જે ખોટા હતા એનો થયો સ્વીકાર હું સાચો હતો તો પણ થયો શિકાર

‘જો બેટા,’ કાન ખુલ્લા હોવા છતાં બાપુજી ધૂંઆપૂંઆ થતાં ભડકીને બોલ્યા, ‘કાન ખોલીને સાંભળી લે.

મનોરંજનથી મનોમંથન - સુભાષ ઠાકર

ગયા વર્ષે પણ તેં દર વર્ષની જેમ જ પાંચમા ધોરણમાં પાંચમી વાર સફળતા મેળવવામાં નિષ્ફળ જવાની પરંપરા જાળવી રાખી હતી. ને આ પ્રથા તારી આમ જો જળવાઈ રહેશે તો નેવુંમા વર્ષે તું નવમા ધોરણમાં હોઈશ. પણ હવે હું તને મારું લાસ્ટ અલ્ટિમેટમ આપું છું કે હવે જો ફરી નાપાસ થયો તો તું મને ‘બાપુજી’ કહેવાનો હક ગુમાવી બેસીશ, સમજ્યો?’ આટલું બોલી બાપુજીએ હાર્મોનિયમના ધમણની જેમ ઉપરાઉપરી નેવ્યાસી શ્વાસ લીધા. હું અંદરથી થોડો ગભરાયો, ‘બાપુજી, તમને દમ થયો લાગે છે.’

‘મને દમ નથી, પણ મારી વાતમાં દમ છે ટોપાઆઆ...’ ગળામાં ઠળિયો ભરાઈ ગયો હોય એવી બાપુજીએ ચાર-પાંચ સૂકી ઉધરસ ખાધી... ખૂખૂખૂખૂ...

‘ના બાપુ ના, આટલા ક્રૂર ન બનો. અંતે તો હું આપનું જ પ્રોડક્શન છું. મારા દાદા હયાત હોવા છતાં ક્યારેય દાદાગીરી નથી કરી, પણ તમે બાપુ છો એટલે બાપુગીરી કરો છો? મારા કાન તો ખુલ્લા જ છે બાપુ, પણ તમારા કાનપુરમાં હડતાળ છે એટલે મશીન ભરાવીને સાંભળી લો કે તમે ‘બાપુજી’ શબ્દ સાંભળવાનું બંધ કરશો તો હું ‘બાપુજી’ કોને કહીશ? યુ આર ઓન્લી વન ઍન્ડ ફાઇનલ ફાધર. હવે મગજ પણ ખુલ્લું રાખીને સાંભળી લો કે હું નાપાસ થઈશ, પણ નાસીપાસ ક્યારેય નઈ થઉં. ઍન્ડ યુ નો? માનવી સફળતાથી નઈ, પણ નિષ્ફળતાથી ઘડાય છે...’

‘પણ ક્યાં સુધી? ઘડપણ આવે ત્યાં સુધી ઘડાયા જ કરવાનું? પથારી કરવામાં રાત પૂરી થઈ જાય તો સૂવાનું ક્યારે? યાદ રાખ. ઘડપણમાં તમે જાગતા હશો તો પણ તમે અને ઈશ્વર સિવાય કોઈ સાંભળશે નઈ. અને પેલો ચંબુ ત્રિકાળજ્ઞાની પોતાની જાતને મહાન જ્યોતિષી સમજી મને કહે કે જયંતીલાલ, તમારો દીકરો ભણશે બહુ... સાલો ફેંકુ...’

‘નઈ બાપુ, હી ઇઝ નૉટ ફેંકુ, હી ઇઝ રાઇટ. રાત-દિવસ કેટલુંબધું ભણું છું! ફક્ત પાસ નથી થતો. પણ હું અસફળતાથી ડરતો નથી ને હું ફેલ થઉં તો પણ આત્મહત્યા કરું એવો નબળો નથી. અરે લેટેસ્ટ આ સોનુબહેનના દીકરા રાહુલનો જ દાખલો લો. છેલ્લાં પાંચ ïવર્ષમાં સત્યાવીસ (ભૂલચૂક લેવીદેવી) ચૂંટણી હાર્યો, પણ હિંમત નથી હાર્યો. અરે, છેલ્લે તો તેણે પણ ચ્સ્પ્નો જ દોષ કાઢ્યો. હાર માટે મશીન જ જવાબદાર છે. એમ હું નિષ્ફળ જઉં તો મારું જ્ઞાન કે યાદશક્તિ નઈ, પણ આડુંઅવળું લખતી મારી પેન જવાદાર છે; હું નઈ. સમજ્યા?’

‘એટલે તું તારી જાતને રાહુલ સમજે છે?’

‘શું બાપુજી તમે પણ કૉમેડી કરો છો. અરે હજી તમે જીવો છો ને બા કંઈ સોનિયાની જેમ તબિયત બતાવવા અમેરિકા જતી નથી તો હું મારી જાતને કેમ કરી રાહુલ સમજું? પણ પરીક્ષામાં પુછાયેલા પ્રશ્નોના જવાબમાં હું ખોટો પડું છું. માન્યું કે મારા બધા જવાબ સાચા નઈ હોય તો ખોટા પણ નથી. આજનો દિવસ તમે મારા બાપુજી મટી શિક્ષક બનીને આપો જવાબ હું ક્યાં ખોટો છું.’

‘અરે બેટા, જગતની ટેવ છે કે પોતે ખોટા હોવા છતાં સાચા ઠેરવવાની. પણ થોડી ધીરજ રાખવાની. એક વાત યાદ રાખ. સાચા-ખોટાનું નક્કી કરનાર ઈશ્વરનાં દર્શન કરતાં

દસ-વીસ મિનિટ ભલે લાગે, પણ એ દર્શનનો વિચાર આવતાં-આવતાં ૬૦ વર્ષ નીકળી જાય છે. અને મૃત્યુ એક જ પળનો ખેલ હોવા છતાં ન આવે એની તકેદારી આખી જિંદગી રાખવી પડે છે કે નઈ? અને પરીક્ષા ભલે ત્રણ કલાકની જ હોય, પણ પાસ થવા ૩૬૫ દિવસ તૈયારી કરવી પડે છે. છતાંય...’

‘તો શું હું નથી કરતો? ખુદ થાક પણ થાકી જાય એટલી મહેનત નથી કરતો? અરે વર્ષના ૩૬૫ના બદલે ઈશ્વરે વર્ષના ૧૦૦૦ દિવસ રાખ્યા હોત તો પણ હું પાછી પાની ન કરત મિસ્ટર બાપુજી. ઈશ્વરે મને મોકલ્યો છે તો કંઈ ૫૦૦-૧૦૦૦ની નોટ બદલવા થોડો મોકલ્યો છે અને ડિયર બાપુજી, માઇન્ડ વેલ. પરીક્ષા ત્રણ કલાકની નઈ પણ આખી જિંદગીની હોય છે. સ્કૂલ-કૉલેજની પરીક્ષા જેવી પૂરી થાય પછી જિંદગીની પરીક્ષા શરૂ. પણ લોચો એ છે કે બધા જવાબો સાચા હોય તો પણ સર એ ખોટા સમજે તો હું ક્યાં જઉં? મૂંઝારો ન થાય? જીવ ન બળે? ગુસ્સો ન આવે? દુ:ખ ન થાય? અલ્યા બાપ, હવે તો ‘હા’ પાડો... અરે બાપુ પરીક્ષાના સવાલ તમે સાંભળશો તો ફરી દમનો હુમલો આવશે ને શ્વાસ ચડશે પછી કદાચ એ શ્વાસ કાયમના બંધ પણ થઈ જાય...’

‘નઈ બેટા, મને એટલો તો વિશ્વાસ છે શ્વાસ બંધ નઈ થાય...શું સવાલ હતા બોલ...’

‘પહેલો સવાલ એ હતો કે ઉત્તર શું છે? હવે આમાં હું શું ઉત્તર આપું...’

‘હે! કંઈ સમજાય એવું બોલ, આવું કેવું? ભલભલા જ્ઞાની મૂંઝાય એવો સવાલ.’

‘નઈ બાપુ, મૂંઝવણ સવાલની નહોતી, ઉત્તરની હતી. પણ મેં મારા માથામાં ચાર-પાંચ ટપલી મારી અંદરના મગજને ઢંઢોળ્યું ને જવાબ નીકળ્યો ને મેં કીધું કે ઉત્તર પ્રદેશ છે. જ્યાં ચૂંટણીમાં BMCએ જીત મે...’

‘નો સુભાષ, ઉત્તર પ્રદેશ નઈ પણ ઉત્તર એક દિશા છે...’ શિક્ષક બોલ્યા.

‘વેરી બિગ કન્ફ્યુઝન. હવે બાપુ, તમે જ ઉત્તર આપો. સર સાચા હતા તો હું ક્યાં ખોટો હતો?’

‘બન્ને સાચા છો બેટા. IQ તમારા બન્ને પાસે હશે, પણ બન્ને પાસે પ્રૉબ્લેમ Egoનો હતો. આપણા જીવનમાં કોઈ પણ પ્રશ્નનો જવાબ આપણી અપેક્ષા પ્રમાણે ન મળે તો Ego હર્ટ થાય છે. ને તારી જ તો ચાર લાઇન યાદ કર...

અપેક્ષા જિવાડે છે ને અપેક્ષા જ વિતાડે છે,

ખૂબ જૂનો છે આ રોગ ક્યાં કોઈ જલદી મટાડે છે

અપેક્ષા ન ફળે તો દરેક વ્યક્તિ મોં બગાડે છે,

કારણ માણસ એ જ ભૂલી જાય છે કે

રોજની રમત રામ રમાડે છે...’

‘એક મિનિટ બાપુ, આ રામના વિરોધી રાવણ માટે પણ શિક્ષકે પૂછ્યું કે રાવણે એવું કયું કાર્ય કર્યું જે આપણે કોઈ જિંદગીભર ન કરી શકીએ? ખોપરી ફાટી જાય એવો પ્રશ્ન હતો. આપણી સત્તરસો પેઢીથી રાવણને જોયો નથી. એટલે મેં પૂછ્યું, ‘કોણ રાવણ?’

‘અરે એ રાવણ જે ફોટોમાં જોયા પછી સલમાન ખાનની યાદ આવી જાય ને ધડ પર દસ માથાં હોવાથી ટી-શર્ટ ન પહેરી શક્યો...’ શિક્ષકે હિન્ટ આપી.

‘ઓળખ્યો.’ મેં કીધું, ‘સર, એ રાવણ દસ છોકરીઓને લાઇનસર ઊભી રાખી બધીઓને એકસાથે પપી કરી શકતો

જે આપણે...’

‘વાહ રે મારા લાલ, શું કીધું તારા શિક્ષકે, સાચું કે ખોટું?’ બાપુજીએ પૂછ્યું.

‘અરે બાપુ મને ખબર ન પડી કે આમાં હું ક્યાં ખોટો હતો, પણ શિક્ષકે કુટુંબને પૂછ્યા વગર પ્રભુ રામનો પણ રેકૉર્ડ તોડવા આજીવન વનવાસ લઈ લીધો.’

‘પણ અંતે તને પાસ કર્યો કે નાપાસ?’

‘હવે દિમાગ ખરાબ ન કરો બાપુ, તમે કીધેલું ફેલ થાય તો બાપુજી કહેતો નઈ તો તમે બાપુ હોવાનો હક ગુમાવી બેઠા છો. આવું કેમ થાય છે બાપુ કે જે ખોટા હતા એનો

સ્વીકાર થઈ ગયો ને આપણે સાચા હતા તો આપણો શિકાર થઈ ગયો... બાપુ ચૂપ થઈ ગયા છે, પણ તમે મારો શું

કરો છો - સ્વીકાર કે શિકાર?’

શું કહો છો?

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK