ર.પા. સામે પાર

જેમના નામ આગળ સ્વર્ગસ્થ લખતાં કલમમાં ધરતીકંપ આવે એવા જાજરમાન કવિ રમેશ પારેખની ૭૭મી વર્ષગાંઠ ૨૭ નવેમ્બરે છે.

ramesh

અર્ઝ કિયા હૈ - હિતેન આનંદપરા

જેમ તાજમહલની સરખાણી ન થાય, જેમ મોનાલિસાના સ્મિતની સરખામણી ન થાય, જેમ વસંત ઋતુની સરખામણી ન થાય એમ રમેશ પારેખની સરખામણી ન થાય.

મિસિંગ ર.પા... તેમની ટપાલો, તેમના વળાંકવાળા અક્ષર, તેમનો તળપદી લહેકો, જાડાં ચશ્માંના કાચમાંથી બ્રહ્માંડ સુધી તાગી લેતી આંખો, ક્યારેક મરક-મરક સ્મિત તો ક્યારેક સામે હોય છતાં અલગારી દુનિયામાં વિહરતી તેમની હયાતી.

આજે કોઈ આસ્વાદ કરાવવો નથી. આજે ર.પા.ને બોલવા દઈએ ને વિરહિણી છતાં વહાલભરી હૅપી બર્થ-ડે વિશ મોકલીએ.

તો પછી જીવતો રહીશ શબ્દો મહીં

હું મરીને પણ મરી શકતો નથી

હું પ્રસંગોમાં તણાતો જાઉં છું

હાથ છે, પણ કૈં કરી શકતો નથી

€ € €

ઘણા પાળિયાઓ નજરમાં તરે

અને ક્યાંય ખોડી શકાતા નથી

છે મારા જ, પણ મારી સાથે કોઈ

પ્રસંગોને જોડી શકાતા નથી

€ € €

એકધારી વાતનું કોઈ તો વિષયાંતર કરે

હું મને કહું છું અને તે હું જ સાંભળતો નથી

સાફ બેહદ થઈ ગઈ છે દૃષ્ટિઓ મારી હવે

કોઈ કિસ્સો સ્વપ્નમાં પણ આંખને છળતો નથી

€ € €

રેખાઓ સર્પ થઈને વીંટાઈ છે હાથમાં

સારા દિવસ નજીક નીકળતાં ડર્યા કરે

€ € €

ચીતરેલ વૃક્ષ જેવી મળી છે સભાનતા

ખરતું નથી કશુંય, કંઈ પણ ફળે નહીં

સૌ પંખીઓ વળી ગયાં પોતાના નીડ ભણી

મારી ઉદાસ સાંજને માળો મળે નહીં

€ € €

હવામાં, શબ્દમાં, ઘરમાં, સમયમાં, લોહીમાં

અનેક મોરચે ખેલી રહ્યા છો જંગ તમે

તમારા હાથમાં બાવન સમુદ્ર કેદી છે

અને તૃષાથી વલોવાવ છો સળંગ તમે

€ € €

ભીડ ખૂંચી, હવેલી ખૂંચી, ઝરૂખા ખૂંચ્યા

આ મારી આંખમાં કઈ જાતનું કળણ આવ્યું

રમેશ, ત્યારથી ખુલ્લા પડ્યા છે દરવાજા

કે આવવાના પ્રસંગે ન એક જણ આવ્યું

€ € €

મરણગતિએ મળી લઈએ એકબીજાને-

એક ઘરમાં બે ખંડની જુદાઈ ખટકે છે

દીવાલ જેવી સલામત જગાઓ શોધીને

જુઓ, બધાં જ છબીમાં નિરાંતે લટકે છે

€ € €

શક્યતા નામની સ્ત્રીનો પતિ તો ઘરડો છે

ઉપરથી શ્હેરનું શુભ નામ શ્રીછબરડો છે

હાથ ખાલી હતો; જોયો ને બોલ્યો જ્યોતિષી

શ્રીમાન, આપના હાથમાં તો ભમરડો છે

€ € €

કરોડો માઇલ લાંબા જીવવાળો એક માણસ

અને ન એક્કે ઇંચ છાંયડો નક્કર એમાં

ફૂટી છે એક શીશી એના કાચ વાગ્યા છે

સાંભળ્યું છે કે હતું એક દી અત્તર એમાં

€ € €

નનામો પત્ર લખું છું મને હું એવો કે-

તું પીવે છે એ નદીઓ તો ચીતરેલી છે

ખબર નથી શું લખાશે બચેલા હિસ્સામાં

મેં કોરા કાગળે મારી સહી કરેલી છે

€ € €

ઝાંઝવાં, તાપ, તૃષા, સૂર્ય ને નર્યો માણસ

વ્યવસ્થા કેટલી સજ્જડ છે રણમાં છળ માટે

અવાજ હોઠમાં એક વૃક્ષ જેમ ઊગ્યો છે

છતાંય કોઈ ધારણા જ નથી ફળ માટે

€ € €

બારીઓ, બત્તીઓ ને મુઠ્ઠીઓ ય બંધ કરું

ભીડું બધા જ ખૂણા પણ છતાં હું સૂઈ ન શકું

રમેશ, રોજ આ નીંદરનાં ચીંથરાંને કરું

Sleeping Pillsના સાંધણ છતાં હું સૂઈ ન શકું

ક્યા બાત હૈ

ગિરધર ગુનો અમારો માફ...

તમે કહો તો ખડખડ હસીએં

    વસીએં આ મેવાડ

માર અબોલાનો રહી રહીને

    કળતો હાડોહાડ

સાવરણીથી આંસુ વાળી

    ફળિયું કરીએ સાફ

મીરા કે પ્રભુ, દીધું અમને

    સમજણનું આ નાણું

વાપરવા જઈએ તો જીવતર

    બનતું જાય ઉખાણું

પેઢી કાચી કેમ પડી છે

    જેના તમે શરાફ?

- રમેશ પારેખ

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK