જનસેવા નહીં, સત્તા મળે પછી આપસેવા

કૉન્ગ્રેસીઓ લાંબી સત્તા ભોગવીને જનસેવા ભૂલી ગયા અને સૌ પોતપોતાની સેવા કરી મેવા ખાવા માંડ્યા છે એની શિક્ષા મળી છે.

પ્રેરણાની પળે - કાન્તિ ભટ્ટ

બનિયે કી દુકાન

ઉનકા કહના હૈ કિ લાભ ઔર શુભ કે બીચ

સિંદૂર તો હૈ મગર લાજ નહીં હૈ!

દેશ ડૂબતા હૈ તો ડૂબે, લોગ ઊબતે હૈં ઊબે

જનતા તો નેતા પર લટ્ટુ હૈ ના?!

- કવિ ધૂમિલ


અમેરિકન પ્રમુખ ફ્રૅન્કલિન ડી. રૂઝવેલ્ટે કૅલિફૉર્નિયાના કૉન્ગ્રેસીઓ (ડેમોક્રેટિક)ને કહ્યું કે આપણી લોકશાહીમાં સરકારી ઑફિસરો હોય કે ચૂંટાયેલા સભ્યો હોય તે બધા માત્ર જનતાના સેવક છે અને કદી માસ્ટર નથી, પણ અમેરિકા હોય કે યુરોપ હોય અને ખાસ તો ભારત હોય તો એક વખત જનતાને મૂરખ બનાવીને ચૂંટાયા હોય પછી નેહરુના વખતની કૉન્ગ્રેસ રહી નથી. કેટલાક કૉન્ગ્રેસીઓ વંઠી ગયા - જનસેવકને બદલે સાંઢ બની ગયા. એ પછી ૨૦૧૭માં નૅશનલ યુનિવર્સિટી ઑફ સિંગાપોરમાં ફેલો ડૉ. રોમજોય સેને ૧૮-૩-૧૭ના એક રાજકીય સત્ય ઉચ્ચાર્યું છે કે આજે નવા હિન્દુસ્તાનમાં (૨૦૧૭) મોદીના આર્શીવાદ થકી BMC સત્તા પર આવી એ જાણે જૂની કૉન્ગ્રેસ નવા સ્વરૂપે આવી છે.

પણ પછી BMCના નેતાઓ મધ ચોપડેલા શબ્દો બોલતાં એેના નેતાઓ પાસેથી શીખી ગયા છે અને હવે આખું હિન્દુસ્તાન BMCના હાથમાં લગભગ આવી ગયું છે. એટલે હવે ચાર વર્ષમાં મધ ભરેલા શબ્દો ભૂલી જશે અને કેટલાક નેતા સૌરાષ્ટ્રની ભાષામાં દાંડ થઈ જશે? અમુક નેતા દાંડ થઈ પણ ગયા છે. વાણી, વર્તન અને ડ્રેસમાં સુપર મૂવીસ્ટાર જેવા દેખાવા લાગ્યા છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એ સંસ્થાનું આદર્શ નામ છે, પણ એ ત્રણ શબ્દોમાં બે શબ્દોનો ખોટો અર્થ થઈ ગયો છે. સ્વયં-સેવક એટલે કે BMCના અમુક લોકો પોતાના જ સેવક થઈને મેવા લૂંટે છે.

અમેરિકન લેખિકા પર્લ એસ. બકે તેની દીકરીઓ જે પબ્લિક લાઇફમાં આવવા માગતી હતી તેને શિખામણ આપેલી કે (૧૯૬૭) ‘ટુ સર્વ ઇઝ બ્યુટિફુલ બટ ઓન્લી ઇફ ઇટ ઇઝ ડન વિથ જૉય ઍન્ડ અ ફ્રી માઇન્ડ.’ પણ આજના સત્તાધારી પક્ષના અમુક સભ્યોએ પર્લ એસ. બકની શિખામણ પોતાની રીતે તેમની પબ્લિક લાઇફમાં અમલમાં મૂકી છે. બધા જ સેવકો બહુ મજેથી છૂટથી છૂટે હાથે સેવા કરે છે અને એમાં કોઈ પણ ભય કે દ્વિધા રાખતા નથી. જાણે બાપનો માલ છે, છૂટથી ખાઓ.

સુભાષચંદ્ર બોઝ, જયપ્રકાશ નારાયણ અને અમારા મહુવાના જશુભાઈ મહેતા શહીદ થવાની તૈયારી સાથે જાહેર જીવનમાં સમર્પણભાવથી ઝંપલાવતા હતા. આજે આ શહીદી અદૃશ્ય થઈ ગઈ છે અને સત્તાના મધપૂડાનું શહદ ચાટવા માખીઓની જેમ વિવિધ રાજકીય સત્તા ઝૂંટવવા ચારે કોર બણબણતા સૌ તૈયાર બેઠા છે. આર. સેન નામના સિંગાપોરના રાજકીય કટાર-લેખક કહે છે કે સત્તાની લૂંટનો માલ ખાવાનો એજન્ડા જાણે તૈયાર ભાણે કૉન્ગ્રેસ પાસેથી BMCએ શીખ્યો છે. હવે BJPમાં ક્યાંક સુભાષબાબુ કે જયપ્રકાશ નારાયણ જાગવાની જરૂર છે. આજે હિન્દુસ્તાન એકવીસમી સદીમાં પ્રવેશીને એનું યુવાશક્તિનું બળ ચારે કોર દુનિયામાં ફેલાઈ ગયું છે. હવે યુવાશક્તિને બીજું કંઈ જોઈતું નથી. લગભગ ૧ કરોડ જેટલા યુવાનોના હાથ વિવિધ ટેãક્નક્લ ડિગ્રી, ડબલ ડિગ્રી અને માસ્ટર્સ ડિગ્રીથી લસ્સ છે. આ હાથોને માત્ર કામ જોઈએ છે, કામ કરવાના મોકા જોઈએ છે. સત્તાધારી પક્ષે પોતાના સ્વાર્થના મોકા શોધવાને બદલે નવરા હાથોને રોજગારી આપવાની જરૂર છે.

BMCએ કૉન્ગ્રેસને જાણે જૂની લૂ-ખસ હોય એમ વગોવીને કાઢી મૂકી પણ સત્તાનું જેને વ્યસન થઈ ગયું છે તે કૉન્ગ્રેસીઓ એકાએક પક્ષપલટો કરી BMCના ભક્ત બની ગયા અને તેમની જૂની કૉન્ગ્રેસી લઢણ અને કળાને જોરે કોઈ ને કોઈ સત્તાનો મોકો શોધવા માંડ્યા. ખરેખર તો રાજ્યસત્તા મળે પછી જનસેવાનો મોકો શોધવો જોઈએ એને બદલે સત્તાનાં છીંડાં શોધવા માંડ્યા છે! છેલ્લે એક જૂની અંગ્રેજી કહેવત BMCના સત્તાધીશોને યાદ દેવડાવું છું. આજે હિન્દુસ્તાનીઓ સૌ પોતપોતાની મેળે જગતભરમાં ફેલાઈને પ્રગતિ કરે છે, પણ અંગ્રેજી કહેવત છે કે અ ફુલ કપ મસ્ટ બી કૅરિડ કૅરફુલી. ગ્થ્ભ્નો સત્તાનો પ્યાલો છલકતો છે એ છલકતા પ્યાલાને તમામ સભ્યોએ સંભાળીને પકડવો જોઈએ. છલકતો પ્યાલો છાકટો ન થઈ જાય!

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK