ધરતીની ધૂળનું માતમ : ગીતો ગાયા જ કરો અને માટીનું માત્યમ જાણો

મેરે દેશ કી ધરતી સોના ઉગલે, ઉગલે હીરેમોતી; મેરે દેશ કી ધરતી! આ ફિલ્મી ગીતની કડી આપણને બધાને બચપણ-જુવાનીથી યાદ છે. એ ધરતીની માટીની મહત્તા, એ માટીનું માત્યમ લખીએ એટલું ઓછું છે.

પ્રેરણાની પળે - કાન્તિ ભટ્ટ


હું ૧૯૪૭ સુધી મહુવામાં મૅટ્રિક સુધી ભણેલો. કોણ જાણે માલણ નદી જ્યારે બે કાંઠે વહેતી હતી ત્યારે એ ભૂમિમાં નરબંકા પાક્યા. કોણ જાણે આખું મહુવા ગામ અને બાજુનું રાજુલા ગામ દેશભક્તો પેદા કરતાં ગામો હતાં. કાઠિયાવાડની ધરતી પણ સોના ઉગલતી હતી. ત્યાં પોરબંદરમાં ગાંધી પાક્યા. અમારા મહુવામાં જશુભાઈ મહેતા પાક્યા. બાજુના રાજુલા ગામમાં લહેરી અટકવાળા કનુભાઈ લહેરી પાક્યા. બધા જ દેશસેવામાં ખપી ગયા. કનુભાઈ લહેરીની હાક પડે ત્યારે સૌ કેસરિયા કરવા તૈયાર થતા. નરેન્દ્ર મોદી વડનગરની માટી કપાળે લગાડે છે એ આ દૃશ્ય પૂરતું હું કહી શકું એ માત્ર દેખાડો નહોતો. વતનની માટી અનેક રીતે પ્યારી હોય છે. ધરતીનું ધાવણ શબ્દ વપરાય છે. એ માત્ર લેખકોના શબ્દના શણગાર નથી. અમુક ધરતીના ગુણ જ એવા હોય છે જેમાં બલિદાન દેવાનું મોણ હોય છે.

વડનગરની ધરતીમાં મોદી પાક્યા.

મહુવા-તલગાજરડાની ભૂમિમાં મોરારીબાપુ પાક્યા. આખું કાઠિયાવાડ એ રીતે ઉદારદિલ હતું. ભાવનગર સ્ટેટમાં મહારાજા કૃષ્ણકુમાર સિંહ પાક્યા અને કવિત્વ લોહીવાળા દીવાન સર પ્રભાશંકર પટ્ટણી પાક્યા ને દીવાનને હૈયે ભાવનગર સ્ટેટના ખેડૂતોનો કરજ-ભાર વસ્યો અને તેને રડાવી ગયો - આંસુ પડાવી ગયો. ભાવનગર સ્ટેટની ધરતી જ એવી નેકદિલ હતી. સૌપ્રથમ સરદાર પટેલે સ્વતંત્રતા પછી ૫૬૨થી વધુ રજવાડાંનું વિલીનીકરણ કર્યું એમાં ભાવનગર રાજ્ય પ્રથમ હતું.

કોણ જાણે આ દેશને શ્રેષ્ઠ ક્રિકેટરો કાઠિયાવાડ અને મહારાષ્ટ્રની ધરતીએ આપ્યા છે. જામ રણજિત સિંહથી માંડીને દત્તુ ફડકરથી માંડીને સુનીલ ગાવસકરે ક્રિકેટને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ચમકાવ્યું છે. હજી ક્રિકેટરોનો પુરવઠો જાણે પૂરો થયો નથી. પ્રવીણ સિંહ અને બીજા જાડેજા ચમક્યા. મોહનલાલ કરમચંદ ગાંધી નામના કાઠિયાવાડના પોરબંદર ગામના મોહનલાલ ગાંધી ઓછા પડતા હતા એટલે સુરત-વડોદરાનું પાણી પીધેલા હાર્દિક પંડ્યા ૨૦૧૭માં ઊગી નીકળ્યા. હાર્દિક પંડ્યા બૅટિંગ, બોલિંગ અને ફીલ્ડિંગ એ બધામાં ઑલરાઉન્ડર છે. કિરણ મોરે નામના મહારાãષ્ટ્રયન ક્રિકટરે ક્રિકેટ ઍકૅડેમી ખોલી એ પણ વડોદરા આવીને ખોલી.

જેમ રાજકોટમાં અમૃતલાલ શેઠનું ‘ફૂલછાબ’ એ જ પોતાનું ઍડ્રેસ છે (ફૂલછાબ - ઠેકાણું ફૂલછાબ ચોક) એમ મુંબઈના મૂળ સૌરાષ્ટ્રના દાડા ગામના ત્રિભુવન ભીમજી ઝવેરી આખા હિન્દુસ્તાન અને દુનિયામાં ફરી વળેલા છે. પહેલાં મોરારીબાપુ માત્ર સંભળાતા હતા, આજે અમારા મહુવા-તલગાજરડાના બાપુ છાપાંની કટારો ગજવે છે. અમારા કાઠિયાવાડ અને ખાસ ભાવનગર સ્ટેટના બહારવટિયા પણ નેકદિલ હતા. તેમના રાસડા ગવાતા ‘ડુંગરે ડુંગરે કાદુડાના ડાયરા’. કાદુ મકરાણી ભાવનગર સ્ટેટમાં કોઈ કન્યાને વળાવે તો તેનાં ઘરેણાં લૂંટતો નહીં. કન્યાને ઊલટાનો સોનાનો કરિયાવર આપતો. વિશાળ ફલકમાં જુઓ તો ભારતનું વડા પ્રધાનપદ ગુજરાતીના હાથમાં છે. ભારતીય જનતા પાર્ટી દેશવ્યાપી રાજકીય સંસ્થા છે. એના રાષ્ટ્રીય અધ્યક્ષ ગુજરાતી અમિત શાહ છે. જગતનો કોઈ દેશ બાકી નથી જ્યાં ગુજરાતી ગયો ન હોય. હું વિયેટનામમાં સાઇગોન અને હો ચી મિન્હ શહેરમાં જવાનો છું તો ત્યાં પણ સૌપ્રથમ ગુજરાતીઓ જઈને વેપાર કરતા હતા.

કાશ્મીરથી કન્યાકુમારી સુધી ગુજરાતી છે. કેરળમાં એલ્લેપી ખાતે પુરુષોત્તમ ગોવિંદજીની જૂની ગુજરાતી પેઢી કાથી દોરડાં અને નારિયેળનો વેપાર કરતી હતી. આજે તેમના પ્રપૌત્રો એલ્લેપીમાં છે. ગુજરાતી સર્વવ્યાપક છે અને સાથે કહ્યું છે કે ગુજરાતી બચ્ચો પરમાત્માના હૈયે વસ્યો છે તો હે ગુજરાતી, ગુજરાત-સૌરાષ્ટ્રના નામને હંમેશાં ઉજાળતો રહેજે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK