બિલ્ડરે ૭ વર્ષ સુધી જેના માટે ટટળાવ્યા એ કામ RTI ઍક્ટની મદદથી ૩૦ દિવસમાં થઈ ગયું

ઘાટકોપર (ઈસ્ટ)માં રહેતા જિતેન્દ્ર ગાલાએ ૨૦૦૯માં પંતનગર પ્રીતિ કો-ઑપરેટિવ હાઉસિંગ સોસાયટીમાં દુકાન ખરીદી.

rti

RTIની તાકાત - ધીરજ રાંભિયા

૨૦૧૦માં વેચાણખત રજિસ્ટર થયું ત્યારથી બિલ્ડર પાસેથી બૉમ્બે મ્યુનિસિપલ કૉપોર્રેશને મંજૂર કરેલો પ્લાન માગતા રહ્યા અને એ આપવામાં ડેવલપર ટાળાટાળ કરતા રહ્યા. આથી RTI કાયદા હેઠળ અરજી કરવામાં આવી અને જિતેન્દ્રભાઈના આનંદ અને આર્ય વચ્ચે ૩૦ દિવસમાં જ ઉપલબ્ધ થયા એની આ રસપ્રદ કથની છે.

સાત વર્ષ સુધી અસહ્ય મનોવેદના ભોગવી, પરંતુ અપ્રૂવ્ડ પ્લાન ન મળતાં તેમના ભાઈ પ્રવીણભાઈને વાત કરી. ભૂતકાળમાં પ્રવીણભાઈની મનોવેદનાનો ઉકેલ RTI કાયદાથી આવ્યો હોવાથી જિતેન્દ્રભાઈને તરુણ મિત્ર મંડળ સંચાલિત RTI કેન્દ્ર-ઘાટકોપરની મદદ તથા માર્ગદર્શન લેવાની સલાહ આપી તથા નિયામક મનહરભાઈની અપૉઇન્ટમેન્ટ મેળવી આપી.

કેન્દ્ર પર જિતેન્દ્રભાઈની મુલાકાત મનહરભાઈ સાથે થઈ, જેમણે તેમની દુવિધાની કથની શાંતિપૂર્વક સાંભળીને લાવેલી ફાઇલનો અભ્યાસ કર્યો તથા ૨૦૧૭ની બાવીસ ફેબ્રુઆરીની RTI કાયદા હેઠળની પ્રથમ અરજી બનાવી આપી, જે ૨૦૧૭ની ૨૭ ફેબ્રુઆરીએ સુપરત કરવામાં આવી.

ત્રણ પાનાંની ધારદાર અરજી દ્વારા ઘાટકોપર, કીરોલ વિલેજ પર રીડેવલપ થયેલા પંતનગર પ્રીતિ કો-ઑપરેટિવ હાઉસિંગ સોસાયટી લિમિટેડ બિલ્ડિંગના અપ્રૂવ્ડ પ્લાન તથા એના સંબંધિત અન્ય રેકૉર્ડસ્ અને દસ્તાવેજોની માગણી કરવામાં આવી, સાથોસાથ પ્રપોઝલ જમા કર્યાની તારીખથી આપવાની તારીખ સુધીની સર્વ માહિતી માગવામાં આવી.   

RTI અરજીની સાથે નીચેના દસ્તાવેજોની ફોટોકૉપીઓ જોડવામાં આવી:

૧. સોસાયટી બિલ્ડિંગનું મ્યુનિસિપલ પ્રૉપર્ટી-ટૅક્સ બિલ.

૨. સોસાયટી બિલ્ડિંગનું વૉટર ચાર્જિસ બિલ તથા

૩. બિલ્ડિંગ રીડેવલપમેન્ટ માટે મહાનગરપાલિકાએ આપેલી IOD (ઇન્ટિમેશન ઑફ ડિસઅપ્રૂવલ)ની કૉપી.

સાત વર્ષ સુધી ડેવલપર અને મહાનગરપાલિકાના કાર્યાલયની રઝળપટ્ટીથી થાકેલા, કંટાળેલા તથા હતાશ થયેલા જિતેન્દ્રભાઈને મનહરભાઈએ સાંત્વન આપતાં જણાવ્યું કે મારા અનુભવ અને ગણતરીના હિસાબે આપને ૩૦ દિવસમાં અપ્રૂવ્ડ પ્લાન મળી  જશે અને જો એમ ન થાય તો આપ ફરીથી કેન્દ્ર પર આવજો, એ વખતે વરિષ્ઠ અધિકારી સમક્ષ ફરિયાદસ્વરૂપે પ્રથમ અપીલ ફાઇલ કરીશું. ધોમધખતા તડકામાં રણમાં સતત ચાલેલા મુસાફરને વૃક્ષના નીચે વિસામો મળે અને જે શાતા થાય એવી શાંતિ અને ટાઢકનો અનુભવ જિતેન્દ્રભાઈને થયો.

RTI અરજી સુપરત કર્યાના બરાબર વીસમા દિવસે ડેપ્યુટી ચીફ એન્જિનિયર (બિલ્ડિંગ પ્રપોઝલ)ના ઈસ્ટ સાઉથ કાર્યાલયમાંથી ૨૦૧૭ની ૧૮ માર્ચની તારીખનો પત્ર મળ્યો, જે વાંચવાથી જિતેન્દ્રભાઈ આનંદમિશ્રિત આર્યથી ભાવવિભોર થઈ ગયા.

RTI અરજીના પ્રત્યુત્તરનો પત્ર હતો, જેનો સારાંશ નીચે મુજબ છે...

૧. આપે કરેલી અરજી દ્વારા માગેલા બિલ્ડિંગ/ જમીનના પ્લાન્સ તથા પત્રો ફાઇલ-નંબર CE/૬૫૧૧/BPES/ANમાં ઉપલબ્ધ છે.

૨. ઉપરોક્ત ફાઇલ અમારા કાર્યાલયના રેકૉર્ડ્સમાં સચવાયેલી છે.

૩. ઉપરોક્ત ફાઇલમાં રહેલા પ્લાન્સ / ડ્રૉઇંગ્સ તથા દસ્તાવેજો / પત્રોની ફોટોકૉપી આપની જરૂરિયાત મુજબ આપવામાં આવશે.

૪. આથી આપ આ ફાઇલનું ઇન્સ્પેક્શન/નિરીક્ષણ કરી જોઈતા પ્લાન્સ, ડ્રૉઇંગ્સ, દસ્તાવેજો, પત્રોની ફોટોકૉપી નીચે મુજબના ચાર્જિસ ભરી મેળવી શકશો. A૪ અને A૩ સાઇઝ પેપર્સની એક કૉપીના બે રૂપિયા.મોટી સાઇઝના પેપર્સ તથા ડ્રૉઇંગ્સના, ફોટોકૉપીના જે ખર્ચ થાય એ.રેકૉર્ડ ઇન્સ્પેક્શનના ચાર્જિસ - પહેલા એક કલાકના કોઈ ચાર્જ નહીં. ત્યાર બાદ દરેક ૧૫ મિનિટના પાંચ રૂપિયા.

૫. આપ અમારા કાર્યાલયનો બુધવારે અને બુધવારે રજા હાય તો એના બાદના કાર્યકારી દિવસે સવારના ૧૧થી બપોરના ૧ દરમ્યાન સંપર્ક કરશો.

૬. ઇન્સ્પેક્શન બાદ આપને ભરવાની રકમનું ચલાન બનાવી આપવામાં આવશે, જેની રકમ મહાનગરપાલિકાના કોઈ સિટિઝન ફેસિલિટેશન સેન્ટર પર ભરી શકશો.

૭. આપે ભરેલું ચલાન રજૂ કરતાં માગેલી માહિતી/ફોટોકૉપી વહેલામાં વહેલી તકે ઉપલબ્ધ કરાવવામાં આવશે.

ઉપરોક્ત પત્ર જાણે પુત્રજન્મની વધાઈ લઈને આવ્યો હોય એવો માહોલ પરિવારમાં જામ્યો. બુધવારના રોજ જિતેન્દ્રભાઈ ૧૧ વાગ્યાના બદલે ૧૦ વાગ્યે જ કાર્યાલયમાં પહોંચી ગયા અને ડેરો જમાવ્યો. રાજ્ય જાહેર માહિતી અધિકારીએ સંબંધિત ફાઇલ મગાવી જિતેન્દ્રભાઈ સમક્ષ મૂકી. ફાઇલમાં અપ્રૂવ્ડ પ્લાન્સ તો હતા જ અને સાથોસાથ બિલ્ડિંગના બાંધકામ વિશેના અથથી ઇતિ સુધીના દસ્તાવેજો, પત્રો, ઑફિસ-નોટિંગ્સ વગેરે હતાં.

માગ્યું હતું એક ગ્લાસ પાણી અને સામે સમગ્ર સરોવર ધરવામાં આવે એવો ઘાટ ઘડાયો. સામે ધરવામાં આવેલી તક જતી કરે તે વાણિયો શાનો? જિતેન્દ્રભાઈએ સમગ્ર ફાઇલની ફોટોકૉપીની માગણી કરી. અધિકારીઓએ ગણતરી કરીને ૨૨,૮૩૮/- રૂપિયાની રકમ ભરવાની થશે એમ જણાવ્યું. અધિકારીને એમ કે અરજદાર ના પાડશે. જિતેન્દ્રભાઈ માટે મળનાર માહિતીની કિંમત લાખો રૂપિયાની દુકાનની કિંમત બરાબર હોવાથી તેમણે અધિકારીને ચલાન બનાવી આપવા જણાવ્યું.

ચલાન મળતાં રકમ ભરી સમગ્ર ફાઇલની ફોટોકૉપી અંકે કરી લીધી. સાત વર્ષની મનોવેદનાનો મનહરભાઈની હોશિયારી અને કર્તવ્યનિષ્ઠા તથા RTI કાયદાના યથાયોગ્ય ઉપયોગથી માત્ર ૩૦ દિવસમાં સુખદ અંત આવ્યો અને RTI શરણમ ગચ્છામિનો જયનાદ યથાર્થ ઠર્યો.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK