નાક દબાવો તો મોઢું ખોલે એ ન્યાયે ડેપ્યુટી રજિસ્ટ્રારનું નાક દબાવ્યું અને હાઉસિંગ સોસાયટીનું મોઢું ખૂલી ગયું

મધ્ય મુંબઈના દાદર-પશ્ચિમ વસ્તારમાં રહેતાં જેઠાલાલ અને હિતેન્દ્ર દેઢિયાની વિટંબણાની આ વાત છે.

RTI

RTIની તાકાત - ધીરજ રાંભિયા

હાઉસિંગ સોસાયટીમાં ભરેલી ડિપોઝિટની રકમ પાછી આપવામાં ઠાગાઠૈયા કરતા મનસ્વી પદાધિકારીઓની સાન ડેપ્યુટી રજિસ્ટ્રાર મારફત ઠેકાણે લાવ્યાની આ ઉપયોગી કથા છે.

ગોખલે રોડ (સાઉથ)સ્થિત ઇન્દર ટાવર કો-ઑપરેટિવ હાઉસિંગ સોસાયટીના ઘર-ફ્લૅટનું રિનોવેશન કરવાનું નિશ્ચિત કરતાં સોસાયટીના નિયમ મુજબ સોસાયટીને જાણ કરી તથા ધ સારસ્વત કો-ઑપરેટિવ બૅન્ક લિમિટેડની લોઅર પરેલ શાખામાં સોસાયટીના સેવિંગ્સ ખાતામાં ૩૫,૦૦૦ રૂપિયા ૨૦૧૪ની ૩૧ જાન્યુઆરીએ જમા કર્યા.

રિનોવેશનનું કાર્ય પૂરું થતાં સોસાયટીને જાણ કરી. સોસાયટીના ધ્યાનબહેરા પદાધિકારીઓએ સાંભળ્યું-ન સાંભળ્યુંનો રાસ રચ્યો. સ્વાભાવિકપણે જ્યારે ફ્લૅટધારક કામ પૂરું થયાની વાત કરતો હોય ત્યારે ડિપોઝિટની રકમ પાછી આપવાની વાત ગૃહીત જ હોય. નૈતિકતાની દૃષ્ટિએ પણ પદાધિકારીઓએ સ્વયં ડિપોઝિટની રકમ પાછી આપવી જોઈતી હતી.

સમય સડસડાટ પસાર થતો ગયો. આજકાલ કરતાં ૧૫ મહિનાનો સમય પસાર થઈ ગયો, પરંતુ પદાધિકારીઓએ ડિપોઝિટ પાછી આપવાની સજ્જનતા દાખવી નહીં. આથી ૨૦૧૫ની પાંચ મેએ સોસાયટીના સેક્રેટરીને ઉદ્દેશીને ડિપોઝિટ પાછી આપવા માટેનો વિનંતીપત્ર લખી મોકલાવ્યો.

પાણી અને પવનની ઝડપે વહેતા સમયે ૧૩ મહિનાનો માઇલસ્ટોન વટાવી દીધો. સોસાયટીના પદાધિકારીઓએ ડિપોઝિટની રકમ પાછી આપવા માટે કોઈ હિલચાલ નહીં કરી. સરકારી બાબુઓને અકર્તૃત્વ તથા અવïળચંડાઈ માટે આપણે સતત ભાંડતા હોઈએ ત્યારે સેવાની ભાવના હોવાની બાંગો પોકારતા સોસાયટીના પદાધિકારી બાબુઓના મનસ્વી વર્તને તો સરકારી બાબુઓને સારા કહેવડાવવાની કક્ષાએ પહોંચાડી દીધા.

સામાન્ય રીતે માણસ હૃદયમાં થતી વ્યથાને મિત્રો-સ્નેહીઓ આગળ વ્યક્ત કરી હળવાશ અનુભવતો હોય છે. જેઠાલાલભાઈના મિત્ર વસંતભાઈ સમાજસેવાથી રંગાયેલા હોવાથી તેમણે તેમની વેદનાની વાત વસંતભાઈને કરી. જેઠાલાલભાઈને દિલાસો આપતાં વસંતભાઈએ કહ્યું કે તમારી ડિપોઝિટની રકમ પાછી મળી જશે, ચિંતા છોડી દો. ડિપોઝિટની રસીદ તથા લખેલા બન્ને પત્રોની ફોટોકૉપી લઈને તરુણ મિત્ર મંડળ સંચાલિત RTI કેન્દ્ર-દાદર પર રવિવારે આવો. જોગાનુજોગ વસંતભાઈ દાદર કેન્દ્રના જ્યેષ્ઠ સેવાભાવીના નાતે જોડાયેલા હોïવાથી ૨૦૧૬ની ૧૧ જુલાઈએ જેઠાલાલભાઈ દસ્તાવેજો સાથે કેન્દ્ર પર પહોંચ્યા.

કેન્દ્ર પર તેમની મુલાકાત સૌમ્ય સ્વભાવધારી અજય પારેખ અને સાથીઓ સાથે થઈ. સેવાભાવીઓએ તેમની વિટંબણાની વાત શાંતિથી સાંભïળી લાવેલા દસ્તાવેજોનો અભ્યાસ કર્યો.

‘સબ દર્દ કી એક દવા’ મુજબ રાઇટ ટુ ઇન્ફર્મેશન (RTI) કાયદાનો યથાયોગ્ય ઉપયોગ નેપથ્યમાં હતો. આદિ યુગમાં શત્રુ પર હુમલો કરતાં પહેલાં ‘સાવધાન’ના ઉચ્ચારણની આવશ્યકતા મુજબ આ જમાનામાં પણ શક્ય હોય ત્યાં લગભગ-લગભગ RTIરૂપી બ્રહ્માસ્ત્ર વાપરતાં પહેલાં એક ફરિયાદપત્ર અને ફરિયાદપત્ર કે પત્રો લખાયા હોય તો એક અંતિમ સ્મરણપત્ર લખવાનો અણલખ્યો નિયમ પળાય છે. આ પત્ર RTI ના વપરાશ માટેની ભૂમિકા રચી આપતો હોય છે.

અજયભાઈએ પણ એ મુજબ મલ્હોત્રા હાઉસ (GPO - VTની સામે)ના છઠ્ઠા માળે સ્થિત કો-ઑપરેટિવ હાઉસિંગ સોસાયટીને G South વૉર્ડના ડેપ્યુટી રજિસ્ટ્રારને ૨૦૧૬ની ૯ જુલાઈની તારીખનો પત્ર બનાવી આપ્યો, જેમાં નીચેની વિગતોને આવરી લેવાઈ.

૧. ઇન્દર ટાવર સોસાયટીના સેક્રેટરીને ઉદ્દેશીને ૨૦૧૬ની પાંચ મે તથા ૨૦૧૬ની ૨૧ જૂનના રોજ ડિપોઝિટની રકમ પાછી આપવાની વિનંતી કરતા પત્રો લખવામાં આવેલા, જેની ફોટોકૉપી આ પત્ર સાથે સંલગ્ન છે; જેના પર મૂળ પત્ર મળ્યાની સહી સાથેની નોંધ છે.

૨. ૨૦૧૪ની ૩૧ જાન્યુઆરીએ સોસાયટીના બૅન્કખાતામાં જમા કરેલી રીફન્ડેબલ ડિપોઝિટની ૩૫,૦૦૦ રૂપિયાની રકમ આજદિન સુધી સોસાયટીએ ન તો પાછી આપી છે કે ન તો પાછી ન આપવાનાં કારણો જણાવ્યાં છે.

૩. આથી આપ મહાશયશ્રીને વિનંતી કરવામાં આવે છે કે આપ ઉપરોક્ત બાબતમાં અંગત રસ લઈ સોસાયટીને ડિપોઝિટની ૩૫,૦૦૦ રૂપિયાની રકમ ૨૧ ટકા વ્યાજ સહિત પાછી આપવાનો હુકમ કરશો. ઉપરોક્ત ધારદાર પત્ર ૨૦૧૬ની ૧૧ જુલાઈના રોજ ડેપ્યુટી રજિસ્ટ્રારના કાર્યાલયમાં જમા કરવામાં આવ્યો.

પત્રના લખાણની બાંધણી પરથી ચતુર બાબુઓ સમજી ગયા કે જો આ પત્ર પર કાર્યવાહી કરવામાં નહીં આવે તો RTIની અરજી દ્વાર ખખડાવશે. નાગરિકના પત્રનો ઉત્તર આપવામાં ઠાગાઠૈયા કરતા બાબુઓએ ઇન્દર ટાવર સોસાયટીના સેક્રેટરી પત્ર લખ્યો ને ફ્લૅટધારકને ડિપોઝિટ અગ્રતાક્રમે પાછી આપવાનો આદેશ આપ્યો હશે અને સાથોસાથ જો ચુકવણીમાં ચૂક થશે તો પદાધિકારીઓ સામે પગલાં ભરવાની ચેતવણી પણ આપી હોવી જોઈએ, કારણ કે જે ત્વરાથી જેઠાલાલભાઈને ડિપોઝિટની ૩૫,૦૦૦ રૂપિયાની રકમમાંથી ૩૦,૦૦૦ રૂપિયાનો ચેક મળ્યો અત્યંત આર્યજનક ઘટના બની.

સામાન્ય રીતે દરેક સોસાયટી ફ્લૅટધારક જ્યારે ફ્લૅટનું રિપેરિંગ અને રિનોવેશન કરતો હોય છે ત્યારે ડિપોઝિટ લેવાનો તથા રિપેરિંગ દરમ્યાન સોસાયટીની લિફ્ટનો વધુ ઉપયોગ થતો હોવાથી તેમ જ ઈંટ, રેતી, સિમેન્ટ, માર્બલ, કડપ્પા, ગ્રેનાઇટ, લાકડાં, પ્લાયવુડ તથા ડેબ્રીઝ રાખવા માટે સોસાયટીની જગ્યાનો ઉપયોગ થતો હોવાથી રેન્ટ-ભાડાપેટે રકમ વસૂલ કરતી હોય છે. ઇન્દર ટાવર સોસાયટીએ પણ ૫૦૦૦ રૂપિયાની રકમ એ પેટે લીધી હોવી જોઈએ, જે વાજબી છે. ફક્ત ૩૦ મહિના સુધી ડિપોઝિટની રકમ પાછી ન આપવાની ધૃષ્ટતા તદ્દન ગેરવાજબી તથા અનૈતિક છે.

અજયભાઈ તથા વસંતભાઈ અને દાદર કેન્દ્રના સાથીઓની નિષ્કામ સક્રિયતાના કારણે જેઠાલાલભાઈની યાતનાનો સુખદ અંત આવ્યો અને RTIની ઘોષિત તાકાતથી એના ઉપયોગ વગર કાર્ય સંપન્ન થયું, જે ખરેખર આનંદની વાત છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK