નેવર ગિવ અપ : આશાનો આશરો કદી ન છોડો

મને મારા મિત્ર ભરત ઘેલાણીએ એક પુસ્તક મોકલેલું.

પ્રેરણાની પળે - કાન્તિ ભટ્ટ

ઉદાસી કે પાર

કુછ તો હોગા હી વહાં ઉઠતી રહતી હૈ યહ ચીખ

જિસ્મ મેં દૌડતી ઇસ સનસનાહટ કા રહસ્ય

આખરી ખુલેગા એક બાર

તૂમ ટૂટતે રહો, ટૂટના તેરા ધર્મ હૈ સાથ મેં

એક આશા પરમ ધર્મ હૈ કિ તુમ હમેશા આશાવંત રહો

- કવિ ઓમપ્રકાશ નિર્મલ


મને મારા મિત્ર ભરત ઘેલાણીએ એક પુસ્તક મોકલેલું. એનું મથાળું છે ‘માય સ્ટ્રોક ઑફ લક’. આખા પુસ્તકમાંથી મને પ્રેરણાદાયી વાત આપણા એક ભારતીય લેખકની પણ મળી. પુસ્તકમાં વિદેશના અક્ષમ થયેલા લોકો કેવી લાચાર અને અક્ષમ હાલતમાં આશાવંત બનીને જીવે છે એની પ્રેરણાદાયી વાત છે. બીજી ઘણી જાણવા જેવી વાતો છે.

કવિઓ માટે લેખકે લખ્યું છે કે દસમાંથી નવ જેટલા કવિને ઊંડાણથી તપાસાય તો તેમનામાં ગાંડપણના અંશો હોય છે. ૭૩ ટકા પેઇન્ટરો અને ૬૮ ટકા સંગીતકારોને તેમના મિત્રો જ નહીં, તેમનાં માતા-પિતા અને પત્ïની પણ ચક્રમ ગણે છે. એ પ્રકારે જ સ્પોર્ટ્સ અને વિજ્ઞાનના સંશોધકોમાં અમુક ગાંડપણ હોય છે. ટૂંકમાં, ક્રીએટિવ લોકો ક્રેઝી હોય છે. ચીનમાં ક્રેઝી લોકોની વસ્તી સૌથી વધુ હોય છે. તેથી જ આ ક્રેઝી લોકો જ વિજ્ઞાનની નવી-નવી શોધ કરે છે અને જગતને આપે છે.

‘માય સ્ટ્રોક ઑફ લક’માં આપણા ભારતીય વિજ્ઞાની વિજય સંતનમની પ્રેરણાદાયી વાત છે. તેમને ૪૧ વર્ષની નાની ઉંમરે પક્ષાઘાતનો હુમલો થયેલો. ગુજરાતી લેખકોમાં ઘણા જુવાન લેખકોને પક્ષાઘાત થયેલો. મને પોતાને ૮૦ વર્ષની ઉંમરે સખત પૅરેલિસિસ વળગ્યો છે. આપણા વિજય સંતનમની વાત કરીએ. વિજય સંતનમને ૪૧ વર્ષની નાની ઉંમરે પક્ષાઘાત થયો એનું સાચું કારણ જણાવતા નથી, પણ મારા તરફથી લખી લો કે વિજય સંતનમ વધુપડતા મહત્વાકાંક્ષી હતા અને ટેક્નૉલૉજીનાં નવાં-નવાં પરિણામોનો લાડવો ચાર હાથે લેવા માગતા હતા. મારા પૅરેલિસિસનું નિદાન હું કરી શકું છું કે મને રોજ-રોજ મારા લેખો છપાય એનું અને સવારનું અખબાર ખોલીને મારા લેખ સાથે મારું નામ જોવાનું મને વ્યસન થઈ ગયું છે. મારે આ મોહ છોડવો જોઈએ. મારું એક કાટૂર્ન મહેન્દ્ર ત્રિવેદી (નારદ) નામના કાટૂર્નિસ્ટે દોર્યું હતું. મારી ઠાઠડીમાં હું સૂતો છું. સ્મશાનભૂમિ આવે છે. એકાએક મારી ઠાઠડીમાંથી હું ઊભો થઈ જાઉં છું. મને બાળવાની ઘડી આવે છે ત્યારે જ મારામાં પ્રાણ આવે છે અને હું કહું છું, ‘ઊભા રહો, ઊભા રહો; હમણાં મને બાળશો નહીં... મને મૃત્યુ વિશેનો છેલ્લો લેખ લખવા દો.’

આપણે વિજય સંતનમની વાત કરતા હતા. વિજય સંતનમને પણ પુસ્તકમાંથી જીવવાની પ્રેરણા મળી.

(૧) હવે એ સ્ટ્રૉન્ગ વિલપાવર : કદી જ તમારી સંકલ્પશક્તિ કે ઇચ્છાશક્તિને નબળી પાડવા દેશો નહીં. દૃઢ સંકલ્પ કરો કે મારી કોઈ પણ બીમારીને તાબે નહીં થાઉં. મારા મિત્ર આત્મારામ પટેલને કૅન્સર સહિત અગણિત રોગો હતા. છતાં તેઓ બીમારીની સામે સતત ઝઝૂમ્યા.

(૨) વિજય સંતનમના પોતાના શબ્દો ટાંકી લો : નેવર સે ડાઇ - ક્યારેય ન બોલો કે ‘મરી ગયો, બરબાદ થઈ ગયો’. આવા શબ્દો બોલશો નહીં.

(૩) વિજય સંતનમ કહી ગયા કે આખરે માનવનું મન મહાન છે - હ્યુમન હૅવ અ ફૅબ્યુલસ માઇન્ડ.

માનવીના મનમાં ગજબની શક્તિ છે. તમારે વિચારવું જોઈએ કે કોઈને નહીં અને તમને જ કેમ નાની ઉંમરે પૅરેલિસિસ થયો (અગર તો કોઈ પણ અસહ્ય - કૅન્સર જેવી બીમારી થઈ). શું તમે તમારી બીમારી સામે લડવા માટે અવનિના બીજા લોકો કરતાં વધુ ફિટ હતા? વધુ યોગ્ય અને વધુ મજબૂત હતા? આનો જવાબ તમે જ આપો કે ‘હા, હું મારા પર આવનારાં સંકટો સામે લડવા પૂરતો સબળ છું, બીજા કરતાં વધુ પાવરફુલ છું એમ ઈશ્વરે માન્યું લાગે છે. એટલે ઈશ્વર / અલ્લાહે આ અસાધ્ય બીમારી માટે મને જ પસંદ કર્યો છે. એટલે ઈશ્વરની / અલ્લાહની પ્રસાદી માનીને હું હસતાં-હસતાં આ બીમારીને સહન કરીશ.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK