્તરે મોકલવાની રહે છે. આનો સીધોસાદો અર્થ એ થાય કે દાવાની ફાઇલ ૨૦૧૨ના ૩૦ નવેમ્બર પહેલાં મોકલાવવી જોઇતી હતી, જે ન થતાં જ્યોતિબહેને સ્કૂલના હેડમાસ્તરને ૨૦૧૩ની બીજી જાન્યુઆરીએ પત્ર લખી ફાઇલ મોકલી આપવાની વિનંતી કરી. સાથોસાથ ઉપર ઉલ્લેખ થયેલા બન્ને પરિપત્રકોની કૉપી પણ મોકલાવી જેથી ક્ષતિ કે ત્રુટિને અવકાશ ન રહે.

સ્કૂલે દાવાની ફાઇલ મોકલવામાં આજકાલ કરતાં એકાદ વર્ષનો સમય કાઢી નાખ્યો. મૂળ પરિપત્રમાં દાવાની ફાઇલમાં થતી ભૂલો, રહી જતી ક્ષતિઓ તથા એના નિવારણ માટેનાં ઉપાયો તેમ જ સૂચનોની વિગતવાર માહિતી આપવામાં આવી હોવા છતાં સ્કૂલે મોકલેલી ફાઇલમાં દસ ક્ષતિઓ-ત્રુટિઓ રહેલી હોવાથી ઉપશિક્ષણાધિકારીના કાર્યાલયમાંથી ૨૦૧૪ની બાવીસ જાન્યુઆરીએ સ્કૂલનાં મુખ્ય અધ્યાપિકાને પત્ર મોકલવામાં આવ્યો. છ મહિના સુધી સ્કૂલે દાવામાં રહેલી ક્ષતિના નિવારણ માટે પગલાં ન લેતાં ૨૦૧૪ની ૪ ઑગસ્ટે જ્યોતિબહેને સ્કૂલનાં મુખ્ય અધ્યાપિકાને પત્ર લખી ત્વરાએ યથાયોગ્ય કરવા વિનંતી કરી. સાથોસાથ ઉપશિક્ષણાધિકારીને ૨૦૧૪ની ૭ ઑગસ્ટના પત્ર દ્વારા દરમ્યાનગીરી કરવા વિનંતી કરી.

આજકાલ કરતાં દોઢ વર્ષનો સમય પસાર થઈ ગયો. સ્કૂલ, ઉપશિક્ષણાધિકારી તથા શિક્ષણાધિકારી કાર્યાલયના અગણિત ફેરફૂદડી ફેરાઓના તથા દરેકની બહાનાબાજીઓના કારણે જ્યોતિબહેન હતાશ થઈ ગયાં. શું કરવું એની અસમંજસમાં હતાં.

‘મિડ-ડે’ના નિયમિત વાચક હોવાના નાતે આ કટાર પણ વાંચતાં. જોગાનુજોગ એવું થયું કે જુલાઈ-૨૦૧૪ના શનિવારના કોઈક અંકમાં તેમની વિટંબણા જેવી જ વિટંબણાના RTI કાયદાની મદદથી આવેલા ઉકેલની કથા હતી, જે વાંચીને તેમની આંખમાં ચમક આવી અને પોતાની યાતનાનું નિવારણ દેખાયું.

૨૦૧૪ની ૮ ઑગસ્ટે કથાનકમાં પ્રસિદ્ધ થયેલા તરુણ મિત્ર મંડળ સંચાલિત RTI કેન્દ્ર-દાદરના ફોન-નંબર પર ફોન કરી અપૉઇન્ટમેન્ટ મેળવી કેન્દ્ર પર પહોંચ્યાં, જ્યાં તેમની મુલાકાત સેવાભાવી અંકિતભાઈ સાથે થઈ. અંકિતભાઈ તથા સાથીઓએ તેમની યાતનાની વાત શાંતિથી સાંભળી  લાવેલી ફાઇલનો અભ્યાસ કરી  સ્કૂલના હેડમાસ્તરને ઉદ્દેશીને RTI કાયદા હેઠળ પ્રથમ અરજી બનાવી આપી, જેમાં નીચેની વિગતે માહિતી માગવામાં આવી.

૧. ઉપશિક્ષણાધિકારી દ્વારા આપને ૨૦૧૪ની બાવીસ જાન્યુઆરીએ લખેલા પત્ર પર કરવામાં આવેલી કાર્યવાહી તથા એ પત્રની સાંપ્રત સ્થિતિ.

૨. વર્ષ ૨૦૧૪થી ઉપરોક્ત બાબત

પર પત્રના જવાબ લખવાની તારીખ

સુધી સર્વે ગતિવિધિની થયેલી માહિતી આપશો.

૩. ઉપશિક્ષણાધિકારીએ સ્કૂલનાં આચાર્યા પાસેથી પત્રમાં જણાવેલા મુદ્દાઓ પર માહિતી મંગાવી છે એ માહિતી તેમણે મંગાવેલા મુસદ્દા પ્રમાણે ક્રમબદ્ધ જણાવશો.

૨૦૧૪ની ૮ ઑગસ્ટના દિનાંકની RTI કાયદા હેઠળની પ્રથમ અરજી ઉપશિક્ષણાધિકારીને ઉદ્દેશીને પણ બનાવવામાં આવી, જે દાદર-વેસ્ટસ્થિત ભાંટેવાડી કાર્યાલયમાં આપવામાં આવી.

બાબુઓ પર ત્રિપાંખિયા હુમલાની વ્યૂહરચનાનું આયોજન કરવામાં આવ્યુંં. ૨૦૧૪ની ૭ ઑગસ્ટ તેમ જ બાવીસ ઑગસ્ટની તારીખના પત્રો લખવામાં આવ્યા. આની ધારી અસર વર્તાવા લાગી.

ઉપશિક્ષણાધિકારીના કાર્યાલયમાંથી શિક્ષણનિધિના અકાઉન્ટ્સ ડિપાર્ટમેન્ટ પર દબાણ લાવવામાં આવ્યું, જેના પરિણામ સ્વરૂપ ૨૦૧૫ની ૩ ફેબ્રુઆરીએ ઉપશિક્ષણાધિકારીને જ્યોતિ પારેખનું પેન્શન મંજૂર થયાનો પત્ર મોકલવામાં આવ્યો તથા ફેબ્રુઆરી-૨૦૧૫ની ચુકવણી કરવામાં આવશે એ જાણ પણ કરવામાં આવી.

૨,૪૨,૧૮૧ રૂપિયાની રકમમાંથી ૧૫,૦૦૦ રૂપિયાની રકમ બાકી રાખવામાં આવી, કારણ કે ઉપશિક્ષણાધિકારી કાર્યાલયે જણાવેલી ૧૦ ત્રુટિઓમાંથી માત્ર ૮ ત્રુટિઓનું તુષ્ટિકરણ થયેલું હોવાથી આ ઉપરાંત ૩૩૯૦ રૂપિયાની રકમ અડધા પગારની રજા સામે કપાત કરવામાં આવી.

પેન્શન તો શરૂ થઈ ગયું, પરંતુ હવે લડાઈ ૧૫,૦૦૦ રૂપિયા મેળવવા માટે બાકી રહી. ૨૦૧૫ની ૩૧ માર્ચ, ૮ મે, ૩ ઑક્ટોબરની તારીખના પત્રો ઉપશિક્ષણાધિકારીને મોકલવામાં આવ્યા; જેના ફળસ્વરૂપે ઉપશિક્ષણાધિકારીએ સ્કૂલના હેડમાસ્તરને ૨૦૧૬ના બાવીસ એપ્રિલના પત્ર દ્વારા ત્રુટિઓની પૂર્તતા અગ્રતાક્રમે કરવાનો આદેશ આપ્યો. સાથોસાથ ગર્ભિત ધમકી આપી કે આપની પૂર્તતાના અભાવે જો નિવૃત્તિ-વેતન વગેરે આપવામાં વિલંબ થશે તો એના માટે અમારું કાર્યાલય જવાબદાર નહીં રહે.

ઉપરોક્તના ફળસ્વરૂપ ૬૨૦૦ રૂપિયાની બોનસની રકમ જ્યોતિબહેનના ખાતામાં જમા કરવામાં આવશે.

સ્કૂલના હેડમાસ્તરના નામે કરેલી RTI અરજીનો જવાબ ન આવવાથી તથા એ અરજી પર અપીલ કરવાની અવધિ પૂરી થઈ હોવાથી ૨૦૧૬ની ૧૪ જૂને ફરીથી RTI કાયદા હેઠળ પ્રથમ અરજી કરવામાં આવી, જેનો જવાબ ન મળતાં ૨૦૧૬ની ૧૨ સપ્ટેમ્બરે પ્રથમ અપીલ દાખલ કરવામાં આવી. પ્રથમ અપીલની સુનાવણીમાં સ્કૂલના હેડમાસ્તરે જણાવ્યું કે RTI કાયદા હેઠળ સ્કૂલે પ્રથમ અપેલેટ અધિકારીની નિમણૂક કરી નથી.

આથી ૨૦૧૬ની ૨૦ ડિસેમ્બરે મહારાષ્ટ્ર રાજ્ય મુખ્ય માહિતી આયુક્તના કાર્યાલયમાં RTI કાયદા હેઠળ દ્વિતીય અપીલ ફાઇલ કરવામાં આવી, જેની સુનાવણી ૨૦૧૭ની ૧૨ જાન્યુઆરીએ રાખવામાં આવી. મુખ્ય માહિતી કમિશનર રત્નાકર ગાયકવાડે સ્કૂલે પ્રથમ અપીલ અધિકારીની નિમણૂકનું પ્રાવધાન ભંગ કર્યું છે એવી ગંભીર નોંધ લઈ જનમાહિતી અધિકારીને અપીલકર્તાએ માગેલી સર્વે માહિતી આપવાનો હુકમ કર્યો.

ઉપરોક્ત મદદ અને માર્ગદર્શન અંકિત મોતાની સાથોસાથ હિતેશ વીર, હેમંત ગોસર, મેહુલ ગાલા અને અજય પારેખ વખતોવખત કરતા રહ્યા; જેના કારણે ૨૦૧૬ની ૯ ડિસેમ્બરના લેખપાલના લેખિત હુકમ દ્વારા ડિસેમ્બર-૨૦૧૬ની પેન્શનની રકમ સાથે ૧,૭૮,૦૦૫ રૂપિયાની નિવૃત્તિ-વેતન તથા મોંઘવારી ભથ્થાની બાકી રહેતી રકમ તથા ૩,૩૮,૩૭૫ રૂપિયાની પેન્શન કૉમ્યુટેશનની રકમ મંજૂર કરવામાં આવી, જેના લીધે જ્યોતિબહેનની બાવીસ મહિનાની યાતનાનો સેવાભાવીઓની સક્રિયતા તથા RTI કાયદાના યથાયોગ્ય ઉપયોગથી સુખદ અંત આવ્યો.

RTI હેલ્પ-લાઇન


કેન્દ્રનું સરનામું : તરુણ મિત્ર મંડળ, c/o શ્રી વર્ધમાન સ્થા. જૈન શ્રાવક સંઘ સંચાલિત, કરસન લધુભાઈ નિસર હૉલ, જ્ઞાનમંદિર રોડ, ડિસિલ્વા હાઈ સ્કૂલની બાજુમાં, દાદર (વેસ્ટ), મુંબઈ-૨૮.

કેન્દ્રના સેવાભાવીઓના સંપર્ક નંબરો, જેનો ઉપયોગ અપૉઇન્ટમેન્ટ મેળવવા માત્ર કરવો.

કેન્દ્રનિયામક : મહેન્દ્ર ધરોડ - ૯૮૬૯૪ ૨૯૫૪૩

આજના કથાનાયક : અંકિત મોતા : ૯૮૬૭૪ ૭૦૪૧૪

આજના સહકથાનાયક : હિતેશ વીરા : ૯૮૨૦૨ ૧૨૭૧૦

હેમંત ગોસર : ૯૮૨૦૨ ૦૧૭૦૮

મેહુલ ગાલા : ૯૭૦૨૬ ૮૭૪૦૭

અશોક છેડા : ૯૮૧૯૪ ૮૧૬૬૬

સુધીર શાહ : ૯૯૬૯૮ ૧૪૨૭૫

અજય પારેખ : ૯૯૬૯૭ ૩૩૫૦૦

કેન્દ્ર પ્રત્યેક રવિવારે સવારના ૯.૩૦થી ૧૨.૩૦ દરમ્યાન કાર્યરત હોય છે.


Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK