સ્વચ્છતા-અભિયાન : શહેર જ નહીં, તમારા શરીર અને મનની સફાઈની પણ કાળજી કરો

થોડાં વર્ષો પહેલાં હું અમેરિકાના લૉસ ઍન્જલસ શહેરમાં ગયેલો.

પ્રેરણાની પળે - કાન્તિ ભટ્ટ

વક્ત આ ગયા હૈ

અબ વક્ત આ ગયા હૈ કિ અબ ઉસ લડકી કો, જો પ્રેમિકા બનને સે પહલે હી

પત્ની બન ગઈ, ઉસે જલદી બહન કહ દેં

તુમ્હારે મન કો સાફ કર દેં, શહર કી સફાઈ કી ચિંતા છોડ દેં

તુમ્હારા ઘર ઔર મન કી સફાઈ કી ચિંતા કરેં

- કવિ ચમનલાલની કવિતા પરથી


થોડાં વર્ષો પહેલાં હું અમેરિકાના લૉસ ઍન્જલસ શહેરમાં ગયેલો. ત્યાં એક પ્રખર ગુજરાતી લેખકના ઘરે ઊતરેલો. તેમણે સવારે અમારા બન્ને માટે ચા બનાવી ત્યારે ચાની મેલીઘેલી તપેલીને વીંછળીને એમાં ચા કરી નાખી. લેખકને પત્ની સાથે બનતું નહીં એટલે પત્ની ચાની તપેલી બરાબર સાફ કરતી નહીં. દેશી ભાષામાં કહું તો તપેલીને ઉટકતી નહીં. આજે ભારતમાં નરેન્દ્ર મોદી શહેરની સફાઈની ઝુંબેશની વાત કરે છે; પણ મુંબઈ, અમદાવાદ કે બીજાં શહેરોમાં તમામનાં ઘર કેટલાં સાફ હોય છે? ઘણાં ઘરોમાં તો દિવસો સુધી ‘સંજવારી’ થતી નથી. ઘરનો ફ્લૅટ સાફ થતો નથી. કામવાળીઓ આવે છે તે કામવાળી મુંબઈ કે અમદાવાદમાં ચાર-પાંચ ઘરોમાં કામ કરે છે. તે કામ પતાવે છે. તે જલદી-જલદી તમારાં વાસણ ‘સાફ’ કરે છે. ઘરનો કચરો જલદી-જલદી સાફ કરે છે. એટલે શહેર કે લત્તાની સફાઈની વાત બાજુએ રહી, આજે કેટલાં શહેરના લોકોનાં ઘર ચોખ્ખાં-સાફ હોય છે?

પત્નીઓ કમાવા માંડી છે, પણ ઘર બિચારું સફાઈ વગરનું પડ્યું રહે છે. આ હાલતમાં ‘મનની સફાઈ’ની વાત ક્યાં કરવી જ્યાં સીધુંસાદું ઘર જ સફાઈ વગરનું રહે છે. નરેન્દ્ર મોદી કંઈ આપણા ઘરની સફાઈની ઝુંબેશ ઉપાડી શકે નહીં. કાં તમારે સૌએ પોતે તમારા ઘરને મંદિર માનીને એની સફાઈ કરવી જોઈએ. કામવાળી પર સફાઈનો આધાર રાખો તો ઘર અડધું જ સાફ રહેશે. ઘરને ગંદું પડતું મૂકીને ઘણી ગૃહિણીઓ વાદે-વાદે મેડિટેશનના વર્ગમાં જાય છે. ઘર પણ એક મંદિર છે. તમારા ઘરમાં જ નહીં, તમારા મનની અંદર દેવતાનો વાસ છે. શરીરને મંદિર માનીને શરીરને ચોખ્ખું રાખવા હવે ૨૦૧૭થી વાસી નાસ્તા ખાવાનું બંધ કરવું જોઈએ. હવે જલદીથી માણસોએ આધ્યાત્મિકતા તરફ વïળવું પડશે. પર્યાવરણ બગડી રહ્યું છે ત્યારે શહેર કે શેરીની વાત પડતી મૂકી સૌપ્રથમ તમારા ઘરને અને પછી મનને સાફ રાખો. કામવાળી પર જ સફાઈનો બોજ ન નાખો. કામïવાળી તો બિચારી ગુજરાન ચલાવવા ઝટપટ તમારા ઘરની સફાઈ પતાવીને બીજા ઘરે ભાગશે. તમારા ઘરની ઉપરછલ્લી સફાઈ કરશે. એટલે ‘મેડિટેશન’ના દેખાડા કરવાને બદલે તમારી પત્ની કે તમારા મનમંદિરને અને તમારા ઘરના મંદિરને ઈશ્વરનો વાસ માની એને સાફ રાખવાં પડશે. મન અને ઘર મેલાં રાખીને રામદેવ કે બીજા સ્વામીના મેડિટેશનના ક્લાસમાં ફૅશનરૂપે જોડાવાનો કોઈ અર્થ નથી. શરીર પ્રત્યેનો દ્રોહ છે.

ફરી-ફરી આ સૂત્ર હું મારા વાચકોને પીરસું છું. ‘શરીરમ હિ ખલુ સર્વ ધર્મ સાધનમ.’ આપણા જીવનનો ધર્મ પૂર્ણરૂપે પાળવા માટે આપણી પાસે પૂર્ણરૂપનું સાધન આપણું શરીર છે. એ શરીરને ૧૦૦ ટકા શુદ્ધ રાખવું જોઈએ. એ માટે સૌપ્રથમ તમારા ઘરને વાળીચોળીને સાફ રાખો. માત્ર કામવાળા પર જ મદાર ન રાખો. જ્યાં સુધી તમારું ઘર અને તમારું મન સ્વચ્છ નહીં હોય ત્યાં સુધી રામદેવ કે બીજા ગુરુઓના યોગના ક્લાસ જૉઇન કરવા એ તમારા શરીર પ્રત્યેનો દ્રોહ ગણાશે. આજે દેશના પ્રેમી બનવાની જરૂર નથી. આજે તમારે તમારા શરીરપ્રેમી બનવાની જરૂર છે. શરીર અને ઘરને ગંદાં રાખવાં એને હું રાષ્ટ્રદોહ ગણીશ. ઘરની સફાઈ પણ એક ઈશ્વરીય ભક્તિ છે. એટલે ઘરને અને મનને ભક્તિરૂપ ગણી સ્વચ્છ રાખો.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK